Dill Prem no dariyo che - 18 books and stories free download online pdf in Gujarati

દિલ પ્રેમનો દરિયો છે - 18

એક પછી એક જજની એન્ટ્રી થઈ રહી હતી મંચ પર. તેમાં સૌથી પહેલા શ્રેયાએ એ મંચ પર કદમ મુકયો ને તેની સીટ પર જ્ઈ બેસી ગઈ. ત્યાર પછી, મૌલિક ને રીયા ને છેલ્લે મહેર...બધા પોતાની સીટ પર જ્ઇ બેસી ગયા. જજ વચ્ચે થોડીક મોજ મસ્તી થયા પછી પહેલા કોન્ટેસ્ટેડ ને બોલાવામાં આવ્યો ને તે હતો એક છોકરો... તેના સુદર અવાજમાં તેને ગીત ગાયું. એમ એક પછી એક બધા આવવા લાગ્યા. બધા એ પોતાનો પરિચય આપ્યો ને એક સરસ ગીત ગાય પોતાની સીટ પર બેસી જતા.

પરીનો નંબર આવતા તે મંચ પર આવી. ખુલ્લા હેર, બ્લેક ટીશર્ટ ને વાઈટ પેન્ટ તેની ખુબસુરતીમાં વધારો કરતું હતું. પહેલાં તો તેને અહીં કદમ મુકતા જ આ મંચની ચારે બાજુ નજર ફેરવી જોઈ. આટલા મોટા મંચ પર, ચાર ચાર જજની હાજરી, બીજા કોન્ટેસ્ટેડ, મ્યુઝિકલ, ને લાઈવ કેમેરામાં દેખાતો તેનો ચહેરો. થોડીવાર માટે તે એકદમ સ્થિર બની આ બધું જોતી રહી. લાઈટ કેમેરાની સાથે મ્યુઝિક શરૂ થયુ ને તેને ગાવાનું શરૂ કર્યું.

(પલ પલ પલ પલ હર પલ હર પલ
કેસે કટેગા પલ હર પલ હર પલ)

તેના શબ્દોના આ સુર આખા આ મંચ પર ગુજી ઉઠયો. ચારો જજ એક સાથે ઊભા થયાને પરીના આ અવાજને વધાવવા લાગ્યાં

"રીયલી પરી, તુમ્હારે અવાજમે જાદુ હૈ તુમ ઈતના ઈચ્છા ગાના કેસે ગા શકતી હો."

" રીયા, લગતા હૈ તુમે જલન હો રહી હૈ....કોઈ તુમસે આગે નિકલ રહા હૈ.... " મૌલિકે રીયાની થોડી મજા લેતા કહ્યું.

"નો.... મુજે કોઈ જલન નહીં હો રહી હો... પર આજ તક ઈતના અચ્છા કીસીને નહીં ગાયા. જીતના ઈસ લડકીને ગાયા."

"થેનક્યું મેમ.. થેન્કયું સર.... "

"પરી અહીં સબને અપને બારેમે કુછ બતાયા ક્યા તુમ સબકો અપને બારેમે કુછ નહીં બતાવોગી...??" મહેરનું આમ પૂછવું પરીને થોડું અજીબ લાગ્યું. પણ તે અત્યારે એક જજ હતો.

"મેરે પાસ અભી બતાને કે લીયે કુછ નહીં હૈ, જબ વક્ત આયેગા તબ મે ખુદ બતાવુગી." આટલું બોલતા જ તેની આખોમાં આસું આવી ગયા.

"કયું મહેર સબકે સાથ જબરદસ્તી કરતે રહેતે હો. ઉસે અપનેબારેમે નહીં બતાના હૈ તો વો નહીં બતાયેગી. પરી તુમ ટેશન ના લો અબ તુમ મેરે ટીમમે હો... " શ્રેયા પરીને રડતી જોઈ તુરંત જ પોતાની સીટ પરથી ઊભી થઈ પરી પાસે ગઈ.

"શ્રેયા, એ કયા....પરી તુમે જીસકી ટીમમે રહેના હો ઉસકી ટીમમે રેહ સકતી હો.. રુકો મે ભી તુમ્હારે પાસ આતી હું" રીયા પણ પરી પાસે ગ્ઈ.

"અબ કહો, તુમ કિસકે ટીમમે રહેના પસંદ કરોગી મેરે આ શ્રેયા કે...?? " પરી બંનેને જોતી રહી. તેમના માટે આ કામ થોડું અઘરું હતું.

"સોરી.... મેમ, મે આપ દોનોકી ટીમમે નહીં રહેના જાતી મે......"

"તો ફિર..... " શ્રેયા અને રીયા બંને એક સાથે બોલી પડી.

"મે.... મૌલિક સર કી સાથ.... "

"દેખા શ્રેયા, તુમ વાહા તક ગ્ઈ ઓર વો મેરે કુછભી ના બોલને પર મેરે પાસ આ્ઈ"

"મૌલિક સર, એ મત ભુલિયે કે આપ મેરી ટીમમે હો... " આ બધાની ચાલતી મજાક વચ્ચે મહેર એકદમ ચુપ હતો. તેને પરીનો આ હસ્તો ચહેરો થોડો ખામોશ લાગતો હતો. શાયદ તે પરીને ટીમમાં રાખી શકે પણ તે તેની કમજોરી બનવા નહોતો માગતો.

"આપ, લોગોકા હો ગયા હો તો હમ આગે કી કોન્ટેસ્ટેડ બુલાયે"

"હા..મહેર, હમ સમજ શકતે હૈ તુમારી ભાવના.. તુમે પરી ના મીલી ઈસલીયે અપસેડ હો.... " મહેરને આ વાતનું થૌડું વધારે ખોટું લાગ્યું પણ તેમને કંઈ ન બોલતા બીજી કોન્ટેસ્ટેડ બોલવી લીધી.

આજનો પહેલો દિવસ પુરો થયો. કાલે એક નવા ગીત સાથે તેમને ફરી આ મંચ પર હાજર થવાનું હતું. આજે ખાલી લોકોને તેમની ઓળખાણ બતાવવાની હતી. ખરેખર તો કોમ્પિટિશન કાલથી શરૂ થવાનું હતું.

પરી ધરે આવી. ટીવી પર હજુ પણ તેનું લાઇવ કાસ્ટ ચાલતું હતું. તે અંકલ આન્ટી પાસે જ્ઈને બેસી ગઈ. આજનું આ પર્ફોર્મન્સ સુપર હતું તે જોઈને અંકલ આન્ટીએ પણ તેમને બંધાઈ આપી. થોડીક વાતો કર્યા પછી તે તેના રૂમમાં ગઈ. મહેર હજુ ઘરે આવ્યો નહોતો. રાત થઈ ગઈ હતી ને પરી ને નિદર પણ આવતી હતી. પણ જયાં સુધી મહેરને તે ના મળે ત્યાં સુધી તે શાંતિથી સુઈ નહોતી શકવાની. થોડીવાર થતા મહેર પણ આવ્યો. આવીને તે સીધો જ પરીના રૂમમાં ગયો.

"સોરી, પરી મે બધાની સામે તને તારા વિશે પુછી લીધું..પણ... "

"મને ખોટું નથી લાગયું. મહેર, ત્યાં મંચ પર તું એક જજ છે ને અને હું કોન્ટેસ્ટેડ. ત્યાં આપણા વચ્ચે કોઈ સંબંધ ના રહે. એટલે તું બધા સવાલો મને ત્યાં પુછી શકે છે."

" આજે તું ખુશ છે...આ્ઈ મીન મને એવું લાગ્યું કે તું ત્યાં અંદરથી ખુશ ના હતી."

"હા, પણ તને કેવી રીતે ખબર પડી કે હું અંદરથી ખુશ નથી." મહેરે કંઈ જ જવાબ ના આપ્યો તે પરીના ચહેરા સામે જોતો રહયો. પરીએ પણ બીજો કોઈ સવાલ ના કર્યો તે પણ મહેરને જોતી રહી. આખથી આખ મળી ને બધું જ સમજાય ગયું એમ બંને એકબીજામાં ખોવાઈ ગયા.

"સોરી, ગુડ નાઈટ" આટલું બોલી મહેર તેની રૂમમાં જતો રહયો. ને પરીએ તેનો દરવાજો બંધ કરી બેડ પર સુધી. નિદર તો મહેરના વિચારો સાથે જ ચાલી ગઈ હતી. બંને અલગ અલગ રૂમમાં હોવા છતા પણ વિચાર બંનેના એક જ હતા. બંને એકબીજા વિશે વિચારતા હતા. આ શું થ્ઈ રહયું છે. તે બંનેમાંથી કોઈ કંઈ જ સમજતું ના હતું. શાયદ આ પ્રેમ છે પણ વિચારો વચ્ચે તે કંઈ સમજવા અસમર્થ છે. પથારીમાં સુતા સુતા ન જાણે કેટલા વિચારો બંનેની નિદરને ભગાવી રહયા હતા. પરીને નિદર ના આવતા તે બાલકનીમાં આવીને ઊભી રહી.

ચાંદ ની ચાંદની આજે પુનમની રાત બની આખી ખિલેલ હતી. આકાશમાં રોશનીની મહેફિલ જામી હતીને પરીના અહેસાસની તેના દિલમાં પહેલી કિરણ પડતી દેખાય રહી હતી. બીજી બાજુ મહેરને પણ નિદર નહોતી આવતી. તે પણ બાલકનીમા આવી ઊભો રહયો. બંનેની વચ્ચે એક દિવાલ ઊભી હતી છતાં પણ કેટલી વાતો થઈ રહી હતી અહીં.

અંધારામાં આખો રસ્તો શાંત હતો ,ખાલી પરી અને મહેરના સંગીત સિવાય. બે અલગ અલગ બાલકનીમાં એક જ ગીત ગવાય રહયું હતું. મહેરના સુરની સાથે પરીના સુર મળી રહયા હતા. અહેસાસની સાથે ધબકતું દિલ સંગીતના સુરને રેલાવી રહયું હતું. બંનેના અવાજના કારણે આ રાત રંગીન બની રહી હતી ને આખું આકાશ તેની મહેફિલમાં સામેલ થઈ ગયું હતું.

પ્રેમની લાગણી અહેસાસ બની ખીલી ઉઠી હતી. પણ બંનેના વિચારો હજુ ત્યાં જ સ્થિર હતા કે આ ખાલી આભાસ છે બીજુ કંઈ નહીં.

♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥
આજનો આ દિવસ તો પરી માટે સારો રહયો પણ શું કાલે પણ તે બધાના દિલ જીતી લેશે.....???શું પરીને આવી રીતે આટલા મોટા મંચ પર ગાતા જોઈ તેનો પરિવાર ખુશ થયો હશે....??શું તેનો પરિવાર પણ પરિને સાભળતો હશે....??ધીમે ધીમે થઈ રહેલો આ પ્રેમનો અહેસાસ બંનેના જીવનમાં શું નવું લઇ આવશે તે જાણવા વાંચતા રહો દિલ પ્રેમનો દરીયો છે..... (ક્રમશઃ)

Share

NEW REALESED