Engineering Girl - 3 - 2 books and stories free download online pdf in Gujarati

એન્જિનિયરિંગ ગર્લ - 3 - 2

એન્જિનિયરિંગ ગર્લ

~ હિરેન કવાડ ~

પ્રકરણ – 3

ભાગ - ૨

વાતો

આ ભાગ પ્રકરણનોં બીજો ભાગ છે, હું ઇચ્છુ કે આ ભાગ વાંચતા પહેલા ફરીએકવાર તમે આ પ્રકરણનો પહેલો ભાગ વાંચશો તો તમને વધારે મજા આવશે. પ્રકરણો લાંબા હોવાને લીધે બે ભાગ કર્યા છે એટલે ક્યારેક એવું થાય કે પ્રકરણ અચાનક પૂરૂ થઈ ગયું. એટલે વિનંતી કે પહેલો ભાગ ફરીથી વાંચીને બીજો વાંચો આભાર.

***

આઈ વોઝ થીંકિંગ અબાઉટ વિવાન. એટ ધ સેમ ટાઈમ ઑફ નિશા એઝ વેલ. નો ડાઉટ હું વિવાનને લાઈક કરતી હતી. બટ હું મારી ફ્રૅન્ડના બોય ફ્રૅન્ડ વિશે કઈ રીતે વિચારી શકું ? નો ડાઉટ નિશા કહેતી હતી કે એને અને વિવાને હવે કંઈ લેવા દેવા નહોતા. બટ એનો ચહેરો કંઈક અલગ બોલતો હતો. એટલીસ્ટ વિવાન અને નિશા વચ્ચે ફ્રૅન્ડશીપ તો રહેવી જ જોઈએ અને મારે નિશાને એના માટે કન્વીન્સ કરવાની હતી. મુંજવણ તો એ પણ હતી કે નિશાએ જે કહ્યું એ પછી મારે વિવાન વિશે કંઈ આગળ વિચારવુ જોઈએ?

મારી આ બધી પ્રોબ્લેમ્સને જો એકતરફ મુકી દવ તો બીજી તરફ ઍન્જિનિયરિંગ લાઈફ પણ હતી. સાંજના ત્રણ વાગ્યા હતાં. નિશાએ ચ્હા બનાવી હતી, નાસ્તામાં મમરાનો ચેવડો હતો..! ઓહ્હ ડીઅર ધોઝ ડેઝ…! ઘરેથી લાવેલો નાસ્તો તો બે દિવસથી વધારે નહોતો ચાલતો. પેપરના દિવસોમાં રીલેક્સીંગ ટાઈમ એટલે નાસ્તાનો ટાઈમ. બટ આ વખતે વાંચવાનું મન જ કોને થઈ રહ્યું હતું ? કારણ કે ડર જ નહોતો. ખબર નહીં મારાં ડરને કોણ ચોરી ગયું હતું ?

‘પ્રભા આન્ટી આવ્યાં હતાં, કાલે.’, નિશા ચ્હાની ચુસકી લેતા બોલી.

‘કેમ ?’

‘એમ કહેતા હતાં કે તમે કપડા ધોતી વખતે બહુ પાણી બગાડો છો.’

‘તારે કેવાય નહીં?’, હું નેણ ઊંચા કરીને બોલી.

‘તો કીધુ જ હોય ને.’, કૃપા બોલી.

‘તો શું કહ્યું એમણે?’

‘એમનો દુખાવો કંઈક અલગ જ છે. આપણે લોકો બહુ ફોન પર વાત કરીએ એ એમને નથી ગમતુ. એમણે કહ્યું કે ટીનું બારમામાં છે, તો એને નીચે વાંચતી વખતે ડિસ્ટર્બ થાય છે. મેં સૉરી કહ્યું પણ એમણે એમ પણ કહ્યું કે તમે લોકો એની સાથે બોલતા નહીં, એનું ભણવામાં ધ્યાન નથી લાગતું. એમ પણ તમારી સાથે રહી રહીને ઇલેવન્થમાં ઓનલી ૭૦ ટકા જ આવ્યાં છે.’, કૃપા મમરા ખાતા ખાતા બોલી.

‘પણ એ ત્રણ મહિના પછી શા માટે કહે છે ?’

‘ખબર નહીં. મેં પણ એમને કહ્યું કે આન્ટી રૂમ ખાલી કરાવવી હોય તો સીધેસીધુ કહી દો. ગોળ ગોળ ફેરવવાની જરૂર નથી.’, નિશાએ મોં ફુલાવતા કહ્યું. નિશાના ચહેરા પર હજુ ગુસ્સો જલકાઇ આવતો હતો. એ મારી સાથે પહેલાંની જેમ ખુલીને વાત નહોતી કરી રહી.

‘પછી ?’

‘પછી શુ? એમણે એમનો દુખાવો કહ્યો. તમે આ છોકરાઓ સાથે મોડે મોડે સુધી ફોન પર વાત કરો છે એ સારું ના કહેવાય. ટીનુના રૂમમાં બધું સંભળાય છે. એ પણ તમારી જેમ બગડી જશે. એટલે કાંતો વાત કરવાનું બંધ કરી દો અથવા ટેરેસ પર જઈને કે રૂમમાં જ ધીમે ધીમે વાત કરો. નહીંતર મારે તારા અંકલને વાત કરવી પડશે., મને તો એમને એજ ટાઈમ પર એક તમાચો ચોડી દેવાનું મન થયું હતું. અમારી જેમ બગડી જશે? હહ’, નિશાનો ગુસ્સો એકદમ રીઝનેબલ હતો.

‘રીડીક્યુલસ..યાર. આપણને કોઈ નવો ફ્લેટ મળે એટલે આપણે ચૅન્જ કરી જ નાખીએ.’, સોનુ બોલી.

‘હા, એ ખાલી કરાવે એના કરતા આપણે જ ખાલી કરી નાખીએ. પછી એમની ટીનું સુધરી જશે.’, મેં મમરાનો એક બુકડો ભર્યો.

‘મને તો લાગે છે, ટીનુના બોયફ્રૅન્ડ વિશે ઘરે ખબર પડી લાગે છે.’, યસ, ટીનુને દસમાં ધોરણથી એક બોયફ્રૅન્ડ પણ હતો. ટીના લગભગ દરેક સન્ડે અમારી સાથે ગપ્પા મારવા આવતી અને જો અમે ક્યાંક ફરવા જઈએ તો એને પણ ફરવા લઈ જતા. એટલે એને અમારી સાથે સારું બનતું.

‘હા તો જ એ અચાનક આમ વાતો કરે.’, કૃપાએ કહ્યું.

‘મારાં ઘરે પણ આ જ પ્રોબ્લેમ છે. હું પણ મમ્મીની સલાહો સાંભળી સાંભળીને કંટાળી ગઈ છું. કંઈ ખોટું કામ નહીં કરતી, નાક ન કપાવતી..બ્લા બ્લા.’, મેં મારી ભડાંસ ઠાલવી.

‘ઇટ્સ ઓકે…! મે બી કદાચ સમય જતા આપણે પણ આવા જ થઈ જશુ.’, શાંત સોનુ બોલી.

‘તારી ખબર નહીં હું તો નહીં થાવ..! હું તો મારાં છોકરા છોકરીને પૂરેપૂરી ફ્રીડમ આપીશ. મારે હીપોક્રેટ નથી બનવુ.’, નિશાએ સોનુ સામે જોતા કહ્યું.

‘ઓહ્હ તો તો છોકરા સુધીનું પ્લાનિંગ થઈ ગયું છે એમને?’, કૃપાએ હસતા હસતા કહ્યું અને અમે બધાં નિશાને જોઈને હસવા લાગ્યા. નિશા કંઈ ના બોલી, એના ચહેરો ફીક્કો પડી ગયો.

‘નિશા, ઇટ્સ ઓકે. હવે આ બધાંને પણ કહી દઈએ તો સારું.’, મેં નીશાને દિલાસો આપતા કહ્યું. નિશાએ મારી સામે જોયું.

‘વી આર ફ્રૅન્ડ્સ એન્ડ વી શેર થીંગ્સ. રાઇટ ?’, નિશાએ એનું ડોકુ હલાવ્યું.

‘તો કૃપા સોનુ એક બહુ જ સીક્રેટ વાત તમને કહેવાની છે. નિશાનો સીક્રેટ..!’,

‘ઓહ્હ નિશા? શું શું ?’, કૃપા અને સોનુ બંને ઉતાવળા થવા લાગ્યા.

‘નિશાને લવ થઈ ગયો લાગે છે.’, બોલકી કૃપા બોલી.

‘પહેલાં સાંભળ તો ખરી.’ મેં નિશા સામે ફરી જોયું. એના ચહેરા પર કોઈ જ એક્સ્પ્રેશન્સ નહોતા.

‘નિશા સાચે સાચુ ઓનેસ્ટલી કહે, તું હજુ એને લવ કરે છે?’, મેં નિશાને એના સાથળ પર હાથ દાબતા કહ્યું.

‘આઈ એમ ડન. સ્હેંજેય નહીં.’, એ સજ્જ્ડ હોઠે બોલી.

‘ઇટ્સ એબ્સલ્યુટલી ફાઇન..!’, મેં નિશાને આશ્વાસન આપ્યુ.

‘આ સાંભળીને તમને જરૂર શોક લાગશે. નિશા અને વિવાનનું બ્રૅક અપ થઈ ગયું..!’, મેં હસતા હસતા કહ્યું.

‘એનું પેચપ ક્યારે થયું હતું?’, સોનુનું મોં ફાટ્યુ રહ્યું.

‘આ મેડમ છે એ પોતે જ એક મોટો સીક્રેટ છે. ખબર નહીં હજુ એણે આપણાથી કેટકેટલું છૂપાવી રાખ્યું હશે.’, મેં સ્માઈલ સાથે નિશા સામે જોયું.

‘હવે કોઈ જ સીક્રેટ નથી ઓકે? તને હવે વિશ્વાસ નહીં આવે. નહીં?’, નિશાએ મોં બગાડ્યુ.

‘વોટ્સ રોંગ વિથ યુ નિશા ? ઇઝ ધીઝ ઑલ અબાઉટ વિવાન..? હું સવારની જોઈ રહુ છું, તું મારી સાથે પહેલાં જેમ વાત નથી કરતી. જે હોય તે કહી દે. મેં તારું બ્રૅક અપ નથી કરાવ્યું.’, નિશા કંઈ ના બોલી.

‘પણ શું થયું એ અમને કહેશો ખરા ?’, કૃપા બોલી.

‘નિશાનો વિવાન સાથે થોડાક ટાઈમથી રિલેશન હતો, એ મને કાલે ખબર પડી. કાલે મેં નિશાના મોબાઈલમાં વિવાનનો મૅસેજ વાંચ્યો. મને ખબર હોત કે વિવાન સાથે તારો રિલેશન છે તો હું એને ક્યારેય મળવા પણ ના ગઈ હોત નિશા.’

‘કેમ બ્રૅક અપ?’, સોનુએ પૂછ્યું.

‘ઝઘડાઓ, નિશાએ મને કહ્યું. અને મને હવે એવું પણ લાગી રહ્યું છે કે નિશાને એમ છે કે એનું બ્રૅક અપ મારાં કારણે થયું છે.’

‘એવું કંઈ જ નથી અંકિતા.’

‘એતો અંકુ થી અંકિતા પર આવી ગઈ એના પરથી જ લાગે છે.’

‘ઓય્ય, હવે તમે બેસ્ટ ફ્રૅન્ડ્સ એક છોકરા માટે ઝઘડશો?’, કૃપા અમારાં બંનેના વાક યુદ્ધમાં વચ્ચે બોલી.

‘જો નિશા. હું ઓનેસ્ટલી કહું છું કે હા હું વિવાનને લાઈક કરું છું, બટ મારાં અને વિવાન વચ્ચે કંઈ જ નથી. બલકે હું તો વિવાન સાથે વાત કરી રહી હતી કે તમારાં બંને વચ્ચે બ્રૅકઅપ થયું તો ભલે થયું તમે લોકો એટલીસ્ટ ફ્રૅન્ડ તો રહી જ શકો ને..!’

‘આઈ એમ નોટ ઇન્ટરેસ્ટેડ.’, નિશા બોલી.

‘નિશા, હું નથી ચાહતી કે હું મારી આખી લાઈફ પોતાને જ તારા બ્રૅકઅપ માટે બ્લેમ કર્યા કરું.’, મેં નિશાને ઇમોશનલ થતા કહ્યું. નિશાનો ગુસ્સો થોડો ઢીલો પડ્યો.

‘ડૉન્ટ બ્લેમ યોર સેલ્ફ અંકુ. હું તને મારી બેસ્ટ ફ્રૅન્ડ માનું છું અને માનતી રહીશ. બટ હું વિવાન સાથે હવે કોઈ જ પ્રકારનો રિલેશન નથી રાખવા માંગતી. પ્લીઝ..! અને હવે હું આ વિશે કોઈ જ વાત કરવા નથી માંગતી. પ્લીઝ..!’,

‘ઓકે ઓકે, ચલ હવે એક સ્માઈલ કર.’, મેં કહ્યું અને નિશા થોડું હસી.

‘ઓય્ય, તું મરી ગઈ છો? આ સ્માઈલ નહીં, નિશા વાળી સ્માઈલ.’, નિશાનો ચહેરો મલકી ગયો.

‘ધેટ્સ માય નિશા.’, મેં નિશાને બેઠા બેઠા જ ઝકડી લીધી. એણે પણ મને એની બાહોંમાં દબાવી લીધી. શી વોઝ લાઈક માય બીગી સીસ્ટર.

‘નિશા, હું ફેન્સીને ઓળખતી નથી, બટ જો વિવાનનો ફેન્સી સાથે એક મસ્ત ઝઘડો થાય તો..?’, મેં નિશા સામે આંખ મારી. નિશા હસવા લાગી.

‘આઈ વુડ બી ગ્લેડ ટુ સી ધેટ. એવું પૉસિબલ છે?’, નિશાએ આશ્ચર્ય સાથે કહ્યું.

‘હવે આ ફેન્સી કોણ છે?’, સોનુ કંટાળી હોય એમ બોલી.

‘સોનુ, ફેન્સી વિવાનની કોઈ ફ્રૅન્ડ છે.’, મેં કહ્યું.

‘તને ખબર છે એ લોકો હાઇસ્કૂલના ટાઈમના ફ્રૅન્ડ છે, મને નથી લાગતું એવું થઈ શકે.’,
‘તુ જસ્ટ હા પાડ, બીજુ બધું હું સંભાળી લઈશ. તારે જસ્ટ હું કહું એવી રીતે કરવું પડશે.’,

‘ઓકે, આઈ એમ ઇન. પણ મારે શું કરવું પડશે.?’

‘ફ્રૅન્ડશીપ. ફ્રૅન્ડશીપ કરવી પડશે તારે, વિવાન અને ફેન્સી સાથે.’, મારાં મનમાં કોઈ જ પ્લાન નહોતો, પણ મને વિશ્વાસ હતો કોઈ રસ્તો તો નીકળી જ જશે. એમ પણ ગઈ કાલથી હું ઘણી એવી વસ્તુઓ કરી રહી હતી જે હું પહેલીવાર કરી રહી હોવ.

‘તું ફરી ફરીને ત્યાંજ આવી હો.’, નિશાએ હસતા હસતા કહ્યું.

‘ટ્રસ્ટ મી. ઇટ વુડ બી ફન.’, મેં ફરી આંખ મારી.

‘બટ ઇટ વુડ બી રાઇટ?’, નિશાએ સિરિયસ થઈને કહ્યું.

‘નથિંગ ઇઝ રોંગ એન્ડ રાઇટ. ઇટ્સ યોર પોઇંટ ઑફ વ્યું.’, મેં હિંમત

કરીને કહી દીધું.

‘મીસ ફીલોસોફર.’, એ હસી પડી.

‘અને અમારો રોલ શું હશે?’, સોનુએ ડબ્બાને બંધ કરતા પૂછ્યું.

‘આપણે કોઈ મૂવી નથી બનાવતા.’, અમે બધાં હસ્યા.

‘ઓય્ય ધીમે, હીપ્પો સાંભળશે તો પાછી કહેશે. મારી છોકરીને તમારી જેમ બગાડવી નથી.’, નિશાએ હસતા હસતા કહ્યું.

‘કોણ હીપ્પો?’, શાંત સોનુએ પૂછ્યું.

‘અરે, મિસ હીપોક્રેટ, પ્રભા આન્ટી.’, મેં સોનુને સમજાવી.

‘નામ સારું છે.’, કૃપા બોલી. અમે ફરી હસ્યા.

‘અને તમારે બધાંયે પણ વિવાન સાથે ફ્રૅન્ડશીપ કરવી પડશે.’, મેં સોનુ અને નિશા સામે જોઈને કહ્યું.

‘વોઓઓઓ.’, કૃપા ગણ ગણી.

‘ઓકે ધેન ડન.’, અમે ચારેયે એકબીજાને તાળી આપી.


‘ચીલ, વિલ બી ફન.’, મેં નિશા સામે જોઈને ફરી કહ્યું.

‘આઈ નો, એન્ડ આઈ હેવ ફીઅર ઑફ ધેટ.’, એ શું કહેવા માંગતી હતી એ મને ના સમજાયુ.

***

મારું એવું હતું કે મેં કૉલેજના લેક્ચર્સ બહુ ઓછા મિસ કર્યા હતાં અને બહુ સિરિયસલી લીધા હતાં એટલે એક્ઝામ ટાઈમમાં જસ્ટ રીવીઝન કરવાનું હોતુ. છેલ્લા દોઢ કલાકથી હું એ જ કરી રહી હતી. હું ક્યારની ઇચ્છી રહી હતી કે વિવાનનો મૅસેજ આવે. હું મારું નેટ ઓન કરીને થોડી થોડી વારે ચેક કરી રહી હતી કે વિવાનનો વૉટ્સએપમાં મૅસેજ તો નથી આવ્યો ને. સાથે એ પણ વિચારી રહી હતી કે મેં નિશાને કહી તો દીધું છે કે ફેન્સી અને વિવાનને ઝગડો કરાવીશું પણ મને જરાંય પણ ખયાલ નહોતો કે હું આ કેવી રીતે કરીશ, કારણ કે મેં તો ફેન્સીને જોઈ પણ નહોતી. બટ હું બહુ કોન્ફિડેન્ટ હતી, સાથે એક્સાઇટેડ પણ. આ વિચારો સોફ્ટવેર ઍન્જિનિયરિંગની બુક કરતા ક્યાંય ઇન્ટરેસ્ટીંગ લાગી રહ્યા હતાં.

પોણા છ વાગે વૉટ્સએપની નોટિફિકેશન આવી.

‘હાઇ.’, વિવાનનો જ મૅસેજ હતો.

‘હાઇ, વોસ્સપ.’, મેં રીપ્લાય આપ્યો.

‘જસ્ટ હેંગીગ અરાઉન્ડ. ફેન્સી સાથે નાસ્તો કરવા આવ્યો હતો.’, મને ફેન્સીની ઇર્ષ્યા થઈ.

‘વાંચવાનું નથી?’,

‘તું છો પછી શું વાંચવાનું હોય. થેંક્સ ફોર ટુડે. પ્લીઝ ફોર ટુમોરો..;)’

‘હ્મ્મ સ્યોર..!’

‘તુ તો વાંચતી જ હોઈશ..?’

‘યપ. બટ, મજા નહોતી આવતી.’

‘વ્હાય.’
‘ડૉન્ટ નો યાર. ગેટિંગ બોર્ડ..!’

‘મારી યાદ તો નથી આવતી ને? ;)’


‘હેહેહે…! ફ્લર્ટ કરવાનું શરૂ કરી દીધું એમને.’, ડર એટલે બીજુ કંઈ નહીં, તમે કોઈને પ્રેમ કરતા હોવ અને એને કહી ના શકો.

‘જસ્ટ જોકિંગ ડીઅર..! યુ સે વોસ્સપ..?’

‘રીડિંગ. અને હા એક ગુડ ન્યૂઝ છે. નિશાને મેં કહ્યું હતું. એને તારી સાથે જસ્ટ ફ્રૅન્ડશીપ રાખવામાં કોઈ પ્રોબ્લેમ નથી.’, જસ્ટ એ મેં ભભરાવેલો મસાલો હતો.

‘ધેટ્સ ગુડ. ગરબા રમવા નહીં જવાના?’

‘નોપ, ફર્સ્ટ ડે છે તો, કંઈ ખાસ નહીં હોય. મે બી સોસાયટીમાં થશે ત્યાં જોવા જઈશુ. ક્યાં છે તુ?’

‘મેકડી વિજય. ચાલ આવી જા બર્ગર ખાવા.’

‘સેન્ડ કરી દે.’, એના મૅસેજમાં કોઈ છોકરી બર્ગર ખાઇ રહી હોય એવો ફોટો આવ્યો.

‘ય્મ્મ્મ, કોણ છે આ?’, એ છોકરીએ સ્લીવલેસ પીક ટી-શર્ટ પહેર્યુ હતું અને ચહેરા પર ગોગલ્સ ચડાવેલ હતાં અને બર્ગરને બટકુ ભરી રહી હોય એવો ફોટો હતો.

‘ફેન્સી. મારી સ્કૂલ ફ્રૅન્ડ છે અને મારી નેબર પણ.’

‘હ્મ્મ્મ્મ, ગર્લ ફ્રૅન્ડ. આઈ ગોટ ઇટ. હ્મ્મ્મ..’

‘નો..નોપ… એ જસ્ટ મારી ફ્રૅન્ડ છે. ઓકે ?’

‘એવું ?’

‘યપ. નો ડાઉટ એ મને લાઈક કરે છે. બટ વી આર જસ્ટ ફ્રૅન્ડ્સ..!’

‘ગુડ. શું કરે છે એ?’
‘એને એક્ટિંગ નો ચસકો છે. એચ એલમાં આર્ટ્સના ફાયનલ યરમાં છે. અને એણે એક્ટિંગના વર્કશોપ અને મ્યૂઝિક ક્લાસ પણ જોઈન કર્યા છે. શી ઇઝ આર્ટ ગર્લ.’

‘ધેટ્સ ઓસમ..! આઈ લાઈક મ્યૂઝિક..! હું પણ વિચારૂ છું મ્યૂઝિક ક્લાસ જોઈન કરવાનું.’, ખરેખર મેં એવું કંઈ વિચાર્યુ જ નહોતું. ઇનફેક્ટ આઈ વોઝ ફિલિંગ ધેટ ધીઝ ચૅટ વોઝ ડ્રીવન બાય મી, નોટ વ્રીટન બાય મી.

‘તો જોઈન કરી લે ને. હું ફેન્સીને પૂછી જોઈશ શું પ્રોસીજર છે.’

‘યા, સ્યોર..થેંક્સ.’

‘ઔર? રૂમ પાર્ટનર્સ શું કરે છે?’

‘એ બધાં રીડિંગ જ કરી રહ્યા છે.’

‘ઓકે, હેય હું તને દસ મિનિટમાં મૅસેજ કરું. અમે ઘરે જઈ રહ્યા છીએ.’

‘હ્મ્મ્મ, બાય.. :)’

‘બાય… બાય..! :)’

નાઉ આઈ વોઝ રનિંગ આઉટ ઑફ આઈડીયાઝ. જો હું ફેન્સીને મળીશ તો એને જાણી શકીશ. એને જાણીશ તો વિવાન અને ફેન્સીનો ઝઘડો કરાવી શકીશ. દરેક વ્યકિત એના જીવનમાં એડવેન્ચર ઇચ્છતી હોય છે, એક્સાઇટમેન્ટ ઇચ્છતી હોય છે. મારાં મનમાં ખુણા પડેલી જ આ એક ઇચ્છા હતી કે હું કંઈક નવુ કરું, પણ બે વ્યકિત વચ્ચે ઝઘડો કરાવવો એ ત્યારે હું સમજી નહોતી શકી. મને કોઈ ફ્લો વહાવી રહ્યો હતો. ફેન્સીના ફોટા પરથી જ લાગી રહ્યું હતું કે એ બહુ ઇગોસ્ટિક છોકરી હશે. આઈ વોઝ ઓલ્સો ફિલિંગ લીટલ બીટ ઇનસીક્યોર, જ્યારે વિવાને એમ કહ્યું કે એ મને લાઈક કરે છે. દસ મિનિટ સુધી હું વિવાનના મૅસેજની રાહ જોઈ રહી હતી.

***

‘હાઇ.’, વીસ મિનિટ પછી એનો મૅસેજ આવ્યો.

‘પહોચી ગયો?’

‘હા હોમ. મારાં રૂમમાં છું? રીંકુ સાથે.’, એનો આ મૅસેજ વાંચીને વિવાન પ્રત્યે મને પ્લે બોયની ઇમેજ ઉપસી આવી.

‘રીંકુ? એ કોણ છે?’

‘મારી નીસ છે. મારી સીસ્ટર તન્મયાની ડોટર. તનું મમ્મીને મળવા આવી છે.’, એક જ ક્ષણમાં એ ઇમેજની ના ટુકડે ટુકડા થઈ ગયા.

‘ગ્રેટ, XO ટુ રીંકુ ફ્રોમ મી.’

‘એ પણ તને કિસ મોકલી રહી છે.’, મૅસેજમાં લીપ્સના ઇમોજી આવ્યાં.

‘સો સ્વીટ…!’

‘તારા ઘરે બધાંને કેમ છે?, કાલવાળી પ્રોબ્લેમ સૉલ્વ થઈ કે?’, એને ગઈ કાલની મમ્મી સાથે થયેલી વાત યાદ હતી.

‘ફાઇન જ હશે. હું ઘરે બહુ ઓછી વાર ફોન કરું છું.’

‘કેમ કંઈ પ્રોબ્લેમ છે?’

‘ના નથિંગ સિરિયસ. એતો ચાલ્યા કરે.’


‘શેર ઇટ. વી કેન સૉલ્વ ઇટ.’, ફર્સ્ટ ટાઈમ હું કોઈની સાથે મારી ફિલીંગ્સ શેર કરવામાં સેફ ફીલ કરી રહી હતી.

‘મમ્મી યાર.’, હું લો થતી હોવ એમ બોલી.

‘વોટ હેપ્પન્ડ ?’

‘એક્ચ્યુઅલી લાંબી સ્ટોરી છે.’


‘આઈ હેવ મચ ટાઈમ..!’, મેં વિવાનને મૅસેજમાં જ મારાં ઍડમિશનની પ્રોબ્લેમ અને ઍન્જિનિયરિંગમાં કઈ રીતે આવી એ બધું કહ્યું.

‘થેંક્સ ટુ યોર મોમ..!’, મારાં લાંબા મૅસેજ પછી એનો આન્સર આવ્યો.

‘થેંક્સ?’

‘તારા મમ્મીએ જો તને NID માં ઍડમિશન લેવા દીધું હોત તો આપણે બંને ના મળ્યા હોત.’

‘યા, બટ મમ્મી થોડી વધારે જ નેરો માઇન્ડ છે. કાલે જે કૉલ આવ્યો હતો એ આ બબાલ જ હતી.’

‘યા પેરેન્ટ્સને આપડી ફીકર થોડીક વધારે જ હોય છે. મારે પણ એવું જ છે.’

‘એમને મતે બે છોકરા છોકરી મળે એટલે એ ખોટું કામ કહેવાય. કાલે તો એણે ત્યાં સુધીનું કહ્યું કે અમારું નાક કપાય એવું કામ નહીં કરતી. રીડીક્યુલસ યાર. પાછો એમને ઍન્જિનિયરિંગનો ચસકો છે. મારાં માટે ઍન્જિનિયર છોકરાઓ શોધતી રહે છે. તારે વળી શું પ્રોબ્લેમ છે?’, હું પણ વિવાનની પ્રોબ્લેમ્સ જાણવા ઉત્સુક હતી.

‘સેમ કરીઅર પ્રોબ્લેમ. નથી મને પપ્પાના કોઈ બિઝનેસમાં ઇન્ટરેસ્ટ કે નથી મને ઍન્જિનિયરિંગમાં. મારે બાઈક રેસિંગમાં આગળ વધવુ છે. બટ ઘરેથી બધાં પપ્પાના કન્સ્ટ્રક્શનના બિઝનેસમાં ઇન્ટરેસ્ટ લેવા ફોર્સ કરે છે. આઈ ડૉન્ટ લાઈક બિલ્ડિંગ્સ. આઈ લાઈક બાઇક્સ. આઈ લાઈક સ્પીડ, નોટ સ્ટીડી બીલ્ડીંગ્સ. માય લવ ઇઝ બ્યુટીફૂલ બાઇક્સ, નોટ સ્ટોન્સ એન્ડ સીમેન્ટ્સ.’, આઈ વોઝ ઇમ્પ્રેસ્ડ બાય ધીઝ મૅસેજ.

‘ધેટ્સ ગ્રેટ, એટલિસ્ટ તને તારા પેશનને ફોલો કરવાની અપોર્ચ્યુંનિટી તો મળી છે.’

‘યા, થોડો લકી છું કે ફાયનાન્શિયલી કોઈ પ્રોબ્લેમ નથી. અને તારા પપ્પા એ શું કહે છે?’

‘એ ખાસ કંઈ નથી કહેતા. બટ જ્યારે મારે મમ્મી સાથે બોલવાનું થાય ત્યારે મમ્મીને સૉરી કહેવા માટે પપ્પાનો કૉલ આવે.’

‘થઈ જશે, બધું બરાબર થઈ જશે.’

‘હોપ સો.’

‘લીવ ઇટ. આજે તે હેઇર સ્ટાઇલ મસ્ત કરી હતી.’

‘થેંક્સ, અગેઇન ફલર્ટ?’

‘તને જે લાગે તે.. હું તો તારા ઓનેસ્ટલી વખાણ કરું છું.’

‘ઓકે, હેઇર સ્ટાઇલ કૃપાએ કરી દીધી હતી.

‘ટી-શર્ટ ભી સારું હતું.’

‘આંખનું કાજળ ભી મસ્ત હતું, બીંદી ભી મસ્ત હતી, જિન્સ ભી મસ્ત હતું, સેન્ડલ ભી મસ્ત હતાં. બધું જ કહી દે તું હવે. કાલ માટે કંઈ બાકી ના રાખતો. ;)’

‘સિરિયસલી ડીઅર યુ વેર લુકિંગ બ્યુટીફૂલ. ટુડે.’, હું મનમાં ને મનમાં હરખાઈ રહી હતી.

‘ડીઅર? હ્મ્મ્મ. ઓહ્હ થેંક્સ અ લોટ. તું ભી ડેશિંગ જ લાગતો હતો. બાય દ વે તું કેમ તારી બાઈક લઈને નથી આવતો?’

‘અમે સવારમાં જીમમાં જઈએ છીએ, સો બાઈક ક્લબ પર જ હોય અને ક્લબથી ડાયરેક્ટ કૉલેજ, જીગીયાની બાઈક પર અને કૉલેજથી ક્લબ જીગીયાની જ બાઈક પર.’

‘હ્મ્મ્મ, ગુડ. યુ આર અ ગુડ રેસર એઝ વેલ.’

‘યા આઈ નો. નિશા સેડ મુડમાંથી બહાર આવી કે નહીં?’

‘હા મેં એને બપોરે જ મનાવી.’, હુ વિવાનને કઈ રીતે કહું કે મેં એને મનાવવા માટે કેવુ પ્રોમિસ કર્યુ છે.

‘થેંક્સ યાર, હું પણ ચાહતો હતો કે એ મારી ફ્રૅન્ડ તો રહે જ.’

‘યુ વેલકમ. અને થોડું વાંચી લેજે મારાં માટે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. સોફ્ટવેર ડેવેલપમેન્ટ મોડલ્સ વાળો ટોપીક.’

‘બુક જ નથી.’

‘એ હું કંઈ નથી જાણતી. આજે તારે એ ટોપીક વાંચવો જ પડશે. એક્ઝામમાં પૂછાય કે ના પૂછાય હું તને પૂછીશ.’

‘વાંચ્યા વિના કોઈ રસ્તો જ નથી હવે તો. ;)’

‘યા, ધેર ઇઝ ટુ એક્ઝામ્સ ટુમોરો. કૉલેજની એક્ઝામની ખબર નહીં, તારી એક્ઝામમાં તો હું પાસ થઈજ જઈશ.’

‘ઓવર કોન્ફિડેન્સ ઇઝ નોટ ગુડ.’

‘હાઇ સ્પીડ, હાઇ કોન્ફીડન્સ.’

‘હાઇ સ્પીડ કેન હાર્મ.’


‘આઈ નો, ધેટ ઇઝ વ્હાય આઈ લાઈક સ્પીડ. આઈ લાઈક રીસ્ક્સ..’

‘હ્મ્મ્મ, આઈ લાઈક યોર સ્પીરીટ.’


‘ચલ ગુલાબ જાંબુ ખાવા.’

‘કોણે બનાવ્યા છે?’

‘ફેન્સી આપવા આવી છે, એણે બનાવ્યા છે.’, આ વખતે મને પણ થયું સાલી આ ફેન્સીનું કંઈક કરવું પડશે. ફેન્સીની ફેન્ટસી પર પાણી ફેરવવું જ પડશે. વિવાનને ઘડીયે એકલો નથી રહેવા દેતી. સાલી ચીપકુ.

‘એન્જોય એન્જોય. અમારે પણ હમણા ડિનર બનાવવાનું શરૂ કરવું છે.’

‘મારે તો આજે જીગીયાની પાર્ટી છે. હું પણ આઠ વાગે નીકળું છું.’

‘મારાં વતી એને હેપ્પી બર્થ ડે કહી દે જે.’


‘કે કે. બટ અંકિતા. ઘણા ટાઈમ પછી મેં કોઈ સાથે ઑપન હાર્ટલી શેર કર્યુ છે. થેંક્સ યાર.’


‘સેમ હીઅર. મેં તો પહેલી વાર આવી રીતે કોઈ સાથે વાતો શેર કરી છે.’

‘થેંક્સ, નાઇસ ટુ ટોક યુ.’


‘સેમ ટુ યુ. ચાલ હવે ડિનર બનાવવાનું છે.’, આ મારી લાઈફનું અત્યાર સુધીનું પહેલું લાંબુ ચૅટ હતું.

‘ઓકે ઓકે, સી યુ એટ એક્ઝામ્સ.’

‘રિમેમ્બર ટુ એક્ઝામ્સ. ;)’

‘આઈ વિલ બી પ્રિપેર્ડ. ;)'

‘બાય સી યુ.’

‘બ બાય, સી યુ.’

વિવાન સાથે વાત કર્યા પછી જે હું ફ્રી ફીલ કરી રહી હતી એ મેં અત્યાર સુધી ક્યારેય નહોતું કર્યુ. એવું લાગી રહ્યું હતું કે હૃદયનો બધો ભાર ક્યાંક ગાયબ થઈ ગયો હોય. એવું ફીલ થઈ રહ્યું હતું કે ખરેખર મારી જેન્યુઇન કૅર કરવાવાળું આ દુનિયામાં કોઈ તો છે જ. એવું ફીલ થઈ રહ્યું હતું કે કોઈ જાણે મારી વાતોને સમજી શકે છે. એવું ફીલ થઈ રહ્યું હતું કે જે ખાલીપો હું મહેસૂસ કરતી હતી એ ખાલી જગ્યા પૂરાઈ જશે.. એવું ફીલ થઈ રહ્યું હતું કે હું બીજુ કંઈ જ ના વિચારું. બસ આંખો બંધ કરું અને વિવાનને યાદ કરું. એ દિવસનું ચૅટ મેં એક કલાકમાં ત્રણ વાર વાંચ્યું હતું. દર વખતે હું એના મૅસેજમાં કંઈક ને કંઈક મિનિંગ શોધતી હતી. જાણે હું એ ચૅટ પર પી.એચ.ડી કરવાની હોઉં.

બટ, જો કોઈ એક વિચાર મારાં મનમાં ઘૂસી ગયો હતો તો તે એ હતો કે હાઉ ટુ મેક ફાઇટ બિટવિન વિવાન એન્ડ ફેન્સી. મેં એના પર કોઈ જ વિચાર નહોતો કર્યો કે એ કરવું કેટલું સાચું હશે કે ખોટું. બટ, મારાં માટે નિશા ઇમ્પોર્ટન્ટ હતી, અને એનાથી વધારે એનો હસતો ચહેરો.

બટ આઈ વોઝ સ્યોર, મ્યૂઝિક વોઝ ગોઇંગ ટુ હૅલ્પ મી. મ્યુઝીકે ઘણા બધાં લોકોને મદદ કરી છે તો મને આશા હતી કે એ મને પણ હૅલ્પ કરશે. હું મ્યૂઝિક ક્લાસ જોઈન કરવાની હતી. મારી ઘણી ઇચ્છાઓમાંની એક એ ઇચ્છા એ પણ હતી કે હું ગિટાર વગાડતા શીખું, જે વિવાનના કારણે જ પૂરી થવાની હતી. વિવાન મારી લાઈફમાં એક હોપ લઈને આવ્યો હતો. બીજી મારી એવી ફેન્ટસી પણ હતી કે ક્યારેક હું કોઈ એવીલ કામ કરું, જે હું વિવાન અને ફેન્સી વચ્ચે ફાઇટ કરાવીને પૂરી કરવાની હતી.

એ જ ફેન્સી જેણે પીંક કલરનું સ્લીવલેસ ટી શર્ટ પહેર્યુ હતું, આંખો પર ગોગલ્સ પહેર્યા હતાં અને બર્ગરને બટકું ભરી રહી હતી.

***

જો તમને આ પ્રકરણ ગમ્યુ હોય તો, રેટીંગ અને રિવ્યુ આપવાનું ભૂલતા નહીં. આશા રાખુ છું કે જેમ વાર્તા આગળ વધશે એમ તમે ખુબ જ માણશો. આભાર.