Kitlithi cafe sudhi - 29 books and stories free download online pdf in Gujarati

કીટલીથી કેફે સુધી... - 29

કીટલીથી કેફે સુધી
આનંદ
(29)

‘Now finally I ‘m going to meet her…' હુ મનમા બોલ્યો.

‘આજે કા તો લાઇફ ટાઇમનો રીલેશનશીપ બનશે...નહીતર અફસોસ કરવામા મારી આખી લાઇફ નીકળી જવાની...”

‘લાઇફમા એકવાર તો એને મળીશ...’ આજ કમીટમેન્ટ મારી જાત સાથે કરીને આવ્યો હતો. એ દીવસની રાહ મે ગઇકાલ સુધી જોઇ છે.

‘પરમાત્મા એ મારી વાત સાંભળી...’
‘સંજોગોવસાત એને મળવાનુ તો થયુ...’

‘Hey Nirvani...
I just wanted to ask u something…’
‘hope you don’t mind…’ મે મેસેજ ટાઇપ કર્યો.

એનો લાસ્ટસીન ત્રણ મીનીટ પહેલાનો છે. તરત જ બદલાઇને ઓનલાઇન થઇ ગયો. મારા ધબકારા ફરીથી વધવા લાગ્યા.

“Hey Anand...
Don’t need to be formal...’
‘you can ask me any damn thing okey…’ એનો રીપ્લાય આવ્યો. મે ફરીને બે થી ત્રણ વાર વાંચ્યો.

‘Can I get a hour of your precious time…”
‘well if you don’t mind may I offer you cup of coffee…’
‘with respect…’મે હીમ્મત કરીને કહી દીધુ. આ વાત કરવી મારા માટે દરીયાઇ મોજા સામે હાલવા જેવુ હતુ.

‘Well nope…’ એણે તરત જ રીપ્લાય કર્યો. એના પછી લાસ્ટસીન આવી ગયો.

હુ સ્ટુલ અચાનક જ ઉભો થઇ ગયો. એક જ સેકન્ડમા મને લાગ્યુ કે મે લાઇફની સૌથી મોટી ભુલ કરી નાખી. મારે જે વાત કરવાની છે એ તો હવે ક્યાથી કરીશ. બધા ઉમંગ ઉપર પાણી ફરી ગયુ. પળવાર માટે મારી જાતને દોષી માની લીધી.

મારુ વહાણ મધદરીયે મે હાથે કરીને ડુબાડયુ.

રીપ્લાય કરવો જરુરી છે પણ; શુ લખવુ એ મને નથી સમજાતુ. હુ વીચારતો ઉભો રહ્યો. મે ફરીથી એક ચા મંગાવી. કાનો ચા લઇને તરત આવ્યો.

અચાનક જ એ ફરીથી ઓનલાઇન થઇ...લાસ્ટસીનની જગ્યા પર ટાઇપીંગ લખેલુ આવી ગયુ. થોડીવાર તો મને થયુ કે મારા લીધે ઓફલાઇન થઇ ગઇ.

‘I loved to...
If u offer me cup of tea…’
‘Especially ‘Kathiyawadi Tea’ જેના માટે તમે લોકો આટલા Famous છો...’ એણે ગુજરાતીમા મેસેજ કર્યો. થોડીવાર તો મારા માનવામા ન આવ્યુ. મારા ધબકારા ઓછા થયા. મને જાનમા જાન આવી. મને એક પછી એક નવા નવા શોક મળી રહ્યા છે.

‘શુ યાર...તે પણ પુછી-પુછીને કોફીનુ જ પુછયુ...કીટલીથી કોફી સુધી આવી ગયો...’ હુ એકલો-એકલો બોલ્યો. સેકન્ડમા જ કેવી મસ્તી એ ચઢી ગયો એ ખબર ન પડી.

“Oh god…! So you just kidding me…”
“Sure we can go for ‘Kathiyawdi Tea’…”
“And you know what...
I ‘m so amazed that u know gujrati…” મે તરત જ રીપ્લાય કર્યો.

“કેમ હુ ગુજરાતી ન હોઇ શકુ...” હસતા ઇમોજી સાથે રીપ્લાય આવ્યો. મને બીજો શોક લાગ્યો. અત્યાર સુધી ખરેખર મને ખબર નહોતી.

“Honestly I don’t know about…” મે પણ હસતા ઇમોજી સાથે રીપ્લાય કર્યો. કહેવુ હોત તો એક જ સેકન્ડમા એને કહી દેત પણ મે મારી જાતને રોકી રાખી. એમ ન કરવામા જ મારી ભલાઇ છે.

આટલા વર્ષો પછી પરમાત્માએ સામેથી સંજોગો ઉભા કરી આપ્યા છે. મારે ખાલી શાંતીથી વીચારવાની જરુર છે.

“Seriously you still don’t know I ‘m Gujarati haa…” એણે મારા પર કરેલો વીશ્વાસ એના શબ્દો પરથી સીધો વર્તાઇ આવે છે. મને મારી જાત પર ગુસ્સો આવે છે. ઘડીકવાર તો થયુ કે મારે બધુ જણાવી દેવુ જોઇએ પણ મારી અંદરના વીશ્વાસે મને બાંધીને રાખ્યો છે. હુ ખોટુ નથી રહ્યો અને સાચુ જણાવી પણ નથી રહ્યો.

“yaa…” મે કહ્યુ.
“Are u coming or not…” મે વાતની વચ્ચેથી ટાઇપ કરી દીધુ.

“Are u kidding with me…”
“I ‘m already on the way…” વાંચીને મારા ધબકારા વધી ગયા.

“Okey fine…” મે રીપ્લાય કર્યો.

“So where are we going first…”
“I mean collage or some other place…” તરત જ એનો રીપ્લાય આવ્યો.

“As your wish…” મે એને પહેલા પુછયુ જ્યારે મે પહેલેથી જ જગ્યા નક્કી કરીને રાખી છે.

“Oh come on dude...”
“You ‘r so tubelight યાર એક Place જ તો નક્કી કરવાની છે. એક-એક વાત પછી એનો મારા પર વીશ્વાસ વધતો જતો હતો.

“If you don’t mind can we meet at teapost near my clg…” મે તરત જ રીપ્લાય આપ્યો.

“Wait a minute…”
“location says one minute to go…” ફાઇનલી મારો ‘Me Time’ આવી ગયો.

“Done…”
“I ‘m waiting…”

કાનાની કીટલીથી કોલેજે જવાને બદલે સીધો જ હુ ટી-પોસ્ટ પાસે આવી ગયો. ઝડપથી અંદર ગયો. વોશરુમમા જઇને અરીસા સામે ઉભો રહી ગયો. ઘડીક તો અરીસામા જોવાની હીમ્મત ન કરી શક્યો. ફાઇનલીમે મારો ચહેરો અરીસામા જોયો. રોજ કરતા આજે કાઇ અલગ જ દેખાઇ રહ્યો છે. મને મારો જ ચહેરો વધારે દેખાવડો લાગી રહ્યો છે.

ઘડીકવાર માટે પોતાને તાકીને જોયે રાખી. બહાર આવ્યો ત્યા ટી-પોસ્ટ વાળો જુનો ભાઇબંધ મળી ગયો. એણે જીવનમા પહેલીવાર મારી પાસે કઇક માંગ્યુ છે. એની ઇચ્છા પુરી કરવી મારી જવાબદારી છે. આ એક કલાક એની લાઇફની સૌથી યાદગાર બનાવીને જ રહીશ. મે એની સાથે વાત કરીને ટેબલ અને બાકી બધુ ગોઠવાવ્યુ.

મારે વધારે કાઇ એને સમજાવવાની જરુર નહોતી એ મને જોઇને જ સમજી ગયો. એને કામે લગાડીને ફરીથી ગેટ પાસે ઉભો રહ્યો.

‘ફર્સ્ટયરમા હુ કેવો હતો...’ મારુ એકાંત બોલે છે. કાલાવાડ રોડ એકદમ શાંત વહેતી નદી જેવો લાગે છે. એ નદીમા મારા હ્દયકુંજની નાનકડી નૌકા ઉભી રહી ગઇ છે.

Nirvani Gandhi... જે કાઇપણ મારી પાસે છે એ એના લીધે જ તો છે...

છેલ્લો મેસેજ આવ્યો એને દસ મીનીટ થવા આવી. એણે એક મીનીટમા પહોચશે એવુ કીધેલુ.

‘Take it easy…હમણા આવશે. Calm Down...’ મારી જાતને કહેતો રહ્યો.

ફરી દસેક મીનીટ રાહ જોયા પછીમે વોટસઅપ ચાલુ કર્યુ. એના પ્રોફાઇલ પીક્ચરને જોઇને એમ જ થાય છે કે જોયા જ કરીએ. થોડીવાર ત્યા ઉભો રહ્યો. ત્યા એક બ્લેક કલરની કાર સાઇડલાઇટ સાથે ધીમી પડતી દેખાઇ. તરત જ નંબર પ્લેટ પર મારુ ધ્યાન ગયુ.

‘GJ 06…’ ફાઇનલી એ આવી ગઇ. બ્લેક વેન્ટો આગળ આવીને પાર્કીંગમા ઉભી રહી. આગળની સીટ પર ડ્રાઇવર છે એવુ મને લાગ્યુ.

અચાનક જ મારો ફોન વાગ્યો.
‘Nirvani…’ સ્ક્રીન પર આવ્યુ. અચકાયા વગર મે ફોન ઉપાડયો.

“May I speaking with Mr. Anand…” એકદમ શાંત અવાજ આવ્યો. એટલો સુંદર અવાજ જેની મે કલ્પના પણ નહોતી કરી.

“Yaah Nirvani...
Anand here…” મે સામેથી જવાબ આપ્યો.

“Where ‘r you Mr. Writer…?” એકજ સાથે અવાજ આવ્યો. મને વીચારવાનો ટાઇમ ન મળ્યો કે એને ખબર ક્યાથી પડી.

“Let me guess in front of you. You ‘r in black vento right…”

“Yaah…
Hang on...
I see you.
Black shoes…
Denim right…”

“Yupp…”

મારી નજર તો બીજા કોઇને શોધી રહી છે. પાછળની બાજુ પર નજર કરી ત્યા મારા અટકી ગયો. દરવાજો અડધો ખુલ્યો. એક પગ જમીન પર મુક્યો. જોતા વેંતજ જાણે ચાર વર્ષ પાછળ ધકેલાઇ ગયા. કાચમાથી આછો એવો ચહેરો દેખાયો.

એના ચહેરામા કોઇ જ ફરક નહોતો. જેવો પહેલી વારમા હતો એવો ને એવો જ...

જેવુ એનુ ધ્યાન ગયુ. તરત જ મારી સામે નજર ફેરવી મને નાનકડી સ્માઇલ આપી હાથ ઉંચો કર્યો. “હેય...” કદાચ ધીમેથી એણે કહ્યુ. મે પણ તરત હાથ ઉંચો કર્યો. બીજા હાથે ચશ્મા પહેર્યા અને બેગ લઇને દરવાજો બંધ કર્યો. એની એ સ્માઇલ જ એટલી નેચરલ હતી કે કોઇપણ માણસ તરત જ એનો ફેન થઇ જાય. એના અડધા વાળની લટ તરત જ ચશ્મા પર આવી ગઇ. એજ ડ્રેસીંગ સ્ટાઇલ જ્યારે મે એને પહેલીવાર જોઇ હતી.

‘એ તો એની એજ છે સાચો પ્રેમી કદાચ બદલી ગયો...’

હીમ્મત કરીને એની પાસે ગયો. થઇ શકે એટલી સ્માઇલ કરી રહ્યો હતો પણ એના નિર્દોષ સ્માઇલ સામે ઉભુ રહી શકવુ જ ઘણી મોટી વાત છે.

“Hey Nirvani…” એક હાથ આગળ કરીને મે કહ્યુ. એની નજર સીધી મારી સામે જ છે.

“Hey Anand…” એણે ખભા પર બેગ લગાવ્યુ.

“How are you…” મે સ્માઇલ સાથે પુછયુ.

“Fine…
Say about you…”

“ચલતી હે ઝીંદગી કભી-કભી ઇસ તરહ રુક જાતે હે...”

“Good…
Nice to Meet You…” મારી સાથે હાથ મીલાવતા કહ્યુ.
“By the way nice place yaar…”

“Thanks...” મે ધીમેથી કહ્યુ.
“Nice to meet you too...”

“અંદર જઇએ કે પછી બોરીંગ લેકચર અટેન્ડ કરવા કોલેજ જવાનો પ્લાન છે...” મે કહ્યુ. મને એવુ લાગ્યુ જ નહી કે પહેલીવાર મળ્યો. મે જાણ્યુ હતુ એ વાત સાચી નીકળી. મસ્તીખોર અને ઓપન નેચરની તો છે જ આ છોકરી.

“Of course…why not...” ડ્રાઇવરને નીકળી જવા ઇશારો કરીને મારી વધારે નજીક આવી. “આપ લે જાયેંગે તો મના થોડી ના કરેંગે ચલીએ...”

મારા આશ્ચર્યનો પાર ન રહ્યો. હુ ક્યાનુ ક્યા વીચારતો હતો. આ તો આખી ગેમ જ બદલાઇ ગઇ. પરમાત્મા એ મારી પ્રાર્થના સાંભળી ખરી.

“Let’s go…” હુ પુરેપુરા જોશમા આવી ગયો હતો. “Kathiyawadi Tea is waiting…”

“That’s really funny yaar…” એ જોરથી હસી પડી. એના પ્રભાવના લીધે વાતાવરણ જાણે ખીલી ઉઠયુ.

“Really…” સાચા અર્થમા ‘આનંદ’ મારી અંદર જીવતો થયો. જેવી મારી કલ્પના હતી એવો ‘આનંદ’...મારી અંદર દેવાનંદ હાજર છે એવુ મને લાગ્યુ. પહેલીવાર એવુ બન્યુ જ્યારે કોઇ મારા વીશે શુ વીચારે એની ચીંતા નથી. મને અમારા બેય શીવાય બાકી કોઇની વાત મા રસ નથી.

“Let’s go yaar…” મે હાથ આગળ કર્યો.

“Sure…” એ હજી પણ હસે છે. વારે-વારે હસવાનુ રોકે છે. એની નીર્દોષતા એને એમ કરવાથી રોકી રહી છે.

આટલા ભોળા અને નીર્દોષ માણસને કોઇ વીચારે તોય છેતરી ના શકે.

“Ladies First…” મે કહ્યુ.

“Come on yaar why so formal…” એ ફરીથી હસી પડી. “

“ચા ઠંડી થઇ જશે...” કહીને મે એનો હાથ પકડયો.

હાથમા હાથ રાખીને કપલની જેમ અંદર સુધી અમે હસતા-હસતા ગયા.

ફાઇનલી આનંદ મારી સામે હતો. પહેલીવાર મે કોઇ છોકરીનો હાથ પક્ડયો. એ ફીલીંગ જ કાઇ અલગ પ્રકારની હતી.

અંદર પહોચીને અમે અમે ઉભા રહ્યા.

“You have 3 choices…”
“On this beautiful roof...
The amazing grass…
And standing here…”

“Wow...to sweet yaar…” બે ઘડી એ મારી સામુ જોઇ રહી. એના ચશ્મા અડધા નાક પર આવી ગયા છે અને અડધા ચશ્મા એના વાળની લટથી ઢંકાઇ ગયા છે. આ પળ ક્યારેય પુરી જ ન થાય તો સારુ...હુ બસ હર એક સેકન્ડને જીવવા માંગતો હતો.

“Evening is young…”
“Choice is yours…” મે આંખમા આંખ નાખીને કહ્યુ.

“Maybe Grass is better option…” એણે એની પસંદગી કહી દીધી.
“Let’s go…” મે કહ્યુ.

મે ટેબલ પાસે જઇને ચેર આગળ કરી. “This Way My Lady…”

“So Sweet…”
“Thanks…” એણે હસીને કહ્યુ. ચેઅર પર બેસીને આજુબાજુ જોવે છે. હુ એની સામે જઇને બેસ્યો.

“ગુજરાતી તને વધારે Suit કરે છે...” એ ધીમેથી બોલી અને હસવા લાગી. એણે કદાચ એમ હતુ કે મે સાંભળ્યુ નથી.

“Thanks yaar…
But tell me why Gujrati is Special for me…” મે અચાનક જ કહ્યુ એટલે અચાનક જ મારી સામે જોયુ. હુ અંદરથી થોડો ગભરાઇ રહ્યો હતો.

“કીટલીથી કેફે સુધી...” એણે સ્માઇલ સાથે મારી સામુ જોયુ.

હુ કાઇ જ ન બોલી શક્યો.

(ક્રમશ:)