Spouse .. - 1 books and stories free download online pdf in Gujarati

જીવનસાથી.. - 1

જીવનસાથી....

સવારના સાત વાગ્યા છે..સુહાની હીંચકે બેસી છાપાંની રાહ જોઈ બેઠી છે.. લગ્ન થયાને આઠ વર્ષ થયા છે‌. ભગવાને શેર માટીની ખોટ રાખી છે..પણ સાગર બહુ જ પ્રેમાળ પતિ છે. એ નવ વાગ્યે ઓફિસે જાય એ પછી સુહાની આખો દિવસ એકલી એટલે એને અમુક સમયે બહુ ઉદાસી ઘેરે છે...
સુહાની એક ડોકટરની પત્ની હતી. એટલે શાન અને માન સમાજમાં ઘણું..સુહાનીને બધું હોવા છતા એકલતા અનુભવાતી. સાગર એના માટે બધું કરી છુટતો પણ સમય ન આપી શકતો. રૂપિયાનું રાજ પણ ઘરમાં સારૂં એટલે ઘરમાં બેસીને કરવું શું ? એ એક જ સવાલ સુહાનીને મુંઝવતો..
વિચારોના વમળમાં ખોવાયેલી સુહાની છાપાના ફેંકાવાના અવાજથી ઝબકી જાય છે..એ છાપાને વાંચે છે અને નિરાંતે ઘરમાં પ્રવેશે છે. સાગરને સાડા આઠ પછી ઊઠાડવાનો હોવાથી એ પોતાની મસાલેદાર અને કડક ચા બનાવી બગીચામાં ખુરશી પર બેસી ચુસકીઓ લે છે..
એ ચા પીતા પીતા ઊડતા પતંગિયાને જોઈ થોડી મુસ્કાય છે. ત્યાં એક તણખલા માટે કબુતરોની ખેંચમખેંચી
નિહાળી પોતાના ઘરના પિંજરે પુરાયેલ પોપટનો અવાજ સાંભળી એના માટે જામફળ અને મરચું લેવા ફરી ઘરમાં જાય છે.. પોપટને સાચવીને ખોળામાં બેસાડી એનું પિંજરું સાફ કરે છે..પછી એ પોપટ પર હાથ ફેરવતા બોલે છે હું ને તું બેય પિંજરામાં રહેવા લાચાર...જાણે પોપટ પણ સમજતો હોય એમ એક પાંખ ઊંચી કરી માથું ઝુકાવે છે...
સાગર ઊઠે છે ને એ સુહાનીની નાદાન મસ્તીઓ જોવે છે. એ સુહાનીને બોલાવે છે અને એક સરસ આલિંગન આપે છે...આ પ્રેમ સુહાનીને બનાવટી લાગતો હોય એમ એ કાંઈ પણ પ્રતિક્રિયા નથી આપતી..એ એના કામકાજે વળગે છે..
સાગર એક બહું મહત્વાકાંક્ષી ડોકટર હોય છે.પણ સુહાની તરફ એ એકદમ પઝેસિવ હોય છે. સુહાનીના કોઈ સાથે હળવા મળવા અને એકલા ફરવા બાબત એને વાતે વાતે છમકલાં થાય છે. પોતે દુનિયાની તમામ ખુશી સુહાનીના જીવનમાં આપવા સક્ષમ છે.. સિવાય સંતાન..ની અપેક્ષા..
સુહાનીએ તો કુદરતની મરજી સ્વીકારી લીધી છે..પણ સાગરને એક ડર છે કે કોઈ પણ છાને ખુણે સુહાનીને ટેસ્ટ ટ્યુબ માટે સમજાવી ન જાય...કારણ, એને મન સુહાની એના સિવાય કોઈનો વિચાર જ ન કરે.. આવું એ બોલતો નથી કે ખરાબ વર્તન નથી કરતો પણ એના પ્રેમને દિવસે ને દિવસે વધારતો. જાય છે....તમામ નાની કે મોટી સમસ્યાનો એ એટલો સાવચેતીથી નિકાલ કરતો કે સુહાની કંઈ વિચારી જ ન શકતી...

સીમાએ દરવાજો ખોલ્યો કામવાળી હતી.ગુસ્સા મા બડબડ કરતી અંદર આવી."આ મરદજાતને ગમે એટલું કરો સંતોષ જ નથી.આપડે તો જાણે ભાજીમુળા,પોતે ભલે પી પી ને પડ્યા રે' ઢસરડા પણ આપણે કરવાના અને માર પણ એનો આપણે ખાવાનો.."

સીમા સમજી ગઈ એ એના ઘરવાળા સાથે ઝગડો કરીને આવી છે."ગીતા શુ થયું પાછું..?સીમાએ કામવાળીને શાંત
દીમાગથી પુછયું. "જોને ભાભી અટલા ઘરના કામ કરું તોય એને શાંતિ નથી.મરદ જાત શું સમજે છે ..? પોતાની જાત ને. ગીતા ઉભરો ઠાલવતાં બોલી."બધે કાગડા કાળા જ હોય. આપણે જીવવાનુ એની સાથેજ છે. " સીમાએ ગીતાને સમજાવતા થોડો પોતાના મનનો ઉભરો પણ ઠાલવી લીધો.

ગીતા કામ કરી જતી રહી. સીમા એની રસોઈ પછીનું બાકી રુટીન કામ પતાવ્યુ.દીશાંત અને દિયા પણ શાળાએથી આવી ગયા અને એના રુમમાં હોમવર્ક કરતા હતા. આમ જ સીમાનો દિવસ પસાર થઈ જતો.સાંજે રાજ ઓફિસથી આવ્યો. ફ્રેશ થઈ ગેલેરીમા હિંચકે બેઠો. સીમા ચા બનાવી લાવી.રાજ એના ઓફીસના ફોનમા અને લેપટોપ માજ બિઝી રહેતો આવીને પણ.

સીમાએ જરા ડરતા ડરતા પુછયું. "રાજ હુ સાંજે ફ્રી સમય
મા સામે વાળી પાયલ સાથે યોગ અને ધ્યાન ક્લાસમાં જાવ...? પરતું, રાજનુ ધ્યાન એના કામમા જ હતુ." વિચારીને કહીશ." આમ જવાબ આપી એનુ કામ કરવા લાગ્યો.સીમા નીરાશ થઈ પાછી એના કામે વળગી.

રાજ પાસે દસ મિનીટ પ્રેમથી વાત કરવાનો સમય ન હતો.
એ વિચારી સીમાની આંખમા પાણી આવી જતા હતા...એ મનમાં એજ વિચારતી એવો સમય કયારે આવશે કે રાજ એની સાથે બે શબ્દ પ્રેમના બોલે...

સીમાને કામે વળગેલી જોઈ રાજે એનો રંગ ફેરવ્યો. એણે
નજર ત્રાંસી કરી જોયું સીમા એના કામમા છે.એટલે લેપટોપ ચાલુ અને લેપટોપની આડમાં કોઈ સાથે વોટ્સએપ ચેટીંગ કરતો હતો. ભોળી સીમા એમ સમજતી હતી એ કામ કરે છે.

રાજ એની સેક્રેટરી સાથે અલગ સંબધ ધરાવતો હતો.પરંતુ સીમાને એની જરા પણ ભનક ન હતી.એ સીમાથી દુર રહેવાનું એને નજરઅંદાઝ કરવાનું કારણ એ જ હતી.રાજ માટે એનો લગ્નસંબંધ એક રમત થઈ ગયો હતો. પરંતુ સીમા આ બધાથી અજાણ હતી.

રાત્રે રાજ રુમમા આવ્યો. સીમાએ સરસ લાલ સિલ્ક ગાઉન પહેર્યું હતુ અને પરફયુમ છાંટી રુમ સુગંધીત કર્યો. સીમા એ બધું અપમાન ભૂલી પત્ની ધર્મ ઈમાનદારીથી નીભાવતી હતી. એ સમજતી જે થઈ રહ્યુ છે એમા પોતાની ભૂલ છે. એ રાજને ખુશ નથી રાખી શકતી એટલે એ નારાજ રહે છે. પરંતુ રાજના મનનું પાપ એ નહોતી જાણતી.

રાજ આવ્યો રૂમમાં પરંતુ પડખું ફરી સૂઈ ગયો. સીમા પડખે આવી ખભેથી એની બાજુ ફેરવતા વાત કરવા કોશિશ કરી પરંતુ. "હું થાકી ગયો છું .ઓફિસમા બહુ કામ રહે છે." એમ કહી લાઈટ બંધ કરી સુઈ ગયો.સીમાની આંખોમાંથી આંસુ વહી ગયા અને એ પણ રડતી રડતી સુઈ ગઈ.

( હવે સીમા રાજને શું થયુ છે કેવી રીતે જાણશે..? રાજ એને યોગા મા જવાની હા કરશે..? એ હવે આગળ ના
ભાગમા વાંચશું. )

લેખક : - Doli d modi..✍✍
Shital malani✍✍