Spouse .... - 6 books and stories free download online pdf in Gujarati

જીવનસાથી.... - 6

ભાગ 6


પાયલ માટે દેવેશ એક કાળું ટપકું બની ગયો જીવનમાં..યોગેશનો સાથ એને અનુકૂળ આવવા લાગ્યો છે. એની સાથે સહેલી સીમા પણ છે વાતને સમજવાવાળી..હવે આગળ...

હવે તો છ વાગ્યા નથી કે સીમા પોતાના કામકાજ, રસોઈની થોડી તૈયારીઓ કરી અને લાવવાની ચીજવસ્તુઓનું લિસ્ટ કરી પાયલ સાથે જ યોગકલાસમાં રોજે જાય છે. પાયલની દોસ્તીથી મોર્ડન વિચારવાળી વ્યક્તિ સાથે એની લાઈફસ્ટાઈલ ક્યાં ઝાંખી પડે છે એવું સીમા રોજ નોટિસ કરતી હોય છે.

પાયલ પણ હવે એના રોજબરોજના અનુભવો જે એને ઓફિસના હોય કે પછી કોઈ કલાઈન્ટ સાથે થતા ખરાબ અનુભવ હોય એ સીમા સાથે નિખાલસતાથી ચર્ચા કરતી. સીમા એને યોગ્ય સલાહ આપતી. આ રોજબરોજના વાર્તાલાપમાં કયારેક સુહાની પણ જોડાતી. આમ તો ત્રણેય સખી યોગસાધક જ હતી.

આ બાજુ રેખા પાપડ અને અથાણાની ડિલીવરી પહોંચાડવા મહેતાભાઈને ઘરે પહોંચે છે. ' મિસિસ. મહેતા સ્વભાવે શાલિન હોય છે. એ રેખાની મહેનતને એક દિશા દેખાડનાર સ્ત્રી હતા.' રેખા એના ઘરે સમય લઈને જ જતી.
આજ રેખા થોડી વધુ થાકેલી લાગતી હતી. મિસિસ.મહેતા એને જોઈને સમજી જાય છે કે રેખા હવે માનસિક રીતે સ્થિર થઈ ગઈ છે પણ શારિરીક રીતે ક્યાંક મુંઝાય છે.

રેખા એમને ત્યાં વરિયાળી શરબત પીવે છે અને કહે છે કે " આ જીંદગીને આરામ કયારે મળશે બેન? " હવે, આ જીંદગી અને મહેનત થકવી દે છે. વળી, હું એકલી ક્યાંય નથી પહોંચી શકતી. આરામ કરવા બેસું તો રોટલો રિસાય મારાથી !"

મિસિસ.મહેતા : " તું પણ અમથી છો સાવ, જરા શરીર ઢીલું પડે કે ફરિયાદો ચાલું, સાંજ પડયે થોડી કસરતો કર..યોગ- ધ્યાન કે પછી તને ગમતી પ્રવૃત્તિ !"

રેખા : "મને ગમતું હતું એ તો મારી પાસે કાંઈ ન બચ્યું -

મિસિસ.મહેતા : જો રેખા, ભગવાન બધાને બધું ક્યાં આપે ?એ તું સમજે જ છે ને ! તો બીજો રસ્તો અપનાવ. તું એમ કર આ જ શેરીમાં એક યોગા કલાસ છે ત્યાં જોડાઈ જા. હું પણ ત્યાં આવીશ. અને, તારે તો તારો જ ફાયદો જોવાનો શરીર પણ સ્વસ્થ રહેશે અને પાપડ,અથાણાના નવા ઘરાક પણ મળશે.

રેખા કમને હા તો પાડે છે અને જોડાય પણ છે..

હવે તો રેખા પણ યોગ દ્રારા માનસિક સ્વસ્થતા અનુભવે છે. એને નવાઈ એ લાગે છે કે એક મોટા ડોકટરની પત્ની (સુહાની) પણ, આવા સામાન્ય યોગકલાસમાં જોડાય છે. ખરેખર તો સુહાનીને પોતાની સ્વતંત્રતા પ્રિય છે. એને સામાન્ય જીવન પસંદ છે અને એ હાઈફાઈ જીવનથી ત્રસ્ત છે.

આ ચારેય સખીઓ આ ક્લાસમાં સાથે જ જોડાયા છે તો રોજેરોજ મળે છે. રેખા ઓછાબોલી છે પણ એને સુહાની તરફ વધુ લગાવ છે. કારણ, સુહાનીને એના પતિના પ્રેમની વાતો કરવામાં મજા આવે છે જે પ્રેમથી રેખા વંચિત છે અત્યારે.. સુહાનીને પાયલની વિચારધારા ગમે છે કારણ એ એના નિર્ણય ખુદ લે છે. સીમાને રેખા વધુ ગમે છે કારણ કે રેખાને કોઈનું કશું સાચવ્યા વગર જ જીવવાનું છે. એની સીધી સાદી જીવનશૈલી સીમાને આકર્ષે છે. પાયલને તો સીમા જ ગમે છે એનું પણ વ્યાજબી કારણ છે કે સીમા ઘણી આવડત ધરાવે છે...એક હોમ સાયન્સના શિક્ષક જેટલી એ પણ વગર ડિગ્રીએ...

રોજની જેમ જ પાયલ અને સીમા પહેલા યોગક્લાસમાં જાય છે અને પછી ત્યાંથી બજારમાં જવું છે એ નકકી હોય છે. ક્લાસમાંથી છુટી અને પાયલ, સીમા, સુહાની અને રેખા ચારેય થોડીવાર ગપસપ કરવાં ઊભાં રહે છે. પરંતુ, સીમા થોડી ચીંતામા દેખાય છે.

એટલે સુહાની એને પુછે છે. "સીમા,કોઈ પ્રોબ્લમ..!"

"ના,બસ એમ જ."

"સીમા ,આપણે દોસ્ત છીએ તું ખુલ્લીને અમને વાત કરી શકે છે."
સુહાની સીમાના પીઠે હાથ રાખી કહે છે.

"દીદી, મારે પણ એક વાત પુછવી હતી. હું બહું મુંઝવણમાં છું. કોઈ જ મક્કમ નિર્ણય નથી લઈ શક્તી, મને પણ તમારી સલાહ જોઈએ છે." પાયલ વચ્ચે જ બોલી પડે છે.

"એક કામ કરીએ આપણે કાલે કલાસ બંક કરી બહાર ગાર્ડનમાં બેસી વાતો કરીશું, એટલે આપણા મન પણ હલકા થાય, અને કોઈ પ્રશ્ન હોય તો આપણે એકબીજાને
મદદ કરી શકીએ. " સુહાનીનો સુઝાવ સ્વીકારી પાયલ અને સીમા બજારમાં ગયા. બધાએ બીજે દિવસે બગીચામાં બેસી ખૂબ વાતો કરી.


શું વાતો કરી??? એ આગળના ભાગમાં...

-------------- (ક્રમશઃ) ----------------

લેખક : Doli modi✍️✍️
Shital malani.