Engineering Girl - 6 - 2 in Gujarati Love Stories by Hiren Kavad books and stories PDF | એન્જિનિયરિંગ ગર્લ - 6 - 2

એન્જિનિયરિંગ ગર્લ - 6 - 2

એન્જિનિયરિંગ ગર્લ

~ હિરેન કવાડ ~

પ્રકરણ – ૬

ભાગ – ૨

એકબીજાની આપ લે

આ ભાગ પ્રકરણનોં બીજો ભાગ છે, હું ઇચ્છુ કે આ ભાગ વાંચતા પહેલા ફરીએકવાર તમે આ પ્રકરણનો પહેલો ભાગ વાંચશો તો તમને વધારે મજા આવશે. પ્રકરણો લાંબા હોવાને લીધે બે ભાગ કર્યા છે એટલે ક્યારેક એવું થાય કે પ્રકરણ અચાનક પૂરૂ થઈ ગયું. એટલે વિનંતી કે પહેલો ભાગ ફરીથી વાંચીને બીજો વાંચો આભાર.

***

વિવાન એના પપ્પાના બર્થડેના દિવસે જ બધાં સાથે મને ઇન્ટ્રોડ્યૂસ કરવાનો આઈડિયા સારો હતો. જે કામ પણ કરી ગયો. અમે લોકોએ કેકનું અરેન્જમેન્ટ ડ્રોઇંગહોલમાં જ કરી રાખ્યું હતું. એના પપ્પાની કાર પાર્કિગમાં આવી એટલે ડ્રોઇંગહોલની લાઈટ બંધ કરી દેવામાં આવી. અંદર આવ્યાં એ પહેલાં બધાં કેક ટૅબલ આસપાસ ગોઠવાઇ ગયા. એ આવ્યાં એટલે અમે લાઈટ શરૂ કરીને હેપ્પી બર્થ ડેનું ગીત ગાવા લાગ્યા. ફેન્સી ગિટાર પર સોંગ સાથે હેપ્પી બર્થ ડેની ટ્યૂન વગાડી રહી હતી. જ્યારે વિવાનના પપ્પાનું નામ બોલવાની કડી આવી ત્યારે માત્ર ભાવના આંટીએ જ ગાઈ ‘હેપ્પી બર્થ ડે ટુ અખિલ.’ અખિલેશ અંકલે કેક કાપી, કેકનો પહેલો પીસ ભાવના આંટીને ખવડાવ્યો અને એમાંથી વધેલ ટૂકડો રિંકુના મોંમાં મૂક્યો. એક પછી એક બધાંએ અખિલેશ અંકલને કેક ખવરાવી અને ફોટા ખેંચાવ્યા. મોન્ટુને પણ અખિલેશ અંકલે કેક ખવડાવી ત્યારે મને લાગ્યું કે મોન્ટુ પણ આ ફૅમિલીનો એક હિસ્સો જ છે. વિવાને મને પણ કહ્યું કે તું પણ પપ્પાને વિશ કર. એ વખતે જ વિવાને મને એની ફ્રૅન્ડ તરિકે ઇન્ટ્રોડ્યુસ કરી. મેં એમને બર્થ ડે વિશ કર્યુ અને કેકનો એક ટૂકડો એમના મોંમાં મૂક્યો. ઑફકોર્સ એના પપ્પા સમજી જ ગયા હતાં કે હું વિવાનની જસ્ટ ફ્રૅન્ડ નહોતી. મેં એમના આશીર્વાદ પણ લીધા. એમણે મને કોઈ જ પૂછપરછ ન કરી. બસ ‘બી હેપ્પીના આશીર્વાદ આપ્યા.’, એ પણ સ્મિત સાથે. હું વિવાન સાથે તો પ્રેમમાં હતી જ બટ એના પૂરા ફૅમિલીના પ્રેમમાં પડી ગઈ હતી.

***

ડિનર વખતે ટોપિક ઑફ ધ ડિનર હું જ હતી. ભાવના આંટી મારાં વિશે અખિલેષ અંકલને કહી રહ્યા હતાં. ગુલાબજાંબુ મેં બનાવ્યા હતાં, છોકરીને સારી રસોઈ આવડે છે. ઑલ સોર્ટ ઑફ કૂકિંગ થિંગ્સ. ખાસ કરીને રાજકોટ. મને એ પણ જાણવા મળ્યું કે અખિલેષ અંકલનો બાળપણથી ઍન્જિનિયરિંગ સુધીનો ટાઈમ રાજકોટમાં જ વિત્યો હતો. એ અને એમના ફ્રૅન્ડ્સ ગેલેક્સી અને ત્રીકોણબાગે એમના કૉલેજ ટાઇમે કેવી ધમાલો કરતા, એ બધી જ યાદો ડિનર ટાઇમે તાજી થઈ હતી. ખૂબ હળવી વાતો હતી. અખિલેષ અંકલ વિવાનની મજાક જ ઉડાવી રહ્યા હતાં. ‘સાવ ડોબો છે, કે.ટી.ઓની તો લાઇન લગાવી રાખી છે.’, એમ કહીને વિવાનને હસતા હસતા પજવી રહ્યા હતાં અને ભાવના આંટી વિવાનનો પક્ષ લઈ રહ્યા હતાં, ‘એક દિવસ નંબર ૧ બાઈક રેસર બનીને બતાવશે.’. જોકે અંખિલેષ અંકલ એમના સ્વભાવ પ્રમાણે ઓછું જ બોલી રહ્યા હતાં. મારી સાથે એમની ખૂબ જ ઓછી વાતો થઈ હતી. બટ હું કમ્ફર્ટેબલ ફીલ કરી રહી હતી. તન્મયા દીદી એક નવી ખુશખબર આપી રહ્યા હતાં. સપોર્ટ સિતારવાદક તરિકે સપ્તકના સંગીત મહોત્સવમાં આ વખતે એ પર્ફોર્મ કરવાના હતાં. મને પણ સંગીતમાં હવે વધારે રસ જાગી રહ્યો હતો. તનું દીદી ફેન્સીને પણ પૂછી રહ્યા હતાં કે એની એક્ટિંગ ક્યાં પહોચી? ફેન્સીએ થોડા દિવસોમાં એના જે જે નાટક થવાના હતાં એનું લીસ્ટ આપ્યુ. મેં પણ નક્કી કરી લીધું હતું કે હું મ્યૂઝિક અને એક્ટિંગ જોઈન કરીશ. વિશાખા એની ઇન્સ્ટીટ્યુટમાંથી એક મહિનાની ટ્રેઇનિંગ માટે નવેમ્બરમાં દિલ્લી જવાની હતી. ભાવના આંટી રિંકુને આવતા વર્ષથી જુનીયર કે.જીમાં ઍડમિશન કરાવવા માટે ઇનસીસ્ટ કરી રહ્યા હતાં. બટ તનું દીદી ચોખ્ખી ના જ પાડી રહ્યા હતાં. એમની પાસે સચોટ કારણ પણ હતું, આ સમય તો એમનો રમવાનો છે, માટી ખાવાનો છે, ઘર ઘર રમવાનો છે. મારે એને હમણા ક્યાંક કે.જી બે.જીમાં નથી મોકલવી. મને એ ગમ્યુ પણ ખરૂ અને હું સહમત પણ હતી. અખિલેષ અંકલ એમની બિઝનેસની વાતો પણ કરી રહ્યા હતાં. એ કહી રહ્યા હતાં કે એમના એકલાથી કંસ્ટ્રક્શનનો બિઝનેસ હૅન્ડલ નથી થતો, એટલે વિવાનને કહી રહ્યા હતાં કે ‘તુ થોડો ઇન્ટરેસ્ટ લે તો મને હૅલ્પ રહે.’ વિવાન બર્થ ડેના દિવસે એના પપ્પા કંઈ માંગે તો એમને ના નહોતો કહેવા માંગતો. વિવાને પણ એના પપ્પાને ચિંતા ના કરવા કહ્યું. ‘હવે રોજ એક બે કલાકનો એ ટાઈમ કાઢશે.’ વિવાને પ્રેમથી એના બાઇકિંગના પેશન વિશે પણ સમજાવ્યું. અખિલેષ અંકલ પણ વિવાનની વાત સમજ્યા. ડિનર લગભગ દોઢેક કલાક ચાલ્યુ હશે. એ દિવસ ખૂબ જ સારો રહ્યો. તનું દીદીએ અને ભાવના આંટીએ મને ત્યાં જ રોકાઇ જવા માટે બહુ ફોર્સ કર્યો. બટ મને રાત રોકાવાનું બરાબર ના લાગ્યું. ઑલમોસ્ટ અગિયાર વાગી ગયા હતાં. વિવાન મને ડ્રોપ કરવા આવવાનો હતો. મેં વિવાનના આખ્ખા ફૅમિલીને બાય બાય કર્યુ. તનું દીદી અને રિંકુ જ્યાં સુધી હું દેખાતી રહી ત્યાં સુધી ટાટા કરતા રહ્યા. વિવાને એની બાઈકની સ્પીડ વધારી. મેં એને પાછળથી જ ચુસ્ત રીતે પકડીને મારી બાહોંમાં જકડી લીધો.

ઠંડો પવન, વિવાનની મસ્ક્યુલર બોડી, આંખોમાં સપના. એ સમયે વિવાનના પ્રેમમાં હું એટલી પાગલ હતી કે વિવાન મારી સાથે હોય તો પણ હું વિવાનના જ વિચારો કરતી. હું મારાં વિવાનથી એક પળ પણ અળગી થવા નહોતી માંગતી. બટ એક રીતે હું એનાથી એક પળ પણ દૂર નહોતી. વિવાન મારાં હાર્ટમાં એકે એક ક્ષણે એની યાદો રૂપે રહેતો હતો. એણે મને સોસાયટી બહાર જ ડ્રોપ કરી. એણે મારો હાથ પકડી રાખ્યો હતો. હું પણ એનો હાથ નહોતી છોડવા માંગતી. રોડ પર થોડા લોકો હતાં, નહીં તો મારી અને વિવાનની કંઈક બીજી ઇચ્છા પણ હતી, હા મારે અને વિવાનને હોઠોનો જુગાર રમવો હતો. અમે બંને થોડી વાર હાથ પકડીને જ એકબીજાની આંખોમાં જોતા રહ્યા પછી. પછી મેં કોઈની પરવાહ કર્યા વિના, ખૂબ જ જડપથી વિવાનના હોઠ પર એક નાની પપ્પી લઈ લીધી, મેં થોડી સેકન્ડો એની આંખોમાં જોયું અને હું ચાલતી થઈ ગઈ. મેં ચાલતા ચાલતા જ બાય બાય કહ્યું, એણે પણ મને ફ્લાઇંગ કિસ આપી અને બાય બાય કર્યુ. છેલ્લે હું શેરીમાં વળી ત્યારે મેં વિવાન સામે જોયું.

સોનુ એના લેપટોપમાં સિરીયલ જોઈ રહી હતી, મેં નિશાની રૂમમાં નજર નાખી. કૃપા અને નિશા બંને એક એક ઇયરફોન કાનમાં નાખીને લેપટોપમાં કંઈક જોઈ રહ્યા હતાં. કૃપા તરત જ બહાર આવી. આવું દરેક વખતે થતું. હું કૉલેજથી આવું એટલે કૃપા મને પુછતી જ કે ‘શું કહેતો હતો વિવાન?’ અને હું બધું જ કહેતી. કારણ કે હવે હું ડરી ડરીને નહોતી જીવવા માંગતી, મને ખબર જ હતી કે કૃપા બધી વાતો નિશાને કરતી જ હશે. મેં નાઈટડ્રેસ પહેર્યો. કૃપા અને સોનુને મેં બધી જ વાતો કહી.

એ દિવસે મને સૂકુનની ઊંઘ આવી હતી. એ દિવસે હું સંતોષ લઈને સૂતી હતી. એ દિવસે વિવાનનો ચહેરો અને વિવાનના ફેમેલીના દરેક મેમ્બરનો ચહેરો મારી આંખો સામે રમતો રહ્યો. હું નવા નવા વિચારો કરતી રહી, હું સપનાઓ ગૂંથવા લાગી, ફરી હું મારી જિંદગીને પ્રેમ કરવા લાગી હતી, જે અંકિતા એકાદ મહિના પહેલાં એની પ્રોબ્લેમ્સથી કંટાળી ગઈ હતી એ જ અંકિતા હવે લાઈફને એન્જોય કરવા લાગી હતી. હવે હું જીવવા માંગતી હતી. હું વિવાનનો હાથ પકડીને ચાલવા માંગતી હતી, હું એની આંખોમાં આંખો નાખીને કલાકો સુધી મૂંગા મોઢે જોવા માંગતી હતી, હું વિવાનના હોઠોને વારે વારે મળવા માંગતી હતી, હું બસ પળે પળે જીવવા માંગતી હતી. હું વિવાનની બાહોંમાં પડી રહેવા માંગતી હતી.

***

‘વોટ….?’, એણે મારાં ગળા તરફ ઇશારો કર્યો.

‘નોઓઓઓ….’, મેં ના કહી. હી ગ્રીપ્ડ મી ઇન હીઝ આર્મ્સ.

‘વિવુ કંઈક થાય છે.’, મેં કહ્યું.

‘શું થાય છે?’, એ બોલ્યો.

‘આઈ ડૉન્ટ નો.’, એણે સ્મૂથલી મારાં નેક પર કિસ કરી. હું રોમાંચિત થઈ ઊઠી. ખબર નહીં એનો સ્પર્શ થતો ત્યારે મને શું થતું બટ એ અનડીસ્ક્રાઇબલ છે. અમે બંનેએ કપલ્સ માટેનું ટિપિકલ પ્લેસ નક્કી કર્યુ હતું. એ દિવસે અમે વહેલી સવારે ઇન્દ્રોડા પાર્ક ગયા હતાં. વરસાદ પછી ઇન્દ્રોડાનું એટમોસ્ફિઅર રમણીય જ હોય છે. એ દિવસે પણ ચારે તરફ લીલોતરી હતી. હું અને વિવાન એકાંત માટે એક વૃક્ષ નીચે બેઠા હતાં.

‘યુ આર ટોક્સિક.’, એણે મારાં નેક પાસે એના હોઠ લઈ જઈને કહ્યું.

‘સો યુ આર.’, એણે મારી ગરદન પાસે એક હળવેથી કિસ કરી. ફરી એ જણજણાટી મારાં શરીર પર ફરી વળી.

ત્યાર બાદ એ ઓછું જ બોલ્યો. એણે મારી ગરદનની પાછળની તરફ કિસ કરી, ગરદનની આગળની તરફ કિસ કરી, એણે ગરદનની જમણી બાજુ બચકુ પણ ભર્યુ, સોફ્ટ સ્કીનના લીધે ત્યાં રેડ સ્પોટ્સ પણ થઈ ગયા હતાં. જેમ જેમ એ કિસ અને બાઇટ કરતો ગયો એમ એમ મને અજીબ અનુભવ થવા લાગ્યો. હું ખૂબ એક્સાઇટમેન્ટ ફીલ કરી રહી હતી. મેં એને કસીને પકડી રાખ્યો હતો. આઈ વોઝ બીકમિંગ આઉટ ઑફ કંટ્રોલ. નાઉ શી એન્ટર્ડ ઇનટુ માય ટોપ્સ. એનો હાથ મારાં ટોપમાં હતો. એટ ધેટ સેમ ટાઈમ આઈ વોન્ટેડ હિમ એન્ડ આઈ ડૉન્ટ.

મેં વિવાનની આંખોમાં જોઈને ‘ના’ કહેવા માટે ડોકુ હલાવ્યું.

‘વ્હાય?’, એણે મારી આંખોમાં જોઈને પૂછ્યું.

‘આઈ હેવ માય બાઉન્ડ્રીઝ વિવાન.’, મેં ધીમા સ્વરે કહ્યું.

‘ડૉન્ટ યુ ટ્રસ્ટ મી?’, એણે કહ્યું.

‘એવું નથી વિવુ.’, મેં એના ચહેરા પર હાથ ફેલાવ્યા.

‘આઈ વોન્ટ ફોર્સ યુ, નેવર.’, એણે મને સ્મિત કરતા કહ્યું. મને એનો સ્માઈલ વાળો ચહેરો ગમ્યો. એણે એના હોઠ ધીરે ધીરે મારાં ચહેરા તરફ આગળ વધાર્યા. એણે મને ધીમે ધીમે કિસ કરવાનું શરૂ કર્યુ. ઇટ વોઝ વેરી સ્લો. ધેટ વોઝ પરફેક્ટ. વિ કિસ્ડ લાઈક ૧૦ મિનિટ્સ. વિ કિસ્ડ લાઈક ક્રેઝી.

‘વિવુ એક સવાલ પૂછું?’, મેં વિવાનની આંખમાં જોયું.

‘યા.. સ્યોર.’, એણે મારો એક હાથ એના હાથમાં લીધો.

‘ખોટું ના લગાડતો. એન્ડ પ્લીઝ ઓનેસ્ટલી આન્સર આપજે.’, મેં ખૂબ સિરિયસ થઈને કહ્યું.

‘યા જસ્ટ સે ઇટ.’, એણે સોફ્ટલી કહ્યું.

‘તને મારાં તરફ જસ્ટ ફિઝિકલ અટ્રેક્શન તો નથી ને?’, મેં એને અચકાતા અચકાતા પૂછી લીધું. એ મારી આંખોમાં જોતો રહ્યો.

એણે મારાં હાથને વધારે ભીંસ્યો, ધીરે ધીરે એણે એનો ચહેરો મારાં હોઠ તરફ ખસ્ડ્યો. એણે આંખો બંધ કરી લીધી. મારી આંખો ઓટોમેટિક બંધ થઈ ગઈ. શી કિસ્ડ મી ઓન લીપ્સ, એન્ડ ધેન એણે મારાં કપાળ પર કિસ કરી.

‘આઈ લવ યુ અંકુ.’, એણે મારી આંખોમાં આંખો નાખીને કહ્યું. હું જસ્ટ એની આંખોમાં જોઈ રહી. એ મારી આંખોમાં જોઈ રહ્યો. એ પછી અમે કેટલીય મિનિટો સુધી પાર્કમાં એકબીજાના હાથ પકડીને વોક કર્યુ, લીલી હરિયાળી જોઈ, ગાતા પંખીઓ જોયા અને કળા કરતા મોર જોયા, અમે થોડુંક ખુલ્લા પગે પણ ચાલ્યા. અમે કુદરતને માણ્યું. એ દિવસે મને ખબર પડી ગઈ હતી, અમે બંને એકબીજાના લવમાં હતાં. એ મારી લાઈફનું સૌથી બ્યુટીફૂલ વોક હતું. અમે બંને એકબીજાની આંખોમાં આંખો પરોવીને એ કુદરતની સાક્ષીઓ ઘણું ચાલ્યા હતાં, ચાલતા જ રહ્યાં જ્યાં સુધી ભાન ન આવ્યું.

***

જો તમને આ પ્રકરણ ગમ્યુ હોય તો, રેટીંગ અને રિવ્યુ આપવાનું ભૂલતા નહીં. આશા રાખુ છું કે જેમ વાર્તા આગળ વધશે એમ તમે ખુબ જ માણશો. આભાર.

Rate & Review

Amit Paghadar

Amit Paghadar 1 month ago

Vipul

Vipul 5 months ago

Nirali Gamit

Nirali Gamit 2 years ago

Shefali

Shefali Matrubharti Verified 3 years ago

Manisha Thakkar

Manisha Thakkar 3 years ago