Kitlithi cafe sudhi - 16 books and stories free download online pdf in Gujarati

કીટલીથી કેફે સુધી... - 16

કીટલીથી કેફે સુધી
આનંદ
(16)

કાનામામાની ચા પણ પુરી થઇ.

“Yahh Anand here” હુ આટલુ જ ટાઇપ કરી શક્યો.

એક વાર ફરીથી વાંચ્યુ કાઇ ભુલ નથી ને... બે-ત્રણ વાર તો “સેન્ડ બટન” પર “ટેપ” કરતા અટક્યો. “ફાઇનલી” મેસેજ “સેન્ડ” કરી દીધો. હુ ફોનને જોઉ છુ. મેસેજ “સેન્ડ” થયા નુ એક “ટીકમાર્ક” આવ્યુ. અને બે-ત્રણ સેકન્ડમા બીજુ “ટીકમાર્ક” આવી ગયુ.

મારુ ધ્યાન સતત એના “પ્રોફાઇલ પીક્ચર” પર જાય છે.

પણ “લાસ્ટસીન” 3 મીનીટ પહેલાનો છે. હુ કપ મુકીને પાછો આવ્યો. ફરીથી જોયુ તો “ટીકમાર્ક” અચાનક જ “બ્લુ” થયુ. “લાસ્ટસીન” ની જગ્યા પર “ઓનલાઇન” લખેલુ આવી ગયુ.

હવે મારા ધબકારા વધતા જાય છે. અત્યાર સુધીની વાત તો પડદા પાછળ થઇ. હવે એક સેકન્ડમા જ રીપ્લાય. મને હવે ખરેખર બીક લાગે છે.

“ઓનલાઇન” થઇ ને તરત જ “ટાઇપીંગ...” મા બદલાયુ.

“I m asking about time” તરત જ મેસેજ આવ્યો.

“Let me guess 4 o clock” મે રીપ્લાય કર્યો.

“Or whatever time you like to hit me” તરત જ મે બીજો મેસેજ કર્યો.

“Ohh god u r to funny” રીપ્લાય આવ્યો.

“Really” મને થોડો જીવમા જીવ આવ્યો.

“Don’t mind I m just joking” એને તરત રીપ્લાય આપ્યો.

“No no it’s okey” મે ઉમેર્યુ.

આ ક્ષણે હુ મારા બધા દુઃખ ભુલી ગયો છુ. હુ બસ એની સાથે વાત કરવા માંગતો હતો. મારી બધી ઇચ્છા આજે પુરી થઇ ગઇ.

“Yah that’s funny right”

“By the way I finding a good tea partner”

“Ohh Buddy looks like u r tea lover”

“Yah”

“Good yaar”

“You don’t like to EAT tea”

“EAT” પછી બે હસતા ઇમોજી આવ્યા.

“I EAT tea sometimes but I always love to go café”

“Sorry I m running late your time is good to meet”

“Yah see you soon”

“Nice to talk to you”

“Me too”

“Bye Mr. Tea , See u soon…”

“Bye Ms. Café, See you at evening”

વાત પુરી થઇ. મને યાદ આવ્યુ કે હુ કાનામામાને ત્યા જ ઉભો છુ. બપોરના કંટાળાજનક “લેકચર” છે. મને ખાસ તો મોટા માણસોની મોટી વાતો સાંભળવી નથી ગમતી.

ચાર વાગવામા તો હજી ઘણી વાર છે. મને થયુ પુજાને ફોન કરુ. મે ફોન કર્યો. પણ એણે ઉપાડયો નહી. મને થયુ કદાચ કોઇ કામ મા હશે. હુ કોલેજ બાજુ ચાલવાને બદલે ઉંધી બાજુ ચાલ્યો.

મને થયુ જુના ભાઇબંધને મળતા આવી. તીરુપતી બાજુ પાછો હાલ્યો. મારા મનને તો હજી રાજી છે. હુ નાનો હતો ત્યારે કોઇ વસ્તુ મેળવીને ખુશ થતો. એટલી જ મજા મને અત્યારે આવી રહી છે. હુ સપનામા પણ ન વીચારી શકુ કે મે કોની સાથે વાત કરી.

હુ મારી જાત સાથે વાતો કરવા લાગ્યો. પહેલી વખત જ્યારે મેસેજ કર્યો હતો ત્યારની અને અત્યારની પરીસ્થીતી સાવ અલગ જ છે.



ઇન્ટર્નશીપના પહેલા રવીવારે હુ મોરબી આવ્યો. બીજા રવીવારે પણ આવવાનો જ હતો. હુ મોરબી આવવાની તૈયારી કરતો હતો.

ત્યા દેવલો નાહીને આવ્યો.

“કયા જાસ...” એ પાછળ આવ્યો.

“મોરબી...” હુ બોલ્યો.

“દર અઠવાડીયે શુ જાવાની મજા આવે તને એલા...”

“ઇ તને નો ખબર પડે...” હુ મજાકના મુડમા જ હતો.

“આ અઠવાડીયે નથી જાવાનુ ના પાડી દે ઘરે ફોન કરીને...” થોડા ઉંચા અવાજે બોલ્યો.

“આયા શુ કામ...મારુ રજાના દીવસે...” કપડાનો થપ્પો સાઇડમા મુકતા કહ્યુ.

“એલા ઇન્ટરન્શીપ કરવા આયવો શુ ભાગાભાગી કરવી તારે...” આ વખતે થોડો ચીડાઇને બોલ્યો.

“ભાઇ હુ કંટાળી ગયો એક વીકમા જ અમદાવાદથી...” હુ થોડો ગુસ્સે થયો.

હુ નક્કી કરીને ગયો હતો કે ત્યા જઇને નવા માણસની જેમ જીવીશ. સંજોગોવસાત તેમ નથી થઇ રહ્યુ. મારે ખોટા સીન-સપાટા કરવા માટે હેકીંગ શીખવુ છે. જેમા મને સફળતા નથી મળી રહી.
મે અથાક પ્રયત્નો કર્યા. દીવસ અને રાત એની પાછળ જાગુ છુ. મારા રુમની બારીના એકેય કાચ મે કોરા નથી છોડયા. બધા કાચ પર હેકીંગના “કોડીંગ” અને “ડીકોડીંગ” લખ્યા છે. અત્યારે હુ મગજના એવા સ્ટેજ પર છુ કે નથી આગળ વધી શકુ એમ કે નથી પાછો વળી શકુ એમ. બેય બાજુ મારુ જ નુકશાન છે.

“એલા હજી તો બે અઠવાડીયા થયા એમા થાકી ગયો. છ મહીના કાઢવાના બાકી છે હજી તો…”

“એવી વાત જ નથી ભાઇ...”

“હુ કેદીનો રાહ જોતો તો કે તુ આવ અટલે રખડવા જાહી કયાંક. આગલા અઠવાડીયે ય તુ વયો ગયો તો આ અઠવાડીયે જાવાનુ નથી થાતુ. તારે ફોન કરવો હોય તો કરી દે ઘરે...” અત્યારે એના અવાજમા કાઇ અલગ જ ખુમારી છે.

એણે ઘણી આનાકાની કરી. છેલ્લે હુ માન્યો તો ખરો. હુ ઘરે ફોન કરવા માટે રુમની બહાર આવ્યો. ફોન પતાવીને અણધારેલા મને હુ પાછો રુમમા આવ્યો. અભય લંબાવીને સુતો છે. દેવલા પાસે ફોનમાથી બહાર જોવા માટે ટાઇમ નથી.

મને રુમમા આવતો જોઇને “ શુ થયુ કીધુ કે નય...”

“ના એલા હુ જાઉ જ છુ સાંજે...” મે મજાક કરવા માટે કીધુ.

“એલા એય આટલો ભાવ તો કોઇ છોકરીયુ ય નો ખાય...” ઉદાસ મોઢા સાથે બોલ્યો.

“કી હો રહા હે ભાઇ પેકીંગ-વેકીંગ કહા નીકલ લીયે...” અચાનક જ ઉભો થઇને અભય બોલ્યો.

“મોરબી જા રહા હુ...”

“અબે અગલે સન્ડે તો ગયા થા...”

“ફીર ભી જા રહા હુ...”

“રેવા દે ને ભાઇ...” દેવલો એક પછી એક વાર એની એ વાત બોલ્યે જાય છે.

“નથી જાતો ભાઇ...”

“તો વાંધો નહી...”

“બાકી બેગ સંતાળવાનુ પ્લાનીંગ કયરુ તુ...”

“પણ જવાનુ કયા કાલ એ તો બોલ...”

“સવારમા હેરીટેજ વોલ્કમા જાવુ...”

“એમા શુ હોય...”

“જુનુ સીટીને આખુ અમદાવાદ કેમ બયનુ ને ઇ દેખાડે. એનો માણા હાયરે આવે. આપણે જાય એલા તુ જો જે ને મજા આવશે.”

“સારુ હાલ વાંધો નય...”

“અને આજ સાંજે જાવુને કબીરસીંઘ જોવા...” છેલ્લા ત્રણ દીવસથી એકની એક વાત પકડીને બેઠો છે. મને હીન્દી પીકચરો માથી રસ ઉઠી ગયો છે. એટલે એની વાતને હુ ટાળ્યે જાઉ છુ. પણ આજે લાગે છે પરાણે જાવુ જ પડશે.

“હાલ ને જોયુ જાય...” મે દાંત કાઢતા કહ્યુ.

“જો આજ વાંધો તારો કોઇ દી કોઇ વાતની પુરી ખબર જ નો હોય...” એણે નીસાસો નાખ્યો.

“સાલે કયા બોલતે રહેતે હો પુરા દીન કુછ સમજ હી નહી આતા. કોઇ મીલ ગયા કે જાદુ...કુછ સમજમે આયે એસા બોલો ના...કમીનો...” અત્યાર સુધી એ અમને બેયને જોઇને મજા લઇ રહ્યો હતો.

“કબીરસીંધ દેખને જાને વાલે હે આના હે કયા...” એ ડોઢડાયા એ એનેય પુછી લીધુ જયારે મારો એ પાગલ સાથે જવાનો કોઇ ઇરાદો નથી.

“નહી યાર અભી તો ઓફીસ જાઉંગા. થોડા સા કામ હે. દોપહર કો શુઝ ખરીદને જાના હે. અચ્છા યે તો બતાઓ અચ્છે વાલે બ્રાન્ડેડ શુઝ કહા પે મીલેંગે.” એકદમ ગંભીર થઇને એણે પુછયુ.

“એક તો પહેલે આલ્ફાવન મોલ મા ચલે જાવો. વહા પે સ્કેચરસ...પુમા...એડીડાસ...એસે સબ મીલ જાયેંગે. બાદમા ઇસ્કોન હેને યા ચલે જાઓ યા પુમા કા સ્ટોર છે...” દેવલાનુ હીન્દી સાંભળવાની મજા જ અલગ છે. એમા નથી પુરુ હીન્દી કે નથી પુરુ ગુજરાતી. બેયને ભેગુ કરીને એણે કાઇક જુનાગઢની નવી જ ભાષા બનાવી છે.

એ બેય લમણા લઇ રહ્યા છે. મારો ઓફીસનો ટાઇમ થઇ ગયો છે. હુ રસ્તા પર ચા પીવા જેટલો ટાઇમ બચાવી નીકળી ગયો.

“હેરીટેજ વોલ્ક” મા જાવુ જ છે એ દેવલા સાથે “કનફર્મ” કર્યુ. એમાય ત્રણ અલગ પેકેજ છે.

બ્રેકમા દેવલાને પાછો ફોન કર્યો.
“એક ખાલી વોલ્કમાટે...”
“બીજામા વોલ્કની સાથે અમદાવાદની બહુ જુની હોટેલમા નાસ્તો એના તરફથી છે...”
“ત્રીજુ એન.આર.આઇ માટે છે...”

“બીજી કરાવી દય શુ કેવુ...” દેવલો બોલ્યો.

“વાંધો નહી...”

“એક મીનીટ કેટલા રુપીયા છે...”

“અઢીસો...ઓલા ના એકસો પચાસ...”

“કરી નાખ બીજી જોયુ જાય...થઇ જાય એટલે મને મેસેજ કરજે...”

“વાંધો નહી હાલ...”

મે બે ટીકીટ બુક કરાવી દીધી. એ સાંજનુ કબીરસીંઘનુ પુછતો હતો. “સાંજે જોયુ જાય...” કહીને મે ટાળ્યુ.

સાંજે હુ રુમે પહોચ્યો. દેવલો બપોરનો આવી ગયો. શનીવારે એને અડધો દીવસ હોય છે. રાતે અમે જમીને પાછા આવતા હતા. ત્યા બાજુના રુમનો દરવાજો અડધો ખુલ્લો હતો. ત્યાથી દેખાયુ કે અભય અંદર જ બેઠો છે. હુ અંદર ગયો મે એને ચા પીવાનુ કીધુ.

બહાનુ કાઢીને એણે ના પાડી. ત્યા દેવલો આવ્યો. અભયની સાથે એક ગંભીર દેખાતો માણસ બેઠો છે.

“ચાય પીને જાના હે...” મને ઓળખતો ન હોવા છતા એણે મને પુછયુ.

“હા...” મે હાથ મીલાવીને મારા વીશે કહ્યુ.

“હાય હીમાંશુ...” એણે પોતાનુ નામ કીધુ. એ ઉભો થયો અને એના પગ પર પડેલી બુકો બાજુ પર કરી. એ કાઇક શોધવા માંડયો.

ટેબલ પરથી ચાવી લઇને એ ઉભો થયો.

“ચલ ચલતે હે...”

“કહા...”

“ચાય પીને...” મારા ખભે હાથ રાખીને મને સાથે લઇ ગયો.

મે કહ્યુ હાલીને જઇ આવી. તોય એણે પાર્કીંગમાથી “સેન્ટ્રો” કાઢી અને મને ચાવી આપી બહાર આવી ગયો “ચલ અબ ચલા તુ હી...”

મે બે-ત્રણ વાર ના પાડી ત્યારે એ માન્યો. ગાડીમા જોરથી ગીતો વગાડતા અમે નીકળી પડયા ચા પીવા માટે.

(ક્રમશ:)