Kalakar - 8 books and stories free download online pdf in Gujarati

કલાકાર - 8

કલાકાર ભાગ – 8

લેખક – મેર મેહુલ

ગાંધીનગરથી થોડે દુર રંધેજા ગામ છે. ગામની દક્ષિણ દિશાએ બે હજાર વારમાં ‘પાર્થ બંગલો’ ફેલાયો છે. આ બંગલાની એકબાજુએ લીલોછમ બગીચો હતો અને બીજી બાજુએ ખેતરોની હરિયાળી હતી. બંગલામાં માત્ર એક જ દંપતી રહેતાં હતાં.

“આજે વાતાવરણ ખુશનુમા છે નહીં” પચાસ વર્ષ પાર કરી ચૂકેલા વિપુલે કાજલના હાથ પર હાથ રાખીને કહ્યું. બંને બગીચામાં બેઠા હતા. કાજલ વિપુલથી એકવીશ વર્ષ નાની હતી એટલે કાજલે ક્યાં મકસદથી વિપુલ સાથે લગ્ન કર્યા હશે એ કહેવાની જરૂર નથી. વિપુલ અબજોપતિ હતો અને કુંવારો હતો. વિપુલને અને કાજલને જોતું હતું એ મળી ગયું હતું એટલે છેલ્લાં બે વર્ષથી આ દંપતી સુખીથી રહેતું હતું.

“તને આ બધું ખુશનુમા લાગે છે, હું તો ગામડાને ધિક્કારું છું” કાજલે વિપુલનાં હાથને દૂર કરતાં કહ્યું. વિપુલ તેના પિતાની ઉંમરનો હતો છતાં કાજલ તેને ‘તું’ કહીને બોલાવતી.

“આઈ નૉ, તું શહેરમાં રહેલી છે એટલે ગામડામાં ન ફાવે પણ એ દોડતી જિંદગી કરતાં આ સુકુનવાળી જિંદગીમાં મજા આવે”

“હુહ…તારે જોઈએ છે આ લાઈફ, હું તો હજી કહું છું ચાલ મુંબઈ ચાલ્યા જઈએ”

“શા માટે મુંબઈ જવું ?, મોટો બિઝનેસ મુંબઈમાં જ થાય?, અહીં બેઠાં બેઠાં આપણું ટર્નઓવર અબજોમાં થાય છે તો થોડાં કરોડ વધુ મેળવવા શું કામને પોતાનું વતન છોડવું ?”

“તને ખબર છે ને, તારી બધી સંપત્તિનો હિસાબ કરીએ તો તું ગુજરાતમાં સૌથી ધનવાન વ્યક્તિ છે. એ વ્યક્તિ નાના એવા ગામમાં રહે ?”

“ ગુજરાતમાં એવાં ઘણા લોકો છે જે મારાથી પણ ધનવાન છે અને ટેક્સ ન ભરવો પડે એટલે પોતાની સંપત્તિ છુપાવે છે. હું પણ એ જ કરું છું. મેં તને પહેલાં પણ કહ્યું હતું અને હજી પણ કહું છું. નથી હું બીજે ક્યાંય જવાનો અને નથી તને ક્યાંય જવા દેવાનો”

કાજલે મોં ફેરવી લીધું.

“હું કામથી અમદાવાદ જઉં છું, કાલે સાંજે પાછો આવીશ” વિપુલ ઉભો થયો. કાજલે હજી મોં ફેરવેલું જ હતું.

“તારે મુંબઈ જવું હોય તો થોડાં દિવસ ફરી આવ, આવી રીતે મોં ના બગાડ” વિપુલે કાજલની હડપચી પકડીને ચહેરો પોતાનાં તરફ ઘુમાવ્યો. કાજલે સ્મિત કર્યું, “તારા વિના હું ક્યાંય નથી જવાની, તું અમદાવાદથી આવે પછી વિચારીશું”

“સારું, એમ રાખીએ” કાજલ પાસે જઈ વિપુલે તેનાં કપાળે ચુંબન કર્યું અને અમદાવાદ જવા નીકળી ગયો.

વિપુલનાં ગયાં પછી કાજલે હાથરૂમાલ વડે કપાળ લૂછયું અને અંદર જતાં જતાં બબડી, “બુઢ્ઢો સાલો”

અંદર જઇ તેણે મોબાઈલ હાથમાં લીધો અને કોઈકને કૉલ જોડ્યો,

“કાલ સાંજ સુધી એ ઘરે નથી, તું આવી જા” કૉલ રિસીવ થયો એટલે કાજલે કહ્યું. સામેથી હવસભર્યું હાસ્ય થયું અને કૉલ કટ થઈ ગયો.

*

રાતના અગિયાર વાગ્યાં હતા. કાજલ નગ્ન અવસ્થામાં એક વ્યક્તિની બહોમાં સૂતી હતી.

“તું અમેઝિંગ છે યાર, તારી સાથે ઓલવેઝ સેટીસ્ફાઇડ થાઉં છું” ત્રીસ વર્ષની કાજલે એ વ્યક્તિની છાતી પર ચુંબન કર્યું, “જો વિપુલ આટલો ધનવાન ના હોત તો ક્યારનો એને છોડી દીધો હોત”

“તારે તો બધે જ સુખ છે ડિયર, તું શા માટે ગુસ્સો કરે છે ?”

“જ્યાં સુધી આ બે વ્યક્તિ જીવતાં છે ત્યાં સુધી હું સુખી નહિ થઈ શકું, વિપુલને તો આસાનીથી પતાવી દઈશું પણ આ અક્ષયને કેવી રીતે મારવો એ નથી સમજાતું, સાલો કઈ માટીનો બન્યો એ નથી ખબર પડતી” કાજલ ઉભી થઇ ગઇ. નીચે પડેલું ગાઉન ઉઠાવી પહેર્યું.

“તારા કારણે જ એ પરત ફર્યો છે, હવે થોડી રાહ જો. એ તારાં કદમોમાં હશે”

“આઈ નૉ, તું છે તો એ થશે જ માય લવ નિકુંજ” નિકુંજ પાસે આવીને કાજલે તેનાં હોઠ પર એક કિસ કરી.

“હું ક્યાં છું ?, દુનિયાની નજરે તો હું મરી ગયો છું. CIDનાં આઠ કાબેલ ઓફિસરોમાં મને પણ તે મરવી નાખ્યો છે. હાહાહા” નિકુંજે અટહાસ્ય કર્યું.

“શરૂઆતમાં મને લાગતું હતું તું મારો સાથ નહિ આપે પણ હવે ખબર પડી, તું તો મારાથી પણ મોટો હરામી છે” કાજલ નફટાઈથી નિકુંજની આંખોમાં જોઈ રહી.

“જો તું રૂપિયા માટે પચાસ વર્ષના બુઢ્ઢા સાથે લગ્ન કરી શકે તો હું નાની અમથી બેઇમાની ના કરી શકું ?, અને આમ પણ અક્ષય પહેલેથી જ મારાં રસ્તાનો કાંટો બનતો આવ્યો છે, મેહુલસરનો હું ચહિતો ઑફિસર બનવાનો હતો. અક્ષય આવ્યો એ પહેલાં તેઓ મને સાચવતાં અને એ ભિખારીને કારણે તેણે મને લાત મારી દીધી” નિકુંજની આંખોમાં લોહી ઉતરી આવ્યું, ગુસ્સાને કારણે તેનો ચહેરો લાલ થઈ ગયો હતો, “એ દિવસથી અક્ષય સાથે બદલો લેવાનું મેં નક્કી કર્યું હતું પણ ગમે તે કારણોસર હું મારાં અંજામ સુધી નહોતો પહોંચી શકતો. તારા કારણે હવે મારો બદલો પૂરો થશે”

“આપણે એક તીરથી બે નિશાન નહિ, ઘણાં બધાં નિશાન ભેદી નાખીશું. તારો અને મારો બદલો પૂરો થશે. વિપુલની બધી સંપત્તિ આપણી થશે અને ફરી માફિયારાજ કાયમ થશે. બધાં જ ગેરકાયદેસર કામો પર આપણી હકુમત કાયમ થશે. લોકો આપણાં નામથી ડરશે” કાજલ સપનામાં ખોવાઈ ગઈ.

“એ બધું ત્યારે જ થશે જ્યારે અક્ષયનો ખાત્મો થશે અને એને મારવો એટલે આગ સાથે બાથ ભીડવા જેવું થશે” ગુસ્સાને કારણે લાલ થયેલાં ચહેરા પર હવે ચિંતાની લકીર તણાઈ આવી હતી. નિકુંજ અક્ષયની તાકાત જાણતો હતો એટલે જ પોતે તેની નજર સામે આવવા નહોતો ઇચ્છતો.

“હું ધારુંને તો રાતોરાત એને મારી શકું છું પણ મારે તો એને તડપતો જોવો છે, મોતની ભીખ માંગતો જોવો છે અને મારી સામે જ્યારે એ તડપી તડપીને દમ તોડશે ત્યારે જ મારાં કલેજાને ઠંડક મળશે”

“અત્યાર સુધી તે ઘણા બધા પેતરા અજમાવ્યા, CIDનાં ઓફિસરોની હત્યા કરી અક્ષયને ફરી માર્કેટમાં લાવી. પેલાં ચાર છોકરોઓને મરવી નાંખ્યા તો પણ અક્ષય તો હજી અડીખમ ઉભો છે. એને કોઈ ફર્ક જ નથી પડતો એવું લાગે છે” નિકુંજે કહ્યું.

“પડશે, ફર્ક પડશે. કાલની રાતે લોહીની એવી હોળી રમાશે જેમાં નિર્દોષ લોકો માર્યા જશે. અત્યાર સુધી તેઓને માત્ર એક એક વ્યક્તિની લાશ મળતી. કાલે સવારે એકસાથે દસ લોકોની લાશ મળશે. CIDનું નામ ધૂળમાં મળશે અને અક્ષયને નાછૂટકે બધા સામે આવવું પડશે”

“તું કરવા શું માંગે છે ?” નિકુંજે ભવર ચડાવી, “તું ભાનમાં તો છે ને?, એક વ્યક્તિ માટે નિર્દોષ લોકોને મારવા યોગ્ય નથી લાગતું મને”

“તું નહિ સમજે, કોઈને બરબાદ કરવાનું જુનૂન કંઈ પણ કરાવી શકે છે” કાજલે દાંત ભીસ્યાં.

“એવું તો અક્ષયે શું કર્યું હતું ?” નિકુંજે પૂછ્યું, “આજે તારે મને કહેવું જ પડશે”

“આપણી ડિલ યાદ છે ને ?” કાજલે ગુસ્સામાં કહ્યું, ,તું મને કોઈ સવાલ નહિ કરે, હું જેમ કહું એમ તું કરીશ”

નિકુંજ ડરી ગયો. બેડ પરથી કૂદકો મારી એ નીચે ઉતર્યો, “હોવ..હોવ..હું તો અમસ્થા પૂછું છું, તારે જે કરવું હોય એ કર, મને મારા રૂપિયાથી મતલબ છે”

“મારી સાથે પણ મતલબ નથી ?” કાજલે હવસભરી નજરે નિકુંજ સામે જોયું, “હું જ્યારે મોકો મળે ત્યારે તને ખુશ કરું છું અને તું….”

નિકુંજ ઉત્તેજિત થઈ ગયો. કાજલનો હાથ પકડી તેણે પોતાનાં તરફ ખેંચી, ગાઉનને નીચેથી પકડી એક ઝટકે ઉતારી દીધું. કાજલના ઉરોજ પર હાથ રાખી તેણે મદહોશ અવાજે કહ્યું, “તારાં માટે તો હું પુરા ગાંધીનગરને સળગાવી શકું છું”

“હાહા, યુ નૉટી બોય” કાજલે હસીને નિકુંજ હોઠ પર હોઠ ચાંપી દીધાં.

*

ગોપી સ્વભાવે નટખટ હતી, બિન્દાસ હતી. લોકો સાથે આસાનીથી ભળી જતી. ગોપીને ગાંધીનગરમાં આવ્યાને એક દિવસ નહોતો થયો ત્યાં ગોપી જાણે વર્ષોથી તેઓનાં માસી જોડે રહેતી હોય એમ તેઓનાં પરિવાર સાથે ભળી ગઈ હતી. ગોપીના માસી ગાંધીનગરમાં રહેતાં હતાં એટલે જ તેનાં મમ્મીએ તેને અહીં આવવા મંજૂરી આપી હતી.

“થોડા દિવસથી ગાંધીનગરમાં ક્રાઈમ વધી ગયો છે, કાલે જ એક છોકરીનું રેપ થયું હતું અને બિચારીને ગટરમાં ફેંકી દીધી હતી. તું ધ્યાન રાખજે બેટા” ગોપીના માસી મંજુલાબેને કહ્યું. છેલ્લી બે કલાકથી ગોપી અને મંજુલાબેન વાતો કરી રહ્યા હતાં. મંજુલાબેને ઘરનાં સમાચાર પૂછી લીધાં હતાં અને જ્યારે આડોશી-પાડોશીની બધી વાતો પુરી થઈ એટલે નવો ટોપિક લાવ્યાં હતા.

“હેં માસી મને એમ કહો કે છોકરીઓ બેચારી હોય છે ?” ગોપીએ મંજુલાબેનની વાતનાં ટોપિકને નજરઅંદાજ કર્યો.

“ના, કેમ ?”

“તો પછી બધી સલાહ અમને જ કેમ આપો છો ?, ભાઈ પણ મારી ઉંમરનો જ છે તેને કોઈ દિવસ એમ કહ્યું કે છોકરીઓથી દૂર રહેજે, તારી ઈજ્જત ના લૂંટી લે”

મંજુલાબેન હસવા લાગ્યા.

“તારાં પપ્પા પર ગઈ છે તું, તારા પપ્પા પણ આવા જ સવાલો પૂછતાં જેનો જવાબ કોઈની પાસે ના હોય”

“તમે ચિંતા ના કરો માસી, હું ધ્યાન રાખીશ. આમ પણ હું વધુ ટાઈમ લાઈબ્રેરીમાં પસાર કરીશ તો ચિંતા જેવી જોઈ વાત જ નથી” ગોપીએ મંજુલાબેનને સમજાવતાં કહ્યું.

“ચિંતા કેમ ના થાય, તારી મમ્મીએ મારાં ભરોસે તને અહીં મોકલી છે”

“ઓ મારી વીસમી સદીનાં માસી” ગોપીએ મંજુલાબેનનાં ગાલ ખેંચ્યા, “તમે આટલી બધી ચિંતા કરશો તો દુબળા પડી જશો”

“અત્યારની જનરેશન અમને સમજવા તૈયાર જ નથી”

“માસી હવે તમે ના શરૂ થાઓ, આજે ક્લાસિસમાં મારો પહેલો દિવસ છે તો આ ટોપિક પર આપણે પછી વાતો કરીશું” ગોપી ઉભી થઇ, મંજુલાબેનનાં ચરણ સ્પર્શ કાર્ય અને બેગ ખભે નાંખી ચાલવા લાગી.

“ક્યારે પાછી આવીશ એ તો કહે” મંજુલાબેને મોટા અવાજે પુછ્યું.

“નક્કી નહિ, રાતે મોડું થઈ જશે. લાઈબ્રેરીએ જવાની છું” ગોપીએ ચાલતાં ચાલતાં જ જવાબ આપ્યો, “તમે લોકો જમી લેજો”

*

“કૉફી ?” કાજલે આંખો ખોલી એટલે વિપુલ કૉફીના બે મગ લઈને ઉભો હતો.

“થેંક્યું” કાજલે મોટી સ્માઈલ કરી.

“આજે શું કરવાનું છે ?” નિકુંજે કોફીનો એક ઘૂંટ ભરીને પૂછ્યું, “તું આજે કંઈક ભયાનક કરવાની વાત કરતી હતીને ?”

“ચીંટુ ખબરીને પકડવાનો છે, તે જ કહ્યું હતુંને સાંજે બધા ખબરી એક ચાની લારી પર ભેગા થાય છે ને માહિતીની આપ-લે કરે છે. એ લોકો CIDનાં હાથપગ છે, એનાં વિના તેઓને કોઈ જ ખબર નહિ મળે. આજે રાતે કેટલાં વાગ્યે મળવાના છે એ જાણી મને કહે એટલે હું કિરણને કહી તેઓનું કામ ખતમ કરી દઈએ”

“તું આ બધું શા માટે કરે છે એ ખબર નથી પણ જો આપણે CIDને હાથ લાગી જશું તો આપણો ખેલ ખતમ સમજી લેજે”

“એ લોકો કશું નથી કરી શકવાના, તેની દુઃખતી રગ મારાં હાથમાં છે. તું બસ મને એનાં ખબરી ક્યાં અને કેટલા વાગ્યે મળે છે એ કહી દે, બાકી હું ફોડી લઈશ” કાજલે કહ્યું.

વિપુલે મોબાઈલ હાથમાં લઈ એક વ્યક્તિને કૉલ કર્યો. થોડી વાત કર્યા પછી વિપુલ ખુશ થઈ કાજલ પાસે આવ્યો, “આજે રાત્રે અગિયાર વાગ્યે, ભાગ્યોદય હોટલની ડાબી બાજુ કિટલીની લારી પર”

કાજલે સ્માઈલ કરી, વિપુલ પાસે આવે તેનાં ગળામાં હાથ પરોવી કિસ કરી અને કહ્યું, “એટલે જ તો તું મને વ્હાલો લાગે છે, કોઈ પણ કામ ચપટી વગાડીને કરી આપે છે”

“તું પણ ક્યાં ઓછી છે ?, મારી જરૂરતનો બધો.ખ્યાલ રાખે છે” વિપુલે કાજલને કમરેથી ખેંચીને કહ્યું.

“અત્યારે નહિ હો, બપોરે હવે. મારે કામ છે” કાજલે તેને ધકેલીને દૂર કર્યો.

“હું બપોરે આવીશ” વિપુલે આંખ મારીને ઈશારો કર્યો, “બાય”

“હું રાહ જોઇશ, બાય”

વિપુલ ગયો એટલે કાજલે કિરણને કૉલ કર્યો,

“આજે રાત્રે અગિયાર વાગ્યે, ભાગ્યોદય હોટેલ પાસેની ચાની લારી પર જેટલા લોકો હોય એને મારવાના છે, તારી પાસે છે ડિસ્ક છે એમાં ખબરીઓનું એક ફોલ્ડર હશે એમાંથી ફોટા જોઈ લેજે”

“થઈ જશે” સામેથી એ જ પાતળો અવાજ આવ્યો.

“ગુડ, અને એકને જીવતો છોડવાનો છે અને હું કહું એ વાત કહેવાની છે”

“બોલતાં જાઓ”

“જો આ હત્યાઓ રોકવી હોય તો A.K. ને કહો આ કેસ છોડી દે અને ફેક સિમકાર્ડવાળો એક નંબર આપી એમાં કૉલ કરવા કહેજે”

“થઈ જશે, સિમકાર્ડ ઘરે પહોંચી જશે, બદલામાં નક્કી થયેલી રકમ મોકલાવી આપજો”

કાજલે કૉલ કટ કરી દીધો.

“હવે તારી ખેર નહિ અક્ષય” કાજલે ફરી દાંત ભીસ્યાં.

(ક્રમશઃ)

કોણ છે એ કાજલ ?, શા માટે અક્ષય પાછળ હાથ ધોઈને પડી છે ?, શું અક્ષય એન્ડ કંપની તેનાં ખબરીઓને બચાવી શકશે ?, વળાંકો હજી ઘણા છે, રહસ્યો પણ અકબંધ છે. ધીમે ધીમે બધું જ સામે આવતું જશે ત્યાં સુધી વાંચતાં રહો, કલાકાર.

નવલકથા સારી લાગે તો શેર કરજો, મંતવ્યો આપજો.

- મેર મેહુલ

Contact info. - 9624755226