Ek cup coffee in Gujarati Love Stories by Manisha Hathi books and stories PDF | એક કપ કોફી

Featured Books
Categories
Share

એક કપ કોફી

☕ એક કપ કોફી ☕

મારા પ્રેમની પાંખોને આજે ઉડાન મળી હતી ,
આજે ' એ , એટલે કે અનુજ
અનુજે મને આજે સાંજે કોફી પીવા માટે ઓફર કરી હતી .
અધધધ.....
મારુ દિલ એક ધબકાર લઈ ચૂક્યું ,
પુરા શરીરમાં ધ્રુજારી વ્યાપી ગઈ .
ગરીમાંનું મન ઉછળકુદ કરવા લાગ્યું , મનની અંદર એક ગીત ગુંજી ઉઠ્યું ,
' મન આનંદ આનંદ છાયો '
મલ્ટીનેશનલ કંપનીનો માલિક મિ. અનુજ !!!! ....મને ઓફર કરે ?
ખેર , આંખોથી શબ્દોની થોડી લેવડદેવડ તો હતી જ ....
ગરિમાના મન અને હૃદયમાં તો એ ઘણા સમયથી રાજ કરી રહ્યો હતો ,
ઓફિસના વોશરુમમાં જઇ પોતાની જાતને અરીસામાં નિહાળતી રહી , એક શર્મિલું સ્મિત એના ચહેરા પર ફરકી ઉઠ્યું , જાણે અરીસાની સામે પાર અનુજ બિરાજમાન હોય ...
અરીસાની સામે ઉભેલ ખામોશ ચહેરા પર લાલિમા છવાઈ ગઈ , પૂરો ચહેરો રંતુમડો થઈ ચુક્યો હતો .
અનુજ પણ જ્યારે ઓફિસમાં એન્ટર થતો ત્યારે ગરીમાંની સામે મીઠી નજર અચૂક કરી જ લેતો . પોતાની આંખોની ભાષા દ્વારા ઘણું બધુ કહી જતો હોય એવું લાગતું '....
આ સિલસિલો લગભગ એક વરસથી ચાલી રહ્યો હતો .
પણ બંને તરફ મૌન ....
કોણ પહેલ કરે !!! ,

બસ , થોડા સમયથી અનુજનો ઓફીસ જવા-આવવા ના સમયમાં ફેરફાર થવા લાગ્યો , ખેર એ તો માલિક હતો . ' એટલે એને ક્યાં કોઈ પાબંદી !!! '

ગરિમા માટે તો ક્યારે સાંજ ઢળશે અને ક્યારે હું ઓફીસથી છૂટીને CCD માં જઈશ !!! ,
અનુજ મારી સામે બેઠો હોય , અને હળવેથી થતી શબ્દોની આપ-લે , ધીમી લયમાં વાગી રહેલું સુમધુર સંગીત .....અહાહાહ.....
ગરિમા પોતાના મનમાં સપનાઓના અનેક તરંગોને સજાવવા લાગી , આજે ઓફિસના એકપણ કામમાં એનું ચિત્ત લાગતું નહોતું ,
સાંજ પડતા જ અનુજે આપેલા ટાઈમે CCD પહોંચી ગઈ ,

થોડા સમયમાં અનુજ પણ ત્યાં આવી પહોંચ્યો . , અનુજ ઘોડાવેગે આવ્યો હોય એવું ગરિમાને લાગ્યું , આવતાની સાથે જ બે કપ કોફી ઓર્ડર કરી દીધી અને ફટ ફટ બોલવાનું શરુ કરી દીધું .
' મિસ , ગરિમા કોફીતો એક બહાનું હતું , પણ મારે તમારી સાથે એક ખૂબ જરૂરી વાત કરવી હતી ,

ગરિમા બોલી અરે સર પ્લીઝ તમે બેસો તો ખરા , આવતાની સાથે જ ...

ગરિમા હજુ એનું વાક્ય પૂરું કરે ત્યાં અનુજ પોતાની વાતને વેગ આપતો બોલ્યો ,
' ઑફિસમાં કામ કરતી અને તમારી બેસ્ટ ફ્રેન્ડ ગ્રીષ્માને હું ખૂબ પ્રેમ કરું છું , અને આ બંને પ્રેમી દિલને ભેગા કરવામાં તમે જ અમારી મદદ કરી શકો એમ છો ...

અનુજના શબ્દો ગરીમાના કાને પડતા જ ટેબલ પર આવેલી ગરમાગરમ કોફીની સુગંધ કડવી ઝેર સમાન લાગવા મંડી ,
ગરિમાના ગળાની નીચે કોફીનો એક , એક ઘૂંટ માંડ ઉતરી રહ્યો હતો ,

સવારે ઓફિસમાં શરમના કારણે અને અત્યારે ગાલ પર કોઈએ સણસણતો તમાચો માર્યો હોય એમ ચહેરો લાલઘૂમ થઈ ગયો , સજાવેલા સપનાઓમાં જાણે અચાનક પાનખર આવી ગઈ હોય એમ લાગ્યું ....
ચહેરા પર નકલી હાસ્યનું મુખોટુ પહેરીને અનુજને પ્રોમિસ કર્યું અને બોલી , ' સર તમે ચિંતા છોડો હું તમારા બંને વચ્ચે પ્રેમનો સેતુ બાંધીને જ રહીશ .

✨🌟✨🌟✨

એ પછી તો બે દિવસમાં બંને વચ્ચે પ્રેમથી પ્રેમની પરિભાષા સમજાવી અને ગરિમા બીજા શહેરમાં રવાના થઈ ગઈ ,
ગરિમાએ શહેર તો છોડી દીધું . પણ મનમાં રહેલી યાદોના વંટોળને ક્યાં સમાવવું ???
ધીરે - ધીરે નવી ઓફીસ નવા લોકો સાથેનો સંપર્ક વધવા લાગ્યો . એમને એમ છએક મહિના વીતી ગયા ,

રવિવારની સવારની ચા અને ન્યૂઝપેપર લઈને બેઠેલી ગરિમાના હાથમાં રહેલો ગરમાગરમ ચા નો કપ હાથ ધ્રુજતા જ બધી જ ચા એના શરીર પર .......
પોતાના શરીર પર ઢોળાયેલી ગરમાગરમ ચા નો એટલો કોઈ અસર નહોતો જેટલો અસર ન્યૂઝપેપરના ન્યૂઝ વાંચવાથી થયો .
ન્યૂઝપેપરનું વચ્ચેનું પૂરું પાનુ એક ફોટાને શ્રદ્ધાંજલિ અર્પિત કરી રહ્યું હતું . ફોટો અને MNC નો માલિક મિ. અનુજ ?....!!!!!
આ હું શું વાંચી રહી છું , '
ગરિમા તો પૂરેપૂરી હચમચી ગઈ , '
બરફની પથરાયેલી ચાદરમાં કોઈએ સળગતા લાકડાના ઘા કર્યા હોય એવું લાગ્યું .'

' પોતાની ફ્રેન્ડ ગ્રીષ્માના શુ હાલ હશે !!!! ' વિચાર માત્રથી કંપી ઉઠી ...

પોતાના જુના મોબાઈલમાંથી ગ્રીષ્મા નો નંબર કાઢી એણે ગ્રીષ્માંને ફોન લગાડ્યો . ગળામાં છુપાયેલું રુદન એટલે શબ્દો નીકળવા જ મુશ્કેલ હતા .

સામે છેડે ગ્રીષ્માં પણ મૌન હતી . થોડી ક્ષણોમાં સ્વસ્થ થયા પછી ગ્રીષ્માને ફરી ફોન લગાડ્યો .

ત્યાં જ ગ્રીષ્મા બોલી ઉઠી
' ગરિમા એક વાત કહું ,
' અનુજ સર ગયા એમની સાથે એમને આપેલું વચન પણ ગયું '
' સાચું કહું તો સર તને બેસુમાર પ્રેમ કરતા હતા , પરંતુ પોતાને કેન્સરની બીમારીની ખબર પડતાં જ એણે મને તારી સાથેના પ્રેમ વિશે જણાવ્યું ,
અને એટલું કહ્યુ ' અમે બંને સામસામે મૌન છીએ પરંતુ બંને વચ્ચે પ્રેમ બેસુમાર છે , બસ આ વેલેન્ટાઈનના દિવસે હું એને પ્રપોઝ કરવાનો જ હતો . , ' ત્યાં મારા શરીરમાં આ બીમારી ઘર કરી ગઈ . અને એ પણ છેલ્લા સ્ટેજનું બ્લડ કેન્સર....,
હવે મારી પાસે સમય ઘણો ઓછો છે , એટલે હવે તમારે નામે હું એની સાથેના પ્રેમનું હું જૂઠું નાટક કરીશ , પણ હા તમે પ્રોમિસ કરો કે આ વાતની એને થોડી પણ ગંધ ન આવે ......

ફોન પર ગ્રીષ્માની વાત સાંભળતા જ ....કપડા પર ઢોળાયેલી ગરમાગરમ ચા ....
અને પહેલી મુલાકાત જ્યાં થઇ હતી એ સમયની ગરમાગરમ કોફીનો ઘૂંટ ......
ગરિમા માટે બધુ જ નિઃશબ્દ બની ગયું , ફોનમાં આવી રહેલો ગ્રીષ્માનો અવાજ પડઘા પાડી હવા સાથે અફળાઈ રહ્યો હતો ...