Aanu - 1 books and stories free download online pdf in Gujarati

આણું - 1

વાર્તા:_આણું
**************
_ મુકેશ રાઠોડ


અભેસંગે ડેલી માં પગ મુકતા જ પાંચ વરહ ની કુસુમે બાપુ આયા બાાપુ આયા કહીને સામે દોટ મૂકીને એ ના પીતાજીને ભેટી પડી.બાપુએ તરત તેેડીને ખંભેે બેસાડી દીધી.અરે અરે તારા બાપુ ને હેેઠે તો બેહવા દે, ગામતરે જઇને હજી તો માંડ આવ્યા જ છે, થોડો પોરહ્ તો ખાવાદે.એવું કહેતા કુસુમ ની માં બોલી.પાણી ની લોટો આપતા બોલી આવી ગયા કુસુમના બાપુ,શું નક્કી કર્યું? બધુું બરાબર થઈ ગયું ને?. હા કુસુમની માં બધું બરાબર થઈ ગયું, અભેસિંગ બોલ્યા.ગોળ ધાણા ખાઈ ને આવ્યો છું.સારૂ મુરત જોવડાવી ને લગન નું કેવડાવ છું, એમ કીધું છે.
*******
આજે તો હરખ માતો નહિ હોય કા ? ,કાના ની માં .કે કે કરતી તિ મારે કુસુમ ને જ આ ઘરમાં લવાવી છે . જોઈ હવે તારો ભાઈ શું દેય છે આણા માં એની છોડી ને, મોઢું મચકોડતો કાના નો બાપુ બોલ્યો.અરે તમે જાણતાં નથી હજિ મારા ભઇ ને , જીવ નો મોટો છે મારો ભઇ.કાના ની માં બોલી. જોયો હવે તારા ભાઈ ને એને જ ખાવાના માંડ થાય છે એ એની છોડી ને શું આપશે.કાના નો બાપુ બોલ્યો.દેશે હવે, અને નો દેય તો આપડા ઘરે ક્યાં તુટો છે.ભગવાને આપડને બધું આપ્યું છે.અને કુસુમ ક્યાં બીજી કોઈ છે મારા ભઇ ની જ છોડી છે ને.આ ઘર પણ એનું જ છે ને ,એમ કાના ની માં બોલી. હા હા જોઈ હવે મોટી ભાઈ વારી એમ બબડતો બબડતો કાના નો બાપુ વાડીએ જવા નીકળી ગયો.
*****
કવ છું હવે થોડું થોડું ભેગુ કરતા રહો,આ તમારી લાડકી ક્યારે મોટી થઈ જસે ખબર પણ નહી પડે.કુસુમ ની માં દ‌ઈણુ કરતા કરતા બોલી.હા હા બધું સારું થઈ જશે કુસુમ ની માં તું ચિંતા ના કર જોજે ને મારી કુસુમ ને કઈ ખોટ નહિ રેવાદવ અભેસિંગ બોલ્યા.હા આપડે ક્યાં જાજા છોકરા છે આં આપડી કુસુમ એકની એક જ છે.એટલે ના લઈ એટલું થોડું.કુસુમ ની માં બોલી.હા અભેસંગે હોંકારો ભણ્યો.અને બોલ્યો આપડી કુસુમ ક્યાં બુજે દીધી છે મારી બેન નું જ ઘર તો છે. બેન આપડી છે કઈ બનેવી આપડા ના હોય,કાલ સવારે મારી છોકરી ને મેણું મારે તો?.એમ કુસુમ ની માં બોલી.
અભેસંગ બોલ્યો ,ના ના મારી લાડકી ને કોઈ વસ્તુ ની ખોટ નહિ પાડવા દવ.તું જોજે ને ગામ આખું જોવા ના ચડે તો મને કજે.
*****
બે વરહ માં જ નાનકડી કુસુમ ના લગન પણ થઈ ગયા.
લગન શુ કેવાય એય બિચારી ને હજી ખબર નોતી પડતી.
.ઢીંગલા ,પોતિયા રમતા હોય એવું જ એને તો લાગ્યું . જાન પરણી ને ફઈ ના ઘરે ગઈ. ગામ માં વાજતે ગાજતે જાન લીધી ને વેવાર પતાવી ,જમીને બધા સુઈગયા.બીજા દિવસે મેમાનો બધા જતાં ગયા અને કુસુમ ના હાથમાં પૈસા આપતા ગયા.કુસુમ તો રાજીનારેડ થઈ ગઈ. હે ફઈ આ બધા પૈસા મારા છે? કુસુમ એની ફઈ ને વાલ કરતા બોલી.હા બટા આ સંધાઇ પૈસા તારા જ છે ,માથે હાથ ફેરવતા એની ફઈ બોલી. તો હું કાના ને આમાંથી નહિ આપુ હો ?કુસુમ બોલી.કાના ની માં દાંત કાઢતાં કાઢતાં બોલી , હા નો આપતી બસ.બીજા દિવસે તો કુસુમ ને પણ અભેસિંગ આવીને ટેડીગયા.
*****
ક્રમશ.......
આગળ શુ થસે કુસુમ નું?
એના બાપુ એની દીકરી માટે શું શું કરે છે.?
વાર્તા માં નવો શું વણાંક આવે છે? વગેરે જાણવા માટે આગળ નો ભાગ વાંચો.
મિત્રો કેવી લગી તમને આ વાર્તા મને જરુર થી જણાવજો .આપના અમૂલ્ય પ્રતિભાવ આપવાનું ભુલતા નહી.