lockdownni jeet books and stories free download online pdf in Gujarati

લોકડાઉનની જીત

*લોકડાઉનની રમત *

ઋત્વિક સવારના ઉઠીને જ ઘરની સાફ સુફીમાં લાગી ગયો,આજે પાંસઠ દિવસ પછી વિમાન સેવા ચાલુ થઈ હતી..દહેરાદૂનથી માંડ માંડ દિલ્હી પહોંચેલી ઋચાને આજે કદાચ કંમ્પનીમાંથી વિમાનમાં ટિકિટ મળી ગઈ છે.તેની ફ્લાઈટ જો સમયસર ઉપડી તો એ આજે તેના ઘરમાં પાછી વળશે ને જો તેને જરા પણ અસ્તવ્યસ્ત ઘર દેખાયું તો તેની આવી જ બનશે..!
હા! ઋચા એક શાળાના કન્સલટીંગ માટે દેહરાદૂન ગઈ હતી,અચાનક કોરોના વાઈરસના લોકડાઉનને કારણે તે ત્યાં ફસાઈ ગઈ હતી ને તેનો પતિ ઋત્વિક અહીં મુંબઈમાં..!બે ત્રણ દિવસ તો બન્ને ખુશ હતા..!હાશ આમ પણ બન્ને ને થોડા લોન્ગ ડીસ્ટન્સની જરૂર હતી.લાગ્યું ચાલો ભગવાને જ માર્ગ કરી આપ્યો
પણ જેમ જેમ દિવસ પસાર થવા લાગ્યા તે બન્ને ને હવે એકમેકની પૂરકતાનું ભાન થવા માંડ્યું હતું.
ઋચાને ચિંતા થતી કે બાઈ નહિ આવતી હોય તો મારા ઘરને ઋત્વિકે કેવું કરી નાંખ્યું હશે?અરે એને ખાંડ કે ચા મળશે બાઈ નહિ આવતીહોય..બહારથી રસોઈ નહિ તે શું ખાતો હશે?કોઈ દિવસ તેણે જાતે બનાવ્યું નથી..અરે તે દિવસે હું પૂરી તળું કરી રસોડામાં આંધીની જેમ ઘુસ્યો હતોને હાથ પર કેટલાં ગરમ ગરમ તેલનાં છાંટા ઉડાડ્યા હતા.એક દેહરાદૂનમાં જેને ત્યાં રહેતી હતી ત્યાં નેટ ચાલતું નહિ..ફોન પણ વારંવાર કેટલો કરે??તે એટલી કંટાળી હતી કે ઘરે પહોંચવા અધીરી થઈ ગઈ હતી.પિસ્તાલીશમાં દિવસે તો તે એકલી એકલી ગોદડામાં પડી આંખો પર ઓશિકું દબાવી રડી પડી હતી...સ્ત્રી છાની છાની રડે તો પણ ઓશિકું જરૂર તેનું સાથીદાર બની જતું હોય છે.
બીજી બાજુ ઋત્વિક તેના ઘરમાંની ચીજોને બે ત્રણ દિવસ તો શોધી શોધી થાક્યો પછી તો જે ચીજ મળતી તેની પર લેબલ મારવા લાગ્યો..રસોડામાં ઋચાને બાહુપાશમાં જકડી પ્રેમ કરતો તેમ અચાનક પ્રાપ્ત થતી બરણીને એટલી જોરથી ચૂમી લેતો કે બરણી પણ કદાચ સજીવ હોત તો અકળાય જાત...ઋચાનો ફોન આવતો તો ઋચાને ફરિયાદ કરવાને બદલે રસોડાના સાધન ને ચીજ વસ્તુ પ્રત્યેનો પ્રેમ વર્ણવતો ..ઋચા હસી પડતી પણ તેના હાસ્યમાં ન તો રણકાર કે ખિલખિલાટ રહેતો.તે તો ફરિયાદ જ કરતી..તને સારૂ છે તારો પલંગ છે..તારું ઓઢવાનું છે..મને તો અહીં કાંઈ જ મારું સ્પર્શી સકું કે સ્પંદન નથી..
ધીરે ધીરે બન્નેના ફોન પણ ઓછા થતા ગયા,વાતો ઓછી થતી ગઈ..એવું લાગ્યું કે બન્ને જણ આટલા દિવસ પછી મળશે..તે તૈયાર થયો ને પહોંચ્યો એરપોર્ટ પર.તેની ધડકન જરૂર ચૂકી જતો..કેવી રીતે બેના મન મળેલા.બન્ને આમ જ એરપોર્ટ પર મળ્યા હતા,કેટલો સમચ તે ઋચાના ઘરે જતો તેના પિતા ને એ બન્ને ભેગા થઈ જોક્સ કે ચુટકલે..કરી આંખો ઓરડો અટ્ટહાસ્યથી ભરાય જતો..ખાવામાં પણ તેના પિતા હમેશાં નુખ્શા કાઢતા..તો એ વખાણ કરી ખાય લેતો..એક દિવસ એ બન્ને પ્રપોઝ કરે તે પહેલા એના પિતાએ જ એને પ્રપોઝ
કરી દીધું ને બન્ને આભા જ થઈ ગયા.
ઋચાએ તો પણ ઋત્વિક પાસે બે મહિના વિચારવાનો સમય માંગ્યો.તે ખુશ હતો પણ ઋચા કેમ આમ કરી રહી છે તે સમજી શકતો નહોતો.પણ જે દિવસે ઋચાએ હા કહી તે દિવસે ઋત્વિક તેના પિતાને બાહોમા ઉંચકી ગોળ ગોળ ફરી વળ્યો..બન્ને ઋચાની ઇચ્છા મુજબ સાદગીથી પરણ્યા પણ ને પપ્પાની નજીકમાંજ ઘર પણ લઈ લીધું.બન્નેનું જીવન આનંદમય પસાર થઈ રહ્યું હતું.ઋચાની જોબ એજ્યુકેશન ડીપારટમેન્ટમાં હતી,તેને વારંવાર બહાર ગામ જવું પડતું...તે દરમ્યાન ઋત્વિક ઋચાના પપ્પાને ત્યાં જમી આવતો.પણ આ વખતે તો પપ્પા જ એ લોકોની વચ્ચે નહોતા..થોડા દિવસ તેણી બહુ જ ઉદાસ રહી..પણ ધીરે ધીરે તે ટેવાય ગઈ.
અચાનક લોકડાઉનમાં ફસાયેલી તે પાંસઠ દિવસ પછી..ઘરે આવતી હતી.વિમાનમાંથી ઉતરી તો મુંબઈની માટીની ખુશ્બૂ તેના મનોમન પર છાંઈ ગઈ તેની
આંખના ખૂણાં ભીના થયા તે કાંઈ જ બોલી ન સકી..પણ તેની સાથે વિમાનમાં દહેરાદૂનથી એક બાળક હતો તે પણ તેની જેમ જ પાંસઠ દિવસથી તેના મા બાપ ને દાદા દાદી વગર નાના નાની ત્યાં અટવાઈ ગયો હતો.તેના નાનાએ તેને ભલામણ કરી હતી કે તેને જો કોઈ લેવા ન આવે ત્યાં સુધી તે ઉભી રહે..હવે તે બન્ને નો સામાન લઈ બહાર નીકળી તો..સાથે બાળક જોઈ ઋત્વિકને ખૂબ જ નવાઈ લાગી..!
થોડીવારમાં તો તે બાળકની સાથે હળીમળી ગયો..વાતો કરી તેના વિશે ને કુટુંબ વિશે બધી માહિતી મેળવી લીધી,તે સમયે કાર્ટ પરના ઋચાના હાથ પર હાથ મૂકી મૌન સ્પર્શ માણી રહ્યો..ઋચા પણ એ સ્પર્શના સ્પંનદનને મનમાં ને મનમાં માણી રહી.શું પ્રેમએ મૌનની વાણી છે? *કેવો હૃદયદ્રાવક હોય છે પાસે હોઈએ તો દૂર જવાનું મન થાય ને દૂર હોઈએ તો સ્પર્શથી લઈ શબ્દો સુધી મીસ થાય.*બાળકના દાદાનો ફોન આવ્યોને તેણીએ તેઓ જ્યાં ઉભા હતા ત્યાં આવવાનું કહ્યું.ઋત્વિક બાળકને તેડીને ઉભો હતો,તેથી દૂરથી તેઓને બાળક દેખાયું ...નજીક આવી તેની મમ્મી તેને વહાલથી બાઝી પ્રેમને વહાલનો દરિયો વહેવડાવી રહી.
ઋચા માતૃત્વના આ ભાવને જોતી રહી.તેણી ખૂબ નાની હતીને મા નું નિધન થયું હતું તેથી પપ્પા જ તેના મા હતા.બધા એકબીજાથી ઔપચારિકતા
પતાવી છૂટા પડ્યા.ગાડીમાં સામાન મૂકી બન્ને જણાં આ લોકડાઉનનાં નિયમ પ્રમાણે આગળ પાછળ બેઠા..ઋચા વિચારી રહી કેવી છે *લોકડાઉનની રમત* કે આખા વિશ્વને નિયમોના બંધારણ પર ચાલતા શીખવાડી ગઈ...!
ઘરે આવ્યા ત્યારે જે કલ્પના હતી ઋચાને તેના કરતા તદ્ન જ ઘરમાં બધું જ ઊંધું હતું.આટલું સ્વચ્છ તે પણ ઋત્વિકના હાથે..? તે મલકાય પડી.ખરેખર તેણે આંખથી પ્રશ્ન કર્યો..?ને ઋત્વિકે તેને પરવારી ને બહાર આવવા કહ્યું..તે જાણતો હતો કે ઋચા
થાકે ત્યારે કોફી પીએ ને તરોતાજગી અનુભવે.ઋચા પણ
પોતાના રૂમમાં ગઈ ને તેણે એક મોટો હાંશકારો કરી થોડીવાર પથારીમાં લાંબી થઈ..કબાટ ખોલતા તેની નજર એક એવી વસ્તુપર પડી કે એને યાદ આવ્યું કે પાંસઠ દિવસમાં એને કેમ આ વસ્તુની યાદ જ ન આવી ઓહ! કેવું ડીપ્રેશન ..?
તે જલ્દી જલ્દી બાથરૂમમાં ગઈ ને તેણીએ હાથમાં એ સ્ટ્રીપ લઈ બહાર આવી ને બીજીબાજુથી
ઋત્વિક પણ કોફી લઈ અંદર પ્રવેશ્યો ઋચાના ચહેરા પરનાં મિશ્રણ ભાવ જોઈ તે અસંમજસ્યમાં પડી ગયો..
કંઈ સમજે તે પહેલા ઋચા કોફીના કપ નીચે મૂકી ઋત્વિકને વળગી પડી...ફક્ત તેના કાનમાં ગણગણી
તું પાપા બનવાનો છે..ને ઋત્વિકને પેલા બાળકના કૂણાં
હાથના સ્પર્શનો અનુભવ થઈ આવ્યોને તે એટલુંજ બોલ્યો ,”વાઉં ...વ ! લોકડાઉનની રમતમાં જીતી ગયા
ઋચું...”તે રાત ભવિષ્યનાં સમણાંમાં જ વીતી ગઈ.

જયશ્રી પટેલ
૮/૬/૨૦૨૦