Aanu - 4 books and stories free download online pdf in Gujarati

આણું - 4

આણું :- ભાગ ૪

_મુકેશ રાઠોડ

આપે આગળ જોયું કે કાનો કુસુમ ના વિચાર માં ખોવાયેલો રહે છે.અને મળવા માટેના ઉપાય ગોતે છે.ને આઠમ ના મેળામાં મળવા બોલાવે છે.હવે આગળ.....
************
માં હુ પાણી ભરવા જવ છું ,કહીને કુસુમ બેડું લઇને એની ખાસ બહેનપણી સેજલ ને સાથે લઈ જાય છે. બેઈ બહેનપણી રસ્તામાં વાતું કરતી જાય છે ને મજાક કરતી જાય છે.વાત વાતમાં કુસુમ સેજલ ને કહેછે,તને એક વાત કવ?.હા હા બોલને શું કઈ ખાસ વાત લાગે?.સેજલ બોલી. હા ખાસ જ છે કુસુમે થોડું હરખાતા હળવેકથી રસ્તા માં કોઈ ચાલનારા સંભાળે નહિ એમ બોલી, કાના એ આઠમ ના મેળા માં મળવા બોલવી છે .
શું વાત કેશ? સેજલ ને નવાઇ લાગી.પણ તને કીધું કોને ?. આપણ ગામનાં ટપાલી કાકાએ. કુસુમ બોલી. પણ જોજે હો ઘરે કોઈને ખબર નો પડવી જોય. ઓહ તો તો બેન ને આઠમની વાટ છે એમ ને. કેતી સેજેલ મજાક માં ચોટિયો ભરીને બન્ને દાંત કાઢવા લાગે છે. પણ તારે મારું એક કામ કરવું પડશે.કુસુમ બોલી .હા પણ કામ શું એતો કે પેલા ,સેજેલે જવાબ આપ્યો. કુસુમ કે તારે ગમે તેમ કરી મારી માં ને મનાવાની છે.બાપુ તો માની જસે પણ માં ને તારે માનવી પડશે,એ કામ તારું . થઈ જશે બસ ,સેજલ બોલી.
***************
સવારના દસ વાગ્યાના ચા નો સમય થઈ ગયો છે.કુસુમ ની માં રહોડામા ચા બનાવે છે.અભેસિંગ ઓસરીમાં ઢોલિયે બેઠા હોકાની કસ લેતાં જાય છે. કુસુમ ની માં બોલી.
સાંભળો છો? આજે પાસમ તો થઈ ગઈ ,બે દી ' પસે આઠમ થાહે, હટાણું કરિયાવજો જે બનાવું હોય એ.હા સાંજે ગામમાં થી લેતો આવીશ, અભેસિંગ બોલ્યા. બને વાતું કરે છે ત્યાજ ડેલીમાં સેજલનો પગ પડ્યો.ક્યાં ગઈ કુસુમ ,પાંચમ રહીછે કે નહિ. આવ સેજલ અભેસિંગ બોલ્યા એ રહી ઘરમાં કઈક કામ કરતી હસે ,ઘરે જ છે આવ. આં આવી કાકા કેતા ઓશરીના પસારે બેઠી. કાકા આવખતે તો અમે બધી છોકરીયું એ આઠમ ના મેળામાં જવાનું નક્કી કર્યું છે.કુસુમ ને પણ લઇજૈસ હો ,સેજલ બોલી. અભેસિંગ થોડો વિચાર કરે છે પછી કે સારું પણ વેલા આવતા રેજો હો.એટલું બોલે ત્યાતો કુસુમ ની માં વચેજ બોલી શું તમે પણ હાયેહા કરો છો.ચાઈ જવાનું નથી . મેળા, ફે‌‍્માં્મા્માં્મ્માં્મા .જવાન છોડિયું ને આમ એકલા મેળામાં નો જવાય ,ઘરેજ ભલિયું છો સાની માની. પણ કાકી અમે ક્યાં એકલી છી.જેરામ કાકાની સોમાલી, ભવાન કાકાની ગોમતી ને ફળિયાની હંધિયે છોકરીયું જવાની છી.અને ગામ ના બીજા માણસો પણ હસેજ મેળામાં તો એકલા કેમ કેવાય,સેજલ બોલી. પણ તોય નહિ જવાનું ઘરેરેવ કીધું ને કુસુમ ની માં બોલી.તરત સેજલ બોલી કાકા કેવને કાકીને હા પાડે. આ એક વરહ જ છે. પોર તો કુસુમ પણ હાહરે વૈ જાહે ને સોમાલી પણ વહિ જશે.પછી કેદી ભેગા થઈ કઈ નક્કી નો કેવાય. ઓણુકા જ બધિયું ભેગી છી.પોર ની કોને ખબર.પછી તો બધિયુ ના આણા વળીજાય એટલે ક્યારે ભેગા થઈ કઈ નક્કી નો કેવાય.
જાવા દે ને હવે ભલે જાતી છોડિયુ, અભેસિંગ કુસુમ ની માં સામું જોઈને બોલ્યા.અને સજેલ સાથે છે તો તને કુસુમ ની શું ચિંતા?.ત્યાં કુસુમ પણ બોલી માં જવાદેને ઘણા વરહ થઈ ગયા મેળે ગયા. નાનીહતી ત્યારે એક,બે વાર મેળામાં લઈ ગયા છો. અને ફઈના ઘરે ગયા પછી કોને ખબર મેળે જવા મળે કે નો મળે તો .
હારું ,જાવ ભલે પણ ટાણાસર ઘરભેગિયું થઈ જજો.કુસુમ ની માં બોલી. તરત કુસુમ અને સેજન બન્ને સાથે બોલી હાં હાં માં તું ચંતા ના કર અમે વેલા આવતા રેહુ.
હા ,તો આઠમના વેલા તૈયાર થઈ રેજે.હુ અમે બધીયું ભેગી થઈ તારા ઘરે આવશું, કેતા સેજલ એના ઘરે ગઈ.

ક્રમશ ........

#################################
કુસુમ ને કાનો મેળામાં મળશે કે નહિ?
મેળામાં શું થશે.?
બંને કઈ રીતે મળશે?
વગેરે love story જાણવા માટે આગળ નો ભાગ જરૂર વાંચજો.
આપનો કિંમતી સમય ફાળવીને વાર્તા વાંચી એ બદલ આપનો ખુબ ખુબ આભાર.
મિત્રો કેવી લાગી તમને મારી વાર્તા આપના પ્રતિભાવ દ્વારા જણાવશો plz.
નમસ્કાર 🙏
_મુકેશ રાઠોડ