The turn of destiny - 3 books and stories free download online pdf in Gujarati

નસીબ નો વળાંક - 3

"ભાઈ-ભાભી નાં ત્રાસ થી જંગલ તરફ ભાગી ગયેલી બન્ને બહેનો સુનંદા અને અનુરાધા જંગલ ની સાવ પેલી પાર પોહચી ગયેલી અને અંધારું પણ ખૂબ જ થઇ ગયેલું હવે બન્ને ને થોડી દૂર એક દીવો બળતો દેખાય છે. બન્ને એ દીવા નાં પ્રકાશે આગળ વધવા લાગી અને દીવા ની સાવ નજીક પહોંચી ગઈ...."

હવે આગળ,

"નસીબ નો દીપક"

દીવા નાં પ્રકાશે આગળ વધી હવે સાવ દીવા ની જ્યોત સુધી પહોચી ત્યાં એ બન્ને જોવે છે કે એક નેહડો (નિવાસસ્થાન) હતો અને એની ગોખ માં એ દીવો સળગી રહ્યો હતો અને આ નેહડા ની બહાર એક સફેદ કેડિયું અને સફેદ ધોતિયું પહેરી ને એક મૂછાળો. ... સાતેક ફૂટ ઊંચો.... છપ્પન ઇંચ ની છાતી અને એમાંય એની લાંબી કાળી મૂછો ને તાવ દઈને એક ખમતીધર માણસ ખાટલા ઉપર સૂતો હોય છે અને એની આજુબાજુ નાના- મોટા ઘેટાં બકરાં પણ એની રખેવાળી કરતા હોય એમ ત્યાં ઊભા ઊભા આ બન્ને બહેનો ને પોતાની રાત્રિ દરમિયાન ચિનગારી ની માફક ચમકતી આંખો થી ટગર ટગર જોવા લાગ્યા.
બપોર થી બન્ને બહેનો જંગલ માં રખડતી રઝળતી હતી... જેના લીધે બન્ને ની હાલત સાવ ખરાબ થઈ ગયેલી હતી.. બન્ને નાં કપડાં ઉપર મેલા દાગ સ્પષ્ટપણે દેખાઈ રહ્યા હતા. બન્ને નાં વાળ પણ અસ્ત્વ્યત હતા.... આમ બન્ને બહેનો નું આવું સ્વરૂપ જોઈ પેલા ઘેટાં બકરાં પણ સાવ ડરી ગયા હોય એમ ચળવળ અને હલચલ કરવા લાગ્યા... જાણે કે તેઓ પોતાના ગાઢ નિંદ્રા માં સૂતેલા માલિક ને ઉઠાડવા મથ્યા હોય એમ એના ખાટલા ની નજીક જઈ હલચલ કરવા લાગ્યા..

પેલો માણસ ખાટલા માં ધ્રુજારી અનુભવવા ની સાથે જ ઊભો થઈ ગયો. તેણે થોડીવાર તો આમતેમ નજર કરી ત્યારબાદ તેણે સામે જોયુ તો બે વીસ બાવીસ વય ની છોકરીઓ ને મેલા કપડામાં પોતાની સામે ઉભેલી જોઈ.

હવે, પેલો માણસ હજુ એ બન્ને ને ડાકણ કે ગાંડી સમજી બાજુમાં પડેલી લાકડી એ બન્ને બહેનો ને ઘેલી ડાકણ સમજી એના ઉપર ઉગાવવા જાય છે ત્યાં જ એનો લાકડી પકડેલો હાથ અચાનક અટકી જાય છે અને એ માણસ પોતે એ માણસ જાણે કઈક વીતેલી વાત અચાનક યાદ આવી ગઇ હોય એમ વિચાર કરવા લાગે છે. અહીં હવે, પેલો મૂછાળો માણસ પણ જાગી ગયેલો એટલે હવે ઘેટાં બકરાં નું ગણગણ વધવા લાગ્યું અને વળી ઓછા માં પૂરું ત્યાં એક પાળેલું કૂતરું પણ હતું એ પણ ભસવા લાગ્યું.

આમ આ બધો અવાજ ભેગો થતાં ખાટલા થી થોડે દૂર દરવાજો ખૂલવાનો અવાજ આવ્યો.... ડરરરર..... એવો... દરવાજો ખુલતો જ અંદર થી એક ખુલા કાળા રેશમી કેશ વાળી એક વયસ્ક સ્ત્રી કે જેણે ઘાઘરો, કાપડું અને માથે ઉનની ઓઢણી ઓઢી ને હાથ માં ફાનસ લઈને બહાર ડોકિયું કર્યું અને બોલી,' અરે સાંભળો છો, આ શું આટલી રાતે આવો અવાજ આદર્યો છે??? કંઈ નવા જૂનું તો નથી થયું ને???'

આમ પોતાની પત્ની નો અવાજ સાંભળતા લાકડી પકડેલો માણસ અચાનક ઝબકી ગયો અને ફરી પેલી બન્ને બહેનો સામુ જોવા લાગ્યો. હવે પેલી સ્ત્રી પણ બહાર આવી અને બન્ને બહેનો ને જોઈ ગઇ. પહેલા તો એ સ્ત્રી એ ગણગણ કરતા ઘેટાં બકરાં અને ભસતા કૂતરા ને હાંકલ મારી ને ચૂપ કરાવ્યા પછી ધીમે ધીમે બન્ને બહેનો તરફ જવા લાગી.

(ખરેખર એમાં હતું એવું કે આ બન્ને પતિ પત્ની મૂળ માલધારી સમાજ ના હતા.માલધારી એ પશુપાલનને લગતા વ્યવસાય કરતો એક લોકસમુહ છે. માલધારી શબ્દ ખાસ કરીને ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યમાં વધુ પ્રચલિત છે, આ શબ્દ માલ એટલે પશુધન અને ધારી એટલે ધરાવનારનો બનેલો છે. માલધારી શબ્દનો શાબ્દિક અર્થ પશુધન ધરાવનાર એવો કરી શકાય.

માલધારી સમુહ ખાસ કરીને વન્ય વિસ્તાર આજુબાજુનાં મેદાનોમાં વસવાટ કરવાનું વધુ પસંદ કરે છે, જેથી તેઓનાં પશુઓને ઘાસચારો સરળતાથી મળી રહે છે. માલધારીઓના વસવાટ સ્થળને નેસ અથવા નેહડા તરીકે ઓળખાય છે. આ ઉપરાંત તેઓની વસ્તી ગ્રામિણ અને શહેરી વિસ્તારોમાં પણ જોવા મળે છે.)

હવે, પેલી વયસ્ક સ્ત્રી બન્ને બહેનો ની સાવ નજીક આવી ગઇ હતી. થોડી વાર તો એ બન્ને નાં ચહેરા પર સાવ નિખાલસ અને કરુણતા નાં ભાવ જોઈ એ સ્ત્રી થોડી દયામય નજર થી એ બન્ને સામુ જોવા લાગી.

હવે પેલો મૂછાળા માણસે પણ લાકડી નીચે મૂકી અને બૂમ પાડતા પોતાની પત્ની ને ટકોર કરતા કહ્યું કે,' જરાક પૂછ તો ખરા કે કોણ છે?? અને ક્યાંથી આવે છે એટલી મોડી રાત્રે???

પતિ ની ટકોર સાંભળી પેલી સ્ત્રી એ સુનંદા ની સાવ નજીક જઈ પૂછ્યું,' બેટા તમે કોણ છો?? અને ક્યાંથી આવો છો?? આમ અડધી રાતે અચાનક અહી આવવાનું કારણ શું છે??

થોડીવાર તો બન્ને બહેનો સાવ નીરસ ભાવે એકબીજા સામુ જોવા લાગી અને ત્યારબાદ સુનંદા એ વાત ની શરૂઆત કરતા કહ્યું,' માડી અમે બન્ને સાવ અભાગણ છીએ..!! નથી જનેતા કે નથી બાપ!! બન્ને હવે કુદરત ના ભરોશે છીએ.. અમે બન્ને અનાથ છીએ..!!આમ કહેતા કહેતા સુનંદા ની આંખો માં કરુણતા ની ધારા વહેવા લાગી.

ત્યારબાદ બહેન ને આમ રોતા જોઈ અનુરાધા એને શાંત પાડવા કહેવા લાગી,' બહેન મન નાનું નાં કર, ભગવાન બધું સારું કરશે!!' આમ બન્ને બહેનો ને એકબીજા નો સહારો બનતા જોઈ પેલી સ્ત્રી નું હૈયું ભરાઈ ગયું. આથી એ સ્ત્રી એ એના ધણી ની નજીક જઈ ધીમા અવાજે કહ્યુ કે,' અત્યારે આ બન્ને ને એનો પરિચય પૂછવો હિતાવહ નથી. બન્ને ખૂબ થાકી ગયેલી લાગે છે.અત્યારે બન્ને ને અહી જ સુવડાવી દઈએ સવારે જોયું જાય છે!!'

આમ પણ માલધારી નો આશરો તો સદીઓ થી વખણાતો આવે છે. આમ બન્ને બહેનો ને રાત વાસો પોતાને ત્યાં જ કરવા નું કહી પેલી સ્ત્રી એ બન્ને ને નેહડા ની અંદર લઈ જાય છે.

હવે શું થાશે સવારે??? શું બન્ને બહેનો હવે ત્યાં જ નિવાસ કરશે કે કુદરત હજુ એમની પરિક્ષા લેશે?? શું બન્ને પતિ પત્ની આ બન્ને ની વાતો નો વિશ્વાસ કરશે કે કેમ??

જાણો આવતાં ભાગ-૩. " માલધારી નો આશરો "... માં