Spouse .... - 3 books and stories free download online pdf in Gujarati

જીવનસાથી.... - 3

પાયલ ઘરે આવી. મમ્મી પપ્પાને યોગેશ ને મળયાની વાત જણાવે છે અને સગાઈ બાબતે થયેલી વાત કરે છે. મમ્મી પપ્પા ખુશ થાય છે. અઠવાડીયા પછીનું મુહૂર્ત સગાઈનું નીકળે છે. બંને પરીવાર સગાઈની તૈયારીમા લાગે છે.પાયલ સીમાને ફોન કરે છે.

" દીદી, મારી સગાઈ યોગેશ સાથે નકકી થઈ છે.તૈયારી કરવામા મારે તમારી મદદ જોઈશે."

"અરે..!વાહ પાયલ ખુબ ખુબ અભિનંદન, અને હા કઈ પણ કામ હોય,ચોકકસ જણાવજે હુ આવી જઈશ. "

"દીદી , તમારા આ શબ્દો સાંભળી મનને બહું સારું લાગ્યુ,
હું તો બહું ચિંતામા હતી એકલી કેવી રીતે કરીશ બધી તૈયારી??"

"પાયલ કોઈ ચીંતા નહી કરો હુ છુ ને." ચલ સાંજે મળીયે કેહતા સીમાએ ફોન મુકયો."

આજ પાયલ તો બહું ખુશ હતી. પાયલનુ નક્કી થયું એથી
સીમા પણ એનુ દર્દ ભુલી પાયલની ખુશીમાં ખુશ હતી.
કલાસમાંથી છુટી બંનેએ બજાર જવાનું નક્કી કર્યું. બંનેએ
ક્લાસમાં બજારમા પહેરવાના કપડાં સાથે લીધા એને ક્લાસમાં જ ચેન્જ કરી બજાર જવા નીકળ્યા, થોડી દુકાનો ફર્યા.પછી એક બહું મોટો મોલ હતો બંને મોલમાં અંદર ગયાં. પાયલે કુર્તી, ચનીયાચોલી લીધાં. સગાઈના દિવસે પહેરવા. હવે યોગેશ માટે કાંડા ઘડિયાળ લેવી હતી એટલે એક શોપ પર જવા આગળ વધ્યા. પાયલની નજર કોઈ બે ચેહરા ઉપર પડી પરતું એક જ સેકન્ડમા એ ગાયબ થઈ ગયા.

પાયલ વિચારતી હતી. એ બે ચેહરામાથી એક જાણીતો ચહેરો હોતો. પણ, યાદ નથી આવતું અને એમ પણ નજર એક જ સેકન્ડ પડી ત્યા જ એ અલોપ થઈ ગયા.એટલે પુરા દાવા સાથે કેહવુ મુશ્કેલી હતું એ કોણ હતું. એના વીચારો એક ચક્રની જેમ ઘુમવા લાગ્યા. એ ઘડી ઘડી આજુ બાજુ જોતી એ ચેહરાને યાદ કરવા અને ઓળખવા પોતાની યાદશક્તિ સાથે કુસ્તી કરતી.સીમા તો ઘડીયાળો જોવામાં મશગુલ હતી.પરતું પાયલનુ ચિત્ત એમા નહોતું. એ ફરી ફરી પાછળ જોતી હતી.

સીમાએ બેત્રણ મોડલ પાસ કરી પાયલ સામે નજર કરી. એ વ્યાકુળ દેખાતી હતી.

સીમા :" પાયલ..! શુ થયું...?"

"કંઈ નહી કોઈ ઓળખીતું ગયું એવું લાગ્યું. "

"ઓકે- સારું જો મેં થોડા મોડલ પાસ કર્યા છે તું એમાંથી
જોઈ લે, પછી આપણે ઘરે જઈએ બીજુ કામ કાલે કરીશું.
આમાથી પસંદના આવે તો કાલ ફરી બીજે જોઈશું."

સીમાએ પાયલના ખભે હાથ રાખી એક સહેલી ની જેમ વાત કરતા કહયુ. પાયલ પણ સ્વસ્થ થઈ અને એ એક એક ઘડીયાળ હાથમાં લઈ જોવા લાગી.પરંતુ એને બહું ના ગમી.
બંને ઘરે જવાં નીકળી.પાયલ એક વિચાર કરતી, ખાળતી, મન મનાવતી ઘરે પહોચીં. જમી એના રૂમમાં જતી રહી.
યોગેશ સાથેના સોનેરી સપનાંમા ખોવાઈ ગઈ.

રાજ ઘરે આવી ગયો હતો. આજ વહેલો આવ્યો હતો.
સીમાએ ફટાફટ રસોઈ કરી. રાજ ગુસ્સો કરશે એને ડર હતો.રસોઈ કરતાં કરતાં સીમાએ વિચાર્યું આજ રાજ સાથે ખુલ્લી વાત કરવી છે. એને મારામાં શું ઘટે છે. એ કેમ આવુ
વર્તન કરે છે..?
રસોઈ થઈ ગઈ ચારેય જમ્યા અને બાળકો એના રૂમમાં ગયા.રાજ બાલ્કનીમાં લેપટોપ લઈ બેઠો,સીમા કામ પતાવી ફ્રેશ થઈ બાલ્કનીમા આવી રાજની સામે ખુરશીમાં બેઠી.

સીમા " રાજ, મારે એક વાત કરવી હતી."

"હા, બોલ.!"

"તમને હું..હું..."સીમા બોલી નથી શકતી આગળ.

"જે બોલવું હોય બોલ જલદી મારે કામ છે." રાજ જરા ઉધ્ધતાઈથી બોલે છે.

"કંઈ નહી પછી વાત,"સીમા ફરી ઉદાસ ચહેરે ઉભી થઈ
બેડરૂમમાં જતી રહી.

થોડીવાર પછી રાજ આવ્યો. રૂમમાં સીમા જાગતી હતી.રાજ આવીને સુતો પડખુ ફરીને, સીમા આજ મકકમ હતી એને રાજ સાથે વાત કરવી હતી.એટલે રાજ બાજુ ફરી એના ખભે હાથ રાખ્યો. રાજ જાગતો હતો પરતું સીમા બાજું ફર્યો નહી.
એટલે સીમાએ ખભો જરા પોતાની બાજું ખેંચતા કહ્યું,,,
"રાજ,જાગો છો..?"

"હા, "

"તમને શું થયું છે..?કેમ આવું કરો છો..?મારી કઈ ભુલની સજા આપો છો..?" સીમાએ ગુસ્સા અને દુખ બંને મિશ્રીત
ભાવ દર્શાવતા પુછવાની હિમ્મત કરી લીધી.

રાજ બેઠો થયો સીમાની સામે જોયુ અને બોલ્યો.

"સીમા,મને મારી સાથે ખંભો મીલાવી ચાલી શકે એવી પત્ની જોઈએ છે.મારી ઈચ્છાઓ સમજી શકે એવી. નહીં કે પુજા,પાઠ,ધર્મ કર્યા કરે એવી,સાડીનો પલ્લુ કેડે ભરાવી રસોડામાં ઘુસી રહે એવી નહી. મારી હાઈ ફાઈ મીટીંગોમા હું ગર્વથી મારી સાથે રાખી શકું એવી પત્ની જોઈએ છે.
તારામા મારે જોઈ એ એમાથી એક પણ ગુણ નથી.."
રાજે નારાજગી સાથે કહી ઓશિકું લઈ ઉભો થઈ બારના હોલ તરફ જવા લાગ્યો. સીમાની આંખો ભરાઈ આવી. શું બોલવું ના સમજાયું.
એને ઘણું કહેવુ હતુંકે મારી આ રસોડાની આદતથી તમારી તબિયતનુ ધ્યાન રહે છે. મારી આ પુજા પાઠની આદતથી
ઘરમાં શાંતી અને પવિત્રતા જળવાયેલી છે. મારી આ સાડી પહેરવાની આદતથી તમારા પરીવારની લાજ જળવાઈ છે.
મારા આ જ સંસ્કાર થી આપણાં બાળકોનું ભવિષ્ય સિંચન થાય છે. પરંતુ ગળે ડુમો ભરાઈ આવ્યો અને આંખમાંથી
ગંગા- જમના વહેવા લાગ્યા. એ કંઈ ન બોલી શકીઅને રાજ
બહાર હોલમાં જઈ સોફા ઉપર સુઈ ગયો.

રેખા, એકદમ સાદી,સરળ અને શાંત વ્યક્તિત્વ. એ હજી પરણીને આવી ત્યારે જ મોહન ધંધે ચડયો. માવતરની ગરીબીએ વહેલું સસરાના ઘરનું પગથિયું ચડાવી દીધું. મોહન તનતોડ મહેનત કરે પણ કાંઈ જ વળે નહીં.

એકદિવસ આડેપડખે થતા મોહન બોલ્યો કે રેખા, તું થોડો ટેકો આલ તો અન્નભેગા થાય આપણે... રેખાએ જરા પણ આનકાની વગર વાતને હામી ભરી. એ નાની ઓરડીમાં પણ ખુશી ભારોભાર ઉભરાતી હતી વહાલપની..

રેખાએ ઘરેથી જ પાપડ ,ખાખરા અને અથાણાનો નાનો પાયો માંડ્યો. બે- પાંચ રૂપિયાની બચત સારા કપડા અને ખોરાકને પામતા. ધીમે-ધીમે પ્રેમ અને બચત પણ વધી. સુખ અને દુઃખના ગાડે આ બેલડી મોજ તો વટથી કરતી.

એક દિવસ રેખાની તબિયત બગડી. સાંજે મોહન આવ્યો. ઘરમાં રસોઈ પણ નહોતી બની. એ આવીને તરત જ રેખાને દવાખાને લઈ જાય છે. ખુશીમાં ખુશી ભળી. રેખાને સારા દિવસો જતા હતા.મોહન તો હરખઘેલો આખી શેરીને સાકરથી મોં મીઠા કરાવ્યા.

હવે રેખાએ ઘરે પાપડને અથાણાના ધંધાને ઓછો કર્યો. કારણ એ એના સાસરીયાના પરિવારથી અલગ રહેતા. મોહનની કમાણી ઓછી પડતી એટલે મોટી ભાભીએ નોખો કાઢયો પરિવારથી.

રેખાને આઠમો મહિનો ચાલે છે. મોહન પણ હવે રેખાને પૂરતો સમય આપે છે. બેય પોતાના આવનારા બાળકના સપનામાં ગગનવિહાર કરે છે...હવે એક મહિનો નીકળી જાય હેમખેમ એટલે ગંગા નાહ્યા જેવો આનંદ .....આવા વિચારો મનમાં અને આંખમાં ભરી બેય શાંતિથી સુવે છે....

મારા ને તમારા વિચારોથી કશું થતું નથી... ધાર્યું તો ધણીનું જ થાય...એમ જ વાર્તામાં શું નવો વળાંક આવશે એ જોવા વાંચતા રહો 'જીવનસાથી'.

લેખક:- doli modi ✍
Shital malani ✍

------------ (ક્રમશઃ) --------------