Aanu - 5 in Gujarati Novel Episodes by મુકેશ રાઠોડ books and stories PDF | આણું - 5

આણું - 5

આણું :-૫
_મુકેશ રાઠોડ.

**************

આપે આગળ જોયું કે કુસુમ અને એની બહેનપણી સેજલ બન્ને કુસુમ ની માં ને મેળા માં જવા માનવી લે છે.હવે આઠમ ના મેળાની વાટ જોવાય છે.હવે આગળ........................

આખરે એ દિવસ આવીજ ગયો જેની કુસુમ વાટ જોતિતી.
સવારે વેલા ઊઠીને નાઈ ધોઈને તૈયાર થાય છે. લાલ ,લીલા, ને વાદળી ફૂમકા વારો ઘેરદાર ઘાઘરો .મખમલ નું પોલકુ,ને મોર ને પોપટના ભરત ભરેલી, આભેલેથી જડેલી ચુંદડી ઓઢી છે.કપાળમાં લાલ કંકુ નો ચાંદલો કરેલો છે.આંખમાં કાજળ આંજ્યું છે. વારે ઘડીએ અરીસામાં જોયા કરે છે,ને એકલી એકલી અરીસાની સામું જોઈ ને મલક્યા કરે છે.ત્યાજ બધી છોકરીયું તૈયાર થઈ ને કુસુમ ની ડેલીએ આવિયું.

ડેલીએ પગ મૂકતાંની સાથે જ સેજલ બોલી કુસુમ એ કુસુમ તૈયાર થઈ કે નહિ.અમે બધીયુ તૈયાર થઈને આવી ગયું . શું કરેશ હજી. હા હા તૈયાર જ શું બસ આં આવી જો ,હા હાલ હવે પછી વેલા ઘરે આવવાનું છે ને એટલે મોડું ના થાય સેજલ બોલી. હા હા હાલો, માં - બાપુ ની રજા લઈ કુસુમ બધી છોકરીયું સાથે મેળા માં જાય છે.

રસ્તામાં વાતું કરતી ને દાંત કાઢતી બધી છોકરીયું ચાલી ને મેળે જાય છે.ગામના બીજા પણ માણસો ચાલતા જ મેળે જાય છે.કોઈ કોઈ ગાડાં જોડીને જાય છે તો જુવાનિયા કોક સાયકલ લઇને પણ જાય છે.મારગમાં વાતું કરતા સેજલ કુસુમ જે પૂછે છે કે આપડે કાના ને મળશું કઈ રીતે?.મેળામાં તો ગામે ગામના માણસો હશે.કુસુમ કે તું હજી કાના ને ઓળખતી નથી એ જોજેં ને એ આપણને ગોતીજ લેશે.એ બહુ હોંશિયાર છે.

મેળો કુસુમ ના ગામ અને કાના ના ગામ ની વચ્ચેના ગામમાં ગોકુળ આઠમ નો મેળો ભરાય છે .જ્યાં ઠાકર નું મંદિર પણ છે .જે ઘણું જૂનું મંદિર છે.
. ******

વાતું વાતુમાં ગામ પણ નજીક આવી ગયું ખબર પણ ના પડી.કુસુમ બોલી.આં જોતો ખરી કેટલું માણસો મેળો કરવા આવ્યુ છે. ગામ પાધર પોચે ત્યાતો કુસુમ ના ગામના રસ્તામાં જ કાનો અને એનો ભાઈબંધ વાટ જોતા ઊભા છે.જેવા નજીક પોચ્યા તા તો બંને એક બીજા ઓળખી ગયા.ને જાણે વરસો નો મેળાપ થયો.બન્ને ની આંખમાં સ્નેહ ઉભરાયો.કુસુમ શરમાઇ ગઇ. ને બધી છોકરીયું દાંત કાઢવા લાગ્યું.
સેજલ બોલી હાલો હાલો અહી જ ઉભૂરેવું છે કે શું.? કેતિ કુસુમ ને કોણી મારી. હા હા હાલો કાનો બોલ્યો.બધા ભેગા મળી પેલા ઠાકર ના મંદિરે દર્શન કરવા જાય છે.દર્શન કરીને મંદિરના પટાંગણ માં જ બધા ઢોલે રમતા હોય છે ત્યાં કુસુમ એની બહેનપણીઓ અને કાનો એનો ભાઈબંધ પણ ઘડીક રાહડે રમે છે.પછી બધા મેળામાં ફરવા નીકળી જાય છે.બધા સાથે ચકડોળમાં બેસે છે . પછી કુસુમ ,સેજલ, કાનો અને એનો ભાઈબંધ મેળાથી બહાર ગામના તળાવ કાંઠે બેસવા આવી જાય છે.સેજલે બીજી બધી છોકરીયું ને કીધું તમે મેળામાં ફરો, થાકો એટલે તળાવની પાળે આવતા રેજો અમે ત્યાં બેઠા છી.
**********
આ એજ તળાવ છે જ્યાં નવા સવા પરણેલા ને એક બીજાના મનમેળ હોય એ મેળામાં મળવાના બાને તળાવની પાળે મળે . તળાવની પાળ ઉપર પીપળો, જામુડો,લીંબડો,ને પીલુડી ના ઝાડ છે.ઝાડ ફરતા પાકા ઓટા બનાવેલા છે.જેથી માણસો ત્યાં બેસી શકે.આઠમ નો તેવાર હોવાથી તળાવમાં નાવા - ધોવા વારા ની ખાસ અવર જવરના હોય.તે દિવસે પાળે સગાઈ થઈ ગયેલા અને મન- મેળ વાળા જોડકા જ જોવા મળે.
***********
એક ઓટા ઉપર કાનો ને કુસુમ બેઠા છે તો બીજા ઓટે સેજલ બેઠી છે કાના નો ભાઈબંધ પણ બીજા ઓટે બેઠો છે.
કેટલા વરહ થઈ ગયા તને જોઇ એ. હું તો રાત દિવસ તારા જ સપના જોતો તો.કાનો બોલ્યો. હે સાચે? કુસુમ બોલી. જાને જૂઠાં તારા સમ બસ કાનો બોલ્યો.હે તને કોઈદી મારી યાદ આવતી કે નહિ. હા મને પણ બહુ યાદ આવતી .કામમાં ક્યાઈ મન નો લાગતું. બસ તારાજ વિચાર આવ્યા કરે. વિચાર કરતી ,કેવો લાગતો હશે તું મોટો થઈને. મને યાદ કરતો હશે કે નહિ.પણ તુ તો ધર્યો તો એવોજ લાગેસ હો.
તું પણ ક્યાં ઓછી દેખાવડી છે.આં આંખોમાં બસ જોયા જ કરું એવું થાય છે.તારું આં રૂપ જોઈને તો ભલ ભલા જુવાનિયા પાણી ભરતા થઈ જાય એવી છે.હુ પણ વિચાર કરતો કેવી લાગતી હસે તું.પણ સપનામાં જેવી જોતો તો એવી જ રૂડી ને રૂપાળી છો હો તું.સગી માં ની જ નજર લાગે એવી . બસ બસ બહુ થાય વખાણ મારા કુસુમ બોલી.
*********

સેજલ ઘડીક કાના ના ભાઈબંધ સામું જોવે છે ઘડીક નીચે જોવે છે.એ પણ સેજલ સામું જોવે છે .હિંમત કરીને સેજલ પાસે આવે છે ને કહે છે.આં જોવો તળાવ ની પાળ ઉપર બધા જોડકા જ દેખાય છે.તમને વાંધો નાં હોય તો હું તમારી પાસે બેસું ?.એમાં સુ વાંધો હોય બેસો, સેજલ બોલી.
આમ જોવો, કાના અને કુસુમ ની જોડી રાધા અને કાન જેવી લાગે છે, નઈ?. હા લાગેસે બન્ને ને એક બીજા માટે જ ભગવાને બનાવ્યા છે.કુસુમ બોલી.
એક વાત કવ? કાનાનો ભાઈબંધ બોલ્યો ખોટું ના લગાડતા તમે મને ગમો છો.સેજલ શરમાઇ ને, મે પણ તમને પેલી નજરે જોયા ત્યાંથીજ ગમી ગયા છો . સાચું કહું તો હું પણ તમારી સાથે વાત કરવા માંગતી હતી .હવે તમને જોયા પછી તો ક્યાય ગમશે નહિ મને. તમે કેતા હોય તો મારા બાપુ ને કાલ જ મોકલું તમારા ઘરે માંગું નાખવા. ના ના એટલી બધી શું ઉતાવળ.એમ ઉતાવળે આંબા ના પાકે ધીરજ રાખો ધીરજ.પછી મોકલજો.સેજલ બોલી. સારું પણ હવે કેદી મળશો પાછાં.તમે તો મારું દિલ ચોરી લીધું છે .એને સાચવીને રાખજો. હા જટ પાછાં મળીશુ સેજલ બોલી.
*******
એય હવે કેતો ખરા કેદી આવવુ છે ઘરે.હવે તો આમ એકલું નથી રેવાતું.અને હવે તો સાવ નહિ રહી શકું.મામા ને કેને જટ મોકલી દે. કાનો બોલ્યો. હા હવે ક્યાં જાજા દી છે .થોડા મહિના માં આવવાનુ જ છે .તૈયારી તો કરે જ છે બાપુ. સગવડ થાય એટલે કરી દેશે.આપડે ઘરે ક્યાં કઈ તૂટો છે.જે મળે એ લઇને મોકલિદે કાનો બોલ્યો. પણ સમાજ હારે તો હાલવું પડે ને.ને હું મારા બાપુ ને એકજ છું એટલે મારું એમને વધારે છે.પુગાય એટલું તો લેશે જ.
*****

હાલો હાલો હવે ઘરે જવાનું મન નથી થતું કે શું ? છોકરીયું બોલી.. હાલો હવે ઘરે મોડું થસે તો બાપુ વઢશે.ને માં નું સાંભળવું પડશે, એ અલગથી. ઝટ હાલો ઘરે.

હા હા હાલો હવે જઈએ. સેજલ બોલી.નકર કાકા મને ધખસે.મારા વિશ્વાસે કુસુમ ને મોકલી છે ને અમે વેલા ઘરે આવિજશું એવું કીધું છે એટલે હવે જાવું પડશે.બધી છોકરીયું અને કાનોને એ નોખા પડ્યા .ને જ્યાં સુધી બંને દેખાયા ત્યાં સુધી કુસુમ વરી વરી ને કાના સામું જોતી રહી.......

ક્રમશ........
#################################
મિત્રો આં વખતે થોડો લાંબો ભાગ લખ્યો છે.આશા રાખું કંટાળો નહિ આવે તમને. તમારો પ્રતિભાવ સ્ટાર રેટિંગ દ્વારા જણાવશો plz. કોઈ સૂચન હોય તો અવશ્ય કહેશો.

આણા માટે અભેસંગ શું કરે છે? એ જાણવા માટે આગળ નો ભાગ વાંચજો.

Rate & Review

Ami

Ami 12 months ago

Hardik Kapadiya
Tejal

Tejal 2 years ago

મુકેશ રાઠોડ
Prakash

Prakash 2 years ago