Spouse .... - 8 books and stories free download online pdf in Gujarati

જીવનસાથી.... - 8

આગળ જોયું એ મુજબ સીમા,પાયલ, સુહાની અને રેખા ચારેય જાણે જીવનના બંધનથી આઝાદી મળી હોય એમ ખુશ હતી. ચારેયને આજ પોતાની જીંદગી જીવી લેવી હતી કોઈ મર્યાદાબંધન વગર. હવે આગળ....

સીમાની નજર તો પાયલ અને સુહાનીના કપડાં અને બોલચાલની ઢબને પોતાનામાં ઉતારવાની કોશિશ કરી રહી હતી. એટલામાં પાયલ બોલે છે,"દીદી, તમે મારી વાત સાંભળી મને મદદ કરો."

"તારે શું મદદની જરૂર છે ?અજકાલ ની બધી છોકરીઓને બધી ખબર હોય જ છે ! " સુહાનીએ જરા મજાકનો લહેકો કર્યો કે બધાં હસવા લાગ્યા. પાયલ શરમાઈ ગઈ અને નીચું જોઈ ગઈ.

" દીદી, તમે પણ છો સાવ !!!"

"અરે !!મારી લજામણીના છોડ કશું ખોટું કહ્યું હોય તો બોલ જોઈ !" સુહાની ફરી લહેકો કરતાં બોલી અને ચારેય ખડખડાટ હસી પડી.

સીમા આજ ઘણા વરસે આટલું મુક્ત મને હસી રહી હતી.

"અચ્છા, બોલ શું પ્રોબ્લમ છે ? યોગેશ બહું હેરાન કરે છે એમ ?"

"દીદી , તમે પણ ને ! એવું કંઈ નથી."

" ઓહોહો ! અમારી લજામણીના છોડને એની સહેલી કરતા પતિદેવનો પ્રેમ વહાલો લાગવા લાગ્યો છે એમ !"

બધાની હસી મજાક ચાલું જ હતી.

"સુહાની ,બસ કર બિચારીને બહું હેરાન નહીં કર, નહીંતર એ આપણી ફરિયાદ યોગેશને કરી દેશે." સીમા બોલી.

"સોરી..સોરી..! ચાલ, બોલ શું થયું છે??" મજાક બહુ થઈ ગઈ.

હવે થોડી સિરીયસ વાત પણ કરી લઈ એ!!

પછી પાયલ પોતે સીમા, રેખા,સુહાનીને પોતાના અને દેવેશના ભુતકાળના રીલેશન વિશે જણાવે છે.

" પરંતુ, એ તો તારો ભુતકાળ છે, હવે એ તારી લાઈફમાં પણ નથી તો હવે શું પ્રોબ્લમ છે?" સીમા બોલી.

" દીદી, પ્રોબ્લેમ હવે જ શરૂ થયો છે. " કહેતા પાયલે વાત શરૂ કરી. મેં એને છોડી દીધો પછી અમે કયારેય મળ્યાં નથી.પરંતુ, થોડા દિવસ પુર્વે એક જાણીતો ચહેરો મેં મોલમાં જોયો પરંતુ હું એને ઓળખી શકી નહી એટલે દીમાગ ઉપર જોર પણ નહીં નાંખ્યું. બીજે દિવસે એ જ વ્યકિતનો ફોટો મેં છાપાંમાં જોયો એટલે ત્યારે મને યાદ આવ્યું કે એ દેવેશ જ હતો.
એણે સોશ્યલ મીડિયા દ્વારા મને કોન્ટેકટ કર્યો અને મને મળવા બોલાવી. પહેલા તો મે ના કહી,એટલે એ આજીજી કરવા લાગ્યો, એની ભુલની માફી માંગી;

મેં કહયું "મારા લગ્ન નક્કી થઈ ગયા છે."

તો પણ એ કહે "મને એક વાર મળી જા મારે રુબરુમાં માફી માંગવી છે". એણે મને કહ્યું કે "હું બહું મુસીબતમાં છું."

હું એને મળવા ગઈ એણે મારી માફી માંગી અને એની જીંદગીમાં પાછી ફરવા માટે હાથ જોડવા લાગ્યો. પરંતુ, એના લગ્ન થઈ ગયા છે એ મને ખબર હતી.

મેં કહ્યું "તારા લગ્ન તો થઈ ગયા છે."

તો એણે કહ્યું " અમે સાથે નથી રહેતા. બીઝનેસમાં ખોટ જવાથી એ મને છોડીને ચાલી ગઈ છે. અને લોકો એવું સમજે છે કે એ મારી સાથે ભાગી છે.એ મારી લાઈફમા પાછો આવવા કરગરી રહ્યો છે. એક સમયે મેં એને સાચા દિલથી ચાહ્યો હતો, હવે અત્યારે મારી લાઈફમા યોગેશ છે. હું દેવેશને પ્રેમ કરતી હતી અને હજું પણ દિલના કોઈ ખુણામાં એની માટેની લાગણીઓ મને દેવેશ તરફ ધકેલે છે,ફરી કોઈ વાર વિચાર આવે છે, યોગેશ તો મને જ ચાહે છે. સાચા દિલથી તો એની સાથે દગો કેમ કરુ!! એ તો નિર્દોષ છે અને વળી, દેવેશનો પણ કેટલો વિશ્વાસ કરવો?? હવે તમે લોકો જ કહો; હું આ મુંઝવણમાંથી કેવી રીતે બહાર આવું ?

પાયલની વાત સાંભળતા ઠરેલા અને શાંત સ્વભાવ વાળી સીમા બોલી, "જો પાયલ, આ તારો પોતાનો નિર્ણય હોવો જોઈએ પરંતુ તે સાલાહ માંગી છે તો એક જ વાત કહીશ કે " "જે આપણને પ્રેમ કરે એ આખી જિંદગી સાથ નિભાવી શકે પરંતુ આપણે જેને પ્રેમ કરીએ એ આપણી સાથે આખી જિંદગી નીભાવશે કે નહી એની ગેરંટી આપણે ખુદ પણ નથી આપી શકતા." એટલે મારું તો એવું કહેવુ છે કે "યોગેશ તને પ્રેમ કરે છે અને હવે તું પણ યોગેશને પ્રેમ કરે છે. તો હવે દેવેશને તારી લાઈફ કે વિચારમાં પણ સ્થાન નહીં આપ.
સંપૂર્ણપણે યોગેશને જ અપનાવી લે એમાં તારી અને તારા પરીવારની ખુશી છે."

સુહાનીને પણ સીમાની વાત બરાબર લાગી એણે એમ જ કરવાં કહ્યું. પરંતુ, હજુ સવાલ એ હતો એનો પીછો કેમ છોડાવવો.??

સુહાની એ કહ્યું "એની ઉપર બેન્ક અને પોલીસની નજર છે. જો એવું થાય કે પોલીસ સુધી દેવેશના સમાચાર મળી જાયતો એ એરેસ્ટ થઈ જાય અને એ તારી લાઈફમાંથી હમેંશા માટે નીકળી જાય."

પાયલને થોડીવાર માટે એ એ વાત ઠીક ન લાગી પરંતુ, એવું કર્યા વગર દેવેશની હકીકત પણ જાણવા મળે એવું ન હતુ. એટલે પાયલ પણ એ માટે તૈયાર થઈ ગઈ. પાયલે પોતાના પ્રોબ્લેમનો હલ મળી ગયો. આજ એનું દિલ ભારમુક્ત થઈ ગયું.અને આંખ બંધ કરી મનમાં જ "આઈ લવ યુ યોગેશ" બોલી એક શાંતીનો અનુભવ કર્યો.

હવે આગળના ભાગમાં જોઈશું પાયલ દેવેશથી કેવી રીતે છુટકારો મેળવશે?? કેવી રીતે દેવેશની હકીકત બહાર આવશે?? શું છે એની હકીકત ??


---------------- (ક્રમશઃ) --------------------

લેખક =Doli modi✍✍
Shital malani.

🙏જય શ્રી કૃષ્ણ 🙏