sapnaoma avrodh books and stories free download online pdf in Gujarati

સપનાઓમાં અવરોધ

માણસ ડુંગર તો ચડી જાય છે, પણ ટોચ સુધી પહોંચી નથી શકતો.કારણ કે તે સપના નથી જોઈતો...

અમુક નેગેટિવ માણસો સપના જોનારને પણ પાછા વાળતા હોય છે.

એક નજર સામે જોયેલો કિસ્સો યાદ આવે છે,વાત છે 12th સાયન્સમાં ઉત્તમ પરિણામ મેળવીને ગુજરાતની ખ્યાતનામ એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજમાં એડમિશન મેળવતા અને કંઇક કરી બતાવવાનું ઝનૂન ધરાવતા નવયુવાનની...
તેનું એડમિશન ફાઇનલ થઇ ગયા પછી એક આધેડ વયનો તેનો સંબંધી મુલાકાતે આવે છે અને નવયુવાનને કરિયર વિશે સવાલો પૂછે છે. નવયુવાન પણ ગર્વથી જવાબ આપે છે કે 'મેં એલ.ડી.એન્જિનિયરિંગ કૉલેજની ઇલેક્ટ્રિકલ બ્રાન્ચમાં એડમીશન લીધું.' આધેડ તેને કમ્પ્યૂટર સાયન્સમાં એડમિશન લેવું જોઈતું હતું તેવું સૂચવે છે. નવયુવાન પણ તેને સરસ જવાબ આપે છે કે 'કોમ્પ્યુટર પ્રોગ્રામિંગ મારા માટે માથાનો દુખાવો છે હું એક સારો કોમ્પ્યુટર એન્જીનિયર બની જ ન શકત, ઇલેક્ટ્રિકલ એન્જિનિયર તરીકે હું સારું કરિયર બનાવી શકીશ' આધેડ તેને પ્રયત્ન પહેલા પાછો વાળતો હોય એમ કહ્યું "અમારા ગામડામાં મારા દોસ્તના છોકરાએ ઇલેક્ટ્રિકલ જ કર્યું હતું, એમાં કંઈ ભેગું ન થયું એટલે ઈમ્પોર્ટ એક્સપોર્ટ નું વચ્ચે શરૂ કર્યું હતું, પણ આજે ગેરેજમાં ફોર-વહીલર રીપેર કરે છે...

હવે આપણે એન્જિનિયરિંગના ભવિષ્ય ઉપર ભવિષ્યવાણી કરતા તે આધેડના કરિયર ઉપર નજર માંડીએ તો તેણે ધક્કા મારી મારીને 12th સાયન્સ પૂરું કર્યું, રાજકોટની ઓછી નામાંકિત કોલેજમાં B.scમાં એડમિશન લેવામાં પણ ફીણ આવી ગયા હશે અને ત્રણની જગ્યાએ ચાર વર્ષે B.sc પૂરું કર્યું...આટલી બધી સ્ટ્રગલ પછી તે આજે પ્રાયમરી સ્કૂલમાં ટીચરની જોબ કરે છે.

પ્રાયમરી ટીચરની જોબ કોઈ શંકા વગર એક સારી જ જોબ છે. પરંતુ એક B. sc ભણેલ વ્યક્તિને જો આખી જિંદગી તે જોબ કરવી પડે તો તેના કારીયારનો ગ્રાફ સતત નીચે જતો હોય તેવી ચાડી ખાય છે.

ગ્રાફ નીચે જવાનું કારણ છે, ફલૉમાં વહી જવું કે પછી પોતાના માટે સપનું ના જોવું કે પછી લક્ષ્ય નક્કી ના કરવું કે પછી ચોક્કસ આયોજન ના હોવું...

થોડાક સમય માટે માની લઈએ કે આધેડની ભવિષ્યવાણી સાચી પડે અને તે નવયુવાન સારો ઇલેક્ટ્રિકલ એન્જીનીયર બનીને પોતાની જાતને સાબિત ના કરી શકે તો શું થાય? એ વાત પર પ્રકાશ પાડીએ...

એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજમાં આયોજન બધ્ધ રીતે તેનો અભ્યાસ શરૂ થાય છે, અડધો અભ્યાસ પૂરો થયો હોય ત્યારે તેને અહેસાસ થાય છે, કે હું તો એન્જીનીયરીંગ માટે બન્યો જ નથી. મારે તો MBA કરવું છે કે પછી IAS ઓફિસર બનવું છે કે પછી એક્ટર અથવા ક્રિકેટર બનવું છે. તો તેના આયોજનનું શુ???

જિંદગી આયોજન પ્રમાણે જીવી શકાતી નથી, પરંતુ સપનાઓને પૂરું કરવાનું પહેલું પગથિયું આયોજન જ છે. અંદરની આવડતને ઓળખીને સમયસર લક્ષ્ય બદલીને આગળ વધવું એ પણ એક આયોજન જ છે ને.

સમયસર લક્ષ્ય બદલવાની વાત મારે ઇન્ડિયાના બે ફેમસ યુ-ટ્યુબર્સના ઉદાહરણથી સમજાવી છે, જેમાંથી એક તો આજના જમાનાની મોર્ડન યુવતી છે.

તો વાત છે 'MostlySane' યુ-ટ્યુબ ચેનલની ક્રિએટર પ્રાજકતાની. પ્રાજકતાને કોલેજ પુરી કરીને રેડિયો-જોકી બનવું હતું. તેને રેડિયો સ્ટેશનમાં જોબ કરીને ટ્રાય પણ કરી, પછી અચાનક તેને કોમેડી કન્ટેન્ટ જેમાં આખી ફેમેલીનો રોલ તે એકલી જ પ્લે કરતી હોય તે બનાવીને યુ-ટ્યુબ પર અપલોડ કરવાનો વિચાર આવ્યો. આજે તેના પાંચ કે છ મિલિયન સબસ્ક્રાઇબર છે. અંધાધૂંનના પ્રોમોશન માટે આયુષમાન ખુરાના, વોરના પ્રોમોશન માટે ખુદ રિતિક રોશન તેની ચેનલ સાથે જોડાયા હતા. નવાઝુદિન સીદીકી, કરીના કપૂર, નેહાકકર વગેરે ઘણા બધા સેલિબ્રિટીઝ તેની યુ-ટ્યુબ ચેનલમાં અવારનવાર જોડાતા હોય છે.

બીજા નંબર પર વાત કરવી છે એ યુ-ટ્યુબ સ્ટારની જેને ભારતમાં સૌપ્રથમ વખત એકલા હાથે 10 milion સબસ્ક્રાઇબરનો માઈલસ્ટોન ક્રોસ કર્યો હતો. વાત છે ઇન્ડિયામાં યુ-ટ્યુબનો બાદશાહ 'BB-ki-vines' ચેનલનો ક્રિએટર ભુવન બામની. ભુવનને એક મ્યુઝિક આર્ટિસ્ટ તરીકે કેરિયર બનાવવું હતું. શરૂઆતમાં તે ઘણી હોટેલોમાં અને ફંક્શનમાં મ્યુઝિશયન તરીકે કામ કરતો. અચાનક તેને કોમેડી કન્ટેન્ટ ધરાવતા વીડિઓ સોશ્યિલ મીડિયામાં અપલોડ કરવાનું શરૂ કર્યું, પોતાની યુ-ટ્યુબ ચેનલ શરૂ કરી, આજે તે 17 કે 18 જેટલા પાત્રોને એકલો જ ભજવે છે. તેની સફળતાની તો શું વાત જ કરવી! બોલિવુડનો બાદશાહ કિંગખાન અને ખુદ કરણ જોહર પણ તેની સાથે પોતાની ફિલ્મનું પ્રોમોશન કરતા હોય છે. તાજેતરમાં જ ફેસબુક સાથે મળીને કોરોના પીડિત બાળકોની મદદ માટે ભુવને ફંડ ઉઘરાવવામાં મદદ કરી હતી. સ્વિટ્ઝર્લેન્ડમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમની વાર્ષિક કોન્ફરન્સમાં ભુવન દીપિકા પાદુકોણ સાથે ભારતને રી-પ્રેઝન્ટ કરી રહ્યો હતો.

પરંતુ કારીયરના એક પડાવ પર પહોંચીને લક્ષ્ય બદલવું આસન નથી હોતું. આ બાબતમાં 'સબસે બડા રોગ, ક્યાં કહેગે લોગ' સામાજિક ફેક્ટર વધારે અસર કરતું હોય છે, ત્યારે જો પોતાની અંદરની આવડતને ખરેખર ઓળખી જ લીધી હોય, તો ' કુછ તો લોગ કહેગે, લોગો કા કામ હૈ કહેના' અભિગમ સાથે લક્ષ્ય બદલીને ચોક્કસ આગળ વધવું જોઈએ.

અંતે સપના જોનારા અને સપના ન જોનારા વચ્ચે એક પાતળી ભેદરેખા છે. સપના ન જોનારા સામાન્ય રીતે ચેલેન્જ સામે હારીને સંતુષ્ટ અને વૈકલ્પિક જિંદગી જીવતા હોય છે. પરંતુ સપના જોનારા નિષ્ફળતાને અવસર સમજીને એક નવા લક્ષ્ય તરફ આગળ વધતા હોય છે. વહેલા નહી તો મોડા તે ડુંગરની ટોચ ઉપર પહોંચતા જરૂર હોય છે...

-sK's ink