Jivansathi - 10 books and stories free download online pdf in Gujarati

જીવનસાથી... - 10

ભાગ 10


ચારે સખીઓ હસી મજાકની વાતો કરતી જીંદગીની પહેલીઓ સુલઝાવી રહી હતી..સીમા અને પાયલે તો પોતાની વાતો રજૂ કરી દીધી છે.. હવે આગળ


સીમા આજ મનના બોજને ઠાલવી હળવીફૂલ લાગતી હતી. એને નાસમજીમાં જ અજાણ્યા અવરોધના પહાડ ખડકયા હતા. પાયલ જેવી સખીને મેળવી એ આજ એની જાતને ધન્ય માનતી થઈ ગઈ. એ પોતાની જાતને કઈ રીતે સુધારશે એ વિચારે ફરી ખોવાઈ ગઈ. ત્યાં જ સુહાનીએ એની આંખ પાસે ચપટી વગાડતા કહ્યું ," મેડમજી અમને તો તમે જેવા છો એવા જ પસંદ છો. આપણે બગીચામાં છીએ. તમારા ઘરમાં નહીં."
આ સાંભળીને સીમા ખડખડાટ હસે છે.
ત્યાં જ સુહાનીના ફોનમાં રિંગ વાગે છે..... સુહાની મોબાઈલ હાથમાં લઈને જુએ છે કે 'અત્યારે વળી કોણ જાગ્યું ?" સાગરનો ફોન હતો એ.
સુહાની એની સખીઓને કહેતી જાય છે કે હમણાં વાત કરીને આવું..સીમા ફરી વિચારે છે કે રાજે કયારેય એને કામ વગર ફોન કર્યો જ નથી. હવે તો બાળકો પણ મોટા થયા છે. "હું રાજનો ફોન ચેક કરીશ અને બાળકો બીજું કંઈ વિચારશે તો ?" તે એવી ગડમથલમાં રેખા અને પાયલની વાતોમાં ધ્યાન નથી આપી શકતી.
સુહાની : "સાગર, કંઈ કામ હતું મારૂં?"

સાગર : "ના ! ના ! .....તે જયુસ પીધું કે નહીં એ પૂછવા માટે જ કોલ કર્યો હતો."

સુહાની : "સાગર , હું મારી સખીઓ સાથે બગીચામાં આવી છું."

સાગર : "તારૂં ધ્યાન રાખજે ! બને તો બહારનું કશું ખાઈશ નહીં."

સુહાની : "હા, હું આમ પણ ક્યાં બહારનું ખાવ છું સાગર."

સાગર : "તને કાંઈ થાય એ મારાથી ન જોવાય એટલે કહ્યું મેં. તું પાણી તો સાથે લેતી ગઈ છો ને ?"

સુહાની :" હા, મારા પર્સમાં જ છે."

સાગર : " હું ઘરે આવવા નીકળીશ ત્યારે ફરી કોલ કરીશ."

સુહાની : "હાં, ભલે"

સાગર : " સમયસય ઘરે પાછી પહોંચજે..આવજે..સુહૂ..

સુહાની હસતી હસતી પાછી પહોંચે છે સખીઓ પાસે. પાયલ પૂછી જ લે છે કે,"શું બોલ્યા ડોકટરસાહેબ?"
સુહાની બોલી એ સમયસર ઘરે પહોંચવાનું કહેતા હતા. આમપણ, હવે આઠ વાગી ચૂક્યા છે.આપણે હવે જવું જોઈએ. આમ પણ મને ઘરે પહોંચતા જ પચીસેક મિનિટ જેવું તો થશે જ.તમે બધા બેસો 'જો આપ બધા રજા આપો તો હું નિકળું.'
ત્યાં રેખા પણ બોલે છે કે હા, હવે મારે પણ જવું જોઈએ. સમાજને પાછું ક્યાંય જ નહીં પહોંચી વળાય. હું પહેલીવાર આવી રીતે એકલી બહાર આવી છું. ભલે મારી રાહ જોવાવાળું કોઈ નથી. પરંતુ, એક અજાણ્યો એકલતાનો
ડર તો મને જીવવા જ નથી દેતો. પાયલ, "મારી સાથે મારા ઘર સુધી ચાલો. ત્યાંથી તમે બેય ચાલ્યા જજો. બરાબર કહ્યું ને સીમાદીદી..!"
સીમા એની વાતમાં હાં કહે છે અને બધા બહાર નીકળે છે. કાલ ફરી મળીશું એવા વાયદા સાથે. સુહાની ઓટોમાં જવા નીકળે છે. સીમા અને રેખા ચાલતા જ નીકળે છે. પાયલ એનું એકટિવા લઈ રેખાના ઘર પાસે બેયની રાહ જોવે છે. રેખાની ચાલવાની ઝડપથી સીમા વિચારે છે કે 'રેખાને કેટલી ઉતાવળ હતી ઘરે પહોંચવાની.'

રેખાનું ઘર નજીક આવ્યું કે સીમાએ જોયું કે બધા લોકો રેખાને જ તાકતા હતા. એની પડોશણે તો પુછ્યું પણ ખરા "કઈ બાજુ ફરી આવ્યાં ? આજ પાપડના થેલા વગર જ."

રેખા : હું આ મારી -

ત્યાં સીમા જ બોલી દે છે કે "અમારે વધારે ઓર્ડર આપવાનો હતો અથાણા અને પાપડનો એટલે અમે જ એમને મળવા બોલાવ્યા હતા.; અમે લોકોએ ઘર જોયેલું હોય તો રેખાબેનને ધક્કા ન ખાવા પડે." આમ વાતોમાં ઘરનું તાળું ખોલાઈ ગયું હતું. પાયલ અને સીમા તો રેખાનું નાનું પણ સ્વચ્છ ઘર જોઈ રાજી થયા. રેખા બન્ને સખીને બેસવાનો આગ્રહ કરે છે પરંતુ, સમય આગળ વધ્યે જતો હતો તો 'ફરી કોઈ વાર !' એમ કહી બેય નીકળી જાય છે.

આખે રસ્તે પાયલ એની પડોશણના શબ્દ પર ગુસ્સો વ્યક્ત કરે છે. સીમાને પણ એ વાત ન ગમી. બધાને બધી સ્વતંત્રતા મળવી જોઈએ એવા વિચાર સાથે બેય ઘરે પહોંચે છે.

------------ (ક્રમશઃ) -------------

લેખક :- Doli modi✍️
Shital malani✍️