Baani-Ek Shooter - 21 books and stories free download online pdf in Gujarati

“બાની”- એક શૂટર - 21

“બાની”- એક શૂટર

ભાગ : ૨૧


બાનીને, એબ્રોડમાં આવીને ત્રણ વર્ષ ક્યારે પતી ગયા એ પણ ખબર પડી નહીં..!! સમય તેજીથી વહી રહ્યો હતો. એ પોતાનાં સ્વજનો સાથે વિડિઓ કોલિંગથી ટચમાં હતી વધારે તો જાસ્મીન અને એના પ્યારા દાદા દાદી સાથે. કોઈક વાર વોટ્સએપ ગ્રૂપમાં પોતાની જૂની ટોળકી સાથે ચેટ કરી લેતી. ટિપેન્દ્ર સાથે ક્યારેક અમથી કોલ કરી લેતી.

જાસ્મીનનો ડિવોર્સ થઈ ચૂક્યો હતો. એડ ફિલ્મોથી કેરિયરની શરૂઆત કરનાર જાસ્મીન અત્યારે એક સફળ મોડેલ બની ચૂકી હતી.

****

“અરે એહાન, વ્હોટ અ પ્રેઝેન્સ સરપ્રાઈઝ યાર. તું અહીં શું કરી રહ્યો છે?” બાનીએ આશ્ચર્યથી ખુશ થઈને પૂછ્યું. એહાન તરત જ બાનીને ઓળખી ગયો.

“બસ એમ જ કંપનીની સ્પોન્સરશીપ મળી છે તો આ દેશનું લોકેશન સારું છે એટલે વીડીઓ શૂટ કરવાં માટે..!!” એહાને ટુંકમાં પતાવ્યું. પણ એ હેરાન હતો બાનીને આવી રીતે આ વેઈટરનાં રૂપમાં જોઈને.

“ઓકે. આ મારો નંબર છે. પ્લીઝ કોલ મી આફ્ટર ૩ પી.એમ. ભૂલતો નહીં તારી આદત છે.” બાનીએ કહ્યું અને એ બે કપ કોફીનાં મુકતી ગઈ.

“તેરી ફેન હૈ યા ફ્રેન્ડ?” સાથે બેઠેલો સાથીદાર સુચિતે પૂછ્યું. એહાન સૂચિત તરફ દિગ્મૂઢ થઈને જોતો રહ્યો. કેમ કે એણે શું કહેવું એ અત્યારે ખબર પડી રહી ન હતી. એની આંખો કોફી પીવામાં કમી પરંતુ બાનીને શોધી રહી હતી. કેટલી ખુબસુરત..!! ઓહ્હ..!! અને એ એવી રીતે જીવી રહી છે..!!

“અરે એહાન તારી યુટ્યુબ ચેનલ ફોલોવર્સ છે કે?” સુચિતે ફરી પ્રશ્ન પૂછ્યો.

“જૂની ફ્રેન્ડ છે.” ટુંકમાં પતાવતાં એહાને કહ્યું.

****

બરાબર ત્રણ વાગ્યે બાનીને એહાને કોલ લગાવ્યો.

“હેલ્લો, બાની એહાન.” એહાને કહ્યું.

“ઓકે તું ક્યાં રોકાયેલો છે એનું એડ્રેસ? હું તને અત્યારે જ મળવા આવું છું.” બાનીએ ઉત્સુકતાથી કીધું.

બાની એહાનના બતાવેલા એડ્રેસ પર વીસ મિનીટમાં પહોંચી ગઈ. હોટેલ રૂમ નંબર ૩૦૬ પર પહોંચતા જ એહાને દરવાજો ખોલ્યો. બાની સીધી જ એણે ટાઈડ હગ કરતી વળગી ગઈ. એહાન માટે આ પહેલી વાર હતું. પણ તરત જ બાનીને એહસાસ થતાં એનાથી દૂર થઈને કહ્યું, “ દૂર છું દોસ્તોથી એટલે ...”

“ઈટ્સ ઓકે. પ્લીઝ અંદર આવ.” સોફા ચેર તરફ ઈશારો કરતાં એહાને કહ્યું. બાની સોફા ચેર પર ગોઠવાઈ.

“અરે આ ચિરકુટ કોણ છે?” બાનીએ ધીમેથી થોડું હાસ્ય બતાવતાં પૂછ્યું. બાની જાણે પોતાનાં જૂના ગ્રૂપ ફ્રેન્ડની ટોળકી સાથે હોય તેમ વર્તવા લાગી.

“મીટ માય ફ્રેન્ડ કમ કેમેરામેન સૂચિત કુમાર.” એહાને સૂચિત તરફ હાથ બતાવતાં કહ્યું. સૂચિત બહાર જવા માટે તૈયાર થતો હતો. એ આવ્યો અને બાની સાથે હાથ મેળવ્યો, “ ઓકે ગાઈઝ. હું થોડો બહાર ફરીને આવું.” ફીકું હસીને સૂચિત બહાર જતો રહ્યો.

“બાની તું અહિયાં વેઈટરની જોબ કરવાં આવી છો?” સીધો જ પ્રશ્ન પૂછતા એહાને કહ્યું. બાનીએ એહાન તરફ જોયું પણ કશો જવાબ આપ્યો નહીં. “જ્યાં સુધી મેં તારા વિષે જાણ્યું છે તું મોટા બિસનેઝમેનની છોકરી છે. મેં ઈવાન તરફથી સાંભળ્યું છે કે તું એબ્રોડ મોજમસ્તી કરવાં માટે પોતાની લાઈફ જીવવા માટે જઈ રહી હતી...!!” એહાનને પોતાને એમ લાગ્યું કે જાણે એણે લાંબી વાત કરીને પર્સનલ સવાલ પૂછી પાડ્યો.

“હાં એ જ તો કરી રહી છું. પોતાના કમાવેલા પૈસાથી જીવવાની મજા જ કોઈ ઔર છે.” બાનીએ સરળતાથી કહ્યું.

“ઓહ વાહ વિચાર ગમ્યો.” એહાન એણે પહેલી વાર એકીટશે જોતો રહ્યો. એ થોડું વિચારવા લાગ્યો કે બાનીના સ્વભાવમાં ખાસો ફેરફાર થયો હોય તેમ લાગતો હતો.

“શું થયું?” “ઓહ્હ, રાઈટ. ક્યાં એક પછી એક ગાળો આપતી સિગારેટ ફૂક્તી મસ્તીભરી બાની અને ક્યા અહિયાં બેસેલી સિન્સીયર ગર્લ બાની..!!” બાનીએ કહ્યું.

“હા ફર્ક તો દેખાઈ રહ્યો છે.” એહાને કહ્યું. બાની ખડખડાટ હસી પડી.

“ત્રણ વર્ષ પહેલા મને એક ક્યુટ બોય મળેલો. મે બી એણે જે પણ કીધું એની ખાસી અસર જ સમજો મારા પર થયેલી. અને જુઓ આજે સિન્સીયર ગર્લ બની બેઠી છું.” બાનીએ એહાનની આંખોમાં જોતાં જૂની યાદો વાગોળતાં કહ્યું.

એહાન વિચારવા લાગ્યો અને થોડો હસ્યો, “ યુ મીન ધેટ ક્યુટ બોય વોઝ મી?” એટલું કહી એહાન હસ્યો એની સાથે બાની પણ હસી, “ યેસ યુ આર. થેંક યુ.”

“એ જે ભાષણ હતું એ આખા ગ્રૂપ માટે હતું ખાસ તો ઈવાન માટે. બીકોઝ એ મારો સારો ફ્રેન્ડ છે. પણ સારું થયું એણે તેં માથે લીધું. હું ખુશ છું કે તું એ લેક્ચરના પ્રભાવથી બધું છોડ્યું.” એહાને કહ્યું. “ ઓકે હું તો પૂછવાનો ભૂલી જ ગયો શું લેશો ? હું ઓર્ડર કરું.”

“વન ગ્લાસ ઓફ વોટર. કેમ કે તને ઘણી વાત કરવાની છું. તું કેટલા મહિના સુધી છે અહિયાં?” બાનીએ પૂછ્યું.

“હું ત્રણ મહિના સુધી. મારું છોડો. તેં અહિયાં જ સેટ થવાનું વિચાર્યું છે કે શું?” એહાને પૂછ્યું.

“ના.. ડેડને પ્રોમીસ કર્યું છે. ઈ...!!” આગળ વાત કરતાં બાની અટકી.

“શું...?” એહાને પૂછ્યું.

“નથીંગ." બાનીએ કહ્યું.

"પણ બાની. એન્જિનિયરિંગનું ભણીને વેઈટરનો જોબ..??" એહાને પૂછી પાડ્યું.

"એમ તો હું પણ તને પૂછી શકું કે એન્જિનિયરિંગનું ભણીને યુટ્યૂબર કેમ??" બાનીએ સ્મિત આપતાં પૂછ્યું. અને એહાન હસી પડ્યો.

"ઈવાન અને બીજા બધા ફ્રેન્ડો કેમ છે?” બાનીએ પાણી પીતા પૂછ્યું.

“બધા ફાઈન. તારા ટચમાં તો છે ને.” એહાને કહ્યું.

“છે પણ જસ્ટ હાય હેલ્લો. તારી અપડેટ તો હું લેતી રહું છું.” બાનીએ કહ્યું. “ત્રણ વર્ષમાં તો તું ફેમસ યુટ્યુબર થઈ ગયો..!! કોંગ્રેટ્સ..!! બીજું લાઈફમાં શું વિચાર્યું છે?” બાનીએ પૂછ્યું.

“થેંક્સ..!! હમણાં તો મજા છે આ કામથી. મોમ ખુશ છે. બીજું શું જોઈએ. આગળ એના સિવાય બીજું શું કરવું એ વિચાર્યું નથી. ઈન્કમ ઠીકઠાક છે તો જોબ કરવાનું પછી વિચાર પડતો જ મુક્યો.” એહાને કહ્યું.

“ગર્લફ્રેન્ડ તો હશે જ ને..!!” બાનીએ પૂછ્યું.

“નથી.” ટુંકમાં જવાબ આપતા કોલ્ડ્રીંકનો ગ્લાસ બાની સામે ધરતા એહાને કહ્યું.

“સ્યોર.” બાનીએ કોલ્ડ્રીંકનો ગ્લાસ લેતાં કહ્યું., “એહાન...!! ત્રણ વર્ષમાં તો તારામાં ઘણું ચેન્જ હું જોઈ રહી છું. તું તો ઘણું ઓછું બોલતો હતો યાર ત્યારે. અને અત્યારે જુઓ તારી પાસે સવાલો રેડી જ છે.”

“મારા કરતાં હું તારામાં ઘણું ચેન્જ જોઈ રહ્યો છું. એટલી બધી તું બદલાઈ ગઈ છે...!!” એહાને કહ્યું.

“સબકુછ આપકા લેક્ચર કા ખેલ હૈ ?” બાનીએ હસીને કહ્યું.

“ખૈર...!! બાની તેં કીધું નહીં? અહિયાં જ સેટ થવાના છો કે પછી..!!” થોડી સેકેંડ થોબીને પૂછ્યું, “ એની બોયફ્રેન્ડ ?”

“આ’મ સીંગલ. ખુશ છું.” એટલું કહી બાની હસી પડી સાથે એહાન પણ હસ્યો.

****

બાની અને એહાનની મુલાકાત વધતી ગઈ. બંનેને એક સાથે સારું એવું બનતું હતું. કદાચ બાનીનો સ્વભાવ ચેન્જ થતાં જ એહાન એની તરફ એટ્રેક્ટ થયો હોય..!! જે પણ હોય. પણ બંનેની મુલાકાત, ફોનકોલ્સ, ચેટ,વિડીઓ કોલ્સ વધતાં ગયા. એવામાં જ બાનીનું પણ એહાન જ્યાં રોકાયેલો હતો એ હોટેલના રૂમ પર આવવાનું રોજ બનતું થયું. આ જોઈને એહાનના પાર્ટનરે જ તે રૂમ છોડી બાજુનાં રૂમમાં રહેવા શિફ્ટ થયો.

“તું સિરિયસ છે આપણી રિલેશનશિપને લઈને?” એહાને આખરે કડક શબ્દોમાં પૂછ્યું.

“વોટ્ઝ રોંગ વિથ યુ એહાન. કેમ પૂછ્યું આવી રીતે?” બાનીએ એહાનની આંખમાં આંખ નાખતાં પૂછ્યું.

“કેમ કે હું તારો એડીક્ટ થવા નથી માંગતો. જેવી રીતે આપણી રિલેશનશીપ આગળ વધી રહી છે. એણે તું પણ જોઈ રહી છે.” એહાન બાનીના ચાહતમાં પડી ચુક્યો હતો. એને ગુસ્સાથી આખરે પૂછી જ લીધું.


(ક્રમશઃ)

(નોંધ: વાંચક મિત્રોને વિનંતી છે કે નોવેલને ફસ્ટ પાર્ટથી વાંચે. તો જ ટૂંકો સાર સમજાશે. આભાર😊)