Tapan jalan books and stories free download online pdf in Gujarati

તપન જલન

તપન..જલન..।
જાણતી હતી તો પણ સુલી એટલેકે સુલેખા યજ્ઞ ના હવનની સામગ્રી બનવા તૈયાર થઈ ગઈ એને એમકે દર્શી એને સુખડનું લાકડું સમજી હવન માં પધરાવશે પણ ના એને તો યજ્ઞમાં આગને જોવી હતી ભડકે બળતી આગ.
સામાન્ય સમિધા સમજી પધરાવીને આગને
પ્રગટેલી રાખી નિકળી ગયો. ગામ આખામાં બદનામ સુલુ એકલી પડી પ્રેમ તો લાંછન લગાડી ગયો. જાણતી હતી તેથી ગામ છોડ્યુને
કદી એ ગામમાં પગ નહી મુકવાના સોગંદ લઈ નિકળી પડી.શું કરશે કયા જશે એ એને પણ ખબર નહોતી.
દૂર એક શહેર કહો તો શહેરને નગર કહો તો નગર માં પહોંચી એને કેમ એમ લાગ્યું કે અહીં તેનો સમાવેશ થઈ જશે.એતો એને પણ ખબર નહોતી પણ મન શાંત થયું .બસમાં થી ઉતરી ત્યારે એની સાથે એક આધેડ ઉમ્મરની સ્ત્રી પણ ઉતરી હતી , મધ્યમ કદને
તેજસ્વી આંખો ને સુંદર ચહેરો . તેને જોઈ એણે એને જ પૂછ્યું ,”બહેન, કોઈ ધરમશાળા
રહેવા મળશે.?” પેલી સ્ત્રી તેને જોતી રહી ગઈ
જરૂર કહી તેણે તેને રસ્તો બતાવ્યોને તે નિકળી ગઈ.ન નામ પૂછ્યુ ન ઠામ!ધરમશાળા
મા પહોંચી તેણે જોયું કે તે જગ્યા સાફને વિશાળ હતી.સુંદર નાના છોડમાં ગુલાબ, મોગરા ની મહેક મહેક હતી. તેણીએ મનોમન પેલી સ્ત્રી નો આભાર માન્યો.આંગણે તુલસીની
પવિત્રતા હતી.લાગ્યું રોજ અહીં પૂજા થઈ રહી
છે સવાર સાંજ દીવાની જ્યોત જલી રહી છે.
તો અગરબત્તીની રાખ સાક્ષી પૂરાવી રહી છે,
પવિત્રતાની મહેક ચારે બાજુ છે. મેનેજર ની
કેબીન માં પ્રવેશતા આશ્ચર્ય થયું , ત્યાં એક સ્ત્રી
આ જગ્યા પર બેઠી છે,તેણે ફક્ત નામ ઠામ પૂછ્યાને ઓરડાની ચાવી આપી.ઓરડો ખોલતા જ અંદર તાજી ફિનાયલના પોતાની મહેક નાસિકાને પવિત્ર કરી ગઈ.બારી ખોલતા
જ સામે નું દ્રશ્ય આનંદ વિભોર કરી ગયું . લીલાછમ ડુંગરાને નાનું સુંદર ઝરણું તેને આવકારતું ખળખળ વહેતું હતું ,જાણે કુદરત
કહી રહી હતી આવ તારા સ્વાગત માટે અમે બધા તૈયાર છીએ...(285)
થાકેલી એ ક્યારે ગોદડા પર પડતા સૂઈ ગઈ તેને જ। ખબર ન પડી. સીધી સવારે મળસ્કે કૂકડાની બાંગને મંદિરના ઘંટારવ થી ખૂલી.બારી પાસે આવી આળસ મરડી રહેલા
તેના પાતળી લતા જેવા શરીરને કોઈ દૂરથી
નિહાળી રહ્યું છે એની રતીભાર પણ કલ્પના
તેને નહોતી.દૂર પૂર્વની બારી ખોલી સૂર્ય ધીમા
ઝાંખા પણ કોમળ કિરણોં થી લાલીમા પાથરી
રાજી થતો તેના આગમનની જાણે હરખ ઘેલો થયો હતો . તેજ ક્ષણે દૂર એક દવાખાના ના ખાટલા પર એક ક્ષીણ શરીર નંખાયેલા શરીર
વાળો પચ્ચીસે ચાલીસનો દેખાતો યુવક ખાંસી
ખાંસી ને આંખોમાં બે બૂંદ અશ્રું ના પાડી રહ્યો
હતો,પળે પળે મૃત્યુ નજીક આવી રહ્યું હતું તેવું તેને લાગી રહ્યું હતું .હા તે દર્શી જ હતો.
તે સુલી ને ખૂબ ચાહતો હતો. તેને થયેલા અસાધ્ય રોગની કોઈ દવા નહોતી એમ ડોક્ટરે
કહ્યુ તેથી સુલીને એમજ મૂકી ચાલી નિકળ્યો
હતો.માતા પિતા નો એક માત્ર પુત્ર હતો, કોલેજ
માં બન્ને મળ્યા હતા, સાથે હરતા,ફરતા ને ખાતા પીતા હતા. લોકો તેમને જોઈ રહેતા ને ઈર્ષા પણ કરતા.જીવન નાં દરેક સુખની કલ્પના તો
કરી ચૂક્યા હતા,ફક્ત પૂર્ણ કરવાની બાકી હતી. બસ ઘૂંટર ઘૂં ઘૂંટર ઘૂં કરતા પારેવડાં ને
માળો જ બાંધવાનો હતો ને સળીઓ એકઠી કરતું એક પારેવડું અચાનક જ ઉડી ગયું .ક્યાં
એ સમજાય એ પહેલાં તો સળીઓ વિખરાય ગઈ.સુલી રાહ જોતી હતી એક મહિના ને દસ દિવસ ઉપર હવે તો એ નહિ આવે તો મારે આ
પેટને કેવી રીતે છુપાવવું..એ મુંઝવણમાં બીજા દસ દિવસ પસાર કર્યા. હવે તો નહિ જ
રહેવાય કરી ગામને છોડી અહિ આવી પહોંચી હતી.( 530)
બીજા દિવસની સવારથી ઉઠી તે વિચારી રહી કામ તો શોધવું રહ્યું . પરવારી બહાર નિકળી,ગામ સ્વચ્છ ને સુઘડ હતું.બહાર થી કંઈક લેવુ હતું ,મંદિરના ધંટારવ તેને ખેંચી રહ્યા હતા.તે પગથિયા ચઢી ઉપર આવી તો
બધા કોઇ એક સ્ત્રીના પગ પાસે બેઠા હતા.
તેની નજર તે સ્ત્રી પર ગઈ તો કાલે રાત્રે જેની સાથે મુલાકાત થઈ હતી તે જ સ્ત્રી...તે સામે આવી નમસ્કાર કર્યા અને બેસી ગઈ.બધા તેને બહેન કહેતા હતા ,તેણે પણ બહેન કહી આંખોમાં કૃતજ્ઞતા સાથે આભાર માન્યો.મૂક મન
બન્ને ના કોઈ પવિત્રતાના સાક્ષી હોય તેમ મન
પ્રફૂલ્લિત થયા.તેનુ નામ પૂછ્યુ તો તેણે જે સત્ય હતું તેજ કહી દીધુ” સુલેખા “ને તે પ્રશ્નાર્થ
ભરી નજરે જોતી રહી.તેમણે આવકારી એક પુત્રી ને જે આવકારો મળે તે લાગણી થી.નોકરી ની તલાસમાં
તે અહીં આવી છે એ જાણ્યા પછી તેમણે તેને પોતાના
મહેલ જેવા ઘરમાં મળી જવા કહ્યું. સાંજે ચાર વાગે એ
ત્યાં પહોંચી ખરેખર ઘર મહેલ જ હતો,ત્યાં તેની મુલાકાત વ્હીલચેર પર બેઠેલ હરગોવિંદભાઈ ની સાથે થઈ.
તેમણે કહ્યું બહેન આવે છે બેસો. તે સંકોચાતી સોફા પર બેઠી જે હતા મૂલ્યવાન પણ સાદગી પૂરા ઘરમાં
છલકાતી હતી.ચારે બાજુ મોટા મોટા સુંદર પેઈન્ટિંગ
હતા ને ગાલીચા પણ સાફ સ્વચ્છને સુંદર. દિવાનખાનું
થોભતું હતું .બહેન કદાચ નામ નું વિસર્જન જ થઈ ગયું
હશે.વરસોથી એજ નામ સાંભળી તેઓનું નામ કાગળો
પર જ રહી ગયું હશે.અચાનક એક આક્રંદ ને પછી હસવાનો અવાજ સંભળાયો.હતો તો એક પુરૂષનો અવાજ! ત્યાંતો બહેન સામેથી આવતા દેખાયા. સાથે
એક બીજી સ્ત્રી હતી જે ગભરાયેલી અને ઘ્રુજતી હતી.
બહેને એને અંદર જવા કહી સુલેખાને બેસવા કહ્યું .
તેની ફાઈલ જોય ને હસ્યા કે મારે તો તારા આ સર્ટિફિકેટ નહિ પણ એક એવા વ્યક્તિ ને સાચવવાની
નોકરી આપવી છે જે તું એને જોઈ હા કે ના કહી સકે છે. ધીરે રહી તેઓ તેને નિકળ્યા હતા એ એરંડા તરફ હળવા પગલે લઈ ગયા.ત્યાં એક પુરુષ પલંગ પર બેઠો હતો,બેન ને આવેલા જોઈ તાળી વગાડવા લાગ્યો..! તેના ઓરડાનું વાતાવરણ તેની પ્રકૃતિ કરતા
ભિન્ન હતું .બેનનો તે પ્રથમ પુત્ર હતો.ઓરડામાં વિભિન્ન
પુસ્તકો થી કબાટો ભરેલા હતા.પુત્ર ઉમ્મર કરતા નાના
બાળક જેવો હતો નામ હતું સુજાણ . સુલેખા વિચાર માં
પડી ..કેવી રીતે હા પાડુ? પણ નોકરી નહિ હોય તો પેટમાં ઉછરતા નું શું ?તેણે વિચાર્યું હવે બહેન ને સત્ય
કહી ને જ નોકરી લેવી.
ત્યાંથી નીકળી એ પોતાના ઉતારા પર આવી. ત્યાં તપાસ કરતા ખબર પડી કે આ જગ્યાના માલિક
પણ બહેન જ હતા.તેમનો સંદેશો પહોંચી ગયો હતો કે
તે જો નોકરી માટે તૈયાર હોય તો જરૂર સાંજે ગાડી
લેવા આવી જશે નહિ હોય તો પણ તે અહિ રહી નોકરી
શોધી સકે છે.તેણે બહેનને પોતાની બધી જ વાત જણાવતી ચિઠ્ઠી લખી ને મોકલી આપી પણ યુવકનું
નામ તેણે ન જણાવ્યું . સાંજે ગાડી આવી ને તે નવી
સફરે ઉપડી ગઈ.તે જાણવા માંગતી હતી કે બહેન ચિઠ્ઠી વાંચી શું અભિપ્રાય આપે છે.પણ ન તે કંઈ બોલ્યા ન વાતનો ઉલ્લેખ કર્યો.તે તો લાગી ગઈ પોતાના પેટના એક રક્ત માંસના ગર્ભ ને ધીરે ધીરે
પોષવા ને એક એવા વ્યક્તિ ને સંભાળવા કે જે શિશુ
બુધ્ધિ હતો.તેના ઓરડાના પુસ્તકો તેણેહાથમાં લેતા સુજાણ ખૂબ મલક્યો,નાના બાળક નું રમકડું કોઈ જોવા લે ને બાળક હરખાય તેમ હરખવા લાગ્યો..,
સુલેખા ના આશ્ચર્ય નો પાર ન રહ્યો! તેણે થોડા દિવસ
મા તો ઘરમાં ઘરોબો કરી દીધો હતો.હરગોવિંદભાઈ
ની તો તે નર્સ જ બની ગઈ હતી,રસોડા માપબંધી નોકર ચાકર રસોઇયાની લાડકી સુલુબેન ,ને સુજાણની
મિત્ર..બેનની સેક્રેટરી.
ધીરે ધીરે તેને ખબર પડી કે બેનનો એક પુત્ર પણ ભણવા ગયા પછી પાછો જ નથી ફર્યો.તેથી બહેન થોડા ગંભીર બની ગયા છે.નામ તેનું ઘર મા કોઈ લઈ સકતું નહિ. તેનો ઓરડો બંધ રહેતો.ચાવી બહેન
પાસે રહેતી.મોટો દીકરો એક રાતે કોઈ સમારંભમાંથી
પાછો આવ્યો ત્યાર પછી આમ જ વર્તન કરતો હતો
ડોક્ટર વૈદ્ય હકીમ થાકી ગયા..પણ કબાટમાં ના ગ્રંથો
નો તે લેખક હતો એ જાણ્યા પછી તે તો દિગમૂઢ થઈ
ગઈ હતી..આટલી નાની ઉંમરમાં આટલો મોટો લેખક
ને અત્યારે આ ન સમજાય ન સહેવાય એ સ્થિતિમાં..!
આ બાજુ દર્શીની સ્થિતિ બહુ જ ખરાબ થતી જતી હતી,હવે તેને માતાપિતા ની યાદ વધુ ને વધુ
સતાવી રહી હતી. તેને ત્યાંના એક વોર્ડ બોય પાસે
એક પત્ર પોતાના ગામે મોકલ્યો. પત્ર હાથ મા આવતા
સુલુ લખાવટ જાણિતી લાગી પણ સમજી ન સકી.
અત્યારે તેને પણ સાતમો મહિનો જતો હતો. સુજાણ
પણ હવે ધીરે ધીરે ઠાવકો થયો હતો. તેણે પત્ર બહેન ને આપ્યો ને તે બે ક્ષણ ઉભી રહી.પણ પત્ર પર ની લખાવટ બહેનની આંખો માં બે બુંદ ટપકાવી ગઈ. પત્ર ખોલ્યો ને તે વાંચ્યો. ગાડી કાઢવાનું કહી ને સુલેખા ને
ઓરડાની ચાવી આપી સાફ સફાઈ કરવાનું કહી તે
નીકળી ગયા.ઓરડોખોલતા તેમાના અંધકારને દુર કરવા બારી ખોલી તો ...આશ્ચર્ય જે પહેલે દિવસે બારી
ખોલી ને દ્રશ્ય જોયું હતું તે જ દ્રશ્ય સામે હતું ને દુર
પેલી બારી દેખાતી હતી.દુર થી નિહાળતી પેલી આંખો
બીજા કોઈની નહિ પણ બહેનની જ હતી..
ઓરડાની દિવાલો સુની હતી ,એકપણ ચિત્ર કે ફ્રેમ ત્યાં નહોતી. સીધા સાદા કમરા માં એક મહેક જાણીતી લાગતીહતી. સાફ સફાય કર્યા પછી તે થાકી
ગઈ હતી,એક બેચેની તેને ચિતિંત કરી રહી હતી.ત્યાં
ગાડી નું હોર્ન સંભળાયું . તે નીચે આવી તો બહેન એકલા જ હતા, તેમનો પુત્ર સાથે નહોતો. હા બહેનના
હાથમાં એક પિત્તળનો કળશ હતો. તે ખૂબ જ ગંભીર
હતા. તેમણે એ પછી બધી વિધી પતાવી. હરગોવિંદભાઈ નો ભાવ એ પછી સુલુ પ્રત્યે બદલાયો
હતો.બહેન પણ તેની કાળજી લેતા.એક એ હતી કે તેને
જયારે પણ વિચાર આવતો કે નાના પુત્ર ના મૃત્યુ પછી
બહેન સાઘ્વી જેવું જ જીવન જીવતા.એક દિવસ તેને
દર્દ ઉપાડ્યું બહેન જાતે તેને દવાખાને લઈ ગયા. જ્યારે તેણે બે જોડિયા બાળકો જન્મ્યા તો તે ખુશ
તો થઈ પણ દુખી પણ..પિતાનું નામ શું..? પૂછાશે
તો...! પણ એક દિવસ દવાખાને થી ઘરેજવાનું આવ્યું ને તેણે વર્ષ દ્વારા મુકાયેલી ફાઈલ જોઈ તો બાળકના
નામ કૃષ્ણ.દર્શી.જાડેજા ને દીકરી નું નામ કૃષ્ણા.દર્શી.
જાડેજા લખેલા હતા.તેઅવાક રહી ગઈ.
બહેને બધી વાત કરી કે તેઓ દર્શી ને મળવા ગયા ત્યારે તેની અંતિમ અવસ્થા હતી તેણે તારો ફોટોને શરમામુ મનેઆપ્યા . તે ઇચ્છતો હતો “કે

મહેલો બાંધવા તો છે સરળ,
દિલોમાં પડેલ તિરાડોનું શું?”

મા તમે આ દિલોની પડેલી તિરાડો ને કેમ પૂરશો.?
બેટા ફોટો જોતા જ હુ સમજી ગઈ હતી કે સંજોગોએ
તને મારા દ્વારે કેમ મોકલી છે. તું ન જાણે તેમ મહારાજ
પાસે તને આ ઘરમાં હરતી ફરતી મે એને બતાવીને એનો આત્મા ઠાર્યો. તારી ગુનેગાર છું કે તને એના દર્શન ન કરાવી શકી. પણ પુત્ર પુત્રી ને એના પિતાનું
નામ આપી આ તિરાડો પૂરવાનું કાર્ય મે કર્યું છે. સુલુ
વિચારતી રહી...શું આ મહેલો માં તે સુખી છે???કે તેના હૈયા ની તિરાડો માંથી દરદ ની ચીસો કોઈ સાંભળી સકશે..? બન્ને બાળકોની કિકિયારીઓ થી સુજાણ ની
તિરાડો માં હવે રૂઝ આવવા મંડી હતી.હરગોવિંદભાઈ
પુત્ર નો કારમો ઘા ન સહન થતા જલદી ભગવાન ની
પાસે પહોંચી ગયા હતા ને બહેન બધો કારભાર સુલેખા ને સોંપી બાળકો માં ખોવાય ગયા હતા..
આમ મહેલ સાથે તિરાડો પણ ત્યાંજ હતી.તે ભરાઈ સકે તેમ નહોતી.

જયશ્રી.પટેલ
૭/૧૨/૧૮