Characterless Part - 13 books and stories free download online pdf in Gujarati

CHARACTERLESS - 13

Characterless

 

ગતાંકથી ચાલુ......

 

                    બારમા ભાગમાં તમે જોયું કે પ્રમીલા માસીને મળવાનું થયું. પછી ડોક્ટર દ્વારા એ જાણવા મળ્યું કે સુરજ કોમામાં જતો રહ્યો જે અમારા માટે બહુ જ દુઃખદ ઘટના હતી. ત્યારબાદ અમે કોલેજથી છૂટીને હોસ્પિટલ જવા માટે નીકળતા જ હતા અને સુરજના પપ્પાનો મારી પર ફોન આવ્યો હવે જોઈએ આગળ શું થશે ?

                    અમે બધા પાર્કિંગમાં ઊભા હતા અને હોસ્પિટલ જવા માટે નીકળતા જ હતા અને ત્યાં જ મારી પર ફોન આવ્યો અને મેં સ્ક્રીન પર નજર કરી તો સુરજના પપ્પાનો ફોન હતો મેં તરત જ ઉપાડ્યો અને કાકાએ કહ્યું બેટા ! જલ્દી અહીંયા આવી જાઓ નર્સ એમ કહે છે કે સુરજની તબિયત ખરાબ થઈ ગઈ છે. મારા મનથી એમ કે, એ તો કોમામાં છે અને એની તબિયત બગડી. તોપણ આ ગંભીર વાત હતી. મેં તરત જ બધાને કહ્યું કે જલ્દીથી હોસ્પિટલ ચાલો.

                    અમે બધા સિવિલ હોસ્પિટલ પહોંચ્યા અને કાકા બહાર જ હતા તો મેં કહ્યું કાકા તમે અહીંયા જ રહો અમે ડોક્ટરને મળીને આવીએ અને મેં નિખિલ અને રાહુલને કહ્યું તમે મારી સાથે ચાલો અને સાગર, સરલ અને કાવ્યાને કહ્યું કે તમે કાકાની પાસે રહો અમે હાલ જ આવીએ.

                    અમે ડોક્ટર સાહેબને મળ્યા અને પૂછ્યું કે સર સુરજની તબિયત બગડી છે ? ડોક્ટર સાહેબ અમારી સામે આશ્ચર્યભરી નજરે જોવા લાગ્યા અને કહ્યું કે ચાલો મારી સાથે, અને અમે એમની સાથે ગયા તો સુરજ તો એની બેડ પર જ હતો. ડોક્ટરે કહ્યું કે તમને કોણે કહ્યું કે દર્દીની તબિયત ખરાબ થઈ તો મેં કહ્યું કે સર દર્દીના પપ્પાને નર્સે કહ્યું તેથી એમણે મને ફોન કર્યો.

                    ડોક્ટર સાહેબે તરત જ વોર્ડબોયને કહ્યું કે નર્સને બોલાવો સાથે એમ પણ કહ્યું કે દર્દીના પપ્પાને પણ બોલાવો. નર્સ અને કાકા ડોક્ટર સાહેબની ઓફિસમાં આવ્યા અને અમે તો ત્યાં જ હતા. સરે નર્સને પૂછ્યું કે રૂમ નંબર ૭૩૧૧ ના દર્દીની તબિયત ખરાબ થઈ એવું તમને કોણે કહ્યું ? આ દર્દીના ફાધર છે અને દર્દીની તબિયત તો બરાબર જ છે. નર્સ પણ મૂંઝવણમાં ! પછી નર્સે કહ્યું કે સર રૂમ નંબર ૦૦૦૪ ના દર્દીની તબિયત ખરાબ થઈ હતી સોરી ભૂલથી મેં આ અંકલને જણાવ્યું. ડોક્ટરે કહ્યું આવી બેદરકારી નહીં ચાલે આ હોસ્પિટલમાં. અને પછી તરત જ સરે કાકાને કહ્યું કે તમને નર્સે જણાવ્યું હતું તો દર્દીના રૂમ તરફ તમારે આવવું પડે ને અથવા મારી જોડે આવવું જોઈએ ! તો કાકાએ કહ્યું કે સાહેબ નર્સે મને આ વાત તો જણાવી પરંતુ પછી તરત જ મને કહ્યું કે તમારે ત્યાં આવવાની જરૂર નથી.

                    ડોક્ટરે નર્સને કહ્યું કે તમે રૂમ નંબર ૦૦૦૪ ના દર્દીનું ચેકઅપ કર્યું ત્યારે ? તો નર્સે કહ્યું કે હા સર ! આનંદ સરે ચેકઅપ કર્યું. હવે એમની તબિયત બરાબર છે, મેં ભૂલ એ કરી કે બીજા દર્દીના સંબંધીને  બોલાવ્યા. સોરી સર

                    હાશ ! અમે બધાએ હાશકારો અનુભવ્યો. સરના રૂમમાંથી બહાર આવ્યા બાદ અમે મિત્રોને મળ્યા. સાગરે કહ્યું કે ભાઈ સુરજની તબિયત બરાબર છે ને ? તો મેં આખી વાત બધાને જણાવી. અને તરત જ સરલે કહ્યું આકાશ ! એક મિનિટ અહીંયા આવજે અમે થોડા દૂર ગયા અને એણે કહ્યું કે ૦૦૦૪ તો દીદીનો રૂમ નંબર છે અને એ ગભરાઈ ગઈ તો મેં એને કહ્યું કે એની પણ ચિંતા ના કર નર્સે કહ્યું કે દર્દીની તબિયત સારી છે. સરલે કહ્યું તોપણ ચાલને મારી સાથે. મેં કહ્યું હાલ બધા છે હમણાં શક પડશે તો, સરલે કહ્યું કંઈ જ નહીં થાય અને અમે બંને જણા સમીક્ષાદીદી ના રૂમ તરફ ગયા.દૂરથી નજર કરી તો પ્રમીલા માસી ત્યાં જ હતા મેં કહ્યું તું અવાજ કર્યા વગર ત્યાં જતી આવ હું અહીંયા ઉભો છું અને ધ્યાન રાખજે તારા પ્રમીલા મમ્મી જોઈ ના લે. સરલે મારી સામે ત્રાંસી નજરે જોયું અને કહ્યું ઓકે ! પછી એ ત્યાં જઈને દીદીને જોઈને આવી.

                    મેં સરલને પૂછ્યું દીદી ઓકે છે ને ! સરલે કહ્યું હા ! ઘણા દિવસે એમનો અવાજ સાંભળ્યો, એવી વાત સાંભળી કે અચાનક જ એમનો શ્વાસ ચડવા લાગ્યો હતો પરંતુ હવે આરામ છે. મેં કહ્યું સરસ અને હવે ચાલો આગળ નહીં તો આપણા મિત્રો આકાશ અને સરલને શોધવા લાગશે અને અમે મંદ મંદ હસવા લાગ્યા.પછી અમે મિત્રો પાસે ગયા.

                    ક્યાં હતા તમે લોકો ? મેં કહ્યું અહીંયા જ હતા ભાઈ ત્યાં જ કાકાએ કહ્યું કે આકાશ તારા મમ્મી પપ્પા આવ્યા હતા. મેં કહ્યું હા એ તો કહેતા હતા, પછી મેં નિખિલને કહ્યું કે ગાડીવાળાના શું સમાચાર છે તો નિખિલે કહ્યું કે હમણાં જ પપ્પા જોડે વાત થઈ એ હાલ જેલમાં છે એણે જામીનની અરજી કરી છે. મેં કહ્યું બરાબર !

                    હું મારા ખિસ્સામાંથી મોબાઈલ કાઢવા ગયો અને જોયું તો મોબાઈલ હતો જ નહીં. મને મોબાઈલ ના મળ્યો એટલે મેં તરત જ મિત્રોને કહ્યું આજુબાજુમાં જુઓ મારો મોબાઈલ મળે તો. મેં કહ્યું તમે બધા આટલામાં તપાસ કરો હું સરની ઓફિસ સાઈડ જઈને આવું અને હું સરની ઓફિસમાં ગયો ત્યાં પણ મોબાઈલ ન હતો પછી મેં વિચાર્યું સમીક્ષાદીદીના રૂમથી થોડે દૂર ઊભો હતો ત્યાં જ ના પડ્યો હોય અને ત્યાં પહોંચ્યો તો પાટલીની નીચે ખૂણામાં મોબાઈલ હતો. હું મોબાઈલ જોઈને ખુશ થયો અને મોબાઈલ લીધો અને મિત્રો જોડે જવા જ જતો હતો ને ત્યાં જ મેં જોયું સાગરના મોટાભાઈ સમીક્ષાદીદીના રૂમની બાજુમાં હતા અને એમની સાથે એક બીજો ભાઈ પણ હતો જેમને હું નહોતો ઓળખતો, મને વિચાર આવ્યો કે આ અહીંયા શું કરે છે ?

                    હું મિત્રો પાસે આવ્યો અને કહ્યું કે મોબાઈલ મળી ગયો છે અને નિખિલને કહ્યું કે બધા માટે ચા-નાસ્તો લેતો આવ અને પછી હું સાગર પાસે ગયો અને કહ્યું કે ભાઈ તારા ભાઈ જોડે વાત કરવી છે ફોન કરજે એમને. તો સાગરે કહ્યું શું થયું ભાઈ કંઈ કામ છે ? મેં કહ્યું હા ભાઈ ! તેઓ વકીલાત કરે છે ને તેથી સૂરજના એક્સિડન્ટની ચર્ચા કરુંને એમની સાથે, આ ગાડીવાળાનું કંઈક કરવું પડશે એટલે પ્રાથમિક માહિતી મેળવું એમ બરાબર ને. તો સાગરે કહ્યું બરાબર ભાઈ અને ફોન લગાવીને આપ્યો. ફોનની રીંગ વાગતી હતી ત્યારે મેં સાગરને પૂછ્યું કે ભાઈ મોટાભાઈનું નામ શું છે તો એણે કહ્યું કે વિજયભાઈ યાદ પણ નથી રાખતો ! અરે સોરી ભાઈ અને સામેથી વિજયભાઈએ ફોન ઉપાડ્યો તો મેં કહ્યું વિજયભાઈ ! સાગરનો મિત્ર આકાશ બોલું છું અને સુરજની આખી ઘટના જણાવી અને અમુક પ્રાથમિક વાત કર્યા બાદ મેં પૂછ્યું કે ત્યારે તમે હાલ ક્યાં છો તો એમણે કહ્યું કે ભાઈ હાલ તો હું મારા ઘરે જ છું. મેં કહ્યું કે બરાબર ભાઈ અને થેન્ક યુ કહીને ફોન કટ કર્યો.

                    વિજયભાઈ જૂઠું બોલ્યા પરંતુ કેમ ? સાગરને આ વાત પૂછું ? પછી મને લાગ્યું કે સાગરને કંઈ વાત નથી કરવી હવે મારી રીતે તપાસ કરવી પડશે. સાગરે કહ્યું ભાઈ ! આજે તારા કારણે સરલ મારી પાસે બેસી થેન્ક યુ. મેં કહ્યું અરે ગાંડા ! મોજ કર પરંતુ જે વાત કરેલી એ ધ્યાન રાખજે. અને એવામાં જ નર્સે કહ્યું કે આટલા બધા લોકો અહીંયા છો તેથી ભીડ થાય છે તો ૧-૨ વ્યક્તિ રહો તો ચાલે. કાકાએ કહ્યું કે તમે બધા જ લોકો ઘરે જાઓ હું અને તમારી માસી છીએ જ અને હમણાં સુરજના મામા પણ આવી જશે એટલે તમે શાંતિથી ઘરે જાઓ કંઈપણ જરૂર હશે તો ફોન કરીશ, અમે બધાએ સંમતિ દર્શાવી.

                    પછી અમે બધા ઘરે જવા નીકળ્યા અને સરલની સ્કૂટી જ ચાલુ ના થાય. બહુ જ પ્રયત્ને પણ ચાલુ ના થઈ એટલે મેં કહ્યું ચાલ તારી સ્કૂટીને ગેરેજમાં મૂકીએ અને પછી હું તને મૂકી જાઉં. અને ત્યાં જ સાગર મારી પાસે આવ્યો અને કહ્યું ભાઈ આ મોકો સારો છે એની સાથે જવા દેને. એ ક્યાં રહે છે એ જણાવ તો મેં કહ્યું અરે હા ! સરલની સોસાઈટીથી તારું ઘર વધારે દૂર નથી. પછી મેં સરલને કહ્યું કે મારે થોડું કામ છે એટલે સાગર તારી સાથે આવશે એ તો આમેય તારી સોસાયટીથી થોડે દૂર જ રહે છે. સરલે કહ્યું કોઈ બાત નહીં ! અને આજે તો સાગર જોડે પણ દોસ્તી થઈ ગઈ બહુ જ સરસ સમજાવે છે. પછી અમે બધા નીકળ્યા પછી સાગર અને સરલ સાથે નીકળ્યા.

                    હું ઘરે પહોંચ્યો અને મમ્મી જોડે ગયો અને સાંજની બધી વાત કરી. પછી અમે જમી લીધું અને હું બહાર ચાલવા માટે નીકળ્યો અને સાગરનો ફોન આવ્યો કે જલ્દી મારી સોસાયટીથી દૂર "સુંદર ગાર્ડન" છે ત્યાં આવ. મેં કહ્યું કંઈ તકલીફ હોય તો જણાવ આમ સસ્પેન્સ ના રાખ. અને હમણાંથી ગમે તેનો ફોન મને ડરાવે જ છે. તો એણે કહ્યું તું આવને પછી બોલ્યો કે સરલ ! મેં કહ્યું શું થયું એને ? તો સાગરે કહ્યું તું આવને.

                    હવે મારે "સુંદર ગાર્ડન" માં જવું પડશે, ક્યાં યાર રોજ સસ્પેન્સ ભરી જિંદગી ! અને હવે તમે સમજી જ ગયા હશો કે હવે આગળની વાત જાણવા માટે તમારે ૧૪ માં ભાગની રાહ જોવી પડશે.

 

 

 

સ્માઈલ પ્લીઝ

(આમ મનથી ઈચ્છા નથી થતી તમને, મારે કહેવું જ પડે કે શું ?)

 

 

 

વધુ આવતા અંકે..........