Spouse .... - 2 books and stories free download online pdf in Gujarati

જીવનસાથી.... - 2


એલાર્મ વાગ્યું..

સીમા ફરી એજ રુટીન સાથે સવારે પરમપિતા પરમેશ્વરનું નામ લઈ કામે વળગી, દીશાંત અને દીયાને જગાડી શાળાએ મોકલ્યા અને રાજનું ટીફીન કરવા લાગી. રાજ જાગ્યો. જોગીંગ જઈ આવીને છાપું વાંચ્યું પછી રાજ ઓફીસ માટે તૈયાર થતો હતો.સીમા રૂમમાં આવી રાજની સામે ઉભી રહી. "શુ છે કેમ અહી ઉભી છે..? કામ નથી તારે..?" રાજે ઉધ્ધતાઈથી વાત કરતા કહયુ સીમાને...
સીમા થોડી ઝંખવાણી પડી એટલે "કંઈ નહી" કરી પાછી રસોડામા જતી રહી.

રાજ : "સીમા...સીમા...!આજ મારે સાંજે મોડુ થશે હું જમીને આવીશ એક જગ્યાએ પાર્ટી છે. " બોલતો બોલતો ઓફિસ બેગ અને ટીફીન લઈ નીકળે છે.બુટ પહેરતા એને યાદ આવ્યું સીમાએ એને સાંજે કઈ પૂછેલું એટલે ઉભો રહી, "સીમા . ! તું ક્યાં જવાની વાત કરતી હતી..?" સીમાને પુછે છે. " સામે પાયલ રહે છે ને એની સાથે યોગા ક્લાસમાં સાંજે થોડો સમય ફ્રી હોવ છું તો તમે હા કહો તો જાઉં." સીમા થોડા દબાતા અવાજે બોલી, પણ " ના કહેશો તો નહીં જાવ."
"સારું..સારું.. જાજે તારો પણ ટાઈમ પાસ થશે." આટલું બોલી રાજ ઓફીસ જવા નીકળી ગયો.

સીમા રાજની હાં થી ખુશ ખુશ થઈ ગઈ. રોજની માફક
આજે પણ ચાનો કપ લઈ ગેલેરીમા આવી ગઈ. આજ
એ પાયલની વાટ જોતી હતી. પાયલ આવે એટલે હા કહેવી છે અને જલ્દી એ સમાચાર આપું એને... ક્યારે જવું છે એ નક્કી કરીએ. પાયલ કપડાની બાલદી ભરી આવી..સીમાએ આજ સામેથી 'હાઈ..!' કર્યુ અને કહ્યું રાજે હા કહી છે મને આપણે કયારે જશુ..???

બન્ને એ સાંજે છ નો સમય નક્કી કર્યો. સીમા બહું ખુશ હતી.એ સાંજના છ વાગવાની વાટ જોતી હતી.છ વાગ્યા અને એ તૈયાર હતી.પાયલે બુમ મારી બન્ને ગયાં ક્લાસમાં.

સીમા અને પાયલે જોયુ ઘણી સંખ્યા હતી.બન્ને ચોથી લાઈન મા જગ્યા દેખાઈ ત્યા જઈ પોતાની યોગ મેટ પાથરી
બેસી ગઈ.પ્રાણાયામ, આસન, બધું એક કલાક સુધી ચાલ્યુ. બન્ને ઘરે આવવા નીકળ્યા. આ સમય હવે બેયનો રોજિંદો નિયમ થઈ ગયો. બન્નેને મજા આવતી યોગા ક્લાસમાં.

પાયલ આજ થોડી ઉદાસ દેખાતા સીમાએ પુછયું. "શુ થયું પાયલ કોઈ પ્રોબ્લમ છે..?" ના દીદી, પરંતુ આજ મને
જોવા છોકરાવાળા આવવાના છે." પાયલે જરા નર્વસ થઈ કહ્યું. "તો એમા ઉદાસ થવાની શુ વાત છે..? સીમા બોલી
આમ પણ તારી લગ્નની ઉંમર પણ થઈ ગઈ છે. અને છોકરો સારો હોય અને તને ગમે તો હા કરવાની કોઈ ફોર્સ નહી કરે. "દીદી એવી કોઈ વાત નહી.પરંતુ જે છોકરા જોવા આવે છે એમને હું પસંદ હોવ છું, મારા માં-બાપ નહી. મારા ગયા પછી મારા માં-બાપનું શું થાય બન્ને પથારીમાં છે." એટલે હું એમને સાથે રાખવાની વાત કરૂં એટલે જવાબ આપ્યા વગર જતા રહે.

ઓહ..! મને તો ખબર જ ન હતી આ વાતની... સોરી પાયલ, " સીમા ખેદ સાથે બોલી પણ ચિંતા નહીં કર કોઈ તો હશે જ જે તને અને તારા માં-બાપને અપનાવશે. "બી હેપી યારરર...!!" કરતી બન્ને હસવા લાગી. "ચલ બાય પાયલ બેસ્ટ ઓફ લક કાલ મળીએ." કહી બન્ને પોતપોતાની વીંગમા જતી રહી.


આગળ જોયું કે સીમાને યોગાકલાસ માટે મંજુરી મળે છે અને પાયલને પણ છોકરો જોવા માટે આવવાનો છે....હવે આગળ)


સીમા બહાર નિકળી સહેલીઓ બનીને એ ખુશ હતી.પરંતુ એને રાજને પણ ખુશ કરવો હતો.એને એવુ લાગતુ હતું રાજ એની કોઈ ભુલથી નારાજ છે. પરંતુ હકીકત કઈ બીજી જ હતી. રાજ રંગીન મિજાજી માણસ હતો. એ સીમાના પ્રભુ ભક્તિ અને ઘરેલું રહેણી કરણીથી કંટાળી ગયો હતો. એને લાગતું સીમાને કંઈ નથી આવડતું એ સાવ મુર્ખ છે.પણ એની નાદાની ભોળપણ એમાં એ નહોતો જોઈ શકતો, એ રાજને અનહદ પ્રેમ કરતી હતી.પરંતુ રાજ માટે હવે કોઈ બીજું સીમાની જગ્યા લઈ ચુકયું હતુ.

એને એકદમ ફોરવર્ડ અને બોલકી તેમજ ચપળ યુવતીઓ વધારે ગમતી જે બધી જ ખુબી એની સેક્રેટરી નીશામા હતી.
એ જાજો સમય નીશા સાથે ગાળતો.એની સાથે હોટલમાં જમવા સાથે સાથે રાત ગુજારવી બધા જ સંબંધ એણે રાખ્યા હતાં.

સીમાથી છુપાવીને કયારેક રાતે ઓફિસનુ કામનું બહાનુ કાઢી બંને હોટલમાં રાત રહેતા.ઓફીસના બહાને બાહરગામ ફરવા જતા રહેતા.પરંતુ ભોળી સીમા રાજને જ પતિ પરમેશ્વર માની એની હર ફરજ પુરા દિલથી નીભાવતી.

આ બાજું પાયલને આજ જોવા આવે છે. ઘરમાં પાયલ જ બધું સંભાળતી હોય છે. એટલે બધા માટે ચા નાસ્તો કરે છે. અને બધી વાત કરે છે. છોકરા સાથે એકાંતમાં પણ વાત કરે છે.
"તમે લગ્ન પછી નોકરી શરૂ રાખશો..?"છોકરો સવાલ કરે છે.

"હા.. મારા પર મારા મમ્મી પપ્પાની જવાબદારી છે. અને હું જેની સાથે લગ્ન કરું એની ઉપર જવાદારી તો ના નાંખી શકું પરંતુ મને મારી જવાબદારી નીભાવવા માટે રોકે નહી એવી આશા જરૂર રાખીશ."

પાયલ ખુબ સરસ રીતે એની ઈચ્છા દર્શાવે છે.

છોકરો વિચારવાનો સમય માંગે છે અને રજા લે છે.પાછળ
પાયલ વિચારે છે. એને મારા માં-બાપને મને સાચવવા દેવા માટે વિચારવું પડતું હોય તો એને મને સાચવવા માટે પણ વિચારવું પડે. અને જીંદગી વિચાર કરી કરીને તો ના જીવી શકાય.એ શું જવાબ આપશે એ વિચારતા પોતે કયારે સુઈ ગઈ ખબર જ ન રહી.

બીજે દિવસે સીમા અને પાયલ મળ્યા એણે છોકરા સાથે
થઈએ એ બધી વાત કરી સીમાને, પણ સીમા કઈ બીજા જ
વિચારોમા હતી. પાયલે કહયું "દીદી,મને છોકરો ગમ્યો છે, પરતું જો એ મારી વાત સાથે સહમત થશે તો જ હું હા કરીશ. "સીમાએ કંઈ જવાબ નહી વાળ્યો.એ રાજે કરલા વર્તન વિશેનાજ વિચારમા હતી. પાયલ સમજી ગઈ સીમા કઈ ઉંડા વિચાર મા છે.એણે આગળ વાત કરવાનું ટાળ્યુ. બંને ઘરે આવી ગયાં. આજે પણ રાજ મોડો આવવાનો હતો.સીમા એકલી પલંગ પર પડખાં ફેરવતી પતિના પ્યારને ઝંખતી હતી. રાજ નીશા સાથે હોટલમાં હતો.સીમા રાજની વાટ જોઈને સુઈ ગઈ.

અહી પાયલને જોવા આવેલો છોકરો યોગેશનો ફોન આવી ગયો. પાયલના ફોનમાં,"હલ્લો...!પાયલ.."
"હા ..કોન બોલે છે..?"પાયલે સવાલ કર્યો
. "હું, યોગેશ.. શું આપણે કાલ ફરી એક વાર બાર મળી શકીયે..?"પાયલે થોડું વીચારી જવાબ આપ્યો. "સારું સમય અને જગ્યા નકકી કરી કહેજો. હું આવી જઈશ."

બીજે દિવસે પાયલ યોગેશને મળવાં એક રેસ્ટોરાંમાં જાય છે.યોગેશ બંને માટે કોલ્ડ કોફી મંગાવે છે. યોગેશ વાત શરૂ કરે છે.
"પાયલ, મારા મમ્મી પપ્પાને તમે પસંદ છો,"એટલે પાયલ જરા હસી નીચી નજર કરી પુછે છે. "અને તમને..?"

"મને,પણ તમે પસંદ છો, પરંતુ ત્યારે વાત ઓછી થયેલી તો. એકવાર મળી તમારો પણ નિર્ણય જાણવા માંગતો હતો.

પાયલ જરા નજર નીચી કરી શરમાતા બોલી મારી પણ હાં છે."મારી નોકરી હું નહી છોડી શકું મારા ઉપર મારા માંબાપની જવાબદારી છે. "પાયલે કહ્યુ.

"હા..હા..,ચોકકસ હું તમને તમારી જવાદારી કે ફરજમા ક્યાંય નહી રોકુ, મારા માંબાપ ગામડે રહે છે.મારે
બીઝનસ એવો છે કે મારે આઉટઓફ સીટી વધારે રહેવાનું થાય છે. મને મારું ઘર અને મને સંભાળે અને મને પ્યાર આપે એવી હમસફર જોઈ છે.જે મને તમારામા દેખાય છે." એમ બોલતા યોગેશ ખુરશીનો ટકો થઈને બેઠો હતો એ જરા ટેકો છોડી આગળ આવ્યો અને ટેબલ પર કોણી અને પંજો ટેકવી પાયલનો હાથ પકડવા આગળ વધાર્યો.

પાયલ પણ મંજુરી આપતી હોય એમ હાથ આગળ કર્યો બંનેએ આંગળા એકબીજામા પરોવીયા અને ચારસો ચાલીસ જેવો કરંટ શરીરમાંથી દોડી ગયો.અને આંખમાં આંખ પરોવી જાણે દુનિયા ભુલી ગયા. રેસ્ટોરાંમાં જાણે કોઈ હતું જ નહી. ત્યા વેઇટર આવી "સર,ઓર કુછ લાઉં..?" બોલ્યો એટલે બંને ઝબકીને આજુબાજુ જોવા લાગ્યા અને એક સ્માઈલ સાથે પાયલ નીચું જોઈ ગઈ.કોફી પીને થોડી એકબીજાની વાતો કરી છુટા પડ્યા.

ઘરે જઈને બન્નેએ પોતાની મંજુરી આપી સગાઈની તારીખ નકકી કરવા પરમીશન આપી.

પાયલની અને યોગેશની સગાઈ થઈ શકશે ..?
સીમા રાજને ખુશ કરવાના પ્રયત્નો કરશે..? એ હવે આગળ ના ભાગમાં વાંચશું.

લેખક :-Doli modi...✍✍Di
Shital malani