Aanu - 7 in Gujarati Novel Episodes by મુકેશ રાઠોડ books and stories PDF | આણું - 7

આણું - 7

આણું, ભાગ =7
. મુકેશ રાઠોડ


આપણે આગળ જોયું કે કાનાની માં અને બાપુ કુસુમના ઘરે આણું તેડવાનું નક્કી કરવા આવે છે. અભેસંગ મા મહિના નો વદાળ મુકેછે. કુસુમ ની માં ને આણા ની ચિંતા થાય છે.અભેસંગ એને આશ્વાસન આપે છે .હવે આગળ... ....
******

"તમે વાડી વેચવાની તો ના પડો છો.ગામમાં કોઈ પાસે ઉછીના પૈસા લેવાની પણ ના પાડો છો .તો કરશો છું ? " કુસુમ ની માં બોલી

" તને ખબરછે ? મારો ભાઈબંધ ઓલો કરમશી શહેરમાં રહે છે એ અવાર નવાર કાગળ લખીને કહે છે ,કોક દી તો આવ મારા ઘરે આંટો મારવા. કઈ કામ કાજ હોય તો કેજે "...અભેસંગ એ કૂસુમની માં ને કીધું.

* હા ,ખબર છે .કરમશિભાઈ પણ ક્યાં આપડા ઘરે ઘણા વરસ થી આવ્યા ." કુસુમ ની માં બોલી.

"હા, તો , હું થોડાક દિવસ પછી એના ઘરે જાવ ને આંટો મારતા આવું અને થોડાં પૈસા લેતો આવું , વેવારે પાછા આપી દઇશું.' અને શેરમાં જાવ છું તો થોડા દર,દાગીના પણ લેતો આવું " અભેસંગ બોલ્યા.
********
કુસુમ અને એની માં ઓસરીની પસારે બેઠાં ભરત ભરે છે ને વાતું કરતા જાય છે. એટલામા સેજલ આવી .
" કુસુમ છે ઘરે કે નહિ ? " ડેલિયેથી જ સાદ દેતી સેજલ આવી.

" આવ સેજલ આવ " . કુસુમ અને એની માં બોલ્યા.

" ઓહ્ તો ભરત ભરે છે " એમ ને .સેજલ બોલી.
" હા ,થોડી થોડી તૈયારી કરવી પડશેને ,કુસુમના આણા ની.હમણાં માં મહિનો આવીને ઊભી રહી જાહે. " કુસુમ ની માં બોલી
" આ જો ટોડલિયા, ચાકરા, ઈંઢોણી,એવું ભરાઈ ગયું છે હવે તો તોરણ ને સામૈયું બાકી છે.એક,બે દિ' માં એ પણ ભરાઈ જસે. પસે ચંતા નહિ." કુસુમ બોલી.

" તો તો બેન હવે થોડા દિ' ના જ મેમાન છે,એમ ને. " સેજલ દાંત કાઢતા બોલી.

" હા, પસે તો આ ઘર કઈડવા ધોડસે." કુસુમ ના બાપુને તો કુસુમ વગર ગોઠે તો સારું!. જીવથી પણ વધારે વાલી છે કુસુમ ,એના બાપુ ને." કુસુમ ની માં ઉદાસ થઈને બોલી..
" કાકી એમાં સુ ઢીલા થાવ છો ? છોકરીયું ની જાત છી, આજે નહિ તો કાલે હાહરે તો જવું જ પડે ને." સેજલ બોલી.
******

આજે વાડીમાં થોડું ઓછું કામ હોવાથી અભેસિંગ ઘરે વેલા આવે છે.લગ ભાગ ચાર વાગ્યા નો સમય છે.અભેસિંગ ડેલી ખીલી ને ફરિયામાં જાય છે તો ઘરમાં કોઈને જોતો નથી . મનો મન વિચાર કરે છે આ બંને માં,દીકરી ક્યાં ગીયુ હસે.? પારિયાણે થી પાણીનો લોટો લઈને ઓસરી ની ધારે જ બેસી જાય છે. એટલા માં કુસુમ અને એની માં આવી જાય છે.

" આવી ગયા કુસુમના બાપુ ?, આજે વેલા આવિગયા કઈ"
કુસુમ ની માં બોલી.

" હા,આજે વાડીમાં કામ થોડું હતું એટલે વેલો આવી ગયો.
પણ તમે બંને ક્યાં ગયા હતા." અભેસંગ બોલ્યા.

" ઓલા કરસન કાકા ની સોમલી નઈ? એનું આણું તેડવા આવ્યા છે આજે, તો ત્યાં ગયા તા." કુસુમ બોલી.
" હા, બહુ હારું આણું કરું હો.દેવાય એટલું બધું એના બાપે દીધું છે. દીકરીની જાત ! નો દઈ એટલું ઓછું ." કુસુમ ની માં બોલી.

" હા, મારે પણ મારી કુસુમને લાડે લડવાની છે.એ ,નો કેય ,ઇ વસ્તુ પણ આણામાં દેવી છે મારે. તું જોજે ને ગામ લોકો પણ જોતા ના રહી જાય તો કેજે. ગામ ના કોઈએ પણ નો લીધો હોય એટલો કરિયાવર મારી કુસુમ ને લેવો છે.ભલે ગામ વાતું કરે." અભેસંગ બોલ્યા.

"કાલે હું મારા ભાઈબંધ પાસે જાવ છું .ઘણા વરસો થઈ ગયા ગયો નથી એટલે બે - ત્રણ રાતો રોકાઈને આવીશ.અને સરખું પડે તો થોડા ઘણો સામન ને દાગીના પણ લેતો આવીશ. એકાદ દિ' વધારે ઓછો થાય તો ચિંતા ના કરતા." અભેસંગ બોલ્યા.

ક્રમશ.......

#################################

અભેસંગ એના ભાઈબંધ ન ઘરે જસે કે નહિ. ,?
એનો ભાઈબંધ મદદ કરશે કે નહિ. ?
અભેસંગ આણું કરશે કે નહિ ,?

વગેરે જાણવા માટે આગળના ભાગની રાહ જોવી રહી.આપનો સુજાવ મને જરૂર જણાવશો.વાર્તા ગમે તો like comment and share કરવા નું ભૂલતા નહિ. બધા મિત્રો નો ખુબ સારો રિસ્પોન્સ મળી રહ્યો છે.તે બદલ હું દિલથી આભાર માનું છું.આપનો સાથ અને સહકાર મળતો રહેશે એવી આશા.તમારો કિમતી સમય ફાળવીને ને વાર્તા વાંચી એ બદલ આપનો ખુબ ખુબ આભાર,🙏🙏


Rate & Review

Ami

Ami 12 months ago

મુકેશ રાઠોડ

thank you so much all friends for inspiration me

Hardik Kapadiya
Tejal

Tejal 2 years ago

Dr Priya Gorasiya