Sunset villa - 12 - last part books and stories free download online pdf in Gujarati

સનસેટ વિલા - ભાગ - ૧૨ - છેલ્લો ભાગ

નમસ્તે મિત્રો કેમ છો બધા ? પાછળ ના ભાગ મા જોયુ કે જયા રાજેશ ને મારવાનુ કહે છે પણ રાજેશ ત્યાથી બચી ને ભાગી જશે એમ કહે છે. જયા એને છૂટ આપે છે કે ભાગી ને બતાવ. હવે જોઈએ આગળ. . .
રાજેશ જેવો ત્યાં થી ભાગવા જાય છે કે જયા તરત જ હાથ લાંબો કરી એની ગરદન પકડી લે છે અને રાજેશ ને ઉંચકી ને હોલ મા ફેંકે છે. રાજેશ ઉપર થી નીચે પછડાય છે એટલે એને ખૂબ વાગે છે અને એ ઊભો થવાની કોશિશ કરે છે પણ ઊભો નય થઈ શકતો. જયા એની પાસે આવે છે. રાજેશ ઘસડાઈ ને એના થી દૂર જવાની કોશિશ કરે છે જયા એની વધારે નજીક આવતી જાય છે.
જયા : શુ થયુ રાજેશ તુ ભાગી ના શક્યો ને, મને તારી હાલત પર હસવુ આવે છે.
રાજેશ : જયા મને માફ કરી દે , મને જવા દે હુ તારો પતિ છુ તુ મને કેવી રીતે મારી શકે?
જયા : તુ મારો પતિ છે તો હુ કોણ છુ ? તારી પત્ની ને? તો તે મને છોડી મને તે મારી જ નાંખી ને.
રાજેશ : હા હુ માનુ છુ પણ મે તને જાણી જોઈ ને નય મારી, આપણી વચ્ચે ઝપાઝપી થઈ એમા મારા હાથ પર ચાકુ વાગી ગયુ એટલે મને ખૂબ જ ગુસ્સો આવી ગયો અને ગુસ્સા મા મે તને મારી દીધુ.
જયા : ગુસ્સા મા એક વાર વાગે પણ તે તો મને ૩-૪ ઘા ઝીંકી દીધા હુ તને માફ નય કરુ રાજેશ.
જયા ગુસ્સા મા રાજેશ ને પગે થી પકડી ગોળ ફેરવી ફેંકે છે રાજેશ રસોડા મા ફેંકાઈ જાય છે. રાજેશ ને વાગવા થી રાજેશ ને ખૂબ જ દર્દ થાય છે. રાજેશ રસોડા મા મોહિત અને વિજય ને જોવે છે.
રાજેશ : ભાઈ મને બચાવી લો હુ તમારા હાથ જોડુ છુ મને જયા મારી નાંખશે, મે જાણી જોઈને કશુ નય કર્યુ.
મોહિત : પોતાના કરેલા કર્મો ની સજા તો ભોગવવી જ પડે તારા કારણે મારી પત્ની મુસીબત મા છે અને તુ કહે છે કે હુ તને બચાવી લઉ.
રાજેશ : તમે જે કહેશો હુ આપવા તૈયાર છુ મને બચાવી લો હુ તમારા હાથ જોડુ છુ.
એટલા મા જયા બોલે છે.
જયા : મોહિત તુ બ઼ચાવીશ એને ? તારી પત્ની નુ શુ થશે ખબર છે? અને તુ એને બચાવી શકીશ ખરો?
મોહિત : હુ એને બચાવવા જ માંગતો હોત તો એને અહી લાવતો જ કેમ? મે મારુ વચન પુરુ કર્યુ હવે મારી પત્ની મને સોંપી દે તારે આની સાથે જે કરવુ હોય એ કર.
જયા : હજી મારો બદલો પુરો નય થયો હુ મારો બદલો પુરો કરી ને તને તારી રજની સોંપી દઈશ.
એટલુ કહી જયા રાજેશ બાજુ જાય છે. મોહિત વિજય ને કાન મા કહે છે કે તુ જલ્દી થી આ પ્રેટ્રોલ લઈ ને હોલ મા ઝુમ્મર નીચે અને તેની આજુ બાજુ ની બધી જગ્યા એ છાંટી દે હુ ફટાફટ રજની ને લઈ આવુ છુ મને ખબર છે એ ક્યા હશે. તુ જલ્દી કર.
વિજય એના કામ મા લાગી જાય છે અને મોહિત રજની ને શોધવાના કામ મા લાગી જાય છે , આ બાજુ જયા રાજેશ ને તડપાવી ને મારવાની કોશિશ કરે છે, રાજેશ નુ શરીર એટલુ તૂટી જાય છે કે એના થી ઊભુ પણ થવાતુ નથી. મોહિત રજની ને શોધી ને એને લઈને હોલ મા પહોંચે છે, વિજય ને પુછે છે કે બધુ થઈ ગયુ? વિજય ડોક હલાવી હા પાડે છે. આ બાજુ રાજેશ ઘસડાતો હોલ મા આવે છે જયા પણ એની પાછળ આવે છે. રાજેશ ની હાલત એવી થઈ જાય છે કે બધા ને દયા આવી જાય. જયા રાજેશ ને મારવા જ જાય છે કે મોહિત તરત જ જ્યા પ્રેટ્રોલ નાખ્યુ હોય છે ત્યા આગ લગાવી દે છે. એ આગ જયા નુ શરીર જ્યા દાટ્યુ હોય છે ત્યા અંદર સુધી પહોચે છે, જેવુ જયા નુ શરીર બળવા લાગે છે ત્યા જયા ની આત્મા પણ બળવા લાગે છે. જયા જોર થી બૂમો પાડે છે, એના અવાજ થી બંગલા ની બારી ઓના કાચ પણ તૂટી જાય છે. જયા આખી બળી ને અદ્રશ્ય થઈ જાય છે, રાજેશ નો જીવ બચી જાય છે. રજની પણ સુરક્ષિત હોય છે અને પેલા ચા વાળા કાકા ની પત્ની પણ.
રાજેશ ઘસડાતો મોહિત પાસે આવે છે અને એના પગ પકડી મોહિત નો આભાર માને છે. મોહિત વિજય ની મદદ થી રાજેશ ને ઊભો કરે છે.
મોહિત : હુ એટલો સ્વાર્થી નથી કે મારી પત્ની માટે કોઈ નો જીવ જોખમ મા મુકુ , પણ તારા વગર આ કામ શક્ય નહતુ. કેમ કે જો હુ એકલો આ કામ કરવા જતો તો જયા મને ક્યારેય આ કરવા ના દેતી એનુ ધ્યાન એના બદલા મા રહે એટલે મારે તને અહી લાવવો પડ્યો.
રાજેશ : ભાઈ તે મારો જીવ બચાવ્યો છે મારુ જીવન તારુ કર્ઝદાર છે, બોલ તારી માટે હુ શુ કરુ , તને શુ જોઈએ છે તુ જે કહે હુ તને આપુ.
મોહિત : ભગવાન ની દયા થી મારી પાસે બધુ જ છે, બસ તારી પાસે એટલુ જ માંગુ છુ કે તે જે ગુનો કર્યો છે એની કબૂલાત કરી લે તને જે સજા મળે એ ભોગવી લે જયા ને દિલ થી તારી પત્ની માની એની માફી માંગી લે અને તારા લીધે પેલા કાકા અને એમની પત્ની નુ જીવન સારુ ગુજરે એવી વ્યવસ્થા કરી આપ.
રાજેશ : તારી વાત સાચી છે ભાઈ મારા પાપ ના કારણે ઘણા ને ભોગવવાનુ થયુ છે, હુ દિલ થી બધા ની માફી માગુ છુ અને મારો ગુનો પણ કબૂલુ છુ અને એની મને જે સજા મળે એ ભોગવવા તૈયાર છુ.
રાજેશ પેલા ચા વાળા કાકા ને એક ઘર અપાવવાનુ કહે છે અને એમની જીંદગી શાંતિ થી વીતે એટલા રુપિયા આપે છે અને પોલિસ સ્ટેશન જઈ ને પોતાના ગુના ની કબૂલાત કરે છે, મોહિત, વિજય અને રજની પોતાના ઘરે પરત ફરે છે. પણ ત્યાર થી જ એ સનસેટ વિલા ને તાળુ વાગ્યુ છે, જે એના પછી કોઈ દિવસ નય ખૂલ્યુ.
મિત્રો મારી આ ધારાવાહિક અહી સમાપ્ત થાય છે, તમને બધા ને આ ધારાવાહિક કેવી લાગી એનો અભિપ્રાય જરુર આપજો. તમારા અભિપ્રાય થી મને બીજી ધારાવાહિક લખવાની પ્રેરણા મળશે. તો, મિત્રો હવે મળીએ આગળ નવી ધારાવાહિક સાથે ત્યા સુધી આવજો. . . . . . . . . . . . . . . . . . . . . .