Characterless Part - 18 books and stories free download online pdf in Gujarati

CHARACTERLESS - 18

Characterless

ગતાંકથી ચાલુ......

સત્તરમા ભાગમાં તમે જોયું કે કોલેજની ઘટના બાદ હું ઘરે જવાને બદલે એક ટેકરી પર ગયો અને ત્યાં જ મોડા સુધી વિચારોના વમળમાં ફરી રહ્યો હતો. ત્યારબાદ હું ઘરે ગયો અને સાથે હોટલમાંથી જમવાનું પણ લઈ લીધું, થોડીવાર પછી મારા મિત્રો મને સાંત્વના આપવા આવ્યા હતા પરંતુ સરલનો એક ફોન પણ નહોતો આવ્યો. પછી પપ્પા મારી પાસે આવે છે અને એમના જોડે કોલેજમાં જે ઘટના બની હતી એના વિશેની ચર્ચા થાય છે જેમાં પપ્પા મને જીવનમાં ઉપયોગી એવી બહુ જ સરસ વાત શીખવાડે છે. અને અંતે બીજા દિવસે હું કોલેજમાં જાઉં છું ત્યાં અમારા ક્લાસનો વિશાલ મને મજાકમાં એક વાત કહે છે અને હું તરત જ ગુસ્સે થઈ જાઉં છું. હવે જોઈએ આગળ શું થશે ?

આજે હું કામ પતાવીને કોલેજ માટે નીકળ્યો અને કોલેજ પહોંચ્યો ત્યાં જ મને વિશાલ મળ્યો. મેં કહ્યું કેમ છે ભાઈ ? તો વિશાલે હસતા હસતા કહ્યું હું તો મજામાં પરંતુ તું આશિક ક્યારે બન્યો ? મેં કહ્યું શું બોલે છે ? તો એણે કહ્યું ભાઈ ! નાદાનની જેમ કેમ વર્તે છે આપણા આખા ક્લાસમાં બધાને જ ખબર છે કે તું સરલને પ્રેમ કરે છે અને એણે તને ના પાડી એટલે ગઈ કાલે એ બાબતે તમારો ઝગડો થયો હતો. મેં કહ્યું તને ભાન પડે છે તું શું બોલી રહ્યો છે અને મજાક તો નથી કરી રહ્યો ને ? મને લાગ્યું કે આ મજાક જ કરતો હશે. તો વિશાલે કહ્યું, ભાઈ ! હું શું કરવા મજાક કરું. મન તો એવું થયું કે આને જ એક થપ્પડ મારી દઉં અને પછી મેં કહ્યું કે અફવા ફેલાવવાનું બંધ કર ભાઈ નહીં તો હું તારી પથારી ફેરવી નાખીશ. વિશાલે કહ્યું કે કેટલાની પથારી ફેરવીશ આખા ક્લાસમાં આ હોટ ટોપિક છે અને પછી એ હસતો હસતો જતો રહ્યો.

મને તો ફાળ પડી, અરે આ થઈ શું રહ્યું છે આટલી મોટી અફવા કોને ફેલાવી અને મેં નિખિલ-સાગર બંનેને ફોન કર્યો પરંતુ બંનેમાંથી કોઈએ ફોન જ ના ઉપાડયો. પછી મેં રાહુલને ફોન લગાવ્યો તો એણે મારો ફોન ઉપાડયો મેં તરત જ કહ્યું તું ક્યાં છે ? તો એણે કહ્યું કે કોલેજ પહોંચ્યો ૨ મિનિટમાં. મેં એને કહ્યું હું પરબ આગળ ઉભો છું ત્યાં તું મળજે આપણે સાથે જઈએ, રાહુલે કહ્યું ઓકે. થોડીવાર પછી રાહુલ પરબે આવ્યો અને હું એને મળ્યો તો મેં તરત જ એને વિશાલે જે કહ્યું હતું એ જણાવ્યું. મેં કહ્યું આ અફવા કોને ફેલાવી ? અને આ સાંભળીને તો રાહુલ પણ સ્તબ્ધ. રાહુલે કહ્યું, ભાઈ ! હાલ તે કહ્યું એટલે મને ખબર જ પડી યાર, પરંતુ આવી અફવા કોણ ફેલાવે ? મેં કહ્યું હું પણ એ જ વિચારું છું. રાહુલે કહ્યું તે નિખિલ-સાગરને આ વાત જણાવી તો મેં કહ્યું કે ભાઈ એમને ફોન કર્યા પરંતુ બંને એ ફોન ના ઉપાડયો. રાહુલે કહ્યું ચાલ ! ક્લાસમાં તો જઈએ પછી બીજી બધી વાત. મેં કહ્યું હા ! અને અમે બંને ક્લાસ તરફ આગળ વધ્યા પછી ક્લાસમાં પ્રવેશ્યા ત્યાં જ અમુક લોકો મારી સામે જોવા લાગ્યા. મેં વિચાર્યું મારે કોઈની સામે કંઈ જ પ્રતિક્રિયા આપવી નથી, બસ ! હવે હું જોઈશ આ ચાલી શું રહ્યું છે.

મેં જોયું તો સરલ પણ હજી આવી નહોતી, એ થોડીવાર પછી આવી. અને શાંતિથી એની જગ્યાએ જઈને બેસી ગઈ. મેં વિચાર્યું કે એને જઈને વાત કરું ? પછી લાગ્યું કે ના ! ક્લાસવાળા સામે નહીં છેલ્લે વાત. ત્યારબાદ નિખિલ-સાગર આવ્યા અને મેં એમની જોડે વાત કરી. ત્યાં સાગર મારી પર ગુસ્સે થયો અને કહ્યું આ વાત મને થોડીવાર પહેલા જ જાણવા મળી, તારા દિલમાં સરલ માટે લાગણી હતી અને તે દોસ્ત થઈને આવું કર્યું ? મેં કહ્યું, ભાઈ ! શું બોલે છે તું. અહીંયા મારી હાલત ખરાબ થઈ ગઈ અને તું મને દોષ દે છે. મેં નિખિલને કહ્યું, તું તો કંઈ બોલ આ તો મારી પર શક કરે છે અને નિખિલ બોલ્યો સાગર ! તું આકાશ પર શક કરે છે ? તને ખબર પડે છે. સાગરે કહ્યું મારે કંઈ જ સાંભળવું નથી અને એ ક્લાસની બહાર જતો રહ્યો.

મારો ગુસ્સો વધી રહ્યો હતો. નિખિલને કહ્યું ભાઈ ! છેલ્લે તું સરલને રોકજે મારે વાત કરવી છે. ત્યાં જ મિલન આવ્યો અને બધા પાસે પ્રવાસના પૈસા ઉઘરાવા લાગ્યો. બધાએ પોતપોતાના પૈસા આપી દીધા. એ મારી પાસે આવ્યો એટલે મેં કહ્યું ના ભાઈ ! હું નહીં આવી શકું ત્યાં જ મને રાહુલે પૂછ્યું કે કેમ ભાઈ ? તો મેં કહ્યું મમ્મીની તબિયત બરાબર નથી એટલે. રાહુલ પ્રવાસ માટે મને મનાવવા લાગ્યો પરંતુ મેં જ ના પાડી દીધી એને એમ લાગતું હતું કે હાલ આ બધી ઘટના બની એટલે હું ના પાડતો હોઈશ.

કોલેજનો સમય પત્યો અને મેં નિખિલ અને રાહુલને કહ્યું ચાલો મારી સાથે પાર્કિંગમાં અને અમે ત્રણે જણા પાર્કિંગમાં પહોંચ્યા. પાર્કિંગમાં સાગર-સરલ ઉભા હતા અમે ત્યાં પહોંચ્યા. હું કંઈ બોલવા જાઉં એની પહેલા સરલ બોલી કે હું તને દોસ્ત માનતી હતી અને તું કેવો નીકળ્યો. મારા માટે આવી લાગણી રાખતો હતો તું ? તને શરમ આવે છે ! મેં કહ્યું બહુ થયું સરલ હું કંઈ બોલતો નથી એનો મતલબ એ નથી કે તું જેમ તેમ બોલીશ અરે ! હું તારો દોસ્ત જ છું અને તું મારી પર શક કરે છે, અને આ કોઈકે અફવા ફેલાવી છે. આમપણ તને ગઈકાલની ઘટનાનો અફસોસ હોય એમ લાગતું નથી. સરલે કહ્યું ના !

રાહુલે કહ્યું સરલ ! તારા કેરેક્ટર પર દાગ ના પડે એટલે આકાશ તને સમજાવતો હતો અને તે એને થપ્પડ મારીને બધા વચ્ચે અપમાન કર્યું. બીજી વાત એ કે અફવા બીજું કોઈક ફેલાવી રહ્યું છે અને તું આકાશ પર શક કરે છે ભરોસા નામની વસ્તુ છે કે નહીં ? યાર ! આ તો ઉલટું આકાશના કેરેકટર પર દાગ લાગ્યો.

સાગર બોલ્યો રાહુલ તને વાતની ખબર ના હોય તો ના બોલ. હું બધાની વાત સાંભળી રહ્યો હતો અને અચાનક જ બોલ્યો કે રાહુલ રહેવા દે ભાઈ ! હું જાઉં છું અને ત્યાંથી નીકળી ગયો. રાહુલ અને નિખિલ રોકતા હતા પરંતુ હું નીકળી જ ગયો.

હું તરત જ દોસ્ત ગાર્ડનમાં ગયો અને ત્યાં જઈને બેસ્યો. મને લાગ્યું કે ત્યાં વાત કરવાનો કંઈ ફાયદો નહોતો. કારણ કે મને પપ્પાની વાત યાદ આવી, એમણે કહ્યું હતું કે વાત કંઈક અલગ લાગે છે. પછી મેં વિચાર્યું સાગરનું દોસ્ત થઈને પણ અચાનક બદલવું સરલનો આટલો ખરાબ વ્યવહાર મતલબ કે આ બધાની પાછળ કોઈ છે જે આ બધું કરી રહ્યું છે. બહુ જ મોટું ષડ્યંત્ર લાગી રહ્યું છે, અને આ બધી જ વાતમાં સરલ એક કડીના રૂપમાં છે.

હું આ બધી બાબતે વિચાર કરી જ રહ્યો હતો અને ત્યાં જ મારા ફોનની ઘંટડી વાગી. મેં જોયું તો સુરજના પપ્પાનો ફોન હતો એમણે કહ્યું કે બેટા! સુરજની તબિયતમાં સુધારો છે તું ફટાફટ હોસ્પિટલમાં આવ. અને મેં તરત જ નિખિલને ફોન લગાવ્યો પરંતુ એનો ફોન બંધ આવતો હતો પછી મેં રાહુલને ફોન લગાવ્યો. અને એણે કહ્યું કે તું હોસ્પિટલ પહોંચ હું આવી રહ્યો છું.

હું હોસ્પિટલમાં પહોંચ્યો તો ત્યાં રાહુલ ઉભેલો જ હતો પછી અમે બંને અંદર ગયા અને સુરજના પપ્પાને મળ્યા. એમણે કહ્યું ડોક્ટરે કહ્યું છે કે સુરજની તબિયત સારી છે અને એ જલ્દીથી કોમામાંથી બહાર પણ આવી શકે છે. હું અને રાહુલ એટલા ખુશ થયા ને ! અમે બંને એકબીજાને ગળે મળ્યા અને કાકાને કહ્યું અમે સુરજના રૂમમાં જતા આવીએ, કાકાએ કહ્યું હા બેટા જતા આવો.પછી અમે રૂમમાં પહોંચ્યા અને સુરજને જોયો. એ કોમામાં હતો અને મેં કહ્યું દોસ્ત ! જલ્દી ઠીક થઈ જા, બહુ જ સમય થઈ ગયો યાર તારો અવાજ નથી સાંભળ્યો, કાશ ! મારો અવાજ એને સંભળાય. પછી અમે રૂમમાંથી નીકળ્યા અને સામે જ પ્રમીલા માસી ઉભા હતા અને મેં રાહુલને કહ્યું ફટાફટ આગળ ચાલ હમણાં જોઈ જશે. તો રાહુલે કહ્યું કોણ જોઈ જશે ? અરે કંઈ નહીં છેલ્લી વખત જયારે આપણે અહીંયા આવ્યા હતા ત્યારે એક માસી જોડે મેં મસ્તી કરી હતી અને એ માસી હાલ આપણી સામે હતા. રાહુલે કહ્યું શું તું એ યાર ! માસીઓને પણ હેરાન કરે છે.

રાહુલે કહ્યું તરસ લાગી છે ભાઈ ! મેં કહ્યું ચાલ અંદર જઈએ અને નસીબ એવું કે સમીક્ષાદીદીના રૂમની સામે જ કુલર. અમે ત્યાં પહોંચ્યા અને મેં જોયું તો દીદી લોબીમાં ચાલી રહ્યા હતા. મેં એમને જોયા અને ત્યાં રાહુલ બોલ્યો ચાલ આકાશ ! હવે જઈએ અને સમીક્ષાદીદીએ અમારી સામે જોયું અને કહ્યું તું એ જ આકાશ ને જે સરલનો દોસ્ત છે ? મેં નવાઈ સાથે કહ્યું હા! મારા કરતા તો વધારે રાહુલને નવાઈ લાગી. એમણે કહ્યું અહીંયા આવ અને એ એમના રૂમ તરફ જવા લાગ્યા, અમે એમની પાછળ પાછળ ગયા. રાહુલે કહ્યું આ શું છે ભાઈ મેં કહ્યું પછી જણાવું તને હાલ ચૂપ રે ! સમીક્ષાદીદી એમના બેડ પર બેસ્યા અને અમે એમની સામે ટુલ્સ પર.

સમીક્ષાદીદીએ કહ્યું કે કેમ છે આકાશ ? મેં કહ્યું મજામાં. દીદીએ ઉમેર્યું કે સરલ ખુશ છે ને ? મેં કહ્યું હા દીદી. ત્યાં જ રાહુલ નીચે જોઈને ધીમેથી બોલ્યો એણે તો આકાશની પથારી ફેરવી. હું સાંભળી ગયો અને તરત જ ધીમે રહીને હાથ પકડીને ચૂપ થવા ઈશારો કર્યો. આકાશ ! ઘણા સમયથી એક વાત કહેવાની હતી તો મેં કહ્યું જણાવો દીદી શું વાત છે ?

પછી દીદીએ જે વાત કરી એનાથી તો અમને બહુ જ મોટો ઝટકો લાગ્યો, અને અમને એક નવી કડી મળી. હવે એ શું વાત છે જે દીદીએ અમને જણાવી એ જાણવા માટે તમારે ૧૯ મા ભાગની રાહ જોવી પડશે.

સ્માઈલ પ્લીઝ
(દરેક વખતે સ્માઈલ નહીં આવે પરંતુ ચહેરા પર સ્માઈલનું બહાનું તમારે જ શોધવાનું)

વધુ આવતા અંકે...........