kabrasthan books and stories free download online pdf in Gujarati

કબ્રસ્તાન

*કબ્રસ્તાન*

રોજ સાવલી શાળાએ જતી આ જ રસ્તે , ત્યા એક કબ્રસ્તાન પડતું . સાવલીનો છેલ્લા દસ વરસથી આજ રસ્તો તેને માટે કાંઈજ નવું નહોતું .આજે ત્યાં એણે એક સાથે ઘણાં બધા માનવી જોયા,તેને થયું કોઈ મોટો માનવી મૃત્યુ પામ્યો લાગે છે..! મન વિચારે ચઢ્યું કોણ હશે ? શહેર મોટું હતું તેથી જાણ નહોતી ક્યાંથી આવ્યા છે પણ સ્ત્રીઓના કાળા કપડાં શ્રીમંતાઈની ચાડી ખાતા હતા.તેની માતા પણ અહીં જ દફનાવાઈ હતી એમ તેણે સાંભળ્યું હતું પણ ક્યારેય એના પિતા કે એ કબ્રસ્તાન માં આવ્યા નહોતા કે કદી ફૂલ કબર પર મૂક્યા નહોતા.

આજે તેને અંદર જવાનું મન થતું હતું કેમ તે સમજી સકતી નહોતી.ફાધર પણ સાવલીને જોઈ હાથ ઉંચો કરી ગોડ બ્લેસ યુ કરી નીકળી ગયા તે કબ્રસ્તાનના ઝાંપે ઊભી રહી ગઈ.તેના મનમાં આજે વાયુ વેગે વિચારો ફરી રહ્યા હતા ...મા ક્રિશ્ચયન હતી..પિતા હિન્દુ હતા. તો શું તેઓ એ પ્રેમ લગ્ન કર્યા હતા?દાદી કેમ ઈશુને પૂજતી ને પિતા કેમ ભગવાન શિવને..?હવે તે મોટી થઈ ગઈ છે કેમ તેને કોઈ સત્ય કહેતું નથી..?ઘરે જઈ સત્ય જાણી ને જ રહીશ કરી તે ઘર તરફ ચાલી નિકળી.

આંગણામાં દાદી ચશ્મા ચઢાવી પુસ્તક વાંચી રહી હતી. પિતા ફૂલોની દુકાન ચલાવતા હતા ને હજુ આવ્યાન હતા. તેણે દાદીમાને ઘણા વરસો બાદ પ્રશ્નભરી આંખે પૂછ્યું મારી મા કોણ હતી..?દાદીની આંખમાં ડરને અવાજ મા થડકો હતો..”બેટા તારા પિતાએ તું નાની હતી ત્યારે તને કહ્યુ હતું ને કે સમય આવશે ત્યારે તને કહેશે એ પહેલા તું પ્રશ્ન કરશે તો તને હોસ્ટેલમાં મૂકી દેશે.

ઘરના ઝાંપે પિતાના આગમનની ચાડી ખાતી ઝભ્ભાની લરકારી સંભળાઈ તે દોડી પિતાને ભેટી પડી પિતા પણ લાડકી દીકરીને જોઈ ખુશ થઈ ગયા,પણ દીકરીના ચહેરા પરની ઝાંખપ કંઈક બીજું જ કહી રહી હતી.

અનુભવી પ્રસાદ સમજી ગયા કે દીકરી આજે
કબરસ્તાનમાં ભીડ જોઈ છે,કારણ ફૂલો તો તેની દુકાનમાં થી જ ગયા છે.શહેરનો શ્રીમંત ગોન્સ મરણ પામ્યો છે...આજે હવે સાંવલીને કહી જ દેવું ..પણ દાદીની આંખનો ડર જોઈ તે ચુપ થઈ ગયો.દામા તેની મા હતી તો તે તેનો પાલક..દાદી ગોની ને ડર હતો કે મા વિશે જાણ્યા પછી તે માને માફ નહિ કરી શકે તો ?પ્રસાદને તે શું કહેશે..?
બીજી સવારે સાંવલી શાળાએ ન જતા સીધી કબ્રસ્તાન પાસે જઈ ઉભી રહી.પિતાને ખાત્રી હતી તેથી તે પણ પાછળ પહોંચ્યા.સાવલીને અંદર લઈ। જઈ તેની માની કબર પાસે ઉભી રાખી.પ્રાર્થના કરવાનું કહી પોતે પણ મન શાંત કરી માફી માંગીને કબર પર ફૂલ મૂકી સાંવલીને પાછળ પડતી નદીને કિનારે લઈ જઈ બેસાડી ..વાત માંડી.

“દામા શહેરની સુંદર યુવતી હતી.શહેરના દરેક છોકરા તેની જવાની ને સુંદરતા પર મરતા.ગોન્સને પ્રસાદ પણ જીગરી મિત્રો હતા.ગોન્સને દામા ખૂબ ગમતી . બન્ને ખ્રિસ્તી હતા.પ્રસાદનુ કુટુંબ ચુસ્ત હિન્દુ હતું . તેને દામાને ચાહવી હોઈ તો પણ તે શક્ય જ નહોતું મનોમમ તે તેના રૂપને પ્રણામ કરી લેતા. યુવાન દામાને પણ રૂપનું ઘમંડ હતું તે સીધા સરળ પ્રસાદને ઘણીવાર તરછોડતી ને
તોડી પાડતી..પણ પ્રસાદની સાદગી પર માન પણ કરતી.ગોમ્સ સાથે ફરતી ઘણા અમીર મિત્રો હતા તેમા ગોમ્સ ખાસ હતો. ગોમ્સ સાથે એકાંત માણતી ..એકવાર
આમજ એકાંત માં બેઠેલા બન્ને જણા ભાન ભૂલ્યા ને દામા એ સર્વ સ્વ ગુમાવ્યું .ઘીરે ઘીરે વિશ્વાસમાં લઈ ગોમ્સે તેની માને માતા બનાવી દીધી.જાણ થયા પછી ગોમ્સે મોઢું ફેરવી દીધું .દામા કરગરી પણ શ્રીમંત
ગોમ્સ ન બદલાયો ન પીગળ્યો.દામા નદીમાં ઝંપલાવી મૃત્યુ ઝંખ્યું પણ ન આવ્યું ને તે પ્રસાદની નજરે ચઢી તેને બચાવી તે દાદી પાસે લઈ આવ્યો.વચન આપ્યું કે તે
ગોમ્સને સમજાવશે.”

તેણે ઘણા પ્રયત્ન કર્યા પણ ગોમ્સે ન કબૂલ્યું .આખરે દામા એ સાંવલી ને જન્મ આપ્યો. સમાજે હડધૂત કરીને એ જ ગામમાં પ્રસાદના હાથમાં
દીકરી સોંપી ને તે મૃત્યુ પામી.હિન્દુ કુટુંબ હોવાને કારણે પ્રસાદ પણ ધર્મસંકટમાં મૂકાયો એકબાજુ નાની બાળકી ને બીજી બાજુ આખી જીંદગી. આખરે પ્રસાદે બાળકી
ને રઝળતી ન મૂકતા ગોનીને મા તરીકે સ્વીકારી ધર્મનો વાડો છોડી માનવતા અપનાવી સાંવલીને પિતાનું નામ આપ્યું ગોમ્સના લગ્ન મોટા કુટુંબની યુવતી સાથે
થયા પણ તે સુખી ન થઈ શક્યો .તેને સંતાન અપાહીજ જન્મ્યુંને પત્ની ઝઘડાળું હતી. થોડા સમયમાં તે પણ મૃત્યુ પામી હતી. તે એકવાર સાંવલીને લેવા આવ્યો હતો પણ દાદીએ મના કરી દીધી હતી.

સાંવલી આ સાંભળીને ખૂબ રડી હતી.
ઘરે આવી સૂઈ ગઈ પિતાના માયાળુ હાથે તેને ઉઠાડીને “ફાધર મળવા આવ્યા છે “એ જણાવ્યું . ફાધરે તેને ગોમ્સનું વિલ વાંચી સંભળાવ્યું ..”બધી મિલકતને અપાહીજ ભાઈ તેને સોંપી તે ગયો હતો.”સાવલી તે
મિલકત લેવા જ નહોતી માંગતી ,પણ ફાધરે તેને અપાહીજ ભાઈ ખાતર સ્વીકારવા કહ્યું.સાવલીએ
તે મિલકત જીંદગી જેણે પોતાને માટે ત્યાગી તે પિતાને બધુ સોંપી દીધું હતું ..ફાધરની હાજરીમાં જ ને...અઢાર વરસની ઉંમરે તે પણ માનવતાના મારગે વળી ગઈ હતી.

એજ “*કબ્રસ્તાન*”માં તે ગરીબોની કબર પ્રસાદજીના નામે દાન કરી ખોદી આપતીને નદી કિનારે શિવજીના મંદીરમા દામાના નામે ધર્મશાળા ખોલી ગરીબોના રહેવાને છત્ર આપી જીવન વિતાવતી ધર્મના અખાડામાં માનવતાની પૂજા કરી રહી છે.દાદી નવ્વાણુંના છેને અપાહીજ ભાઈની માની મમતાથી કાળજી કરી એક વિદ્યાલય ચલાવી રહી છે સાંવલીનો પ્રકાશ ફેલાવી રહી છે.
*જાતપાત ધર્મ કરતા માનવતાના સંસ્કારની કેવી જીત!*

જયશ્રી પટેલ
૨૫/૧/૧૮