Kitlithi cafe sudhi - 15 books and stories free download online pdf in Gujarati

કીટલીથી કેફે સુધી... - 15

કીટલીથી કેફે સુધી
આનંદ
(15)

“ઓ સાયબ કોની યાદમા ખોવાઇ ગયા...” મારી સામુ જોઇને જયલો બોલ્યો.

“ખોવાઇ તો મારી જીંદગીમા ગયો...” હુ મારા દુઃખ ભરેલા દીવસો કોઇને સંભળાવા માટે નુ બહાનુ શોધતો હતો. આજે આ મળી ગયો. ખબર નહી કેમ મને જુના પતા ઉથલાવવાનુ મન થયુ.

“શુ થયુ એ તો બોલ...હુ કાઇ તારા જેવો અંતરયામી નથી...” સ્ટુલ ખસેડીને મારી નજીક આવ્યો.

“જે થવાનુ હતુ ને એ તો બે વર્ષ પહેલા થઇ ગયુ...” હુ દેવાનંદની જેમ શાયરના “મુડ” મા હોય એમ બોલી રહ્યો હતો.

“એલા ભાઇ બોલ તો ખબર પડે ને...” એ થોડા ઉંચા અવાજે બોલ્યો.

“હુ તો ખોવાયો વડોદરામા પણ વડોદરા મારાથી દુર થઇ ગયુ...” કોઇ શાયર શાયરી સંભળાવતો હોય એવા વટથી હુ બોલ્યો.

“શુ મગજની દેસ ભાઇ...રાજ્યા હવે તો બારો આવ એમાથી...” એણે મારી સામે જોયુ. “થોડા નય તો જાજા એને બે વરહ થયા રાજ્યા બે વરહ...”

“હા પણ વાત એમ છે...” બોલીને હુ અટકી ગયો. થોડીવાર પહેલા મને એમ કે હુ મેઇલ વાળી વાત કહી દઉ. પણ અચાનક મારુ મન બદલી ગયુ. મને અંદરથી એવુ લાગ્યુ કે હવે નથી કહેવુ કાઇ...જે પણ હોય હુ જાતે જ જોઇ લઇશ. અચાનક જ મને એના પર ગુસ્સો આવ્યો.

“હા છોડને હવે બીજી કાઇ વાત કર...” મે વાત ફેરવી નાખી. “શુ કરે તારી પંદરસ ઇ કે ને...”

“એલા કોડા હવે તો સુધર...આર્કીટેક્ટ થઇ ગયો હજી મોટો નો થયો...”

“ઇ તો વાત છે...” મે ઉમેર્યુ.

“તુ એક કામ કરને આખી દુનીયાની બધી છોકરીઓનુ સેટીંગ મારી હાયરે કરાવી દે કામ પતે ને...” એ કાઇ વીચીત્ર ભાવ સાથે બોલ્યો.

“ઇ કરવા જેવુ લાગે...શુ કેવુ તારુ...” મે વાત કરી.

“હાલ રાજ્યા બપોર પયડી હવે હુ રુમે જાઉ...” એણે વાત અડધી મુકી દીધી. સ્ટુલને ધક્કો મારીને ઉભો થયો.

“આટલી બધી ઉતાવળ છે જાવાની...” મારાથી બોલાઇ ગયુ.

“ભાઇ હજી નાવાનુ ય બાકી છે...અમે આનંદ નથી ને એટલે...” થોડા ઉંચા અવાજે બોલ્યો. મને કોઇ પણ આડી વાત કરવાની એની આ રીત હતી.

“એમા આનંદ કયા વચ્ચે આયવો ઇ તો કે મને...” હુ નક્કી નહોતો કરી શકતો કે જવાબ શુ આપવો. મને થયુ કે આ વાત લાંબી ચાલવી જોઇએ. મારી જ પ્રશંશા મારી સામે કોઇ કરે તો મને કેમ નો ગમે?. પછી એ કયા અર્થમા છે એ જોવાનુ મારુ કામ છે.

“કયાં અમારી સ્પીડ અને કયાં તમારી સ્પીડ...” એ વારે વારે એજ વાત બોલ્યા કરે છે.

“વાંધો નહી જઇ આવ.” મે ઉમેર્યુ.

“પણ કોલેજે કયારે આવીશ...” થોડીક સેકન્ડ માટે મને થયુ ફરીથી હુ કોલેજ વાળા દીવસો મા આવી ગયો. હુ એવી રીતે બોલ્યો કે હજી મારી કોલેજ ચાલુ જ છે.

“તુય હાલ ને રુમે...” એ બોલ્યો.

“ના ભાઇ તુ જા મારે કામ બીજુ કામ છે...” મે કહ્યુ.

“એણે બે-ત્રણ વાર જીદ કરી પણ મે ના પાડી.

“સારુ હાલ મળીએ કોલેજે...” બોલીને હાથ મીલાવીને એ નીકળ્યો. કાયમની જેમ કાનમા ઇયરફોન નાખીને નીકળ્યો.

કોલેજના દીવસો...આ મેઇલ...આ મીલાન્જ...મારી થીસીસ...રાજકોટ...અમદાવાદ...વડોદરા...આ બધુ કઇ બાજુ ઇશારો કરે છે મને સમજાતુ નથી. મારુ માથુ એટલુ ફાટે છે કે રાળ પાડી શકાય એમ નથી. બે-ત્રણ મીનીટ સુધી તો એ પણ ભુલી ગયો કે હુ કયા છુ.

ખરેખર તો મને સમજાતુ નથી કે મારે આગળ શુ કરવુ જોઇએ. હુ કદાચ કોઇને આ વાત કરી શકતો હોત. મારી “સાઇલન્ટ ટ્રાફીક” ની આટલી મોટી દુનીયામાથી પણ એક માણસ એવો નથી જેને હુ મારી વેદના કહી શકુ.

થોડીવાર એમને-એમ બેઠો રહ્યો. મારુ મગજ સાવ બંધ થઇ ગયુ છે. સવારથી જ મે જરુરથી વધારે ચા પી રાખી છે. હુ માથે હાથ રાખીને મોઢુ નમાવી વીચારતો રહ્યો.

અચાનક જ ફોન “વાઇબ્રેટ” થયો. એક રીંગ વાગી એટલે મને ખબર પડી કે મેઇલ આવ્યો. મે ફોન કાઢયો. મને એમ લાગવા લાગ્યુ હતુ કે કોઇએ મારી સાથે મજાક કરી છે.

એનો જ મેઇલ હતો. મારા નવચેતન મનમા ફરીથી વીચારશક્તિ દોડી ગઇ. એક જ સેકન્ડમા હુ ફરી પેલા જેવો થઇ ગયો.

મારી જગ્યાએ કદાચ બીજો કોઇ માણસ હોય તો આ વાત ને “ફ્રોડ” માની મુકી દેત. આ ઇમેઇલ આઇડી પર એનુ સાચુ નામ લખેલુ નથી. “Email Id” “creative.weirdo@gmail.com” અને “User Name” “Creative Weirdo” છે.

મારે ઇમેઇલ આઇડીને ચેક કરવાની જરુર નથી. મે બે વર્ષ પહેલા જ “Instagram” પર “વેરીફાઇ” કરેલુ છે.

આ યુઝરનેમ મારી સામે આવે અને મને ખબર ન પડે તો મને આ દુનીયામા રહેવાનો કોઇ જ હક નથી. મે મેઇલ ખોલ્યો.

“Hey Anand,
I am so sorry for the late reply. I forget to introduce my name.

Heyaa!
My self “Nirvani Gandhi”. As you already know I m also also Student of Architecture.

“Stranger” is better but you can call me “Nirvani”.

I think evening is honor to meet what you say.

Please reply on whatsapp. Now we don’t need this formality right.

I will text you.

So if you don’t mind you or I contact anyone easily.

Thanks,
Nirvani...!

મને મારી જાત પર વીશ્વાસ નથી આવી રહ્યો. મે સપનામા પણ કયારેય આવા જવાબની આશા નહોતી રાખી. અચાનક જ હુ એટલો રાજી થઇ ગયો. મને ઉછળવાનુ મન થયુ પણ માણસાઇની બીકે હુ અટકી ગયો. હુ સામેથી બધાને ફોન કરી ને જણાવવા માંગુ છુ. પણ વળી એમ થયુ કે કાઇ ખોટુ ન થઇ જાય.

નવ આખી ચાના કપ તો અત્યારે મારી સામે જ પડયા છે. મને લાગે છે કે હુ અચાનક જ નીંદરમાથી જાગી ગયો. મને મારી જાત પર દયા આવે છે. હુ એ વીચારુ છુ કે આટલી ચા કોઇ માણસ કેમ પીવે. પણ પછી પીવા પાછળનુ કારણ મારી સામે આવી જાય છે.

અચાનક જ મને ખુશ થવા માટે એક કરતા વધારે કારણ મળી ગયા.

મે બેગ ઉપાડયુ. “ટોની સ્ટાર્ક” ની જેમ મારી ધુનમા હુ અંદર ગયો. હુ જયારે વધારે ખુશ હોય ત્યારે “ટોની સ્ટાર્ક” ની જેમ “એક્ટીંગ કરતો હોઉ છુ. ક્યારેક “ઇમોશનલ...” હોય તો મને “દેવાનંદ” બનવુ સારુ લાગે છે.

લગભગ બાર વાગયા છે. “ટી-પોસ્ટ” નો માલીક મારો ભાઇબંધ છે. અત્યારે એ હાજર નથી. મે કાઉન્ટર પર જઇને ચાનુ બીલ આપ્યુ. બહાર નીકળીને અચાનક જ મને યાદ આવ્યુ કે હરખ મા ને હરખમા હુ રીપ્લાય કરવાનો તો ભુલી ગયો.

કયારેક મને લાગે કે મારી વધારે દુઃખ અને વધારે ખુશી ની પરીસ્થીતી સરખી જ છે. બેય પરીસ્થીતીમા હુ નીર્ણય લેવામા પાછળ પડતો રહુ છુ. મને કાઇનો સુજ્યુ એટલે સામે કાનામામાની કીટલી દેખાણી.

“ડુબતા ને પાણી શોધવુ ન પડે...” એમ મારા માટે. “આનંદ ને ચા શોધવી ન પડે...” બંધ બેસતુ છે.

હુ “ટી-પોસ્ટ” પાસેથી નીકળી ગયો. જમણે વળીને સીધો કાનામામા ની કીટલી એ ગયો. એક અડધી ચા લીધી. હુ મારા મગજને વારંવાર મજબુર કરી રહ્યો છુ.

મે “મેઇલ ટાઇપ” કરવા માટે ફોન બહાર કાઢયો. “વોટસઅપ” પર કોઇ અજાણ્યા નંબર પરથી મેસેજ આવ્યો. મે ફોન મા “પાસવર્ડ” નાખ્યો. “વોટસએપ” ઓપન કર્યુ અને હુ જોતો રહી ગયો.

એ “ચેટ ઓપન” કરી.

Hey,
Anand...!

Nirvani Here…
I 'm still waiting…”

હુ એક જ વારમા ચા ગટગટાવી ગયો.


(ક્રમશ:)