Engineering Girl - 2 in Gujarati Love Stories by Hiren Kavad books and stories PDF | એન્જિનિયરિંગ ગર્લ - 2

એન્જિનિયરિંગ ગર્લ - 2

એન્જિનિયરિંગ ગર્લ

~ હિરેન કવાડ ~

પ્રકરણ – ૨

વિવાન

આઈ વોઝ ડેસ્પરેટ ટુ મીટ હિમ. માય માઇન્ડ વોઝ ગોન. ફર્સ્ટ ટાઈમ એવું બની રહ્યું હતું કે એક્ઝામના આગળના દિવસે હું વાંચી નહોતી રહી. ફર્સ્ટ ટાઈમ એવું બન્યું હતું કે બપોરની રસોઈ બનાવવામાં મેં કન્ટ્રીબ્યુટ ના કર્યુ હોય. ફર્સ્ટ ટાઈમ આઈ વૉન્ટેડ સમવન બેડલી.

મેં નિશા, કૃપા અને સોનુને કહ્યું કે પ્લીઝ ગમે તે કરો પણ વિવાનનો નંબર લાવી આપો. મને વિશ્વાસ હતો નિશા કંઈ પણ કરીને વિવાનનો નંબર લાવી આપશે, બિકોઝ સૌથી વધારે બોય્ઝના કૉન્ટેક્ટ નિશા પાસે જ હતાં. સાંજના ચાર વાગ્યા હતાં. આજની રસોઈ કૃપા અને સોનુએ બનાવી હતી. નિશાના ચહેરા પર ટૅન્શન હતું, હવે પછીનું પેપર ટફ સબજેક્ટનું પેપર હતું એટલે. બટ મને પેપરની કોઈ ચિંતા નહોતી. મારી ત્રણેય ફ્રૅન્ડ્સ વિવાનનો નંબર શોધવામાં લાગેલી હતી અને એ પણ એક્ઝામના આગળના દિવસે. કૃપા છેલ્લી એક કલાકમાં એની ત્રીસેક ફ્રૅન્ડ્સને કૉલ કરી ચુકી હતી, બટ વિવાન સાથે કોઈનો કૉન્ટેક્ટ નહોતો. નિશા પણ છેલ્લા બે કલાકથી એના કોઈ ફ્રૅન્ડ સાથે વાત કરી રહી હતી. નિશા જાણે મારું ટૅન્શન પોતે લઈ રહી હોય એવી રીતે મારી હૅલ્પ કરી રહી હતી. નહીંતર એક નંબર માટે કોઈ પોતાની બે કલાક શા માટે બગાડે, સોનુ જે ખૂબ ઓછા બોય્ઝ સાથે કૉન્ટેક્ટ ધરાવતી હતી એ પણ પોતાનો પૂરેપૂરો એફોર્ટ લગાવી રહી હતી. બટ એ આઈ.ટી. ડિપાર્ટમેન્ટની હતી એટલે એની પાસેથી મને ખાસ આશા પણ નહોતી.

હું મારાં બેડમાં બેસીને વિચારોમાં ફસાયેલી હતી, મોબાઈલના વાઈબ્રેશને મારાં વિચારોના વંટોળને વિખેરી નાખ્યો. મોબાઈલની સ્ક્રિન પર મમ્મી ફ્લૅશ થઈ રહ્યું હતું. લોકો એમ કહેતા હોય છે કે જ્યારે તમે બહુ જ ટૅન્શનમાં હોવ તો મમ્મી સાથે વાત કરી લેવી જોઈએ. પણ મારે થોડું ઉલટું હતું. મમ્મીના કૉલે મને જ્યારથી હું ઍન્જિનિયરિંગમાં આવી ત્યારથી શાંતિ આપી જ નથી. એક્ચ્યુઅલી જો હું ઍન્જિનિયરિંગમાં હતી તો મમ્મીના કારણે જ હતી, મેં NID માટે ફોર્મ પણ ભર્યું હતું અને હું એન્ટ્રન્સમાં પાસ પણ થઈ ગઈ હતી, પણ મમ્મીનો તર્ક એવો હતો કે તો બાર સાયન્સ કર્યું જ શા માટે? મેં પણ કહ્યું હતું ‘મેં તો તમને કહ્યું જ હતું કે મારે આર્ટ્સમાં ઍડમિશન લેવું છે, બટ તમને સારા પર્સન્ટેજ અને સાયન્સ જ દેખાણું.’ મમ્મી-પપ્પાએ ખૂબ જ ઇનસિસ્ટ કર્યુ, હું ના માની પછી એ લોકોએ એક જ વાક્ય મારી સામે મૂક્યું.

‘ઍન્જિનિયરિંગ અથવા નો ફર્ધર સ્ટડી.’, હા, એક ક્ષણ માટે મને ઘરેથી ભાગી જવાનો વિચાર આવ્યો હતો, વિચાર તો સુસાઇડનો પણ આવ્યો હતો. પણ કલાએ જ મને બચાવી લીધી. એ દિવસે સાંજના સમયે જ્યારે હું મારાં સ્ટ્રેસના પિક પર હતી ત્યારે મેં સૂર્યાસ્ત થતું જોયું. હું સતત દસ મિનિટ સુધી એ જોઈ રહી.

મારાં મનમાં એક આશા જાગી રહી હતી. મને સૂર્ય ઇન્સ્પાયર કરી રહ્યો હતો, ‘આથમવાનું તો બધાંને એક દિવસ હોય જ છે, પણ આથમતાં પહેલાં સૂર્ય કેટલીય જિંદગીઓમાં જીવ પૂરતો જતો હોય છે, વૃક્ષો, માછલીઓ, માણસો, કિલ્લોલ કરતાં પક્ષીઓ લગભગ બધી જ જીવ સૃષ્ટિ સૂર્ય વિના ના જ જીવી શકે. પણ સૂર્ય આથમતા પહેલાં આ બધાંને પોતાનો જીવ આપતો હોય છે. તો શું હું કંઈ કર્યા પહેલાં જ આથમી જઈશ? મારે કેટલીય જિંદગીઓમાં જીવ પૂરવાનો છે.’, મેં મારી જાતને કહ્યું અને મેં સ્યુસાઇડના વિચારો એ ક્ષણે પડતા મૂક્યા. ઘરમાં નાની બહેન સૃષ્ટિના વૉટર કલર પડ્યાં હતાં. એ લઈને હું ફરી ટેરેસ પર આવી અને મેં એ સૂર્યાસ્તને કેનવાસ પર ઊતાર્યું. લાલ ચટાક આકાશ, બે ચાર ઉડતા પક્ષીઓ અને વૃક્ષની પાછળ ધરતીની ક્ષિતિજે ડૂબતો સૂર્ય.

મેં ઍન્જિનિયરિંગમાં મારી મરજી વિરુદ્ધ ઍડમિશન લીધું અને મારી મમ્મી પ્રત્યેનું મારું વલણ બદલાઈ ગયું. એ પછી મને મારી મમ્મી સાથે વાત કરવાની ક્યારેય ઇચ્છા ના થઈ. બટ એ મને દર બે દિવસે ફોન કરતી.

‘હેલો’, મેં કૉલ રિસીવ કરીને કહ્યું.

‘કેવા જાય છે પેપર…?’, એનો એ જ બિન્દાસ અને સેલ્ફીશ અવાજ, જેમાં મારાં માટે કોઈ કૅર નહોતી.

‘બસ સારા.’,

‘મામા આવ્યાં હતાં તારું પૂછતાં હતાં, ત્રિશાની પણ એક્ઝામ ચાલી રહી છે. એ એમ કહેતી હતી કે વેકેશનમાં તું અહીં આવ એટલે એ તારા પાસેથી પ્રોગ્રામિંગ શીખવા માંગે છે.’, ખબર નહીં મારી બાર પાસ મમ્મીને કપ્યુટર ઍન્જિનિયરિંગનો આટલો ચસકો કેમ હતો.

‘મમ્મી હું વેકેશનમાં ઘરે નથી આવવાની, હું ડાયરેક્ટ દિવાળી પર આવીશ ચાર-પાંચ દિવસ માટે’

‘હા, ખબર છે તને હવે ઘરે નથી ગમતુ, એમ કર ત્યાંજ કોઈ મમ્મી પપ્પા શોધી લે.’

‘મમ્મી ફરી શરૂ ના કરો’,

‘હું શરૂ ના કરું?, શરૂ તો તે કર્યુ. જો અંકિતા તને ત્યાં ભણવા માટે મોકલી છે, અમારું નાક કપાય એવા કામ ના કરતી.’

‘હવે આમાં નાક કપાવવાની વાત ક્યાં આવી? હું ઍન્જિનિયરિંગ છોડીને આવી જાવ..?, તમારી રોજની કચકચ હવે મારાંથી સહન નથી થતી.’, મેં ગુસ્સે થઈને કહ્યું.

‘તમને મોટા કર્યા એના આ ફળ છે. માની તો બોલતી જ બંધ કરી નાખી છે. મારું આ ઘરમાં સાંભળે છે કોણ? કીધું ’તું.

રાજકોટમાં ઘણી કૉલેજો છે, એમા જ ઍડમિશન લેવડાવો, પણ મારું માને કોણ..?’, મમ્મીનું રડવાનું નાટક ફરી શરૂ થયું.

‘મમ્મી….! હવે એ સમય પાછો આવવાનો છે…? અને શું કામ હતું તમારે..?’

‘કંઈ નહીં, ભાવિકમામા આવ્યાં હતાં, તારા વિશે પૂછતાં’તા. લે, એમને ફોન આપુ છું, પણ સાંભળ છોકરાના ચક્કરમાં ના પડતી. અત્યારે કોઈ છોકરા સારા નથી હોતાં.’,

‘હા,’, મેં હા ના પાડી ત્યાં સુધી મમ્મીએ મામાને ફોન ના આપ્યો.

‘હા, બેટા કેમ છે?’, મામા એના સોફિસ્ટિકેટેડ અવાજમાં બોલ્યા. ભાવિક મામા HDFC બેંકની એક બ્રાંચમાં કેશિયર છે. એમનું ઘર અમારાં ઘરથી વીસેક કિલોમીટર થતું હશે, એટલે એક અઠવાડિયામાં કાં તો એ અમારાં ઘરે હોય કાં તો મમ્મી એના પિયર. પછી શરૂ થાય. પંચાત…….! એન્ડ આઈ હેટ ઇટ.

‘બસ, મામા ફાઇન. તમને કેમ છે?’,

‘બસ મોજ…! પેપર તો સારા જાય છે ને?’,

‘હા, મામા. બધી પ્રિપેરેશન થઈ ગઈ છે.’

‘ગુડ, બેસ્ટ ઑફ લક. અને હાં બહુ લોડ ના લેતી. જેટલું થાય એટલું કરજે. અને એન્જોય કૉલેજ લાઈફ.’, મામાએ જ્યારે આવું કહ્યું ત્યારે મમ્મી બાજુમાં ‘તમે એને બગાડો મા…!’ બોલી એ મને ક્રિસ્ટલ ક્લિઅર સંભળાણું હતું.

‘થેંક્સ મામા, બાય.’

‘મામા ભલે કે’તા. ભણવામાં ધ્યાન આપજે.’, મમ્મીએ મામા પાસેથી ફોન જુટવ્યો હોય એવું લાગ્યું.

‘હા…! ઓકે. બીજું કંઈ..?’, મેં ઇરિટેટ થતા કહ્યું.

‘બસ…બીજું કંઈ નહીં, જય શ્રીક્રિષ્ન.’

‘બાય…!’, મેં કૉલ કટ કર્યો.

‘નિશા……?’, મેં બૂમ પાડી. નિશા ગૅલેરીમાં ફોન પર વાત કરી રહી હતી. એણે ત્યાંથી ડોકું બતાવ્યું. અને પાંચ મિનિટનો ઇશારો કર્યો.

‘કૃપા…? સોનુ….?’, બંને બીજી રૂમમાં હતાં, મેં એમને બોલાવવા બૂમ પાડી. બંને હાથમાં ફોન લઈને બહાર આવ્યાં.

‘બોલ…!’ કૃપાએ કહ્યું.

‘મળ્યો નંબર…?’,

‘ના મેં મારાં બધાં ફ્રૅન્ડ્સને પૂછ્યું પણ એમના કમ્પ્યુટર વાળા જોડે બહુ ઓછા કોન્ટેક્ટ્સ છે. ’, કૃપા મોબાઈલને હથેળીમાં ટૅપ કરતા બોલી.

‘સોનુ તે પૂછ્યું છે કોઈ..?’, મેં પૂછ્યું ત્યારે જ સોનુના મોબાઈલમાં ટાઇટેનિકની મધૂર ધૂન વાગી.

‘એક મિનિટ…! મારી ફ્રૅન્ડનો ફોન છે.’, બિકોઝ ઑફ કવરેજ પ્રોબ્લેમ્સ એ ફોન પિકઅપ કરવા માટે રૂમની બહાર નીકળી. હું તો મનમાં એ જ ઇચ્છી રહી હતી કે એ ફોન દ્વારા વિવાનના નંબર મળી જાય.

‘કૃપા જો આજે હું એને સૉરી નહીં કહું તો આજે હું વાંચી નહીં શકું. રાતે મને ઊંઘ આવશે કે નહીં એના વિશે પણ મને ડાઉટ છે.’, મેં કૃપાને મુંજાયેલા ચહેરે કહ્યું.

‘મળી જશે ટૅન્શન શું લે છે? નિશા છે ને ? એ ક્યાંયથી પણ તને એનો નંબર લાવી આપશે.’, કૃપાએ સાથળ પર હાથ મુકતા કહ્યું.

‘હોપ સો….!’,

‘ગોટ્ચા…..!’, સોનુ ચિલ્લાતી ચિલ્લાતી અંદર આવી. હું મારાં બેડમાં ઊભી થઈ ગઈ.

‘મળી ગયો…?’, મેં કાળી ઊતાવળે પૂછ્યું.

‘યપ….! મારી ફ્રૅન્ડની ફ્રૅન્ડનો સ્કૂલ ફ્રૅન્ડ છે. એ વૉટ્સએપ કરે છે હમણા.’

‘નિશા….! નંબર મળી ગયો.’, મેં નિશાને બોલાવવા બૂમ મારી.

ત્રીસેક સેકન્ડ્સમાં એ દોડતી દોડતી આવી. ‘ક્યાંથી મળ્યો…?’, નિશાએ રૂમમાં પગ મુકતાં જ પૂછ્યું.

‘મારી ફ્રૅન્ડે શોધી આપ્યો.’, સોનુએ જશ લેતા કહ્યું.

‘સૉરી યાર, મેં બહુ ટ્રાય કરી બટ ના મેળ પડ્યો.’, નિશાએ એના ચહેરા પર સૉરીના એક્સપ્રેશન્સ લાવતાં કહ્યું.

‘ઇટ્સ ઓકે યાર….! બધું બરાબર તો છે ને ? તું પેપર પછીની ટૅન્સ લાગે છે.’, મેં એનો હાથ દબાવ્યો.

‘હા, એવરીથિંગ ઇઝ ફાઇન. પેપરમાં હું વીસનું લખીને આવી છું અને એમાં પણ એક પ્રશ્નનો આન્સર બીજો જ લખાઇ ગયો.’, નિશાએ ઉદાસ થઈને કહ્યું.

‘પાસ કરી દેશે. ટૅન્શન લેમાં’, કૃપાએ નિશાનું ગળું પકડતાં કહ્યું.

‘હેય્ય્ય… હેય્ય્ય. નંબર આવી ગયો.’, સોનુએ વૉટ્સએપ પર મૅસેજ રીડ કરતા કહ્યું.

‘લખ ચાલ…!’, સોનુ નંબર બોલવા લાગી. હું મોબાઈલના ડાયલર પર નંબર દબાવવા લાગી. બસ હવે ટચ સ્ક્રિન પર ગ્રીન કલરના કૉલ બટનને પ્રેસ કરવાનું હતું.

***

ઇટ વોઝ ફાઇવ. મારી પાસે નંબર આવ્યાંને એક કલાક થઈ ચુક્યો હતો. બધાંએ મને કહ્યું કે કૉલ કરી લે. બટ આઈ વોઝ ઇન મિડલ ઑફ સમથિંગ. સૉરી સિવાય હું એને શું કહું? સૉરી કહેવું એ મારો સ્વાર્થ હતો. એક કલાકથી હું આ જ વિચારી રહી હતી. નિશાએ મને ઘણું કહ્યું કે જસ્ટ સૉરી કહીને વાત પતાવી દે, ખોટું ટૅન્શન શાને લઈ રહી છો. હું કોઈનું માનવાવાળી નહોતી. એ લોકો હવે રિડીંગમાં પડ્યાં હતાં. હું કૉલના બટન પર આંગળી રાખીને વિચારો કરતી હતી.

પાંચને પાંચ મિનિટે મારું મગજ વિચારોના પૂરને સહન ના કરી શક્યું, હવે મારું માથુ દુખવાં લાગ્યું હતું છતાં મને હજુ શું કહેવુ એ તો ખબર જ નહોતી પડી. છેવટે મેં કૉલ કરવાનું નક્કી કર્યુ, જે મનમાં આવશે એ બોલી દઈશ. મેં મારાં મનને આન્સર આપ્યો. હું કિચનમાં ગઈ. ફ્રીજમાંથી ઠંડા પાણીની બોટલ કાઢીને બે ગ્લાસ પાણી પીધુ. ગૅલેરીમાં જતા જતા મેં બીજી રૂમમાં ડોકિયું માર્યું. સોનુ અને કૃપા સિરિયસલી વાંચી રહ્યા હતાં, નિશાનું ધ્યાન બુકમાં હતું પણ બીજા હાથમાં મોબાઈલ પણ હતો, મોબાઈલ જ એનો બોય ફ્રૅન્ડ..! માય સિલી ફ્રૅન્ડ.

હું ગૅલેરીમાં ગઈ. મેં કૉલ લગાવ્યો. મારાં પેટમાં પતંગિયા ઊડી રહ્યા હતાં, હાર્ટ સ્પીડલી પમ્પિંગ કરી રહ્યું હતું. મને ખૂબ જ ચોક્ક્સપણે યાદ છે, ત્રણ ટ્રીન ટ્રીન પછી ચોથી ટ્રીન ટ્રીન અડધી પૂરી થઈ ત્યારે સામેથી એક કડક મેચ્યોર વોઇસ આવ્યો.

‘હલો…!’, હું બે ક્ષણ માટે કંઈ બોલી ના શકી.

‘હલો…? હેવ યુ ગોટ ટંગ ઓર નોટ..?’, એણે ફરી એક બે વાર હેલો કર્યુ.

‘હલો..! સૉરી, બટ’, હલો બોલતા તો મારો અવાજ રૂંધાઇ ગયો.

‘કોણ…?’,

‘હું અંકિતા.’, મેં મારું નામ કહ્યું, જાણે એ મને ઓળખતો હોય.

‘કઈ અંકિતા….?’, હી વૉઝ આસ્કિંગ લાઈક કે ઘણી બધી અંકિતાને ઓળખતો હોય, એના અવાજ પરથી તો લાગી રહ્યું હતું કે એનામાં એટીટ્યૂડ કૂટીકૂટીને ભર્યો હશે. બટ મારે એને સૉરી કહેવાનું હતું, એના માટે જ મેં કૉલ કર્યો હતો.

‘સૉરી વિવાન….! મારાંથી સવારે મિસ્ટેક થઈ ગઈ હતી. હું તારી ક્લાસમૅટ.’, મેં અચકાતા અચકાતા અને સૉરી ફીલ કરતા કહ્યું.

‘ઓહ્હ…! યુ નો વોટ. આઈ નો આઈ એમ બેડ, આઈ હેવ એટીટ્યુડ, બટ મેં આવું તો એક્સપેક્ટ નહોતું જ કર્યુ કે કોઈની હૅલ્પ કરીએ અને જેની હૅલ્પ કરતા હોઈએ એ જ તમને ફસાવી દે.’, હું એની ગુસ્સા ભરેલી આંખો ઇમેજીન કરી શકતી હતી.

‘સૉરી યાર મને એમ હતું કે તું મને કોઈ પ્રશ્ન પૂછી રહ્યો હશે?’, મારાં અવાજમાં લાચારી હતી.

‘તને નહીં ખબર હોય, આઈ ઑલરેડી હેવ 5 KT, ફોર્થ સેમની અને મીડની પણ 1 K.T છે. તો એક વધારે આવે એમાં મને કંઈ ફરક નથી પડવાનો. સો ડૉન્ટ બી સૉરી. એન્ડ કેરી ઓન…! બીજુ કંઈ કહેવાનું બાકી છે?’, હી વોઝ ક્વાઇટ એગ્રેસિવ. હું શું બોલું એની મને કંઈ જ ખબર નહોતી પડી રહી. આઈ વોઝ થોટલેસ. આઈ વોઝ મિઝરેબલ.

‘હેલ્લો..? એનીથિંગ એલ્સ ટુ સે..?’, એણે ફરી પૂછ્યું.

‘ના બસ, સૉરી.’

‘ઓકે…!’, એણે ફોન કટ કરી નાખ્યો, હું ઑલમોસ્ટ રડી પડી હતી. પહેલી વાર મારી સાથે કોઈએ આવું વર્તન કર્યુ હતું. ટોટલી રૂડ, બટ આઈ ડીઝર્વ્ડ ઇટ. મને ખબર નહોતી પડી રહી કે હું શું કરું. મેં પહેલીવાર કોઈકને હર્ટ કર્યુ હતું. એ પણ કોઈ કારણ વિના. હું મારી અકળામણને સહન કરી શકું એમ નહોતી. હું ગૅલેરીમાંથી રૂમમાં આવી. પહેલાં લાગેલી આગમાં ઘી રેડાયું હતું. મેં આવતી કાલના પેપરની બુક પકડી. બટ આઈ કુડન્ટ કૉન્સન્ટ્રેટ. હું આજે દુનિયાની સૌથી એકલી વ્યક્તિ હોવ એવો અનુભવ કરી રહી હતી. હું રડવા માંગતી હતી, જોર જોરથી રડવા માંગતી હતી, પણ મને લોકો પાગલ સમજશે એની મને પરવા હતી. હું વિચારી રહી હતી કે ફરી એકવાર હું વિવાને કૉલ કરું. આ પ્રોબ્લેમનું સોલ્યુશન લાવ્યા વિના મને શાંતિ થવાની નહોતી.

મેં એને ફરી એકવાર કૉલ કર્યો. એણે તરત જ કૉલ રીસિવ કર્યો.

‘યસ…?’

‘વિવાન મારે તને મળવું છે.’, મારાં વિચારોમાં જે પહેલું વાક્ય આવ્યું એ બોલી દીધું.

‘અને શા માટે ?’

‘એ હું તને મળીશ ત્યારે જ કહીશ.’, મને મારી હાઈસ્કૂલમાં મારી એક ફ્રેન્ડે કહ્યું હતું, જો છોકરાને પોતાના તરફ એટ્રેક્ટ કરવા હોય તો એની સાથે મિસ્ટિરિયસલી વાત કરો. હું એને એટ્રેક્ટ કરવા નહોતી માંગતી. હું જસ્ટ એની માફી ચાહતી હતી.

‘ક્યાં ? એન્ડ ડૉન્ટ કમ વિથ યોર ફ્રૅન્ડ્સ.’, મારી ટ્રીક કામ કરી ગઈ.

‘કૉલેજ ?’, મેં થોડું રિલેક્સ ફીલ કર્યુ.

‘ઓકે, મારે આવતા દસ મિનિટ થશે, અને હા હું વધારે સમય નહીં આપી શકું.’, હીઝ એટીટ્યુડ વોઝ લાઈક સ્ટ્રોંગ ટી. તમને થોડી કડવી લાગે, બટ નશો પણ ચડે.

***

હું કોઈને કહ્યા વિના જ રૂમ પરથી નીકળી ગઈ હતી. હું એ લોકોને ડિસ્ટર્બ કરવા નહોતી માંગતી. આ વખતે હું નર્વસ નહોતી, એનો મતલબ એ પણ નહોતો કે આઈ વોઝન્ટ ફ્રાઇટન્ડ. નર્વસ તો તમે ત્યારે હોવ કે તમને ખબર ના હોય કે તમારે શું કરવાનું છે, મને તો ખબર હતી કે મારે શું કરવાનું હતું. મારે વિવાનના ગુસ્સા ભરેલા ચહેરા પર સ્માઈલ લાવવાની હતી. હું એલ.ડી. ના બસ સ્ટોપ પર પહોંચી. મેં વિવાનને વૉટ્સએપ કર્યુ કે હું બસ સ્ટોપ પાસે છું.

આવું પહેલીવાર બની રહ્યું હતું કે હું કોઈ છોકરાને પહેલી વાર એકલી મળવાની હતી, અથવા હું કોઈ છોકરાને ડેસ્પરેટલી મળવા ઇચ્છતી હતી. એ પણ પહેલી વાર બની રહ્યું હતું કે કોઈ છોકરાના ચહેરા પર સ્માઈલ લાવવા માટે હું મહેનત કરી રહી હોવ. વીસ મિનિટ થઈ પરંતુ એ હજુ આવ્યો નહોતો. હું ફરી એને કૉલ કરવા નહોતી માંગતી, કારણ કે હું એને એવો કોઈ જ એહસાસ કરાવવા નહોતી માંગતી કે હું એનામાં ઇન્ટરેસ્ટેડ છું.

મેં મોબાઈલમાં ટાઈમ જોયો, પોણા છ વાગ્યા હતાં, ત્યાં જ એક રેસિંગ બાઈક મારી સામે આવી ને ઊભી રહી. એ વીસ મિનિટ લેટ હતો. એનાં કપડાં બદલાઈ ગયાં હતાં, બ્લુ ટી શર્ટ એના પર બ્લૅક જેકેટ અને બ્લુ જીન્સ. હું બસ સ્ટોપથી બહાર નીકળીને એની પાસે જઈને ઊભી રહી.

‘આપણે ક્યાંક બેસીએ ?’, જાણે હું એને વર્ષોથી ઓળખતી હોઉં એવી રીતે મેં કહ્યું.

‘બાઈક પર બેસી જા.’, મેં કોઈ જ આર્ગ્યુમેન્ટ ના કરી. આઈ જસ્ટ જમ્પ્ડ ઇન્ટુ ઇટ. સ્પીડો મીટર દસ જ સેકન્ડમાં 60Kmph ની સ્પીડ બતાવતું હતું. મેં બાઈકનું હૅન્ડલ પકડી રાખ્યું હતું. મારાંથી એને ટચ ના થઈ જવાય એના માટે હું પૂરેપૂરું કોન્સન્ટ્રેશન આપી રહી હતી. બટ હી વોઝ સ્મેલિંગ લાઈક અ સ્ટ્રોંગ. હું કંઈપણ બોલતે તો એને સંભળાત નહીં. કારણ કે બાઈકની સ્પીડ 80kmph હતી. થોડી જ મિનિટોમાં અમે હિમાલયાના CCD માં હતાં.

એ મારી સામેના કાઉચમાં બેઠો હતો. જાણે એની આંખો મને સાંભળવા ઇચ્છતી હોય એ રીતે સતત તાકી રહી હતી. એના ચહેરા પર કોઈ જ સ્માઈલ નહોતી, ઇટ વોઝ ધ હાર્ડેસ્ટ પાર્ટ. હું એને શું કહું અને એના ચહેરા પર સ્માઈલ આવી જાય.? મારી લાઈફ તો નીરસ હતી, હવે એક નીરસ વ્યકિત શું કોઈના ચહેરા પર સ્માઈલ લાવી શકે? મારી પાસે જ સ્માઈલ નહોતી તો હું એના ચહેરા પર કઈ રીતે સ્માઈલ લાવી શકત.

‘કઈ બાઈક છે?’, મેં એના ઇન્ટરેસ્ટની વાત શરૂ કરી.

‘Yamaha R15.’, એણે એનો પગ બીજા પગ પર ચડાવતા કહ્યું, તે સોફા પર એ રીતે ટેકો રાખીને બેઠો હતો જાણે એ મહારાજા હોય.

‘ઓહ,, નાઇસ બાઈક. પણ તું થોડી વધારે જ ફાસ્ટ ચલાવે છે.’,

‘ધેટ ઇઝ નન ઑફ…..’,

‘માય બિઝનેસ…!’, મેં અધુરૂ વાક્ય પુરૂ કર્યુ.

‘જો વિવાન આજે જે થયું એ મારી મોટી મિસ્ટેક હતી, ખરેખર હું આવી નથી. ઑલરેડી હું બહુ બધી પ્રોબ્લેમ્સથી ઘેરાયેલી છું, આજે પણ હું ફ્રસ્ટ્રેટ હતી, અને એ ફ્રસ્ટ્રેશનનો કારણ વિના તું ભોગ બન્યો. મારો ઇન્ટેન્શન તને પ્રોબ્લેમ આપવાનો હતો જ નહીં. આઈ એમ સૉરી યાર…! અને જો તું મને આજે માફ નહીં કરે તો મને નથી લાગતું કે હું આવતી કાલનું પેપર આપી શકીશ.’, મારાં ચહેરા પર ખૂબ જ બેચેની હતી. હું આટલું બોલી પણ એ કંઈજ ના બોલ્યો. નો એક્સપ્રેશન એટ ઑલ.

‘જો તું મને ફરગિવ નહીં કરે તો મારાં માટે આ પણ એક પ્રોબ્લેમ જ છે. ખબર નહીં આ રિગ્રેટ કેટલા દિવસ કે મહિના મારી સાથે રહેશે. આઈ એમ સો સૉરી યાર…! ઇટ વોઝ માય બીગ મિસ્ટેક…!’, એ એનો ચહેરો પાછળની સાઇડ ફેરવી ગયો, હું એની ડોકની પાછળની સાઇડની વાળની ચોટી જોઈ રહી હતી.

‘એક્સક્યૂઝ મી…!’, એણે વેઇટરને પાછળ ફરીને જ બૂમ મારી. એનો અવાજ બદલાયેલો હતો. એણે એનો હાથ મોં આડો રાખ્યો હતો. મને એવું લાગી રહ્યું હતું કે એ જાણે હસતો હતો. બટ ઇટ વોઝ નોટ પૉસિબલ.

એણે એનો હાથ હટાવ્યો. હા એ હસતો હતો, એની આંખો મારી આંખોને જાણે વાંચી રહી હોય એવું લાગતું હતું. એણે મને એક મોટી સ્માઈલ આપી. હું પોતાને રોકી ના શકી, જાણે બધી પ્રોબ્લ્મેસ ક્યાંય ગાયબ થઈ ગઈ હોય, એમ મારાં ચહેરા પર સ્માઈલ આવી ગઈ.

‘તને ખબર છે? તારા ચહેરા પર સ્માઈલ વિના તું કેટલી કદરૂપી લાગે છે?’, મેં અત્યાર સુધીમાં લોકોને એવું કહેતા સાંભળ્યા હતાં કે ‘તારા ચહેરા પર સ્માઈલ ખૂબ સુંદર લાગે છે, કે તું જ્યારે સ્માઈલ કરે ત્યારે બ્યુટીફૂલ લાગે છે’, હી વોઝ નોટ નૅગેટિવ બટ હી વોઝ ડિફરન્ટ.

‘સવારે મને તારા પર ઘણો ગુસ્સો હતો, બટ હમણા જ્યારે તારો કૉલ આવ્યો અને તે સૉરી કહ્યું ત્યારે જ મેં તને માફ કરી દીધું હતું, લોકોને એમ છે કે હું થોડોક એટીટ્યુડ બતાવું છું, પણ ખરેખર એવું નથી. અને આ એટીટ્યુડ તને કૉલ પર સમજાયો નહીં હોય એટલે જ તે મને મળવા બોલાવ્યો હશે.’

‘તો તે મને માફ કરી દીધું ?’,

‘મને મારી વાત તો પૂરી કરવા દે.’, એનો હસતો ચહેરો જોઈને મારું મન જાણે સાતમાં આસમાને હોય એવું ફીલ કરી રહ્યું હતું.

‘અને હા આ માફી શબ્દ મને થોડો હાર્ડ લાગે છે, મને શુદ્ધ ગુજરાતી થોડું ઓછું આવડે છે. હું જસ્ટ તારું ફ્રસ્ટ્રેશન એન્જોય કરી રહ્યો હતો, સો આઈ એમ સૉરી. એન્ડ ચીલ, મને ખબર નથી કે તને મારો નંબર ક્યાંથી મળ્યો, બટ તારી ફ્રૅન્ડ્સને ઘણી મહેનત કરવી પડી હશે. કારણ કે મેં મારો નંબર ચાર દિવસ પહેલાં જ બદલ્યો છે.’, એ હસવા લાગ્યો, અને હું પણ....

‘કેન વી બિકમ ફ્રૅન્ડ્સ…?’, આ મૂર્ખામી ભર્યો સવાલ હતો. શું મિત્રો કંઈ પૂછીને બનાતું હશે ? એ આ સાંભળીને હસવા લાગ્યો.

‘વોટ આર યુ? સિક્સ યર ઓલ્ડ ચાઇલ્ડ ? કેન આઈ બિકમ યોર ફ્રૅન્ડ ?’, એણે મારી પેરોડી કરતા કહ્યું. હું મારી હંસીને રોકી ના શકી. એના મોબાઈલમાં શકિરાના વકા વકા સોંગની રીંગ વાગવા લાગી. એણે સોનીના ફોનની સ્ક્રીન પર જોયું એન્ડ એણે કૉલ કટ કરી નાખ્યો.

‘રીસિવ કરી લે ને.’ એણે મને ઇગ્નોર કરી. વેઇટર ઑર્ડર લેવા આવ્યો.

‘એસ્પ્રેસ્સો..! તું શું લઈશ.’, હું સી.સી.ડીમાં પહેલી વાર આવી હતી, અહીં શું સારું મળતું હશે એનો મને ખ્યાલ નહોતો અને હું પોપટ બનવા નહોતી માંગતી.

‘સેમ..!’, મેં વેઇટર સામે જોતા કહ્યું. વેઇટર મારી સામે ઘુરીને જોતો રહ્યો, જાણે એને ખબર હોય કે હું પહેલી વાર CCDમાં કૉફી પી રહી છું.

‘તો…?’, હું એને સાંભળવા માટે બોલી, હું એને જસ્ટ સાંભળવા માંગતી હતી.

‘તો શું ? જો આપણે બંને ફ્રૅન્ડ બનવા માંગતા હોઈએ તો આપણે એકબીજાને ટાઈમ આપવો પડશે…! એકબીજા સાથે ટાઈમ શેર કરવો પડશે.’

‘તો આવી રીતે ફ્રૅન્ડ બની શકાય એમ ને…?’, મેં કટાક્ષ કરતા કહ્યું. મેં મારી એક આંખ એવી રીતે બંધ કરી દીધી હતી જાણે મારાં મોં માં ખાટી આમલી હોય.

‘યા, એક્ઝેટ્લી…!’, એ હસવા લાગ્યો. એ જ્યારે જ્યારે હસતો ત્યારે મારાં ચહેરા પર એક મોટી સ્માઈલ આવી જતી.

‘તુ કૉલેજ કેમ નથી આવતો..?’, હું એની સાથે વધારે વાત કરવા માંગતી હતી કારણ કે હું એન્જોય કરી રહી હતી.

‘તુ નહીં સમજી શકે…!’

‘હમણા તો તું મોટા મોટા શેરિંગના ડાયલોગ મારતો હતો, અરે હાં ધેટ ઇઝ નન ઑફ માય બિઝનેસ.’, હું હવે બહુ ઑપન અને હ્યુમરસ થઈ રહી હતી, મને જરાંય ખબર નહોતી કે આ મારી તબીયત માટે સારું હતું કે ખરાબ કારણ કે આવું પહેલી વાર થઈ રહ્યું હતું અને હું પળે પળ ને એન્જોય કરી રહી હતી.

‘ઓકે, ધેન લીસન. મારો પેશન બાઈક રેસિંગ છે, મારે બાઈક રેસર બનવું છે. એટલે હું મોસ્ટ ઑફ ટાઈમ અમારાં બાઈકર્સ ક્લબને આપુ છું. ઍન્જિનિયરિંગમાં આવ્યાં પછી મને જો કોઈ બેસ્ટ વસ્તુની ખબર પડી હોય તો એ કે મારે શું કરવું છે?’

‘ધેટ્સ રીઅલી ગ્રેટ. હવે મને તારી બાઈક પાછળ બેસતા ડર નહીં લાગે. મિસ્ટર રેસર..!’, હું હસવા લાગી.

‘એક્ચ્યુલી મારે ભી ઍન્જિનિયરિંગ નથી કરવું, મને ફેશન ડિઝાઈનિંગમાં ઇન્ટરેસ્ટ છે, પણ મારાં પેરેન્ટ્સ…! યુ નો.’, હું વધારે ના બોલી. હું પહેલી વાર કોઈ સાથે આટલું શેર કરી રહી હતી.

‘આઈ ડૉન્ટ નો બટ ઇટ વિલ બી ઓકે..!’ વેઇટરે કૉફી મગની પ્લેટ ટૅબલ પર મુકી, કૉફી સાથે બે પાઉચ હતાં. મને ખબર નહોતી એટલે મેં શરૂઆત ના કરી. વિવાને પાઉચ તોડ્યુ. મેં પાઉચ પર વાંચ્યુ ત્યારે ખ્યાલ આવ્યો કે એ સ્યુગર હતી. આઈ વોઝ ફિલિંગ ડમ્બ.

‘રીડિંગ પતી ગયું…?’, મેં કૉફીની ચૂસકી મારતા પૂછ્યું.

‘શેનું રીડિંગ..? રીડિંગ એટલે શુ ?’, અમે બંને ખડખડાટ હસ્યા.

‘તને ખબર છે, આપણા ક્લાસમાં તારું નામ શું છે?’, એ સતત સ્માઈલ કરી રહ્યો હતો.

‘હા, મિસ બુકીશ…!’

‘ના…! બહેનજી. બટ યુ આર નોટ. એ મને આજે ખબર પડી.’, મિસ બહેનજી છોકરાએ મને ધારી શું રાખી હતી. આઈ વોઝ અસ્ટોનીશ્ડ.

‘મને વિશ્વાસ છે કે આ નામ તે જ રાખ્યું હશે.’, મેં મોં બગાડતા કહ્યું.

‘ના. આપણા ક્લાસના ધ્રુપિતે. એ છોકરીઓને ઓબ્ઝર્વ કરવામાં ખૂબ સારો છે.’

‘બેડ B-4 ગૅંગ..! નહીં ?’,

‘Best B-4, અમારી ગૅંગનું નામ છે. ભલે અમે લૅક્ચર્સ અટેન્ડ ના કરતા હોઈએ બટ, અમે જે કરીએ છીએ તે બેસ્ટ જ કરીએ છીએ.’

‘ઓહ્હ… બસ બસ બસ.’, મેં સ્ટોપનો સિગ્નલ બતાવતા કહ્યું. અમારી કૉફી પૂરી થઈ.

ખાસ્સો ટાઈમ થઈ ગયો હતો, હું રૂમ પર જવાનું વિચારી રહી હતી. વિવાન બીલ પે કરવા માટે ગયો, મેં એને કહ્યું કે હું ચુકવી દઉં બટ એણે મને ઇગ્નોર કરી. આ ઇગ્નોરન્સ મારાં પોકેટ માટે સારું હતી. હું બહાર ઊભી હતી.

‘તો બાઈકની રાઇડ કરવી છે?’, એણે બહાર આવીને કહ્યું, આઈ કુડન્ટ રેઝિસ્ટ ?

‘સ્યોર….!’, મારો મોબાઈલ વાઇબ્રેટ થયો. નિશાનો કૉલ હતો. મેં રીસિવ કર્યો. વિવાને મને એક મિનિટમાં આવું એવો ઇશારો કર્યો.

‘ક્યાં છો તું?’, નિશાએ ચિંતામાં કહ્યું.

‘બહાર આવી છું,’

‘ક્યાં ? પણ’

‘અરે આવીને કહું, મારે થોડી વાર લાગશે, કંઈ લાવવાનું છે?’

‘ના, પણ કહીને તો જતી હો. તારી ચિંતા થતી હતી.’

‘સૉરી યાર, હું તમને ડિસ્ટર્બ કરવા નહોતી માંગતી. ચલ હું થોડી વારમાં આવું છું.’

‘બાય.’ આઈ હેન્ગ અપ.

‘ફ્રૅન્ડ્સ..?’, એના હાથમાં સીગરેટ હતી.

‘હા, નિશા હતી. હું કહ્યાં વિના આવી છું, એટલે ટૅન્શનમાં હતી. પણ આ તારા હાથમાં શું છે?’

‘સિગારેટ છે. અને તું હવે કંઈ નાની થોડી છો, કે તારે તારી ફ્રૅન્ડ્સને પૂછીને આવવું પડે.’

‘એ તારી હેલ્થ માટે સારી નથી. થ્રો ઇટ પ્લીઝ.’, એણે મારી સામે ફરી ઘુરીને જોયું. એણે સિગારેટને નીચે ફેંકી અને એના શુઝથી સ્માઈલ કરતા કરતા ક્રશ કરી નાખી.

‘થેંક્સ, મારી ત્રણેય ફ્રૅન્ડ મારી સિસ્ટર જેવી છે. એટલે અમે એકબીજા સાથે બધું જ શેર કરીએ છીએ. યુ કાન્ટ અન્ડરસ્ટેન્ડ ગર્લ્સ થિંગ્સ.’

‘આઈ ડૉન્ટ બિલિવ. મને નથી લાગતું કે ગર્લ્સ બધી જ વાતો એકબીજા સાથે શેર કરતી હોય.’

એણે બાઈક સ્ટાર્ટ કરી. હું પહેલી વારની જેમ જ પાછળ બેસી ગઈ. પહેલાંની જેમ જ કૅરફૂલ અબાઉટ નોટ ટુ ટચિંગ હિમ. પણ આ વખતે એની બાઈક ૪૦-૫૦ આસપાસ હતી. અમે એસ.જી હાઇવે સાઇડ જઈ રહ્યા હતાં. જેવો એણે ટ્રાફિક જોયો, એટલે એણે બાઈકને એક્સલરેટ કરી. થોડી જ સેકન્ડોમાં બાઈક વોઝ ઓન 70 Kmph એન્ડ ઇટ વોઝ ઇન મેસી ટ્રાફિક.

હું ચીસો પાડી રહી હતી, મને એવું લાગી રહ્યું હતું કે જાણે હું રોલર કોસ્ટરમાં હોઉં. હું રોમાંચ અને ડર બંને એકસાથે ફીલ કરી રહી હતી. થોડા ટ્રાફિકમાં સડસડાટ બાઈક પસાર થઈ રહી હતી. આ પણ પહેલી વાર હતું, આ સ્પીડમાં મેં કોઈ બાઈકની સવારી નહોતી કરી રહી.

મેં મારાં હાથને ફેલાવ્યા. મેં ફિલ્મી સ્ટાઇલમાં આંખોને બંધ કરી. કાન પાસેથી પસાર થતી હવાના સડસડાટ અવાજને, લોકોના બોલવાના કર્કશ અવાજને, રોડ પરની ગાડીઓના હોર્નના સંગીતને, મેં આજે અલગ જ રીતે સાંભળ્યુ. એ ફ્યુઝને મારાં રૂંવાટા ઊભા કરી દીધાં હતાં. કોલ્ડ વાઇન્ડ, એક્ઝોટિક આર્ટીફીશીયલ મ્યુઝિક વિથ હાર્મોની એન્ડ સ્ટ્રેંજ પર્સન... જેને હું પહેલી વાર મળી હતી. ધીઝ વોઝ ફિલિંગ લાઈક પરફેક્ટ. બટ ટીલ નાઉ આઈ વોઝ પ્રીટી ડેમ સ્યોર હું લવમાં નહોતી.

પાંચેક મિનિટમાં અમે એસ.જી હાઇવે પર હતાં. એણે બાઈકને થોડી ધીમી પાડી.

‘જો તારે પડી ના જવું હોય તો, હોલ્ડ મી ટાઇટ.’

‘શું ?’

‘હોલ્ડ મી ટાઇટ…! યુ વિલ બી ટ્રાવેલિંગ ઇન હેલિકૉપ્ટર.’ જે વસ્તુથી હું દૂર ભાગી રહી હતી, એ સામે આવીને ઊભી રહી ગઈ હતી. મને ખબર ના પડી હું એને પકડું કે નહીં. મને મમ્મીનો સવારનો કૉલ યાદ આવ્યો, એના શબ્દો યાદ આવ્યાં. ‘અમારું નાક કપાય એવા કામો ના કરતી.’ પણ હું કોઈ ખરાબ કામ નહોતી કરી રહી. હા હું કેટલીક રિસ્ટ્રિક્શન્સની બહાર નીકળી રહી હતી. હું કેટલાક રૂલ્સ બ્રૅક કરી રહી હતી. આ કમ્પ્લીટલી મારાં નેચરની વિરૂદ્ધ હતું. હું બેસી હતી એમ જ બેસી રહી. બાઈકની સ્પીડ ધીરે ધીરે વધી રહી હતી. ૫૦, ૬૦, ૭૦, ૮૦, ૯૦ હવે મારું શરીર ફોર્સથી પાછળ ધકેલાઈ રહ્યું હોય એવું લાગી રહ્યું હતું.

‘વિવાન ધીમે ચલાવ….!’, મેં પાછળથી કહ્યું. પણ એણે કંઈ સાંભળ્યું જ નહીં.

૯૫……૯૬.

હું સીટની આગળની તરફ ખસી, મેં મારાં હાથ વિવાનના શરીર સાથે વીટોળી લીધા. આ વખતે મેં એની બોડીની સ્મેલ ખૂબ જ નજીકથી લીધી. ઇટ વોઝ સ્મેંલિંગ એડિક્ટિવ. મારાં હાથ એના એબ્સને સ્પર્શી રહ્યા હતાં. એની ખબર નહીં, બટ આઈ વોઝ કમ્પ્લિટલી ફિલિંગ એક્ઝોટિક. હું ખૂબ જ થ્રીલ અનુભવી રહી હતી. હવે હું સ્પીડોમીટરને સાફ જોઈ શકતી હતી. ૧૦૫….૧૧૦ S. G Highway ના ટ્રાફિકલેસ રોડ પર બાઈક ઍરોપ્લૅનની જેમ ઊડી રહી હતી. મેં વિવાનને વધારે ટાઇટ પકડી રાખ્યો. આઈ વોઝ ઓન હિમ. છેલ્લી સ્પીડ ૧૧૦ હતી. એક્ઝેક્ટ ટાઈમ તો ખબર નહીં પણ કદાચ ત્રણેક મિનિટ સુધી આટલી સ્પીડે બાઈક ચાલી હશે. ધીરે ધીરે એની બાઈક ધીમી પડતી ગઈ, અને મારાં હાથની ગ્રીપ પણ ઢીલી પડતી ગઈ. એણે દેવ આર્ક મોલ પાસે આવીને બ્રૅક મારી. ફરી એક વાર હું એની મસ્ક્યુલર બોડી સાથે ટકરાણી. હું મારી હાર્ટબીટ ક્લિઅરલી સાંભળી શકતી હતી. ત્રણ મિનિટની રાઇડ જાણે ઘેરા પડઘાઓ છોડતી ગઈ હતી. એ રાઇડમાં સ્પીડ હતી, બટ સ્પીડની સાથે ડરાવી નાખે એવી શાંતિ હતી. જો વિવાને બાઈક પર સહેજ પણ કાબુ ગુમાવ્યો હોત તો ? આવા વિચારોના તરંગો મારાં મનમાં ઊભા થયા. બટ વી વેર સેફ.

‘વેલ કમ ટુ વર્લ્ડ ઑફ વિવાન…!’, એણે બાઈક ઊભી રાખીને હસતા હસતા કહ્યું.

‘ઇટ્સ વેરી ડેન્જરસ….!’, મેં ડોકું ધુણાવતાં કહ્યું.

‘વિધાઉટ રિસ્ક યુ કાન્ટ એન્જોય લાઈફ…!’, એનો ડાયલોગ મારાં હાર્ટમાં ઉતરી ગયો. હું બાઈક પરથી ઉતરી.

‘કેવુ રહ્યું…?’, એ મારી સામે જોઈને હસી રહ્યો હતો.

‘મજા આવી પણ મને હજુ ડર લાગી રહ્યો છે.’, મને જસ્ટ બાઈક પર બેસી એનો ડર નહોતો લાગી રહ્યો બટ મને મારાં મમ્મીનો ડર લાગી રહ્યો હતો જે અહીંથી ૨૫૦ કિ.મી દૂર હતી. મને મારાં પપ્પાનો ડર હતો કે જે મારી પાસેથી ઘણી એક્સ્પેક્ટેશન્સ રાખીને બેઠા હતાં. મને મારો ડર હતો કે હું ક્યાંક મારાં કાબુની બહાર ના ચાલી જાવ. એ સમયે મારી પાસે બે ચોઇસ હતી, આજે એક્ઝામ પહેલાંની ઓર્ડીનરી, બોરિંગ, ટેસ્ટલેસ, નીરસ લાઈફ અને અત્યારે જે હું મહેસૂસ કરી રહી હતી એ ફૂલ ઑફ હેપ્પીનેસ, જોયફૂલ, થ્રીલિંગ બટ રિસ્કી લાઈફ…! ફરી મને વિવાનનો બે સેકન્ડ પહેલાંનો ડાયલોગ યાદ આવ્યો.

‘વિધાઉટ રિસ્ક યુ કાન્ટ એન્જોય લાઈફ.’ મેં ચોઇસ કરી લીધી હતી. ‘આઈ વિલ લીવ’, મેં મારી જાતને કહ્યું.

‘ક્યાં ખોવાઈ ગઈ…?’, વિવાને મારી સામે ચપટી વગાડતા કહ્યું. હું હસવા લાગી.

‘કંઈ નહીં… તારી સ્પીડમાંથી હજુ હું બહાર નથી આવી.’

‘ઓકે… નાઉ લીસન. તને ખબર છે સામે શું છે?’, એણે દેવ આર્ક મોલ તરફ ઇશારો કર્યો.

‘શું..?’, મને થોડો ઘણો ખ્યાલ આવી ગયો હતો, છતાં મેં પૂછ્યું.

‘સિનેમેક્સ…!’,

‘આઠ વાગી ગયા છે, મોડું થઈ ગયું છે, યાર. પછી ક્યારેક.’, મારી પણ થોડીક ઇચ્છા તો હતી.

‘આઈ ઇન્સીસ્ટ…!’

‘ક્યુ મૂવી ચાલે છે?’, હું ખૂબ ઓછા મૂવી જોતી હતી, છેલ્લે મેં થીયેટરમાં છ મહિના પહેલાં મૂવી જોયું હતું, એ પણ સોનુની બર્થ-ડે પાર્ટી વખતે.

‘હોલીવુડના એક બે સારા મૂવીઝ આવ્યાં છે. જો તને ફાવે તો..!’, હોલીવુડના મેં બહુ ઓછા મૂવી જોયા હતાં. બટ હું હેરી પોર્ટર મૂવીઝની બહુ મોટી ફેન હતી. એના અત્યાર સુધીમાં આવેલા છએ છ પાર્ટ મેં જોયા હતાં. આ મૂવીએ મને ઘણું ઇન્સ્પિરેશન આપ્યું હતું.

‘પણ આઠ વાગ્યા છે, શો શરૂ નહીં થઈ ગયો હોય?’,

‘ડુ યુ વોન્ટ ટુ સી ઓર નોટ..?’

‘લેટ્સ ગો…!’

અમે બોક્સઑફિસ પર ગયા. હોલીવુડની પુસ ઇન બુટ્સ અને બોલીવુડની મેરે બ્રધર કી દુલ્હન ચાલી રહી હતી. વિવાન સિલેક્ટેડ હોલીવુડ ઓવર બોલીવુડ. અત્યાર સુધીના એના ટેસ્ટને જોઈને મને એના ટેસ્ટ પર વિશ્વાસ હતો. અમે સ્ક્રિન 1 માં એન્ટર થયા. મૂવી થોડી જ વારમાં શરૂ થવાનું હતું. ત્યાંજ મારી મમ્મીનો કૉલ આવ્યો.

‘એક્સક્યુઝ મી…!’, કહીને હું થીયેટર હોલની બહાર આવી.

‘હેલો..!’

‘હા કેમ છે બેટા…?’, સામે મારાં પપ્પાનો અવાજ હતો.

‘બસ મજામાં, તમને કેમ છે હવે ? દવા લઈ આવ્યાં?’

‘નૉર્મલ શરદી ઉધરસમાં તો કંઈ ટીકડા ખવાતા હશે? મને એકદમ સારું છે. હમણાં જ હળદરવાળું દૂધ પીધું.’

‘તુ શું કરે છે?’

‘બસ પપ્પા થોડા કામથી બહાર આવી છું.’, મારી લાઈફમાં મારાં પપ્પાને કહેલું આ જૂઠ નં. ૧ હતું.

‘કેમ તબિયત બરાબર નથી? કેમ ધીમુ ધીમુ બોલે છે.’

‘બરાબર જ છે, તમારાં મોબાઈલમાં અવાજ નહીં આવતો હોય.’

‘ઓકે, શું કરે છે? તારી બહેનપણીઓ…?’, શું જવાબ આપવો એ મેં થોડીક સેકન્ડો વિચાર્યુ.

‘અમે મોલમાં ખરીદી કરવા આવ્યાં છીએ, એ લોકો વોશરૂમ ગયા છે.’, જૂઠ નં ૨.

‘ઓકે, બેટા થોડીક સિરિયસ વાત કરવી’તી, થાય એમ છે?’, મને ૧૦૦% વિશ્વાસ હતો મમ્મીનો જ કંઈક લફડો હશે.

‘મમ્મીએ મારાં વિશે કંઈક કહ્યું લાગે છે?’ મેં અંદાજ લગાવતા કહ્યું.

‘જો બેટા, તારી મમ્મીને તારી ચિંતા છે. એટલે એ તને સલાહ આપતી હોય છે. એ સલાહ આપે એટલે તારે આવી રીતે તોછડાઇથી વાતો કરવાની?’

‘પપ્પા એને પૂછજોને એને મારી ચિંતા છે કે એના નાકની? મારી ચિંતા હોત તો હું અત્યારે NID માં હોત.’

‘હવે તું એકને એક વાતને ક્યાં સુધી ચ્યુંગમની જેમ ચાવ્યે રાખીશ.? NID એ તારો ભૂતકાળ છે. અને તારી મમ્મી જે કેતી હશે એ સાચુ જ કેતી હશે. થોડી કાળજી રાખજે. અહીં રાજકોટમાં છોકરા છોકરીના ઘણા બનાવો બને છે, અને તું તો અમદાવાદમાં છો.’

‘પપ્પા હું પૂરેપૂરી ફાઇન છું. મમ્મીએ મારી ચિંતા કરવાની કોઈ જરૂર નથી. હું હવે નાની ગગી નથી મને બધી ખબર પડે છે.’

‘તુ નાની ગગી નથી એટલે જ અમને ચિંતા થાય છે. અને વેકેશનમાં તું વધારે કેમ નથી રોકાવાની?’

‘પપ્પા હવે આવતા સેમથી કેમ્પસ શરૂ થશે, એટલે એની તૈયારી પણ શરૂ કરવી પડશે. તો અમે ફ્રૅન્ડ લોકોએ નક્કી કર્યુ છે કે અહીં રહીને સાથે જ તૈયારી કરીએ.’, જૂઠ નં ૩.

‘ગુડ. બાકી બધું તો બરાબર છે ને?’

‘હા પપ્પા, બધું જ.’

‘ચાલ હવે તારી મમ્મીને સૉરી કહી દે.’, આઈ વન્ડર્ડ.

‘અને શા માટે?’,

‘જો બેટા હું જ્યારથી કામ પરથી આવ્યો છું ત્યારથી એ મોં ચડાવીને બેસેલી છે. તું સૉરી નહીં કહે ત્યાં સુધી એ મારી સાથે બરાબર વાત પણ નહીં કરે.’

‘પણ પપ્પા મેં કોઈ ભૂલ જ નથી કરી તો હું સૉરી શા માટે કહું ?’

‘અંકિતા…! હવે તે તારા પપ્પાનું પણ માનવાનું બંધ કરી દીધું છે?’, મારાં પપ્પાનો સ્વભાવ તરત જ બહાર આવ્યો. એ મારાં પર ગુસ્સે થયા. અત્યારે હું વાતાવરણ વધારે તંગ બનાવવા નહોતી માંગતી.

‘ઓકે, ફોન આપો.’

‘હલો…?’ ત્રીસેક સેકન્ડમાં મમ્મીનો અવાજ આવ્યો.

‘સૉરી મમ્મી…! મેં ગુસ્સામાં ન બોલવાનું બોલી દીધું.’, જૂઠ નં ૪

‘હા છોરું કછોરું થાય, માવતર કમાવતર થોડા થાય…!’, આ મારી મમ્મી બોલી હતી, જો આ સિચ્યુએશનમાં બીજું કોઈ બોલ્યું હોત તો ખબર નહીં મારાં ગુસ્સાએ એની શું હાલત કરી હોત?

‘સાચી વાત મમ્મી, તમારાં જેવી દયાળુ મમ્મી આ દુનિયામાં મળે જ ક્યાં છે.’, જૂઠ નં ૫. હું ગુસ્સામાં કહી રહી હતી.

‘ધ્યાન રાખજે, અને સવારે કીધુ એ યાદ રાખજે.’

‘એ હો, પપ્પાને આપ.’, ઇરીટેટ થતા મેં કહ્યું.

‘હા બેટા…!’,

‘બીજુ કંઈ કામ..?’

‘ના બસ, ધ્યાન રાખજે.’

‘ઓકે, પપ્પા બાઇ ગુડનાઈટ..!’ મેં કૉલ રાખ્યો અને રાહતનો શ્વાસ લીધો. હવે હું મૂવીમાં કોઈને ડિસ્ટર્બ કરવા માંગતી નહોતી. મેં મારો મોબાઈલ સાયલન્ટ કરી દીધો. હું સ્ક્રિન ૧ તરફ જવા ફરી, વિવાન મારી પાછળ જ હતો.

‘કોઈ પ્રોબ્લેમ…?’, એણે પૂછ્યું.

‘ના બસ ઘરની પ્રોબ્લેમ્સ. આવી નાની નાની બીજી ઘણી પ્રોબ્લેમ્સ છે.’

‘કેન આઈ હૅલ્પ યુ..?’

‘હા, એન્જોય મૂવી વિથ મી..!’, હું આવી પ્રોબ્લેમ્સથી ટેવાઇ ગઈ હતી. એટલે મને કોઈ વધારે ફરક નહોતો પડતો. પણ વિવાન મારાં વિશે શું વિચારશે એની મને ચિંતા થઈ રહી હતી. આવી રીતે કોઈ ગર્લ પેરેન્ટ્સ સાથે વાત નહીં કરતી હોય. બટ બધાં પેરેન્ટ્સ પણ એની છોકરી સાથે મારી સાથે જેવુ કર્યુ છે એવું નહીં કરતા હોય એ પણ એક હકિકત હતી.

‘સ્યોર…!’, એણે એનો હાથ લંબાવ્યો, વિવાન ખૂબ ફોર્વર્ડ માઇન્ડેડ છોકરો હતો. એ એના વર્તન પરથી જ ખબર પડી જતી હતી. બટ મારાં માટે કોઈનો હાથ પકડીને ચાલવુ કે ખભા પર હાથ રાખીને ચાલવુ એ બહુ મોટી વાત હતી. પણ મેં એને મારો હાથ આપ્યો. અમે બંને ફરી અમારી સીટ પર પહોંચ્યા. એ દિવસે બિલાડાના મૂવીએ અમને દોઢ કલાક સુધી હસાવ્યા. ઇટ વોઝ ઓસમ મૂવી ટાઈમ આઈ હેડ એવર. દસ વાગી ચુક્યા હતાં, બટ વિવાને કહ્યું કે કંઈક નાસ્તો કરીએ એટલે અમે મેક.ડીમાં જઈને નાસ્તો કર્યો. એ એના ફૅમિલી વિશે કહી રહ્યો હતો. આવી બધી ડીટેઇલ્સ એણે મને કહી. બટ હજુ કંઈક ખુટતુ લાગતું હતું. મારાં મનના ખૂબ ઉંડાણમાં એક નાનું શંકાનું બીજ હતું, જેને હું મોટુ થવા દેવા નહોતી માંગતી. કારણ કે આજ સુધીમાં હું આટલી ખુશ ક્યારેય નહોતી.

એ મને મારી સોસાયટી સુધી ડ્રોપ કરવા આવ્યો. મેક.ડીથી ગંગોત્રી સુધી અમારાં બંનેમાથી કોઈ કંઈ જ નહોતું બોલ્યુ. એની બાઈક પણ ૫૦ થી વધારે સ્પીડથી નહોતી ચાલી રહી. મને ખબર નહોતી વિવાન મારાં માટે શું હતો. બટ હું અત્યારે એનાથી છૂટી પડવા નહોતી માંગતી.

છેલ્લા પાંચ કલાકમાં હુ એડીક્ટેડ થઈ ગઈ હતી. આઈ વોઝ એડીક્ટેડ ઑફ વિવાન.

‘નાઇસ ટુ મીટ યુ…!’, એણે મને હગ કરતા કહ્યું.

‘નાઇસ ટુ હેવ યુ…! ઇટ વોઝ વન્ડર ફૂલ ડે.’, મેં ખૂબ જ મીનિંગફૂલ સ્માઈલ આપતા કહ્યું.

‘સેમ હીઅર….!’,

‘શેલ વી….?’

‘શેલ વી વોટ…?’, કદાચ એ કંઈક બીજુ એક્સપેક્ટ કરતો હતો.

‘શેલ વી ગો…?’,

‘યા સ્યોર…! બાય ગુડનાઈટ…!’

‘બા બાય…! ગુડનાઈટ..!’, એ બાઈક સ્ટાર્ટ કરીને એ જ ઝડપે એ ચાલ્યો ગયો.

જે રીતે અમે છૂટ્ટા પડ્યાં હતાં એનાં પરથી લાગી રહ્યું હતું કે આગળ ઘણું બધું થવાનું હતું. જો વિવાન સાથેની પહેલી મુલાકાતમાં જ મેં આટલા રૂલ્સ બ્રૅક કર્યા હતાં તો આગળ તો હજુ ઘણી મુલાકાતો થવાની હતી. નો ડાઉટ આઈ હેડ અન અફેક્શન ટુવર્ડઝ હિમ. અને હું એ બાબતે પણ સ્યોર હતી કે એ પણ મારાં તરફ ઍટ્રેક્ટેડ હતો. ધીઝ ડે વોઝ બીઝાર ફોર મી.

અગિયાર વાગી ચૂક્યા હતાં. હું રૂમ પર પહોંચી. નિશા સૂઈ ગઈ હતી. નિશા અને મારો બેડ પાસ પાસે જ હતો. સોનુ અને કૃપા બંને બુક્સના પેજીસ ફેરવી રહ્યા હતાં. હું એની રૂમમાં ગઈ.

‘કેમ નિશા વહેલા સૂઈ ગઈ છે?’,

‘એની તબિયત બરાબર નથી, માથુ દુ:ખતું હતું અને તાવ જેવું પણ લાગતું હતું. અને તારો ફોન ક્યાં છે? અમે કૉલ કરી કરીને થાક્યા. એ તો વિવાનને મેં મૅસેજ કર્યો અને એણે કહ્યું કે તમે મૂવી જોવા ગયા છો.’, સોનુ બોલી. મેં મારો ફોન અનલોક કર્યો. નિશાના પચ્ચીસ મિસકૉલ હતાં અને કૃપા ના સાત.

‘સૉરી યાર, મારો ફોન સાયલન્ટ હતો. તમારે તો બધું વંચાઈ ગયું હશે ને.’

‘હા અમારે તો બધું જ વંચાઈ ગયું છે. બટ મને નિશાનું ટૅન્શન છે. એને કંઈ જ નથી વંચાણુ. તારે તો કંઈ ટૅન્શન નહીં હોય, બરાબર ને?’

‘હું છું ને નિશાને સવારે બધું તૈયાર કરાવી દઈશ. પાસ તો થઈ જ જશે.’, મેં કોન્ફિડેન્ટલી કહ્યું.

‘તું ઘણી બદલાઇ ગઈ હોય એવું લાગે છે. તારો ચહેરો તો જો. કેટલો ખુશ લાગે છે. શું થયું એ તો કે.’, કૃપાએ મને પૂછ્યું.

‘બવ લાંબી સ્ટોરી છે, યાર.’, મેં શરમાતા કહ્યું.

‘પાંચ કલાકની સ્ટોરી એક કલાકમાં તો પતી જ જાય. ના કહેવી હોય તો ના પાડી દે.’, એણે કહ્યું એટલે મેં કૃપાને આંખો બતાવી.

પછી મેં એ લોકોને આજે જે પણ થયું એ બધું જ કહ્યું.

બંનેએ સાંભળીને તરત જ મને કહ્યું. ‘યુ આર ઇન લવ…!’

‘હા એ મને ગમે છે.’, મેં સોનુ અને કૃપા સામે સ્વીકારી લીધું.

એમ લાગી રહ્યું હતું કે આજે હું શાંતિની ઊંઘ લઈશ. સોનુ અને કૃપાએ એમનો બેડ વ્યવસ્થિત કર્યો. મારાં રૂમમાં તો અંધારું જ હતું. હું નિશાને જગાવવા નહોતી માંગતી, એટલે મેં લાઈટ શરૂ ના કરી. હું મારો નાઈટ ડ્રેસ પહેરીને આરામનો શ્વાસ લેતા બેડમાં પડી. મેં નિશાના માથા પર હાથ ફેરવ્યો. એનું માથુ હજુ ગરમ હતું, એને તાવ ભરેલો હતો. એ એનો મોબાઈલ હાથમાં લઈને સૂઈ ગઈ હતી. મેં વિચાર્યુ કદાચ મને કૉલ કરી કરીને થાકી ગઈ હશે. પચ્ચીસ મિસકૉલ…!

નિશાના મોબાઈલમાં મૅસેજની નોટિફિકેશન આવી. મેં એનો મોબાઈલ એના હાથમાંથી લઈને બાજુના ટૅબલ પર મુક્યો. હું આડી પડી. ફરી નોટિફિકેશન રીંગ વાગી. મેં સાઇલૅન્ટ કરવા માટે મોબાઈલ લીધો. મેં એનો પૅટર્ન લોક ખોલ્યો, જેની પેટર્ન U આલ્ફાબેટ હતી. ફરી વૉટ્સએપના મૅસેજની નોટિફિકેશન આવી. વિવુ કરીને કોઈ નામના વ્યકિતનો મૅસેજ હતો. મેં વૉટ્સએપ ઑપન કર્યુ. મેં વિવુનો કૉન્ટેક્ટ નંબર જોયો.

મારું હૃદય ધડકનો ચૂકી ગયું, મને ચક્કર આવવાં લાગ્યાં, હું વોમિટ થાય એવું ફીલ કરવા લાગી. હું તરત જ બાથરૂમમાં ગઈ મને વોમિટ થઈ. મોં ધોઈને ફરી નિશાનો મોબાઈલ હાથમાં લીધો. મેં વિવુ અને વિવાનનો નંબર ફરી ક્રોસ ચેક કર્યો. એ સેમ હતો.

મેં વિવુનો લેટેસ્ટ મૅસેજ વાંચ્યો.

‘આઈ બ્રૅક અપ વિથ યુ….!’ ,

મેં એની પહેલાંનો મૅસેજ વાંચ્યો.

‘આઈ કાન્ટ હૅન્ડલ યોર ડાઉટ્સ એની મોર.’

‘યુ આર અ સાયકો…!’

એના પહેલાં ‘સૉરી વિવુ, સૉરી’ એવા દસેક મૅસેજ હતાં. જે નિશાએ મોકલેલા હતાં. એની આગળની કોઈ ચૅટ હિસ્ટરી નહોતી. મેં લાઈટ શરૂ કરી. મેં નિશાનો ચહેરો જોયો. એની આંખે રડવાના કારણે કુંડાળા પડી ગયા હતાં. એના આંસુઓ ગાલ પર આવીને સૂકાઈ ગયા હતાં. મેં એને જગાડવાનું વિચાર્યુ. પણ એને હું વધારે તકલીફ આપવા નહોતી માંગતી. મેં લાઈટ બંધ કરી. હું બેડમાં પડી.

મારી સામે સવારથી અત્યાર સુધીનું ફ્લૅશબેક આવી રહ્યું હતું.

જ્યારે મેં વિવાનને કૉલેજના ગેટ પાસે નિશાને બતાવ્યો હતો,

બપોરે એ સતત બે કલાકથી કોઈ સાથે ફોન પર વાતો કરી હતી હતી.

જ્યારે વિવાનનો નંબર સોનુએ મને આપ્યો ત્યારે નિશાએ કહેલું સૉરી.

પેપર પછી ઉદાસ ઉદાસ લાગી રહેલો એનો ચહેરો પેપર ખરાબ ગયું એના કારણે નહોતો, એ મને ખ્યાલ આવ્યો.

CCD માં વિવાનના મોબાઈલમાં આવેલો કૉલ પણ કદાચ નિશાનો જ હશે, જે વિવાને કટ કરી નાખ્યો હતો.

‘આઈ ડૉન્ટ બિલિવ. મને નથી લાગતું કે ગર્લ્સ બધી જ વાતો એકબીજા સાથે શેર કરતી હોય.’ વિવાને મને CCD ની બહાર કહ્યું હતું એ.

મારાં મોબાઈલમાં આવેલા નિશાના ૨૫ મિસકૉલ અને નિશાના ગાલ પર સુકાયેલા આંસુ.

મેં ફરી એ વિવાનનો લાસ્ટ વૉટ્સએપ મૅસેજ વાંચ્યો અને નિશા સામે જોયું.

‘આઈ બ્રૅક અપ વિથ યુ’.

***

જો તમને આ પ્રકરણ ગમ્યુ હોય તો, રેટીંગ અને રિવ્યુ આપવાનું ભૂલતા નહીં. આશા રાખુ છું કે જેમ વાર્તા આગળ વધશે એમ તમે ખુબ જ માણશો. આભાર.

Rate & Review

Vranda Wadhia

Vranda Wadhia 5 months ago

Niya

Niya 1 year ago

Jaydeep Lodhia

Jaydeep Lodhia 1 year ago

Prem Rathod

Prem Rathod Matrubharti Verified 2 years ago

DUSHYANT SHAH

DUSHYANT SHAH 2 years ago