Unseen Relationship books and stories free download online pdf in English

અનસીન રિલેશનશિપ

અનસીન રિલેશનશિપ એટલે સોશ્યિલ મીડિયા અને વર્ચ્યુઅલ વર્લ્ડનું રિલેશનશિપ. જેના કેન્દ્રમાં તો સોશ્યિલ મીડિયા જ છે, પણ આ રિલેશનશિપ કંઈક અલગ છે. ઇન્સ્ટાગ્રામનું "અનસીન" નામનું એકાઉન્ટ જેમાં શૂન્ય પોસ્ટ અને એક પણ ફોલોઅર્સ નથી. આ એકાઉન્ટનો ઉપયોગ આરવ પટેલ માત્રને માત્ર એક સંબંધને કાયમી માટે ટકાવી રાખવા માટે જ કરે છે.

વાત છે આરવ પટેલ અને ઈવા શર્માની. જે બંને કોઈ થર્ડ પર્સનને કારણે ફેસબુક ઉપર મળે છે. સોશ્યિલ મીડિયામાં બંને એકબીજાના આકર્ષક ફોટોઝ અને લાઈફ સ્ટાઈલની ડેઇલી અપડેટથી પ્રભાવિત થઈને બંને વચ્ચે વાતોનો સિલસિલો શરૂ થાય છે. એકબીજાથી કિલોમીટર દૂર રહેલા આરવ અને ઈવા એકબીજાનો સ્વભાવ, પસંદ-નાપસંદ, શોખ, ડેઇલી રૂટીનમાં રહેલ સિમિલારીટીને કારણે નજીક આવે છે. ખાસ્સો સમય વીતી ગયો હતો અને આરવ ઇવાની નજીકથી પાસે આવવા માંગતો હતો. તેને ઈવા પાસેથી કોન્ટેક્ટ નંબર અને એડ્રેસ માગ્યું પણ ઇવા એટલી આસાનીથી કોન્ટેક્ટ આપી આપી દેત તો આ સ્ટોરી આટલી લાંબી ચાલત જ નહીં કદાચ !

કોન્ટેક્ટના બદલામાં ઇવાએ પોતાનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ શેર કરીને જ આરવને મનાવ્યો. આરવે પણ ઇવાને મેળવી લેવાની જીદ પકડી હોય, એમ પોતાની પર્સનાલિટી, હેન્ડસમનેસ અને સતત ફ્લરટિંગથી પ્રયત્નો ચાલુ રાખ્યા. અંતે ઇવાનું કઠોર હૈયું પીગળ્યું અને આરવના તપનો અંત આવ્યો. બંનેએ એક દિવસ કોફી ડેટ માટે મળવાનું નક્કી કર્યું.

જનરલી સોશ્યિલ મીડિયા ઉપર આરવ ઈવાને ફ્લર્ટ કરતો. પરંતુ ઈવા થોડીક મેચ્યોરિટી દાખવતી. પરંતુ કોફી ડેટ ઉપર અલગ જ આરવના દર્શન થઈ રહ્યા હતા, જે એકદમ ઇનોસેન્ટ, મેચ્યોર અને સિરિયસ લાગી રહ્યો હતો. જ્યારે ઇવા પોતાના સ્વભાવ વિરુદ્ધ કુલ ડુડ ટાઈપ વર્તી રહી હતી. ઇવાની છઠ્ઠી ઈન્દ્રીને ભણક લાગી ગઈ હતી, કે હું આ રિલેશનશિપ માટે બની નથી. તેથી કોફી ડેટ પછી તેને આરવને સોશ્યિલ મીડિયામાં બધેથી બ્લોક કરી દીધો. ઇવાના મનમાં એમ હશે કે આ કોફી પરની મુલાકાત કદાચ પેલી અને છેલ્લી મુલાકાત હશે.

આરવ થોડાક ટાઈમ માટે હતાશ થઈ ગયો, પણ તેને મનોમન નક્કી કરી લીધું કે 'દિલ પર રાજ કરે એટલી હજી કોઈને છૂટ નથી, મેળવી ના શકું તને એટલી હજી તું દૂર નથી....'

આરવ વ્યવસાયે સોફ્ટવેર એન્જિનિયર હતો. પોતાના સોશ્યિલ મીડિયા એકાઉન્ટ અનબ્લોક કરાવું તેના માટે અઘરી વાત નહોતી, પણ તે એકાઉન્ટ અનબ્લોક કરવા માટે તેના બધા ફોલોઅર્સ શૂન્ય થઈ જાય એમ હતા. તેથી આરવે નક્કી કર્યું એક નવું એકાઉન્ટ બનાવીને ઇવાને મેસેજ કરવાનું જેનું નામ હતું "અનસીન"....

અનસીન એકાઉન્ટ માંથી આરવે ઇવાને મેસેજ કર્યો, પોતાની ઓળખ આપી, પરંતુ ઇવાએ તેને ફરી પાછો બ્લોક કરી દીધો. હવે આરવ માટે અનબ્લોક થવું આસાન હતું, કારણ કે ફોલોઅર્સનો તો સવાલ જ નહોતો આ નવા એકાઉન્ટમાં તે ઇન્સ્ટાગ્રામના હેલ્પ સેકશનમાં ગયો, ત્યાં ડીલીટ એકાઉન્ટના ઓપ્શન પર ક્લિક કરીને, કારણો જણાવીને ફોર્મલિટીઝ પુરી કરી, વન ટાઈમ પાસવર્ડ નાખતા જ તરત જ અનસીન એકાઉન્ટ ડીલીટ...
હવે તે જ એકાઉન્ટને ઇન્સ્ટાગ્રામ પર રી-ક્રિએટ કરતા ઇવા ઓટોમેટિક અનબ્લોક થઈ ગઈ હતી.

ઇવાએ આરવને પૂછ્યું યાર તું આ બધું કઈ રીતે કરી શકે છે. જવાબમાં આરવે કહ્યું હું તારા માટે કઈ પણ કરી શકું છું. શરૂઆતમાં આરવની ફ્લરટીંગ ટેક્નિકથી થોડા જ સમયમાં પ્રભાવિત થનાર ઇવા આજે તેની લાગણીઓને સમજી નહોતી શકતી. બ્લોક-અનબ્લોકની રમત ખૂબ લાંબી ચાલી બંને વચ્ચે, પણ આરવને ક્યારેય થાક ના લાગતો. શરૂઆતમાં ઇવા આરવના મેસેજનો રીપ્લાય ના કરતી, પણ આરવ પોતાની ડેઇલી લાઈફ સ્ટાઈલની એક-એક ક્ષણ ઇવા સાથે શેર કરતો. ઇવા મેસેજ સીન કરી લેતી, પણ રિસ્પોન્સ ના મળતા આરવને થતું કે 'ઇસ ખામોશી કા જવાબ મેં ક્યાં સમજુ...' પણ તે હતાશ ના થતો. પોતાના રમુજી સ્વભાવથી ઇવાને સતત હસાવવાની કોશિશ કરતો. છ મહિના કે વર્ષને અંતે હવે ઇવા પણ વાત કરવા લાગી હતી, પણ ક્યારેક આરવથી ઈરિટેટ થઈ જતી.

આરવ- ઇવા વચ્ચે લાગણીઓનો સહસંયોજક બંધ બંધાય ગયો હતો. જેમાં ઇલેક્ટ્રોનનું દાન કરનાર આરવ અને ઇલેક્ટ્રોન મેળવનાર ઇવા હતી. કાસ્ટ પ્રોબ્લેમને લીધે આ સંબંધ આગળ વધે તે શક્ય નહોતું. બને નિરાતનાં સમયમાં એકબીજાને મળી પણ લેતા.

આ અનસીન રિલેશનશિપના પાંચ વર્ષ વીતી ગયા હતા. ભારે હૈયે બંને પ્રેમીઓના અન્ય પાત્રો સાથે લગ્ન પણ થઈ ગયા હતા. બંને એકબીજાના જીવનસાથી સાથે ખુશ હતા. પણ અનસીન રિલેશનશિપ રૂપી આ લાગણીઓના સહસંયોજક બંધને જરાય તૂટવા દીધો નહોતો. મોકો મળતા બંને એકબીજાના જીવનસાથીની ભડાસ ઉતારી લેતા અને આશ્વાસન અને હૂંફ આપી લેતા. ઇવાનો પતિ જોબ માટે છ મહિના સુધી ઘરથી દૂર હોય ત્યારે આરવ ઇવાને પ્રેમ કરવાનો, ફ્લર્ટ કરવાનો, રમૂજ કરીને હસાવવાનો, તેની કેર કરવાનો કે સેક્સ ચેટ કરવાનો એકપણ મોકો છોડતો નહિ...

સમાજમાં જ્યારે લગ્નેતર સબંધો બે પરિવારોની બરબાદીનું કારણ બની રહ્યા છે, ત્યારે આરવ અને ઇવાએ સમાજમાં અનસીન રિલેશનશિપની વ્યાખ્યા કંઈક આ રીતે ઉજાગર કરી હતી.


-સચિન