Vivah Ek Abhishap - 18 books and stories free download online pdf in Gujarati

વિવાહ એક અભિશાપ - ૧૮

આગળ આપણે જોયુ કે વિક્રમ સવા ત્રણ વાગે ઘરે પાછો ફર્યો ત્યારે એેને અદિતિની ચીસ સંભળાઇ જે સ્ટોર રુમ તરફ થી આવી હતી .મિહિર અને વિક્રમે સ્ટોર રુમ નો દરવાજો તોડ્યો તો જોયુ કે મોન્ટી અદિતિ પર રેપ કરવા નો પ્રયત્ન કરી રહ્યો હતો .એ જોઇને વિક્રમ અને મિહિર બંને મોન્ટી ની ધોલાઇ કરે છે.વિક્રમ મોન્ટી ને જાન થી મારી નાખવાની ધમકી આપે છે.દુર્ગા દેવી એને સવાર થતા ગામ છોડી ને જવાનો હુકમ કરે છે .બીજા દિવસે ઘર ની પાછળ આવેલા વાડા માંથી મોન્ટીની લાશ મળે છે એ જોઈ મિહિર સહિત બધા વિક્રમ પર શક કરવા લાગે છે.હવે આગળ...
****************************************
મોન્ટીની હત્યા થઇ છે એ સાંભળતા જ એના માતા પિતા તાબડતોબ અહિંયા પહોંચી ગયા .એમનો હૈયા ફાટ વિલાપ સહન ના થઇ શકે એવો છે .ચંદનગઢ માં નવા ટ્રાન્સફર થઇ ને આવેલા બાહોશ ઇન્સ્પેક્ટર અમર સિન્હાએ પોતાની ટીમ સાથે આવીને તપાસ ચાલુ કરી દીધી .
ઇન્સ્પેક્ટર અમરે બધાને પુછ્યું કે એમણે લાશને ક્યારે જોઇ .મિહિર ને પુછતાછ કરતા એણે કહ્યું ,"મોડી રાતે મોન્ટીએ અદિતિ સાથે જબરદસ્તી કરી ત્યારે વિક્રમે મોન્ટી ને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી એ પછી અમે બધા સુવા જતા રહ્યા મારી આંખ જરા મોડા ખુલી હતી અને જ્યારે હું નહાવા ઉઠ્યો ત્યારે મોન્ટી અને વિક્રમ બંને એકસાથે રુમ માંથી ગાયબ હતા અને પછી જ્યારે હું નાસ્તો કરવા આવ્યો ત્યારે મને મોન્ટી ની હત્યા થયાની જાણ થઇ."
"પણ સર એ સમયે હું છત પર યોગા કરવા ગયો હતો."
"આટલી ઠંડી માં કોઈ છત પર યોગા કરવા જાય એ વાત માન્યામાં આવે એવી નથી ."મિહિરે કહ્યું .
"વિક્રમ સાહેબ સાચુ કહી રહ્યા છે જ્યારે એ જતા હતા ત્યારે મે જોયુ હતુ."એમ એક નોકરે આવી કહ્યું .
એ પછી ઇન્સ્પેક્ટર અમરે લાશ ની સ્થિતિ પરથી અંદાજ લગાવ્યો અને કહ્યું ," મોન્ટીની હત્યા ને ત્રણ થી ચાર કલાક થયા લાગે છે.અને તમારા હિસાબે જ્યારે વિક્રમ અને મોન્ટી બે ય એકસાથે રુમ માંથી ગાયબ હતા એ લગભગ અડધા કલાક પહેલાની વાત છે એટલે વિક્રમે એ સમયે એની હત્યા કરી હોય એ શક્ય નથી.એના પહેલા કરી હોઇ શકે. સારુ ,અત્યારે તો ચોક્કસ ના કહી શકાય કે કોણે ખુન કર્યું છે પણ કાન ખોલી ને ઼સાંભળી લો અહિયાં ઉભેલા બધા જ લોકો મને જાણ કર્યા વગર કોઇ ગામ છોડી ને નહિ જાય.અને જો જવાનો પ્રયત્ન કરશે તો હું એને પાતાળમાંથી ય ગોતી કાઢીશ.બાકી ની જાણકારી પોસ્ટમોર્ટમ રિપોર્ટ પરથી મળી જશે .અને કાતિલ ગમે એટલો શાતિર કેમ ના હોય કોઈ ને કોઈ ભુલ તો કરી જ દે છે એ ભુલ જ એના પકડાવા નું કારણ બનશે"
એમ કહી ને મોન્ટી ની બોડી ને પોસ્ટમોર્ટમ માટે પોતાની સાથે લઇને પોતાની ટીમ સાથે રવાના થાય છે.મોન્ટી ના માતાપિતા પણ એમની સાથે જ ગયા.મને થોડી હાશ થઇ કે ઇન્સ્પેક્ટરે મારી વાત માની નહિ તો આ મિહિર તો મને અત્યારે જ ખુની સાબિત કરી દેત.
બધા પોતપોતાના કામે વળગ્યા.અદિતિ બહુ ડરેલી લાગતી હતી .મે એના રુમ માં જઇ એને સાંત્વના અને હિંમત બંધાવી .ત્યાં પુજા પણ આવી એના ચહેરા પરથી એ પણ ડરેલી અને ગભરાયેલી લાગતી હતી .એ મને કંઇક કહેવા માગતી હતી પણ અદિતિ ની સામે નહિ એવું એના ઇશારા પરથી લાગતુ હતુ .એટલે હું પુજા ને હિંમત આપવા અને એની વાત સાંભળવા એની સાથે એના રુમ માં ગયો.
ત્યાં પુજા મને અચાનક ભેટી પડી અને બોલી,"વિક્રમ,મને બહુ ડર લાગે છે આપણે આજે જેમ બને એમ અહિં થી જતા રહીએ. આ અદિતિ નું ઘર છે એને રહેવું હોય તો ભલે રહે એની મા જોડે.પહેલા તો મને આ શ્રાપ વાપ બધુ બકવાસ લાગતુ હતુ પણ મોન્ટી ની લાશ જોયા પછી મને ય લાગે છે કે એ શ્રાપિત છે.જો ને મોન્ટી એ એની સાથે જબરદસ્તી સંબંધ બનાવવા નો પ્રયત્ન કર્યો તો એની કેટલી ક્રુરતા થી હત્યા થઇ ગઇ.. તું અને હું જો એની આસપાસ રહીશું કે એની મદદ કરવાનો પ્રયત્ન કરશું તો એ આત્મા આપણ ને ય નહિ છોડે ઇન્સ્પેક્ટર ને તો મારા પપ્પા હેન્ડલ કરી લેશે તુ પ્લીઝ મારી વાત સાંભળ.આપણે અહિં થી જતા રહીએ."
પુજા ને ગુસ્સામાં પોતાના થી દુર કરતા મે કહ્યું,"કેવી વાત કરે છે તુ?અદિતિ ને આ મુસીબત માં એકલી મુકીને જતા રહી એ.તારે જવુ હોય તો જઇ શકે છે પણ એવો કાયર હું નથી ."
"પ્લીઝ ,મારી વાત માની જા વિકી.તારી સાથે જીવવા માગુ છું .તું અદિતિ ની ચિંતા ના કર .એ લગ્ન નહિ કરે તો એને કંઇ જ નહિ થાય .પણ તું એની મદદ કરવા જઇશ તો એ આત્મા તને પણ નહિ છોડે .અને હું તારા વગર નહિ જીવી શકું.પ્લીઝ, મારી સાથે ઘરે ચાલ."
"જો તું મારી ચિંતા ના કર .તારે જવું હોય તો જઇ શકે છે .હું તને નહિ રોકુ."
"ના હું તારા વગર નહિ જઉં .તારે મારી સાથે આવવું જ પડશે.નહિ તો હું પણ નહિ જઉં ."પુજાએ લગભગ વિક્રમ નો હાથ ખેંચી લઇ જવા નો પ્રયત્ન કર્યો પણ વિક્રમ પોતાના સ્થાન પરથી હલ્યો ય નહિ એણે હાથ છોડાવી દીધો.અને કહ્યું ,"આઇ એમ સોરી પુજા હું નહિ આવું"
"તું એ અદિતિ માટે આપણા બંને ના જીવને જોખમ માં કેમ મુકે છે?આજે અદિતિ તારા માટે કેમ આટલી ઇમ્પોર્ટન્ટ થઇ ગઇ છે?"
"પણ મે તને ક્યાં ના પાડી છે કહ્યું ને તારે જવું હોય તો જા .!"
"વાત બદલીશ નહિ .મારા સવાલ નો જવાબ આપ અદિતિ તારા માટે કેમ આટલી મહત્વની થઇ ગઇ?ક્યાંક એવું તો નથી કે તું એના માટે કંઇક અલગ ફીલ કરવા લાગ્યો છે?"
"વિક્રમે પીઠ ફેરવી લઇ ને કહ્યું ,"એવું ઼કંઇ જ નથી ."
"એવું હોય તો પીઠ ફેરવી ને કેમ બોલે છે સામે નજર મેળવીને બોલ ને.આમે ય કોઈ માત્ર દોસ્ત માટે થઇ ને પોતાનો જીવ જોખમ માં ના નાખે .તારા મનમાં ચોર છે જ "
વિક્રમ આગળ કંઇ જ ના બોલ્યો એટલે પુજાએ કહ્યું ,"કેટલાય દિવસો થી હું નોટ કરતી જ હતી કે અદિતિ અને તારી ફ્રેન્ડશીપ કંઇક વધારે પડતી ક્લોઝ થતી જાય છે પણ તો ય મનમાં હતું કે તું મારી સાથે આવું નહિ કરે.પણ કેવી મુર્ખ હતી બધું સામે જોઇ ને ય નજર અદાજ કરતી રહી.પણ હવે બધું જ ક્લીયર છે તે મને ચીટ કર્યુ છે દગો આપ્યો છે અને એ બદલ હું તને ક્યારેય માફ નહિ કરું "એમ બોલી રડતી રડતી જતી રહી.વિક્રમ એને રોકવા જતો હતો પણ કંઇક વિચારી ને અટકી ગયો.
***********************************
રાત ના આઠ વાગ્યા ત્યારે બધા જમવા આવ્યા .કોઈ ના ગળેથી કોળિયો નહોતો ઉતરતો .બધા જમવાનું નામ પાડીને ઉભા થઇ ગયા.અદિતિ દુર્ગા દેવીના રુમ માં જ્યારે બાકી બધા પોતપોતાના રુમ માં જઇ સુઇ ગયા.
*********************************************
સવારના આઠ વાગ્યે બધા નહાઇ ધોઇ ડાઇનિંગ ટેબલ પર આવી ગયા સિવાય કે પુજા.દુર્ગા દેવી એ કમલા ને એના રુમ માં બોલાવા મોકલી પણ એ ત્યાં નહોતી પછી તપાસ કરતા ખબર પડી એ આખા ઘરમાં ક્યાંય નહોતી .સ્ટોર રુમ પણ ખોલી ને તપાસ કરી એ ત્યાં પણ નહોતી .હવે બધાને એની ચિંતા થવા માંડી કે રાતોરાત એ ક્યાં ગાયબ થઇ ગઇ.હવે ઘરની બહાર ગામ માં તપાસ કરવા માણસો ને દોડાવ્યા પડ્યા.
સાંજ પડવાની તૈયારી હતી ત્યાં એક માણસ ખબર લાવ્યો કે નદી માંથી એક યુવતી ની લાશ મળી છે.બધા ત્યાં દોડતા ગયા જઇ ને જોયુ તો બધા ને આઘાત લાગ્યો કેમ કે એ પુજા ની જ લાશ હતી .
********************************************
મોન્ટી ના ખુન થયા ના બીજા દિવસે પુજા ને પણ કોઈ એ મારી નાખી .પણ કોણે?કોણ છે જે એક પછી એક બધાની હત્યા કરે છે ને શાંતિ થી તમાશો જોવે છે કોણ છે ઘર નો કોઇ નોકર,અદિતિ ,મિહિર કે પછી દુર્ગા દેવી ?અદિતિ પર લાગેલો શ્રાપ દુર થશે કે નહિ ? અને થશે તો કેવી રીતે ?જાણવા આગળ વાંચતા રહો .વિવાહ એક અભિશાપ