Aanu - 8 - last part books and stories free download online pdf in Gujarati

આણું - 8 - છેલ્લો ભાગ

આણું ભાગ :-૮
**************

_મુકેશ રાઠોડ.

આપે આગળ જોયું કે કુસુમ ની માં ને આણા માટે ચિંતા થાય છે.અભેેેેેેસિંગ ગામમાં કોઈ પાસે ઉછીના પૈસા લેવાની ના પડે છે.અને વાડી વેચવાની પણ ના પાડે છે.પણ એનો ભાઇબંધ જે શહેર માં રહે છે એની પસે જઈને મદદ માંગવાનું કહે છે. તે શહેર જાય છે. હવે આગળ......

અભેસિંગ શહેરમાં ત્રણ ચાર દિવસ રોકાઈ છે.
નાની મોટી બધી વસ્તુ ની ખરીદી કરે છે.એને ગમતા સોના અને ચાંદીના દાગીના પણ ખરીદે છે.બધી વસ્તુઓ લઈને અભેસિંગ ઘરે આવી જાય છે.
**********
જોત જોતામાં માંં મહિનો ક્યારેે આવી ગયો ખબર પણ ના પડી .કુસુમ નું આણું તેડવા મેમાનો આવવાના છે.અભેસંગે આણા ની બધી તૈયારી કરી લીધી છે. ગામ માં બધા ને જમવાના નોતરાં દેવાઈ ગયા છે. સગાં સંબંધીઓને પણ કંકોત્રી દેવાઈ ગઈ છે.
"બસ હવે તો કાલ નો દિ' ઉગે એટલે કુસુુમ એની સાસરે વૈ જશે ,પછી હું એના વગર કેમ રહી શકીશ."
અભેસંગ મનમાં જ વિચાર કરે છે.
;*********

"આવો આવો મેમાન ," કેતા અભેસંગ આણા ના મેમાન ને આવકારે છે. મેમાન અને બધા આણા ની વસ્તુ ગણવા બેઠા છે.બધા લોકો આચાર્ય ચકિત થઈ ગયા છે.એક બીજા કાનાફૂસી કરે છે , કે અભેસંગે આ બધું કર્યું કઈ રીતે..આટલો બધો કરિયાવર લીધો કઈ રીતે. ગામ ની વાડી તો વેચી નથી કે નથી કોઈ ગામ લોકો પાસે પૈસા ઉછીના લીધા તો આ બધું કર્યું કઈ રીતે.. અભેસંગ નો બનેવી તો મોંઢામાં આંગળા ઘાલી ગયો.. આટલો બધો દાયજો આને કર્યો કઈ રીતે એ જ સમજી નોતો શકતો.
મેમાન સહિત બધા ના મોંઢા ફાટ્યા રહી ગયા. આવું આણું તો ગામના પેઢીદારો કે સો વીઘા ના ગરાસદાર પણ નોતાં કરી શક્યા . બધા વાતું કરવા લાગ્યા. અભેસંગે ગજા બહારનું કરિયાવર લીધું હો.
સોના ,ચાંદી ના બધા ઘરેલા .એકવીશ જોડ કપડાં, વાસણ - કુશળ , ઘરની બધી ઘરવખરી ,ગોદડા સિખે બધી ઘરવખરી લીધી હતી. કરીવરના પાંચ ખાટલા ભરાય એટલો સામાન લીધો હતો.
" હું નોતી કે ' તિ , મારો ભાઈ કુસુમને કઈ ઓછું નહિ આવવા દેય." કુસુમ ની ફઈ એ એના ઘરવાળા ને કીધું.

"હા ,હો ! મને એમ કે તારો ભાઈ લઈ લઈને શું લેશે.પણ એને તો મારી ધારણા જ ખોટી પાડી. એને તો મને સાવ ખોટો પડ્યો..આટલો કરિયાવર તો આપડી સમાજ માં કોઈએ નહિ લીધો હોય એટલો કરિયાવર તારા ભાઈએ લીધો છે. " કાના ના બાપુએ કુસુમ ની માં ને કીધું.
**********
" હાલો હવે આણું વાળવો એટલે વેલાસર ઘરે પોગી જાવી." કાના ના બાપુએ અભેસંગ ને કીધું.
"હા ,એ જ તૈયારી થાય છે. " અભેસંગ બોલ્યા.
કુસુમ ને વળાવવા આખા ગામ ના માણસો આવ્યા હતા.બધા ના મન માં એક જ વાત હતી ,અભેસંગે ગામમાં કોઈએ ના લીધો હોય એટલો કરિયાવર લીધો. આખું ગામ જાણે આણા ને જોવા આવ્ય હતું .

આંણુ વળાવી સૌ પોત પોતાના ઘરે ગયા. અભેસંગ ને હવે ઘર માં કઈ ચેન પડતું નથી. ઘર જાણે કઇડવા ધોડે છે.
ઘર સાવ ખાલી ખાલી લાગે છે.જે છોકરી બાપ ના ખભા પર બેસીને મોટી થઈ એ આજ સાસરે પણ વળાવી દીધી. કુસુમ વિના અભેસંગ જાણે જીવ વગર નો થઈ ગયો.
**********
" કુસુમ ની માં આજ જાણે મને છાતી માં થોડું દુઃખે છે. મન ગભરાય છે. ક્યાઈ ચેન પડતું નથી.આજે મારો જીવ મૂંઝાતો હોય એવું લાગે છે." અભેસંગ બોલ્યો.
"તમે ચિંતા ના કરો ,હું મુખીને કવ ? એ દાક્તર ને બોલાવે. કુસુમ ની માં એના પતિનું બાવડું ઝાલીને નીચે બેસાડી ,કહે છે.
"ના , ના તું મને મૂકીને ક્યાઇ ના જા, મને હવે સારું નથી લાગતું. તું તારું ને કુસુમ નું ધ્યાન રાખજે હો."અભેસિંગ તૂટતાં આવજે બોલ્યા.
" ના, હું તમને કઈ નહિ થવા દવ,તમે આવું ના બોલો.હું છું ને તમારી સાથે.તમને કઈ નહિ થાય." કુસુમ ની માં અભેસિંગ નું માથું ખોળામાં લઈને બોલી.

જોત જોતામાં તો અભેસંગે દેહ છોડી દીધો.
***********
બીજા દિવસે અભેસિંગ નો બાળપણ નો ભાઈબંધ આવે છે.
"ભાભી મને કેવુતો હતું ? મારો ભાઈ બીમાર હતો તો. "
" ના રે ,તમારા ભાઈ ને કઈ નોતું. હજી બે થી જ થાય કુસુમ ને હાહારે મોકલી એ. તમે આણા માં આવ્યા કેમ નહિ.કુસુમ ની માં બોલી.
લે ! તમે કુસુમ ને મોકલી દીધી ! ? મને કીધું પણ નહિ. આ તમારો દેર ,મને જે મલેત એ લઈને આવેત હો. તમે તો મને સાવ પરાયો કરી દિધો હો.
" શું બોલો છો ભાઈ ! તમને કુસુમ ના બાપુ એ તમારા ઘરે આવ્યા ત્યારે કીધું નથી કઈ.? "
"મારા ઘરે ?? !! .નારે મારા ઘરે ક્યારે આવ્યો અભેસંગ .એતો આવ્યો જ નથી. આશ્ચર્ય સાથે અભેસંગ નો ભાઈબંધ બોલ્યો. ".
તો,એતો તમારું જ નામ લઈને ગયા તા. અને આવ્યા ત્યારે પણ મનેકિધુ કે મારા ભાઈબંધ ને ત્યાં ત્રણ ,ચાર દી રોકાયો તો . બધા યે જાજા રામ રામ કીધા એમ. કરિયાવર ની ખરીદી કરીને પણ લાવ્યા હતા .પૈસા પણ તમારી પાસે થી લાવ્યા એમ. કુસુમ ની માં બોલી.
" પૈસા !!??. ના ,મે તો કોઈ પૈસા આપ્યા નથી .અરે મારા ઘરે આવ્યો જ નથી તો પૈસા નો ક્યાં સવાલ જ છે. ?.
"હે,..!!?? તો આણું તો આખા ગામ ની આંખો ફાટી જાય એટલું લીધું છે.તો તમારા ભાઈ એ શું કર્યું હશે.ક્યાંથી આટલા બધા રૂપિયા લાઇવા હશે.? વાડી પણ વેચી નથી ને ગામ ના કોઈ પાસેથી ઉછીના પણ નથી લીધા તો , તો શું કર્યું હશે.?."
**********
તપાસ કરતા ખબર પડી કે અભેસંગ એના ભાઈબંધ ના ઘર નું બાનું કરીને શહેર માં મોટા દવાખાને ગયા હતા. ત્યાં તેમની એક કિડની વેચીને પૈસા લાવ્યા હતા.ડોકટરે એમને કાળજી રાખવાનું કીધું હતું.પણ કુસુમ ના આણા ની ભાગદોડ માં એના શરીર ની પણ પરવા કર્યા વગર કામ કરતા રહ્યા.
ઉપર થી કુસુમ ને મોકલી દીધા બાદ વિચારમાં ને વિચારમાં ' હાર્ટ એટેક ' આવી ગયો .અને મરણ પામ્યા...

સમાપ્ત....

_____________________________________________

નમસ્કાર મિત્રો.
આપ સૌ છેલ્લે સુધી જોડાયેલા રહ્યા અને મારી નવલકથા વાંચતા રહ્યા એ બદલ આપનો ખુબ ખુબ આભાર. આપના પ્રતિભાવ મને સ્ટાર રેટિંગ દ્વારા જણાવશો જી.તમને આ વાર્તા નો કયો ભાગ સૌથી વધુ ગમ્યો એ પણ જણાવજો.
તમારું કોઈ સૂચન હોય તો બે - જિજક કહેજો. તમારી કિમતી સમય ફાળવીને ને વાર્તા વાંચી એ બદલ આપનો ખુબ ખુબ આભાર.આમાં જ તમારો પ્યાર મળતો રહેશે એવી આશા રાખું છું.

ફરી મળીશું .નવી વાર્તા ,નવા વિચાર સાથે.ફરી એકવાર આપ સૌ વાચક મિત્રો નો દિલ થી આભાર વ્યક્ત કરું છું.

_ મુકેશ રાઠોડ.