Aanu - 3 books and stories free download online pdf in Gujarati

આણું - ૩

આણું ભાગ _૩
______________
_મુકેશ રાઠોડ.

આપે આગળ જોયું કે અભેસિંગ કુસુમને તેડીને ઘરે આવે છે.કુસુમ ની માં ને દીકરીના આણા ની ચિંતા થાય છે. અભેસિંગ ચિંતા છોડી દેવાનું કહે છે . કુસુમ અને કાનો પણ‌ મોટા થઈ ગયા છે. હવે આગળ..
*****************
કાના ને હવે રાત દિવસ કુસુમ ના જ વિચાર આવે છે.
ઘણા વરસો થઈ ગયા જોયા એને. હવે કેવી લાગતી હશે તે?
છેક નાનપણમાં લગન થાય ત્યારે જોયેલી હવે તો એ પણ મોટી થઈ
ગઈ હસે. એવા વિચારો માં ખોવાઈ જાય છે. કુસુમ ને મળવા માંગે છે પણ મળે તો કઈ રીતે મળે એનો ઉપાય ગોતે છે. થોડા દિવસો પછી....
કાનો ખેતરે થી રજકાનો ભારો ઘોડા માથે લઈને ઘરે જાય છે . રસ્તામાં ટપાલ માસ્તર સાયકલ લઇને સામેથી આવી રહ્યા છે. બંને બાજુ માં ભેગા થતાં જ કાનો કાનો બોલ્યો, રામ - રામ માસ્તર કાકા. રામ - રામ માસ્તર કાકા બોલ્યા ને સાયકલ ની ટોકરી વગાડતા ગયા.
કાનો થોડો જ આગળ ગયો તો એના મગજ માં ઘંટડી વાગી. તરત ઘોડો પાછો વળ્યો ને માસ્તર કાકા ની હારે ઘોડા ને કર્યો. કેમ બટા ઘોડો પાછો વાળ્યો ?,ટપાલ માસ્તર બોલ્યા.
માસ્તર કાકા મારું એક નાનું કામ છે કરશો?,કાનો બોલ્યો.
હા હા બટાં બોલ ને શું કામ હતું? માસ્તર કાકા બોલ્યા.
કાનો બોલ્યો ' તમે કુસુમ ને કેશો કે એ આઠમ ના મેળે આવે '
હા હું કૈદૈસ માસ્તર કાકા બોલ્યા. પણ જો જો હો મામા કે મામી ને ખબર નો પડવી જોઈએ કાનો બોલ્યો. હા હા નહિ પાડવા દવ બસ એમ કહીને માસ્તર કાકા ને કાનો બન્ને સામ સામા મલક્યા. ભેલે કાકા રામ - રામ તો , મારો સંદેશ ભૂલતા નહિ કહીને કાનો ઘરે જવા રવાના થયો.

કાનો જાણતો હતો કે માસ્તર કાકા ને અને કુસુમ માં બાપુ ને ઘર જેવો સબંધ છે. એના મામા ના ઘર ના સારા- ભલા સમાચાર માસ્તર કાકા જ લાવતા. એટલે માસ્તર કાકા ને એ નાનપણ થી સારી રીતે ઓળખે છે. ટપાલી માસ્તર વરસો થી બને ગામમાં ટપાલ દેવા આવતા. મળતાવડા સ્વભાવને કારણે બંને ગામમાં એમને માસ્તર કાકા કઇને જ બોલાવતા.
શ્રાવણી પૂનમ હજી કાલે જ ગઈ ને હવે આઠમ ને જાજા દી આડાં નથી, એટલે જો કુસુમ આઠમ ના મેળે આવે તો જ મળી શકાય એવું મનમાં કાનો વિચારે છે.બીજો કોઈ મળવાનો ઉપાઈ પણ નથી. હવે તો કાના ને એક ,એક દિવસ વરહ જેવડો લાગે છે દી ' જાય તો રાત નથી જતી ને રાત જાય તો દિવસ નથી જતો. દરેક પળ બસ કુસુમ ના જ વિચાર આવે છે. એના જ સપના જોવે છે.હવે તો જટ આઠમ આવે તો હું મળું , એવું વિચાર તો વિચાર તો સૂઈ જાય છે.
*************

સવાર ના અગિયાર વાગવા આવ્યા છે . કુસુમ ની માં રહોડા માં શાક વઘારે છે.એટલા માં જ ફરિયામાં સાયક્લ ની ટોકરી નો આવજ સંભળાય છે. સાયકલ કુસુમ ના ઘરે આવીને ઊભી રહી જાય છે. છે કોઈ ઘરે ? ટપાલી માસ્તર બોલ્યા . આવો આવો ભાઈ કેમ છો ,મજામાં? રહોડામાં થી શાક વઘારતી ,વઘારતી કુસુમ ની માં બોલી.
રામ - રામ ભાભી , મજામાં હો. ક્યાં ગયા મારા ભાઈ મજામાં તો છે ને? કૈને ફરિયામા પડેલો ખાટલો હાથે ઢાળી ને બેઠા.
કુસુમ ની માં એ બૂમ પડતા કીધું કુસુમ પાણી પાજે માસ્તર કાકા આવ્યા છે. કુસુમ ઘરમાં થી પાણી નો લોટો ભરીને ટપાલી માસ્તર ને હસતા મોઢે પાણી આપે છે ને કહે છે રામ -રામ કાકા. આજે જાજા દિવસે કઈ આં બાજુ દેખાણા
શું કરે મારા નણંદ બા સૌ મજામા?, રહોડા માંથી જ કુસુમ ની માં બોલી . તમારા ભાઈ વાડીએ ગયા છે ,હવે આવતાજ હશે બેહો શા મુકું ,પી ને જ જાજો. જાજા દિવસે આવ્યો છું તો ચા પીધા વિના થોડો જઈશ ,એમ ટપાલી માસ્તર બોલ્યા.
કુસુમ ની માં બીજા ચૂલે ચા ની તપેલી ચડાવે છે.
માસ્તર કાકા , કુસુમ ને સાન માં ઈશારો કરતા નજીક આવવાનું કહે છે.અને ધીરે થી કહે છે, કાના ને તને આઠમ ના મેળામાં મળવા બોલાવી છે. એ સભોળતા જ કુસુમ શરમાઇ ને ઘર માં વૈ જાય છે.થોડી વાર માં ચા બની જાય છે ને કુસુમ ની માં માસ્તર કાકા ને ચા પાય છે. ચા પી ને માસ્તર કાકા,
હાલો ભાભી હું રજા લવ હવે એમ બોલ્યા. હવે બપોરા કરીને જાજો હમણાં કુસુમ ના બાપુ આવતા જ હસે એમ કુસુમ ની માં બોલી. પછી કોક વાર એમ કંઇને ટપાલી માસ્તર રજા લેય છે.

ક્રમશ........
_____________________________________________

કુસુમ ને મેળા માં જવા દેશે કે નહિ?
કુસુમ મેળામાં જસે કે નહિ?
શું થશે મેળા માં બન્ને મળશે કે નહિ ?
વગેરે પ્રશ્નના જવાબ જાણવા આગળના ભાગ ની રાહ જોવી રહી.
########
આપનો અમૂલ્ય સમય ફાળવીને વાર્તા વાંચી એ બદલ આપનો ખુબ ખુબ આભાર.આપના સૂચનો જરૂર થી જણાવશો.અને હા પ્રતિભાવ આપવાનુ ભુલતા નહીં.star રેટિંગ જરૂર આપજો.જેથી મને આગળ લખવામાં ઉત્સાહ વધે. આપનો મિત્ર.
_ મુકેશ રાઠોડ.