Maru Gamdu books and stories free download online pdf in Gujarati

મારું ગામડું

મારું ગામડું રંગીલું ગામડું .
નાનકડું ગામડું પણ મારું વ્હાલું ગામડું .
અમારા ગામ ની એક કહેવત મને યાદ રઇ ગઈ છે
ઉપર નળિયા નીચે લીપણ મારું ગામ પીપણ .
અમે તો મૂળ બીજા ગામ થી આવી ને વસ્યા અમારા પૂર્વજો ઢેઢાળ વાસણા થી પીપણ આવી ને વસ્યા હતા.
મારું ગામડું રંગીલું ગામડું .
ગામડું શબ્દ આવે ત્યાં અમારું ગામડા નું ચિત્રણ કરવા નું મન થાય .
એક નિશાળ જૂની પુરાણી પણ હવે તો નવી બની ગઈ .
રસ્તા પણ હવે પાકકા થઈ ગયા પણ હા હજુ પણ એક રસ્તો તો એવો છે જ જે ચોમાસુ આવે એટલે નદી જેમ વહેતો જ જાય .કેમ ખેતરો સાથે સિધુ જોડાણ છે .
ગામ ની વાત આવે એટલે યાદ આવે જામૂળિયા હનુમાન
એ ને સાંજ પડે ને શિયાળા ની કડકડતી ઠંડી હોય ત્યારે સંદેશ આવે કે જામૂળિયે વડી નો કે ટોઠા નો પ્રોગ્રામ છે .
કેમ કે ત્યાં ની જગ્યા મોટી ને સુવિધા પણ સારી છે .
ગામડું નામ પડે એટલે પરિચય આપી દે ગામ ના દેવી દેવ ના મંદિર તો ગામ થી થોડે બહાર જાઓ તો રામાપીર નું મોટું મંદિર છે જ્યાં 200 માણસો જમી શકે ને રહી પણ શકે તેટલી જગ્યા છે શાંત વાતાવરણ હોય ને ને સાંજ પડે મંદિર ના જાલર વાગે ને પંખી નો મીઠો કલરવ હોય તે એટલે ગામડું.
ગામડા ની વાત આવે એટલે ગામની અંદર જ્યારે શિવરાત્રી નો સમય હો ભોળા નું ગામ ભક્ત હોય ને ત્યારે
9 વાગ્યા નો સમય હોય આરતી નો અવાજ આવી રહ્યો હોય
ને એમા જ્યારે ભાંગ નું નામ પડે અને પ્રસાદી રૂપે ભાગ ને એ ને પથ્થર થી ઘસી રહ્યા હોય ને ત્યારે દ્રશ્ય સુંદર બને.
ગામડું એટલે જ્યારે ગામ નો ડાયરો બેઠો હોય ને કસુંબા
પાણી થતા હોય ત્યારે શિવ ભક્ત બોલે .
અને પછી ગામ ના તળાવે થી દ્રશ્ય દેખાતું હોય .
ગામ નું તળાવ પણ કેવું અધભુત તળાવ નું શોદર્ય પણ કેટલું અદભુત જોઈ રહ્યા હોય .
મોટો ગામ નો ચોરો હોય ને તેમાં વડીલો ની બેઠક હોય
બેઠક મા ચલમ પીવાતી હોય ત્યારે કેહવા નું મન થાય
આતો સાહેબ વડીલો નો ડાયરો છે.
ગામ ની ડેલી એ જ્યારે પોહચીએ તો ખબર પડે.
ગામ મા જ્યારે લગ્ન નો માંડવો રોપાયો હોય અને જ્યારે મહેમાન ના ઉતારા હોય ત્યારે કસુંબા પાણી પીવાતા હોય સાહેબ તે એટલે ગામડું.
ગામડું એટલે કુદરત ની વચ્ચે સતાયેલું જાણે એક અધભૂત રહસ્ય તે એટલે સાહેબ ગામડું.
ગામડું એટલે જેનો આવકારો હંમેશા મીઠો હોય તે એટલે ગામડું.
ચાલો મારા ગામડા ની થોડી વાત કરું દેવી દેવતા મંદિર વિશે.
ગામ ની શરૂવાત થાય એટલે સુંદર મજા ની વહેતી કિનાર ના રસ્તે ગામ મા પોહચો તો પેહલા તમે બળિયાદેવ નું મંદિર ના દર્શન થાય ત્યા તમને નાની નાની પથ્થર ની કલાત્મક મૂર્તિ નું ચિત્રણ જોવા મળે પછી જ્યારે બળિયાદેવ નું ટાઢું ખાવા આખું ગામ ત્યાં ભેગું થતું હોય ને એકબીજા ની સાથે હળીમળી ને જમતું હોય .
થોડા આગળ આવો એટલે શકિત માતા નું સ્થાનક આવે ઝાલા ના કુળદેવી માં જ્યારે માતાજી ના હવન થતા હોય ને માતાજી નો રથ જયારે ગામ માંથી નીકળે અને ખેતરો મા થઇ ને આગળ વધે ને ગામ મા બધા ભેગા થયા હોય .
સામે શિવજી અને હનુમાનજી નું મંદિર હનુમાન ચાલીસા સાથે જ્યારે બહાર ચબૂતરા મા ચણ નાખો ને કબૂતર ચણી રહ્યા હોય શિવજી ના મંદિર મા ધતુરો અને બીલી પત્ર ના અભિષેક થઈ રહ્યા હોય .થોડા આગળ આવો એટલે ગામ નું તળાવ જે સૌંદર્ય થી ભરેલું તેની સામે જ્યારે પણ હું જોવું તો બાળપણ યાદ આવે કેમ કે ઉનાળો નો સમય હોય ત્યારે તળાવ માં પાણી હોય જ નહિ એટલે અમે તેમાં ખૂબ જ રમતા .
સામે મારી બાળપણ ની મીઠી યાદ હોય મારી ગામડા ની સ્કૂલ
સાહેબ આજે પણ હું તેને નમન કરી ને જ નીકળું કેમ કે હું આજે આટલે સુધી પોહચ્યો તો તેના કારણે જ હું કેવી રીતે ભૂલું તે જૂની લપસણી યાદ છે મને હજુ પણ તે લપસણી નીચે મારો તૂટેલો દાત .
યાદ તાજી થઈ ગઈ થોડા આગળ આવો એટલે સતી નો પાડ્યો આવે તેના દર્શન કરી આગળ વધો એટલે તમને જોવા મળે રામજી મંદિર તેમાં દર્શન કરો અને મને તો જન્માષ્ટમી ના દિવસે પચામૃત બહુજ યાદ આવે અને એ પાલકી લઇ ને કાના ની ઘરે ઘરે ફરતા એની પણ અલગ મજા હતી .
ત્યાં થી આગળ જાઓ એટલે મેરાબાપા ના મેલડી માતા નું મંદિર આવે દર્શન કરી આગળ વધો એટલે બીજું રામજી મંદિર, અને આગળ વધો એટલે દરબાર ની ડેલી
જ્યાં કસુંબા પાણી પીવાતા હોય વડીલો ની બેઠક હોય.
ત્યાંથી આગળ કુળદેવી માં ક્ષેમકલ્યાણી માં નો મઢ આવે .
દર્શન કરી આગળ વધો એટલે આશાપુરા નું સ્થાનક અને પછી હજારી માતા ના દર્શન કરી લેજો .
ગામ મા બધા હળી મળી ને રહે ગામ મા ચારે કોમ ના ઘર છે.
ગામ સુંદર છે ને લોકો પણ કેમ કે ગામડું તો ગામડું છે
કેવું લાગ્યું અમારૂ ગામડું જરૂર બતાવજો