Baani-Ek Shooter - 39 books and stories free download online pdf in Gujarati

“બાની”- એક શૂટર - 39

બાની- એક શૂટર

ભાગ : ૩૯



"બાની.....!! તું ચાહે છે એહાનને.....!!" એહાન વધુ નજદીક ગયો. બાનીના આંખમાં આંખ મેળવીને કહ્યું, "હું તને ચાહું છું. તારા મૃત્યું થવું મારા માટે અસહ્ય હતું. મને મારી જિંદગી જીવવા લાયક જ નહીં લાગી. હું ખૂબ ત્યારે વિચાર કરેલો કે બાનીને હું ચાહતો જ હતો તો એનો સાથ મેં કેમ ન આપ્યો?? બાની જ મારો શ્વાસ હતો તો એનો સાથ મેં કેમ છોડી દીધો....!! બાની આય એમ સોરી....!! મને તને કશું નથી પૂછવું. હું એટલું જાણું છું કે હું તને ચાહું છું." એહાને એકધારું કહ્યું. બાનીએ ચુપકીદી સાદી.

"બાની....!! લાઈફમાં મેં બધું જ મેળવી લીધું છે. નામ,કામ,પૈસા બધું જ...બધું જ....!! પણ પ્રેમ.....!! હતો એને પણ મેં જ ખોયો હતો...!! બાની લાઈફના એક પોઈન્ટ પર આવીને આપણાને સમજાય છે કે જે જોઈતું હતું...એને ઊભું તો કર્યું પણ હકીકતમાં તો એ મેળવી લીધા બાદ એને એવી રીતે જ સંભાળી રાખવા માટે વધુને વધુ મહેનત કરવી પડતી રહેવી જ પડે છે. આનો અંત જ આવતો નથી...!! તો મનને સંતુષ્ટ કયા સ્થર પર મળતું હશે બાની....!!" એહાન આટલું તત્વજ્ઞાન કેમ સંભળાવી રહ્યો હતો એ બાની સમજી શકતી ન હતી.

"બાની મને આ બધું જ મેળવતાં સમજાયું છે કે પ્રેમથી વધુ દુનિયામાં બીજું કશું પણ સત્ય નથી. હું તને ચાહું છું બાની...હું તને ચાહું છું. આટલા વર્ષો સુધી તારા સિવાય હું કોઈને પ્રેમ જ કરી શક્યો નહીં. જ્યારે હવે મને ખબર જ પડી છે કે બાની તું જીવંત છે તો હું તને ફરી ખોવા માંગતો નથી બાની....!! મારી ચાહતને સ્વીકાર કર બાની....!! મને સ્વીકાર કર....!!" એહાન ગળગળો થઈ ગયો.

"મિસ્ટર એહાન....!! જિંદગીમાં હું ઘણી આગળ નીકળી ચૂકી છું. મેં પ્રેમ કર્યો હતો...!! એ પણ હવે ઝાંખું થઈ ગયું છે. અલિપ્ત થઈ ગયું છે. મને પ્રેમ નથી દેખાતો. કેમ કે હું પણ કશું પામવા માટે આટલે સુધી આવી છું. તારા માટે પ્રેમ પામવો એ સંતુષ્ટિ હશે....!! મારા માટે જાસ્મિનનાં ખૂનનો બદલો લેવો એ જ સંતુષ્ટિ છે...!!" બાનીએ કહ્યું અને એહાન એક થડકારો ખાઈ ચુક્યો...!! બંનેના સંબંધમાં તિરાડ તો જાસ્મિનનાં ખૂનના બદલાની ખેવના માટે જ તો આવી હતી....!!

"બાની.....!! હું વચન આપું છું કે તું જે મેળવવા માંગે છે એની વચ્ચે હું નહીં આવું. હું એટલું જ જાણું છું કે મારી બાની જીવંત છે. હું બાનીને ચાહું છું. હું ફરી બાનીને કે બાનીની ચાહતને ખોવા નથી માંગતો."

"મિસ્ટર હવે તમે જઈ શકો છો." બાની અકળાઈ ઊઠી.

"બાની... હું તને ચાહું છું." એહાને કહ્યું.

"પાંચ વર્ષ પહેલાં જ એ રિલેશનશિપ તોડી નાંખી હતી એહાન...!! બાનીએ કહ્યું.

"હા રિલેશનશિપ તોડી હતી...!! બંને વચ્ચેનો પ્રેમ કેવી રીતે તૂટી શકે...!!" એહાને કહ્યું.

"મિસ્ટર....!! તું મારા પર દબાણ લાવી રહ્યો છે. તમે જઈ શકો છો...!!" બાનીએ ગુસ્સાથી કહ્યું.

"ઠીક છે. હું જઈ રહ્યો છું. પ્રેમ વચ્ચે જ તિરાડ પડી હોય તો હું એના માટે સાધના કરીશ....!! મારા પ્રેમની સાબિતી માટે હું તપશ્ચા કરીશ...!!" એહાને કહ્યું અને એ સડસડાટ જતો રહ્યો.

જતાની સાથે જ બાનીના આંખમાં આંસુ આવી ગયા....!!

"એહાન....એક દિવસ પણ એવો નથી ગયો કે આટલા પાંચ વર્ષમાં મેં તને યાદ કર્યો ન હોય...!!" બાની રડતી જ સ્વગત કહી રહી હતી.

****

"હેલ્લો...!! હા..!! એહાન ગયો. એ સત્યથી વાકેફ થઈ ગયો છે." બાનીએ કહ્યું.

"તું ઓકે છે?" સામેથી સ્વર સંભળાયો.

"હમ્મ...!!" બાનીએ અવઢળમાં કહ્યું.

"તું પણ એને આજની ઘડીએ પ્રેમ કરે જ છે એ કેમ ના કહ્યું??" સામેથી સ્વર સંભળાયો.

"ટિપેન્દ્ર....!!" બાનીના મોઢેથી નીકળી ગયું. સામાન્ય રીતે ટિપેન્દ્ર અને બાની જ્યારે ફોન પર વાત કરતાં ત્યારે એકમેકનું નામ સંબોધતા ન હતા. પરંતુ આજે અનાયસે જ બાનીના મોઢેથી ટિપેન્દ્રનું નામ નીકળી ગયું.

"એહાન...!! તારી સામે આવી જ ગયો છે તો પ્યાર.....!!" ટિપેન્દ્રએ એ વાતને અધૂરી છોડી.

"શું પ્યાર...!!" બાનીએ ગુસ્સાથી પૂછ્યું.

"એહાનની સામે સ્વીકાર કરી લે બાની કે તું પણ એને એટલું જ ચાહે છે. તારું ધ્યાન ભટકવા જોઈએ નહીં બાની..!! તારું ક્લીયર માઈન્ડ હશે તો જ તું તારા પ્રતિશોધ સુધી પહોંચી શકશે." ટિપેન્દ્રએ કહ્યું અને ફોન મૂકી દીધો.

ફોન મુકાતા જ બાની વિચારમાં પડી, " ટિપેન્દ્રથી કશું જ છૂપું નથી...!! એ બધું જ કેવી રીતે જાણી જતો હશે...!!"

બાનીનો ઉચાટ વધતો ગયો, " એહાન....તું અત્યારે જ કેમ મારી લાઈફમાં આવી પહોંચ્યો....!! પાંચ વર્ષ પહેલાં તે કેમ સાથ ના આપ્યો...!! એહાન તું ચાહે તો પણ હું તને હવે પ્રેમ ના આપી શકું...આ રિલેશનશિપનું ભવિષ્ય છે જ નહીં એહાન...!!"

બાનીનું મન વ્યગ્રતામાં પસાર થવા લાગ્યું.

અચાનક આકાશમાં ગડગડાટનો અવાજ આવવા લાગ્યો. મૌસમ વરસાદનો જ ચાલુ હતો. તે સાથે જ ધીમો વરસાદ વરસવા લાગ્યો. પરંતુ હવા એટલી તેજ ચાલુ હતી કે બાનીના બેડરૂમની વિશાળ બાલ્કનીનાં પરદા આમતેમ ફંટાતા જતાં હતાં. બાની બાલ્કનીની જમીન સાથે લાગેલી કાંચની મોટી સ્લાઈડિંગ વિન્ડો સડસડાટ બંધ કરી લીધી. એના પર વ્યવસ્થિત પરદા નાંખ્યા. એને કશું યાદ આવ્યું... એની નજર બહાર પલકવાર માટે ગઈ હતી. એને કશું જોયું હતું....!! એને પરદા ખોલ્યાં...ફરી સડસડાટ કાચની બારીઓ ખોલી દીધી. તે સાથે હવાનો જાણે મારો જ ચાલી રહ્યો હોય તેમ બાનીના ચહેરા પર તેજ હવા તેમ જ વરસાદના પાણીનો મારો વાગવા લાગ્યો. એને ઝીણી આંખો કરીને જોયું...!! સામે એહાન કમ્પાઉન્ડની બહાર પલાંઠી વાળીને બેઠો હતો. એની નજર બાનીને જોઈ શકતી હતી કે નહીં એ સ્પષ્ટપણે જાણ થતી ન હતી. પણ બાની એને સારી રીતે જોઈ શકતી હતી.

એહાન તેજ વરસાદમાં પલાંઠી વાળીને સાધના કરતો હોય તેમ પોઝિશન લઈને બેઠો હતો.

બાનીએ ગુસ્સામાં જ ફરી બધી બારીઓ બંધ કરી લીધી. પણ આ વખતે એને પરદા નાંખ્યા નહીં. એને પોતાનો મોબાઈલ કાઢ્યો. એહાનને કોલ કરવા માટે.. ત્યાં જ એના મોબાઈલમાં એક ટેક્સ્ટ મેસેજ એહાનનાં નંબરથી હતો, " બાની મારા પ્રેમની સાધના કરીને પરીક્ષા આપીશ. હું તને વિશ્વાસ અપાવા માંગુ છું કે હું તને આજે પણ ચાહું છું. હું તારી ચાહતમાં મરી મીટવા તૈયાર છું."

બાનીને વાંચીને ભયંકર ગુસ્સો ચડ્યો...!! "આ શું માંડ્યું છે!!" પણ બીજી જ પળે એ પોતાના બેડ પર જઈને ગોઠવાઈ. એના ચહેરા પર સખત તાણ આવી રહ્યું હતું. એ બેબાકળી થવા લાગી. એ ઊઠી. બંધ બારીના કાચમાંથી ફરી ડોકિયું કર્યું. એહાન હજું પણ અડગ થઈને ધોધમાર વરસાદમાં બેઠો હતો જ્યાં ફક્ત બાનીના બેડરૂમમાં ઉપસ્થિતની જ નજર જાય એવી જગ્યા પસંદ કરીને એ બેઠો હતો.

"બેસવા દે.... જોઉં છું ક્યાં સુધી આમ બેસવાનો છે...!!" બાની ગુસ્સામાં જ બડબડી. પણ એ સમજી શકતી ન હતી કે આ એહાન માટેનો પ્રેમ બોલી રહ્યો હતો કે વ્યાજબી ગુસ્સો...!! પરંતુ એના ચહેરા પર વારંવાર અકળામણ આવી રહી હતી. એ રાહતનો શ્વાસ લેવા માગતી હતી. એને બેડરૂમનો દરવાજો બંધ કર્યો. બધી જ બારી બંધ કરી. થોડી વાર અરીસા સામે બેસી......!!

પછી એ બેડ પર જઈને આરામથી ઊંઘવા લાગી. સાંજ પણ પૂરી થઈ ગઈ. રાતનાં આઠ થઈ ગયા હતાં. વર્ષા બંધ પડી ગઈ હતી. બાનીનો મોબાઈલ સતત બઝ થઈ રહ્યો હતો. એ સફાળી ઉઠી. કોલ ટીપીનો હતો. એને ઉઠાવ્યો. થોડી ઘણી વાતચીત બાદ એને કોલ રાખ્યો. એને યાદ આવ્યું કે એહાન.... સામે બેઠો હશે કે ચાલી ગયો હશે...!! કુતૂહલ માટે એ બારીના બહાર જોવા લાગી.. એની આશ્ચર્ય વચ્ચે જ એહાન ત્યાં જ એવી જ સ્થિતીમાં બેસેલો હતો.

બાની બબડી, "પાગલ થઈ ગયો કે શું...!!"

બાનીને સમજ પડતું ન હતું કે હવે શું કરવું જોઈએ...!!એને એહાનને ફોન લગાવ્યો.


(ક્રમશઃ)

(નોંધ: વાંચક મિત્રોને વિનંતી છે કે નોવેલને ફસ્ટ પાર્ટથી વાંચે. તો જ ટૂંકો સાર સમજાશે. આભાર😊)