The turn of destiny - 1 books and stories free download online pdf in Gujarati

નસીબ નો વળાંક - 1

SEASON --- 2


જય શ્રી કૃષ્ણ દોસ્તો !!! આજે હું તમારી સમક્ષ મારી બીજી નવલકથા " નસીબ નો વળાંક " લઈને આવી છું કે જે મારી પહેલી નવલકથા નું એક નવો વળાંક એટલે કે એક નવું સ્વરૂપ છે. મને ખાતરી છે કે પ્રારબ્ધ નાં ખેલ ની જેમ તમને આ નસીબ નો વળાંક પણ ખૂબ જ રંજિત કરશે. મેં આ નવા સ્વરૂપ માં તમને વધુ મનોરંજન અને રહસ્યમય વળાંક મળી શકે એવો પ્રયાાસ કર્યો છે. તો સૌથી પહેલા તો હું તમને season---- 1 એટલે કે "પ્રારબ્ધ નો ખેલ" ની થોડીક વાતો નું સંક્ષિપ્તમાં સંભારણું કરાવી દવ...!!


____ પાત્ર પરિચય


ખેડૂત - દેવદાસ

પત્ની - શ્યામા

દિકરી - (બન્ને શ્યામા ની કુખે જન્મેલી)

સુનંદા (મોટી દીકરી)

અનુરાધા ( નાની દીકરી)

દીકરો- વૈભવ (પહેલી પત્ની નો પુત્ર)

અનસૂયા - વૈભવ ની પત્ની

વીરુ - મિત્ર

સેતુ - ઘેટાં નું બચ્ચું (વિરુ નો મિત્ર)

(આ એક કાલ્પનિક વાર્તા છે. અને એમાં આવતાં પાત્રો પણ કાલ્પનિક જ છે... પણ પહેલા નાં જમાના માં આવી પરિસ્થિતિ માં લોકો જીવતા.. અને ત્યાર નાં સમય માં ઘણી બધી વાતો કે જેને આપણે અત્યાર નાં જમાના માં માની પણ ના શકીએ એવી પ્રસ્તુત છે.)



પ્રારબ્ધ નાં ખેલ માં આપણે જોયું કે આનંદવન નામના રમણીય અને નૈસર્ગિક સૌંદર્ય સભર વાતાવરણ ધરાવતાં જંગલ ની આડ માં એટલે કે આનંદવન જંગલ ની સાવ નજીક વિસનગર નામે એક ગામ માં દેવદાસ નામે એક ગરીબ ખેડૂત તેની બીજી પત્ની શ્યામા અને ત્રણ સંતાનો કે જેમાં બે દિકરી કે જે શ્યામા ની કુખે જન્મેલી અને એક દીકરો વૈભવ કે જેને દેવદાસ ની પહેલી પત્ની જન્મ આપી ને સ્વર્ગે સિધાવી હતી એની જોડે રહેતો હતો.


શ્યામા ખૂબ જ શાણી અને સુજબુઝ વાળી હોવાથી પત્ની ધર્મ નાં નાતે પતિ દેવદાસ ને ઘરનું ગુજરાન ચલાવવા માટે મદદ કરવાનું નક્કી કરે છે. આથી મોટી દીકરી સુનંદા ને જોડે લઈ જંગલ માંથી લાકડા કાપી એને વેચી જે આના મળે એનાથી ઘરનું થોડું ગુજરાન ચાલે અને પતિ એકલા નાં ખભે બધો ભાર નાં રહે.


જંગલ માં રોજ લાકડા કાપવા જતી હતી તેમાં એકદિવસ બન્ને ને એક માં વગર નાં દીકરા જોડે ભેટો થઈ જાય છે. જેનું નામ વીરુ હોય છે જે ઘેટાં નાં બચ્ચાં ને ગોતતો આ માં-દિકરી ની બાજુમાં આવેલો અને ત્યારથી એ બન્ને જોડે એને દોસ્તી થઇ જાય છે. સુનંદા અને વીરુ તો એકબીજાને પસંદ પણ કરતા હતા અને ખૂબ જ ખાસ મિત્ર બની ગયેલા. ઘેટાં નાં બચ્ચાં નું નામ સેતુ હોય છે જે વીરુ ને ખૂબ જ વહાલું હોય.. હવે,એક દિવસ અનુરાધા જીદે ચડી સુનંદા ની જગ્યા એ પોતે શ્યામા જોડે લાકડા કાપવા જવાનું કહે છે. પણ, વિધાતા નાં લેખ જ એ દિવસે એવા હતા કે અચાનક એક સાપ આવે છે અને શ્યામા ને ડંખે છે. આથી શ્યામા મૃત્યુ પામે છે. પેલું કેહવાય છે ને કે' શાણું માણસ લાભાત નાહી!!! અહી પણ શ્યામા જોડે એવું જ થયું.

શ્યામા નાં મૃત્યુ બાદ દેવદાસ ની તબિયત પણ લથડવા લાગે છે. આથી ખેડૂત ને થયું કે,' હું ભગવાન ને પ્યારો થાવ એ પહેલા વૈભવ નાં લગ્ન કરાવી નાખું તો મારી માં વિહોણી દીકરીઓ ને ભાભી સમાન માં મળી જાય અને પછી તો એમનાં નસીબ.!!!


આમ ત્યારબાદ થોડાક મહિનાઓ માં ખેડૂત વૈભવ નાં લગ્ન એની પહેલી પત્ની ની ભત્રીજી અનસૂયા જોડે કરાવી નાખે છે. આમ નવી વહુ ના આવ્યાના થોડાક મહિનાઓ માં જ દેવદાસ સ્વર્ગે સિધાવ્યા. ત્યારબાદ ભાઈ ભાભી અને બન્ને બહેનો જોડે રહેતા હતા.


પણ પેલું કેહવાય છે ને કે નવી વહુ નવ દહાડા..!! એમ જ હવે નવા ભાભી નું રૂપ અચાનક બદલાય છે . વૈભવ તો લગ્ન થયા ની સાથે જ અનસૂયા નાં વશ માં હતો. એટલે અનસૂયા એને કહેવા લાગી કે, ' આ બન્ને ને તો બસ બેઠા બેઠા શેઠાણી ની જેમ ખાવાનું જ..!! મારે આમ બધાનું એકલા હાથે કેમ પૂરું કરવું...!! મારાથી હવે આ બન્ને નું નઈ પોહચાતું...!!

વૈભવ તો પહેલે થી જ પત્ની નાં આવેશ માં હતો અને વળી એને તો શ્યામા નાં મૃત્યુ પછી નાની બહેન અનુરાધા ઉપર ચીડ હતી.. કારણ કે એનું માનવું હતું કે અનુરાધા ની જીદ નાં લીધે જ એની માં મૃત્યુ પામી...!!

એટલે હવે ભાઈ પણ પત્ની નું માની બન્ને બહેનો ને એકલી નોધારી વાડીએ કામ કરાવતો. બે ટંક સુકો રોટલો ખાવા આપતો. મોટી સુનંદા એની માં શ્યામા ની માફક ખૂબ જ ડાહી અને સમજુ હતી. જ્યારે અનુરાધા હઠીલી અને ચંચળ સ્વભાવ ની હતી એટલે સુનંદા એને સમજાવતી કે,' ગમે તેમ પણ એ આપણો ભાઈ કહેવાય, એ આપણને સાચવે એ જ બહુ કહેવાય..!!!

પણ, અનુરાધા થી ખોટું સહન ન થતું એટલે ક્યારેક વળી એનાથી ભાભી અનસૂયા ને મીઠો ઠપકો અપાય જતો કે,"તમે તો અમારી માં સમાન છો,તો પછી આવું કેમ?? ભાભી ને તો ત્યારે અનુરાધા ને મેણું મારવાની તક મળી હોય એમ કહેવા લાગતી કે,' તારા જેવી અપશુકનિયાળ કે જે પોતાની માં ને જ ભરખી ગઈ..એની જોડે આ જ બરોબર છે."

આમ હવે દિવસે દિવસે ભાઈ ભાભી નો કહેર વધવા લાગ્યો. બન્ને બહેનો માથે પતી પત્ની છાણા થાપવા લાગ્યા. હવે તો બન્ને બહેનો ઉપર ભાઈ ભાભી નો ખૂબ જુલ્મ થવા લાગ્યો. બળદ ની માફક સાતી એ જોડી ખેતર ખેડવા લાગ્યા. બન્ને બહેનો બિચારી દિવસે ઢસરડો અને રાતે ઉજાગરો કરતી.

એક દિવસ ની વાત છે. સુનંદા અને અનુરાધા ભરબપોરે ખેતર માં કામ કરી રહી હતી. આ બાજુ વૈભવ અને અનસૂયા જમી પરવારી ને ઝબકી લેવા રોકાઈ ગયા. આમ તો રોજ બન્ને માંથી એક જણ આ બન્ને બહેનો નાં કામ ઉપર ધ્યાન રાખવા માથે રહેતું જ, પણ તે દિવસે જોગાનુજગ એ દિવસે અનસૂયા નાં પિયરે થી કોઈ આવેલું . અને વળી એ સમયે તો ઘણા દિવસે મહેમાન નો ભેટો થતો. એમાંય નવી વધુ નાં ઘરે થી કોઈ આવે એ તો એની ખુશી બમણી કરી દેતું. આવું જ અનસૂયા સાથે થયું. લગ્ન પછી પહેલી વાર એના પિયરે થી કોઈ આવેલું. એથી અનસૂયા ખુશી માં ને ખુશી માં વૈભવ જોડે ઘરે જતી રહી.
આ બાજુ સુનંદા અને અનુરાધા ખેતર માંથી આ બધું નિહાળી રહ્યા હતા. ત્યાં જ અચાનક અનુરાધા ને એક યુક્તિ સૂઝી. અનુરાધા એ સુનંદા નાં ખભે હાથ મૂકી આતુરતા થી કહ્યું, બહેન ! હવે આમ પણ આપણી જિંદગી માં સાવ ધૂળ પડી ગઈ છે..!! પણ, હવે મારાથી આ બધું સહન નહિ થતું. મારાથી હવે, અહી નઈ રહેવાય... ચાલ, આજે આપણે આ નર્ક માંથી ભાગી જઈએ. આજે ઈશ્વર પણ આપણી સાથે જ છે કદાચ એટલે જ ભાઈ ભાભી બન્ને ને ઘરે મોકલી લીધા. આવી વેરણ જિંદગી જીવવા કરતાં તો કોઈ ભૂખ્યા જાનવર નો કોળિયો બની જવું સારું!!!..

અનુરાધા ની આમ અચાનક ભાગી જવાની વાત સાંભળી થોડી વાર તો સુનંદા સ્તબ્ધ થઇ ગઇ. પણ, થોડોક વિચાર કરી પછી બોલી,' વાત તો તારી સાચી છે,આજે ભાઈ ભાભી વાડીએ નથી, અને આમ પણ આવી તે કઈ જિંદગી હોય!!!.. આનાથી તો મરી જવું સારું!!! આમ બન્ને બહેનો એ એક મન કરી ભાગી જવાનું નક્કી કર્યું.

બન્ને બહેનો આનંદવન તરફ ભાગી ગઈ. આ બાજુ ભાઈ ભાભી વાડીએ આવ્યા અને ખેતર માં બન્ને બહેનો ને ન જોતાં થોડી વાર આમતેમ ગોતી ને પછી વિચાર્યું કે,' આમ પણ આજે નહિ તો કાલે આ થવાનું જ હતું. આમ વિચારી બન્ને એ તેઓને ગોતવાનું માંડી વાળ્યું.આ બાજુ સુનંદા અને અનુરાધા આનંદવન માં છેક અડધે સુધી પહોંચી ગયા હતા. સુનંદા તો આનંદવન નાં એક એક રસ્તા થી પરિચિત હતી. એટલે એ અનુરાધા ને આંગળી પકડી જંગલ માં દોરી જતી હતી.


સાંજ નો સમય થઈ ગયો હતો. આકાશ એકદમ ભૂરા રંગનું થઇ ગયેલું પશુ પક્ષી પણ પોતપોતાના ઠેકાણે જઈને બેસવા લાગ્યા હતા. બન્ને બહેનો જંગલ માં સાવ એકલી હતી.


હવે કેવી રહેશે બન્ને બહેનો ની આનંદવન ની નવી સફર???અને શું આ જંગલ માં જ બન્ને ને ગુજારો કરવો પડશે??? કે કઈક નવો જ વળાંક આવશે?? શું ભાઈ ભાભી નાં ઘરે થી ભાગી જવાનો બન્ને નો નિર્ણય યોગ્ય ઠરશે કે શું???

જાણો આવતાં ભાગ-૨ "નવી સવાર, નવો વળાંક" ... માં