Emporer of the world - 1 books and stories free download online pdf in Gujarati

Emporer of the world (જગતનો સમ્રાટ) - 1

તમામ વાંચકોને મારા નમસ્કાર 🙏. ઘણા સમયથી માતૃભારતી સાથે જોડાયેલ છું અને એક રીતે કહું તો વાંચનનો શોખ અહીંયા આવિયા પછી ખૂબ જ વધી ગયો એટલે જ user name JD the reading lover રાખ્યું છે. આ મારો સ્ટોરી લખવાનો પ્રથમ અનુભવ છે, તો જોયે કેવો અનુભવ રહે છે.

--------***--------*****--------***--------*****--------***---

(હાલનો સમય)

સમગ્ર વિશ્વ તેને જોઈને આશ્ચર્ય અને અચંભિત અવસ્થામાં છે. તેના મુખ પર રહેલ તેજ જાણે સ્વયંભૂ દેદીપ્યમાન ભગવાન સૂર્યનું પ્રતિરૂપ. આંખો આત્મવિશ્વાસથી ભરપૂર, ચેહરા પર એક હલકી મુસ્કાન જાણે ક્ષિણસાગર નિવાસી ભગવાન વિષ્ણુની ધ્યાનાવસ્થા અને ઇરાદાઓ એવા અડગ જેની સામે હિમાલયે પણ જુકવું પડે.

શરીર એવું જાણે ઇન્દ્રનું વજ્ર જેને નષ્ટ કરવું દુનિયાના કોઈપણ વ્યક્તિ કે હથિયાર માટે સંભવ નથી. વર્ષોનો અથાક પરિશ્રમ, વિદ્યાપ્રાપ્તિ, યુદ્ધવિદ્યા અને વર્ષોની તપસ્યા પછી એ જાણે સાક્ષાત મહાદેવનો અંશ સમો તૈયાર થઈને આજે જગત સમક્ષ આવ્યો હતો. આ વ્યક્તિ બીજું કોઈ નહિ પરંતુ આપણી આ વાર્તાનો નાયક "જગતનો સમ્રાટ"

#####*********######*********######

(Story વિશે થોડી માહિતી)

કોણ છે આ જગત સમ્રાટ ? સવાલ થવો સ્વાભાવિક છે. પણ જો અત્યારે જ એના વિશે બધુ જણાવીશ તો જે યાત્રા પુરી કરીને આપણો નાયક જગતનો સમ્રાટ બન્યો છે એ વ્યર્થ જશે. અત્યારે માત્ર તમને માત્ર એટલું જ કહીશ કે આપણો નાયક તમારી અને મારી જેમ સામાન્ય માણસ જ છે. જેનું જન્મનું નામ અલગ હોય છે અને સમ્રાટ બનશે ત્યારે એનું નામ અલગ હશે..

આશ્ચર્ય થયું ? જી હા, એ તમારી અને મારી જેમ એક સામાન્ય વ્યક્તિ જ છે, અને કેવી રીતે તે દેવો સમાન તેજસ્વી, જ્ઞાની અને શક્તિશાળી બને છે તે જ મારી સ્ટોરીનો મુખ્ય ભાગ રહેશે. સૌ પ્રથમ આપણે જોઈશું આપણા સમ્રાટના માતા-પિતા ના જીવન વિશે સંક્ષિપ્તમાં, ત્યારબાદ સમ્રાટનો જન્મ, એનુ જીવન અને ત્યાર પછી તેની નિયતિ જે તેને સમ્રાટ બનવા તરફ લઈ જશે. તો શરૂ કરીએ આ કથા...

======×××=====×××××======××××=====

(મુખ્ય નાયકના માતા-પિતાની ઓળખ અને જીવન)

ગુજરાતના એક મધ્યમ વર્ગના પરિવારના પુત્ર બીનીતભાઈ પાંચ ભાઈ બહેનમાં બીજા નંબરે છે. મોટા ભાઈના લગ્ન થતાની સાથે જ અલગ થઈ જવાથી બીનીતભાઈને પોતાનું ભણતર અધૂરું મૂકવું પડ્યું અને પિતા ઈશ્વરભાઈને આર્થિક સહાયતા કરવા માટે એક નાની નોકરી કરવા લાગ્યા... (બીનીતભાઈ એટલે આપણા મુખ્ય નાયકના પિતા)

જયારે બીજી બાજુ એવી જ પરિસ્થિતિમાં રમીલાબેન ત્રણ ભાઈ બહેનમાં સૌથી મોટા પોતાના માતા-પિતા સાથે ખેતી કામ કરીને જીવન જીવી રહ્યા છે. રમીલાબેન તેમના માતા-પિતા તથા બે કાકા-કાકી અને તેમના સંતાનો સાથે સામુહિક પરિવાર સાથે રહે છે.
(રમીલાબેન એટલે મુખ્ય નાયકના માતા)

બીનીતભાઈ 10મું ધોરણ પાસ કરી પિતાને મદદરૂપ થવા નોકરી કરે છે સાથે સાથે પિતાના સમજાવાથી short term ડિપ્લોમા કોર્ષ પૂર્ણ કરે છે અને ટેક્સટાઇલ ક્ષેત્રમાં સારી નોકરી મેળવે છે અને પોતાના નાના ભાઈઓને પણ ભણવામાં તથા તેમના કરિયરમાં સેટ થવામાં મદદરૂપ થાય છે.

બીજી બાજુ રમીલાબેન જે તેમના સામુહિક પરિવાર સાથે રહે છે ત્યાં તેમના કાકીઓ વચ્ચે અણબનાવ થવાથી તેમણે તેમના માતા પિતા અને બે નાના ભાઈઓ સાથે ઘર છોડીને બીજે નવેસરથી જીવનની શરૂવાત કરવા જવું પડે છે.

બંને પરિવારોએ શરૂવાતના થોડા વર્ષો ખૂબ સંઘર્ષમય રીતે વિતાવેલ છે અને આગળ જતાં આ રીતે વિતાવેલ સમય આપના નાયકના જીવનમાં ઘણું મહત્વપૂર્ણ ભાગ ભજવશે.

ઈશ્વરભાઈ તેમની પત્ની શાંતા સાથે રમીલાબેનના ગામ માં લગ્ન પ્રસંગે આવ્યા હોય છે જ્યાં તેમને રમીલાબેન નો પરિચય થાય છે.

(ક્રમશ)