Kahi aag n lag jaaye - 17 books and stories free download online pdf in Gujarati

કહીં આગ ન લગ જાએ - 17

પ્રકરણ- સત્તરમું/૧૭


‘ધેન વ્હોટ એબાઉટ પર્સનલ આસીસ્ટન્ટ?’

‘મારા એક ક્લોઝ ફ્રેન્ડ તરફથી એક નામ રેકમંડ થયું છે.’

‘હૂ ઈઝ હી?’ મીરાંએ પૂછ્યું.
‘કબીર કામદાર.’ મધુકર બોલ્યા.

મધુકરનો આ અણધાર્યો અને ત્વરિત નિર્ણય, મીરાંને અનુચિત લાગ્યાની સાથે સાથે ખૂંચ્યો પણ ખરો! મીરાંને થયું કે, આટલું મોટું ડીસીઝન લેતાં પહેલાં, મધુકરને એક વખત પણ મારો ઓપીનીયન લેવાનું કેમ નહીં સુજ્યું હોય? આટલો શાંત, સહજ, સરળ અને સમજુ મધુકર આવું ગેરવ્યાજબી અને અસંગત પગલું પણ ભરશે, એવી મીરાંને કોઈ અટકળ ન હતી.

એટલે હવે મીરાંએ આ ઈશ્યુને મજાકના પ્લેટફોર્મ પર લઇ જઈને ગર્ભિત ભાષામાં રજુઆત કરતાં પૂછ્યું.

‘કેમ, મધુકર, મારાં કામથી આટલાં જલ્દી કંટાળી ગયા છે શું? કે પછી..’
બોલતાં મીરાં હસવાં લાગી.

‘ઓહહ! કમ ઓન મીરાં, વ્હોટ એ સ્ટુપીડ ક્વેશ્ચન. આફ્ટર ઓલ નાઉ યુ આર વાઈફ ઓફ વિરાણી ઇન્ડસ્ટ્રીઝ ચેરમેન’સ. હવે તારી પોઝીશન મારાં લેવલની છે. તું મારી સાથે, મારી બાજુમાં બેસીને કામ કરીશ. બટ નાઉ યોર ડેઝીગ્નેશ ઓન્લી ઓન પેપર.
મારી ગેરહાજરીમાં તું જ મારું કામ સંભાળીશ. બાકી આ આટલો વિશાળ ફાર્મ હાઉસ જેવો બંગલો હવે તારે જ સંભાળવાનો છે. ઇન બીટવીન, તને ઈચ્છા થાય ત્યારે તું આપણી ઓફીસ કે વર્ક શેર કરી શકે છે.’


આર્ટ ફિલ્મની સ્ક્રિપ્ટ જેવી ધડ માથાંની વગરની મધુકરની વાત સાંભળીને, મીરાં એ વિચારમાં પડી ગઈ કે, ખરેખર મધુકર કહેવા કે કરવા શું માંગે છે, એ જ નથી સમજાતું.

‘એટલે બીજી રીતે વાત શરુ કરતાં પૂછ્યું,
‘ઇટ્સ ઓ.કે. બટ આ.. શું નામ કહ્યું તે હમણાં....?
‘કબીર કામદાર..’ મધુકરે રીપ્લાઈ આપ્યો.
‘હા, કબીર કામદાર. તેનું ફક્ત નામ જ આવ્યું છે કે.. ફુલ્લી પ્રોફાઈલ પણ છે?’ મીરાંએ પૂછ્યું.

‘મેઈલ છે, હું તને ફોરવર્ડ કરું છું. અચ્છા, મીરાં, નીચે જીમમાં જાઉં છું. તું પછી ફ્રેશ થઈને હોલમાં આવ. એટલે ટોટલી સ્ટાફ સાથે તારુ ઇન્ટ્રોડકશન કરાવી, તને બંગલાની બાકીની ઇનફરમેશન્સ પણ આપી દઉં.’
એમ બોલીને મધુકર જીમ તરફ ચાલવાં લાગ્યા.

બાલ્કનીમાં લોંગ ચેર પર લંબાવીને સવારનો કૂણો તડકો માણતી મીરાં થોડીવાર સુધી આંખો મીંચીને ખ્યાલોમાં ખોવાઈ ગઈ. દોમ દોમ સુખ સાહ્યબી, નામ, શોહરત, ઈજ્જત, અપાર સંપત્તિ, સંસારનાં કોઈપણ સુખ અને સગવડને આંગળીના ટેરવાં વડે ફક્ત એક કોલથી ચપટી વગાડતાં ભોગવવાની વ્યવસ્થા થઈ જાય. પણ...આગળનું દ્રશ્ય ધૂંધળું થવાં લાગ્યું.

આટલો સમય દિનરાત, ભૂખ, તરસ, ફ્રેન્ડસ, ફેમીલીની સાથે સાથે છેક ત્યાં સુધી કે સ્વયંને ભૂલી, જાત ભૂંસીને, આ કાબેલિયત હાંસલ કરી, તે મિસિસ વિરાણીનું પાટિયું ગળામાં લટકાવીને આ મહેલ જેવા બંગલામાં મોર્નિંગ વોક કરવા માટે? મેં એને પતિ બનાવ્યો અને એ મને રબ્બર સ્ટેમ્પ જેવો રાષ્ટ્રપતિ બનાવવાં માંગે છે કે શું?
પણ...કેમ...??

વારંવાર એવો ભાસ થાય છે કે, કોઈ અચનાક હાઉકલી કરીને જતું રહે છે. ઉઘાડાં બારણાં છે, છતાં’યે ટકોરા મારીને તેની તરફ ધ્યાન ખેંચવાનો પ્રયત્ન કરે છે. ફાઈવ જી ની સ્પીડ હોવાં ઉપરાંત ૯૯.૯૯% ડાઉનલોડ થયાં પછી જ કેમ અચાનક, કોઈ અનનોન એરર આવીને છેલ્લી ઘડીની ખુશી છીનવી લ્યે છે?

કોફીનો છેલ્લો ઘૂંટડો ભરીને મીરાં શાવર લેવાં જતી રહી.

એક્ઝેટ નવના ટકોરે બન્ને બ્રેકફાસ્ટ માટે ડાઈનીંગ ટેબલ પર ગોઠવાયા.
બ્રેડ પર બટર લગાવતાં મીરાંએ પૂછ્યું,
‘બીફોર ટુર શું શું શેડ્યુલ શું છે, મધુકર?’

ઓરેન્જ જ્યુસનો ગ્લાસ ઉઠાવતાં મધુકર બોલ્યા,

‘આઉટ ઓફ ઇન્ડિયાથી મારા જે ક્લોઝ ફ્રેન્ડસ આવ્યાં છે, તેમની સાથે આવતીકાલે રાત્રે સ્પેશિયલી ગેટ ટુ ગેધરીંગ જેવી એક પાર્ટીનું પ્લાનિંગ કર્યું છે. કેમકે છેલ્લાં ત્રણ દિવસમાં પર્સનલી કોઈને મળી શક્યો નથી. એટલે મેં તેમને ખાસ આ પાર્ટી માટે જ રોકી રાખ્યા છે. આપણે આવતીકાલે શાર્પ ૮:૩૦ એ પહોંચી જવાનું છે. એ પહેલાં વિચારું છું કે, આજે લાસ્ટ ટ્વેંટી ફાઈવ ડેયઝના પેન્ડીંગ વર્કનું આપણે શોર્ટઆઉટ કરી લઈએ તો?’


ફ્રુટ ડીશ મધુકરની સામે ધરતાં મીરાં બોલી,
‘ધેટ્સ ગ્રેટ આઈડિયા, બીજું હું શું કહું છું, મધુકર...’ મીરાં વાક્ય પૂરું કરે એ પહેલાં મધુકર બોલ્યા,
‘આઈ વોન્ટ, યુ કોલ મી વિથ એ ડીફરનટ એન્ડ યુનિક નેઈમ. મધુકર ઈઝ કોમન.’

‘હમ્મ્મ્મ.. ઓ.કે. આઈ કોલ યુ. મધુ.’ ચહેરા પર એક અલગ મલકાટ સાથે મીરાં બોલી.
‘હા, તો મધુ, હું એમ કહું છું કે, આ વીક તો, આપણી ટુરની પ્રીપેરેશનમાં જતું રહેશે.
ઇન બીટવીન, બીફોર ટુર પર નીકળતાં પહેલાં કોઈ એક ફુલ્લ ડે હું મમ્મી સાથે રહેવાં માંગું છું. એ પછી, વિન્ટર સીઝન છે તો ત્યાંના વેધર મુજબનું શોપિંગ, પ્લસ તારાં કોઈ હોમલી રીલેશન યા ટુ ક્લોઝ હોય તેવાં ફેમીલી મેમ્બર્સ માટે ગીફ્ટસ.’

‘યુ આર રાઈટ, બટ આપણે એક કામ કરીએ. પહેલાં આપણે ગલ્ફ જઈએ, ત્યાંથી શોપિંગ કરી, યુ.એસ.એ. એન્ડ ધેન લાસ્ટમાં યુરોપ. એ ઠીક રહશે.’

‘યસ એ બેટર રહેશે, બીકોઝ કે...ગલ્ફ કન્ટ્રીઝમાં અહિયાં કરતાં શોપિંગમાં પણ મોર ઓપ્શન્સ મળશે.’

‘તો આપણે ચાર દિવસ વહેલાં જ નીકળી જઈએ. તું રેડી થઈ જા. એટલે નીકળીએ ઓફીસ.’

‘વન મિનીટ મધુ, હું એમ કહેવાં માંગું છું કે, હમણાં આપણે એક મહિનો તો અહીં રહેવાના નથી, તો પી.એ.ની પોસ્ટ માટેની પ્રોસીજર આપણે આવીને જ કરીએ, તો એ ઠીક રહેશે ને? અને આવીશું એટલે બટ નેચરલી વર્ક લોડ ઓવર હશે. તો તે વ્યક્તિ કેટલી કેપેબલ છે, તેનો પણ ખ્યાલ આવી જશે, એમ આઈ રાઈટ?”
‘યસ ડાર્લિંગ, યુ આર ઓલવેય્ઝ રાઈટ ઇટ્સ ડન,’

આટલું કહીને રેસીડેન્સનાં મેનેજર, ડ્રાઈવર્સ, સિક્યુરીટી ગાર્ડસ, માળી, શેફ,
સર્વન્ટ્સ, અને બાકીના ટ્વેંટી ફોર બાય સેવન ડ્યુટી કરતાં સ્ટાફ સાથે, વન બાય વન બધાંને બોલાવીને, મીરાંને, સૌનાં પરિચયની સાથે રુલ્સ અને રેગ્લ્યુલેશનથી પણ અવગત કરાવી.

એ પછી બન્ને આવ્યાં વિરાણી હાઉસ. આખો દિવસ મીટીંગ્સ અને વિઝીટર્સને મળવામાં સમય પસાર થઇ ગયો. મોસ્ટ સિનીયર અને રિસ્પોન્સીબલ એમ્પ્લોઈ એન્ડ એવરી ડીપાર્ટમેન્ટના હેડ સાથે, નેક્સ્ટ વન મંથના, ટુ ધ પોઈન્ટની ડીશ્ક્સન્સ ખૂબ લાંબી ચાલી. ઘરે આવતાં રાત્રીના આશરે નવ વાગી ગયા.


ડીનર લઈને, એક ટૂંકા વોક પછી બન્ને બેઠાં થીએટરમાં. પચાસેક સીટીંગ કેપીસીટીનું અત્યાધુનિક ઇક્વિપમેન્ટસ અને લેટેસ્ટ ટેકનોલોજીથી સજ્જ હોમ થીયેટરમાં બેસતાં મધુકરની બાજુની ફુલ્લી પુશબેક સીટમાં લંબાવતા મીરાં બોલી,

‘ મધુ, તને શું જોવું ગમે?'
‘મોસ્ટલી હું કોઈ ઇન્ટરેસટીંગ લાઈવ મેચ જોઉં છું....મેન્ટલી ફ્રેશ સાથે ફુરસત હોય ત્યારે જ.'
‘લાઈક?’ મીરાંએ પૂછ્યું.
‘લાઈક મોસ્ટ ટેનીસ, ફૂટબોલ એન્ડ સમ ટાઈમ ક્રિકેટ ઓલ્સો અથવા લાઈવ એની મ્યુઝીકલ કોન્સર્ટ.’
‘વ્હોટ યુ લાઈક ટુ સી મોસ્ટ?’ મધુકરે પૂછ્યું.
‘અત્યારે તો તું જે બતાવે એ... મને જે ગમે છે એ પછી કહીશ.’ મધુકરની સામે જોઇને બોલી.

ઇન્ટરનેશનલ ટ્રેડ માર્કેટની કોઈ ચેનલ સેટ કરતાં મધુકરના ખભા પર, થોડીવાર માથું ઢાળીને પડેલી મીરાં બોલી,
‘મધુ, સોરી. મારે થોડું રીડીંગ કરવું છે તો હું બેડરૂમમાં જાઉં છું, તને ઠીક લાગે ત્યારે આવ હું રાહ જોઉં છું, ઓ.કે. ડીયર?’

સ્ક્રીન તરફ જોતા મધુકરે રીપ્લાઈ આપ્યો,
‘ઓ.કે.’

મીરાંને એમ હતું કે હમણાં સીસ્ટમ ઓફ કરીને મને ઊંચકીને બેડરૂમમાં લઇ જશે...

મીરાં બેડરૂમમાં આવી, શાવર લઈને વોર્ડરોબમાંથી સ્પેશિયલ લેટેસ્ટ બ્રાઇડલ નાઈટવેર કલેક્શનમાંથી ઓન્લી અન્ડરગાર્મેન્ટ્સની ઉપર સેમ ડાર્ક રેડ કલરનો ફ્રી સાઈઝ ટ્રાન્સપરન્ટ, નિતંબ સુધીની લંબાઈનો બેબીડોલ ડ્રેસ પહેરીને ફૂલ લેન્થ મિરરમાં મીરાંએ તેના ફાયર લૂકને જોઈ, નીચલા હોંઠને દાંત વચ્ચે દબાવીને આંખ મારી. પછી રીતસર બેડ પર ઠેકડો મારીને મનોમન ગણગણતી રહી....

‘અપને બાદલ કા.. અપની બારીશ કા..
અપની ધડકન કા.. અપની સાંસો કા.... ઇન્તઝાર...

થોડીવાર આંખો મીંચી, ત્યાં તો મીરાં સરી ગઈ, અનાન્યોત્તેજીત થઈને તરંગલીલા સાથે રતિવિલાસની સ્વ કલ્પિત સંગમની સૃષ્ટિમાં. ઉન્માદથી ઉભરાતાં ઉરોજ, કોઈ પરિચિત પ્રહારની પ્રતીક્ષા કરતાં ઉત્તરાંગ, અધરામૃત માટે થરથરતાં મુલાયમ ગુલાબી હોઠ, કામુક કર્ણવેધ માટે તરસતી કાનની કોમળ બુટ. ગાઢાલિંગન માટે તરફડતું અને તરસતું સમગ્ર તંતુતંત્ર હજું તેનાં ગમનની ગતિ પકડે ત્યાં...હળવેકથી મધુકરે મીરાંના કામક્રીડાની કર્મવાસનાના અતિરેકના આવેગથી, અંત:વસ્ત્રમાંથી બહાર આવવાં મથતાં મીરાંના કામાતુર વક્ષસ્થળ પર માથું મૂકતાં, સંભોગીની મીરાંને એવો અહેસાસ થયો, જાણે કે ભડકે બળતાં ચૂલા પર તપીને લાલચોળ થઇ ગયેલી માટીની તાવડી પર કોઈએ પાણીની બુંદો છાંટી હોય!

મધુકરની હથેળીની આંગળીઓ તેની હથેળીઓની આંગળીઓમાં પોરવી, કૌમાર્યભંગના કોડ પુરા કરવાં મૈથુનમગ્ન મીરાંએ રસોત્તેજના સાથે, હજુ મધુકર કંઈ સમજે એ પહેલાં તો તેને ગાઢ સ્નેહાલિંગનમાં લઈને અખંડ ચુંબાવલીનો પ્રારંભ કરી દીધો.

હજુ મીરાં તેની કુંવારી કાયાની, પ્રથમ રતિક્રીડાના સંગમ સંગ્રામનો, યૌવનારંભ કરી હસ્તક્રિયા કરતાં તેનાં અતિગમનનાં અગ્નિ શામક માટે, તેનો હાથ મધુકરના મૂત્રપથને ખંડણી જેવી માંગણી સાથે હસ્તગત કરે એ પહેલાં....

‘ઓઓઓ.હહહ......એએએએએ...ક મિનીટ... મીરાં પ્લીઝ.. એએ...ક મિનીટ.’
આટલું બોલીને મીરાંની ધબકતાં હૈયાં સાથે બહેક્તાં બદનથી દુર હટીને મધુકર સીધો જતો રહ્યો... વોશરૂમ તરફ.

વર્ષોથી સચિન તેન્ડુલકરના ક્રેઝી ફેન હોઈએ, અને પાંચ ગણી કિંમત આપીને બ્લેકમાં માંડ માંડ વનડે મેચની ટીકીટ મળી હોય, પછી સ્ટેડીયમમાં બેસીને લાઈફમાં ફર્સ્ટ ટાઈમ સચિનને નરી આંખે લાખો લોકોની હાજરીમાં ચીચયારીઓ સાથે ચોક્કા, છક્કાની લ્હાણી કરતો જોવા હજુ બેનર ઊંચું કરીને ઊભા થઈએ, ત્યાં મેચના પહેલાં જ બોલે સચિન ઝીરોમાં ક્લીન બોલ્ડ થઈ જાય. પછી...... વિષયભોગમાં વિક્ષેપ પડતાં બસ આવીજ કંઇક લાગણીથી આહત થઈને, ભોગાસનનાં બ્રહ્મલીનમાં ભંગ પડતાં, ભર રોષના મિજાજમાં બન્ને પીલોનો ઘા કરીને મીરાં જતી રહી. શાવર લઈને આગ વગર ઉઠેલા ધુમાડાનું ઠંડા પાણીએ નાહી નાંખવા.



વીસ મિનીટ પછી મીરાં આવી, ત્યાં સુધીમાં મધુકર પડખું ફરીને માથાં પર પિલો રાખીને ઊંઘના નહીં, પણ શરમના માર્યા સુઈ ગયો હતો. તેની બાજુમાં સૂતાં મીરાં મનોમન હસતાં બોલી, 'મધુ, આ વિરાણી હાઉસની મીટીંગ નથી. કે દરેક વાતનો નિકાલ બે મીનીટમાં લાવવાનો હોય!'
અત્યુત્સુક થઈને ઓનલાઈન ઓર્ડર કરેલા શોપીંગનું પાર્સલ આવ્યાં પછી ઉપડેલી ચટપટીથી ફાડતાં, પાર્સલમાંથી ભળતી આઈટેમ નીકળે એમ...ટારઝનને બદલે તારક મહેતા નીકળ્યા બાદ, સ્વપ્નનાં શીઘ્રપતનનો દોષ કોને દેવો ?


વહેલી પરોઢે જયારે મીરાંની આંખ ઉઘડી ત્યારે મધુકરને બેડ પર ન જોતાં હસવાં લાગી. તેને હતું જ કે શરમ ઓઢીને સૂતેલો મધુકર, શરમ સાથે જ ઉઠશે.

ફ્રેશ થઈને બન્ને જયારે બ્રેકફાસ્ટ માટે ડાઈનીંગ ટેબલ પર બેઠાં, ત્યાં સુધી મધુકર હજુ મીરાં સાથે આંખ નહતો મેળવી શકતો. અને એ જોઇને મીરાંને મનોમન ખુબ જ હસવું આવતું. છતાં હાસ્યને દબાવીને નાસ્તો કરવા લાગી.

‘મધુ, આજે હું હું મમ્મી પાસે રહેવાની છું ફૂલ ડે.’
‘બટ મીરાં યાદ છે ને? આજે રાત્રે પાર્ટીમાં જવાનું છે,’ મધુકર કોફીનો કપ ઉઠાવતાં બોલ્યા.
‘અફ્કોર્ષ, હું સિક્સ ઓ ક્લોક સુધીમાં ઘરે આવી જઈશ. ડોન્ટ વરી.’
કિચનના સર્વન્ટને મધુકરે કહ્યું,
‘પ્લીઝ વન ગ્લાસ મિલ્ક વીથ કોર્ન્ફ્લેસ્ક.’
મધુકરની સામે જોઇને મીરાં બોલી,
‘મધુ, સાચું કહું....’ હસતાં હસતાં મીરાં તેના મોં આગળ હથેળી ધરતાં આગળ બોલી,
‘તારે તો કોમ્પ્લાન પીવાની જરૂર છે.’
આટલું બોલતાં તો ઉપહાસજનક પરિસ્થિતિને નિયંત્રિત કરતાં કિચન તરફ ચાલવા લાગી.

મધુકર પણ મનોમન હસતાં બોલ્યો,
હવે આ ગોવર્ધન પર્વત ઉપાડવા ટચલી આંગળીનું ટોનિક શોધવું જ પડશે.

દસ વાગ્યે મધુકર નીકળ્યો વિરાણી હાઉસ જવાં, અને મીરાં નીકળી વૈશાલીબેનને મળવાં.

બારણું ઉઘાડતાં, મીરાંને જોઇને વૈશાલીબેનનાં મુખકમળ પર અતિ પ્રસન્નતા સાથે, લાખ રૂપિયાનો લાહવો મળી ગયાની લિજ્જતની લહેરખી પ્રસરી ગઈ.

બે મિનીટ સુધી મીરાં વૈશાલીબેનને વળગીને ઊભી રહી.
‘આવ દીકરા, તારી સદાબહાર સરપ્રાઈઝ આપવાની સ્ટાઈલ સાથે, સવાર સવારમાં સુખદ આશ્ચર્ય સાથેનો આંચકો રોમાંચિત કરી ગયો. બોલ કેમ છે તું?'
અત્યાનંદનાં અશ્રુથી ભરાઈ આવેલી આંખો લુંછતા વૈશાલીબેને પૂછ્યું.
અસીમિત ઐશ્વર્ય, જગતભરની જાહોજલાલી, ભાગ્યલક્ષ્મીની ભારોભાર કૃપાદ્રષ્ટિ, લક્ષ્મીની લખલૂંટ લીલા લહેર, સાત સમંદર જેવી સુખ, સાહ્યબી, સમૃદ્ધિ, સંપત્તિ સાથે, સંસારના સઘળાં સાધનસંપન્નથી સજ્જ, સ્વપ્નમાં પણ ન સમાય, એવાં આશિયાનામાં સૌથી ચડીયાતું શ્રી સરીખું સૌભાગ્યસુખ હોય, પછી શું જોઈએ મમ્મી?’

મીરાંના બન્ને ગાલ પર હાથ ફેરવતાં વૈશાલીબેન બોલ્યા,
‘પણ, દીકરા તારા આ બત્રીસ જાતના પકવાન જેવા પરમસુખના સ્વાદને આજીવન એકસરીખા સ્વાદિષ્ટ બનાવી રાખવાં તુલસીપત્ર જેવાં એક નાનાં ગુણતત્વને હંમેશા હૈયે રાખજે.’

‘શું મમ્મી?’

‘સંતોષ. સંતોષ વગર સુખ, સાહ્યબી, સંપત્તિ, અને સમૃદ્ધિ. આ સઘળાંનું મહત્વ, એ મીઠાં વિનાની રસોઈ જેવું છે દીકરા.’
સો ટચનાં સોના જેવી વાસ્તવિકતા સભર શિખામણથી મીરાં ગદ્દગદિત થઇ ગઈ.

લંચ માટે મીરાંએ વૈશાલીબેનની ભાવતી વાનગીઓ બનાવી. સાંજ સુધી મીરાં અને વૈશાલીબેને અતીતનાં સુખદ સંસ્મરણોને વાગોળતાં ખૂબ વાતો કરી.

‘અચ્છા મમ્મી, હવે હું નીકળું. એક પાર્ટીમાં જવાનું છે, હવે ટુર પરથી આવીને મળીશ.
ફોન પર તો ડેઇલી મળીશું જ.’
આટલું બોલીને વૈશાલીબેનના ચરણસ્પર્શ કરીને આશીર્વાદ લેતાં મીરાંની આંખો ભીની થઇ ગઈ.
ત્રણ દિવસ પછી... એક મહિનાની બધી જ પરફેક્ટ પૂર્વતૈયારી સાથે મધુકર અને મીરાંએ પ્રયાણ કર્યું સાતમાં આસમાનમાં ઉડી, સાત સમંદર પાર તેમના સાજન સાથે સર્વપ્રથમ સ્નેહસફરનું.

સુનિયોજિત ક્રમાનુસાર, પહેલાં ગલ્ફ કન્ટ્રીઝ ત્યાર બાદ અમેરિકાના સ્ટેટ્સ...

ન્યુ યોર્ક, સાન ફ્રાન્સિસ્કો, લોસ એન્જલસ, લાસ વેગાસ, વોશિંગ્ટન ડી.સી.. શિકાગો, અલાસ્કા,વોલ્ટ ડીઝની જેવા તમામ આજીવન અવિસ્મરણીય સ્થળોની મુલાકાત લઈને મીરાં એટલી પ્રભાવિત થઇ ગઈ કે..

યુ.એસ.એ. ટુરના અંતિમ દિવસે ન્યુયોર્કના ટાઈમ સ્કેવરના એક ઓપન રેસ્ટોરન્ટમાં કોપી પીતાં મીરાં બોલી,

‘મધુ, ચાલને આપણે હંમેશ માટે અહીં રહેવાં આવી જઈએ.’
‘આવીશું, રીટાયર્ડ લાઈફ માટે.’ મધુકર બોલ્યા.
આટલું સાંભળીને મીરાં હસવાં લાગી. એટલે મધુકરે પૂછ્યું,
‘કેમ?”
સામેની ફૂટપાથ પરથી પસાર થઇ રહેલાં એક કપલ તરફ ઈશારો કરીને મધુકરનું ધ્યાન દોરતાં મીરાં બોલી,
‘આ રીતે.’
મધુકરે જોયું તો ચશ્માધારી એક વૃદ્ધ દંપતિ જઈ રહ્યું હતું, જે વળી ગયેલી કમરના કારણે, વાંકા વળીને કીડીની ગતિ એ ચાલી રહ્યાં હતાં.
‘ના..ના.. આટલું મોડું તો નહીં જ થાય.’

એ પછી નેક્સ્ટ ડે નીકળ્યા.. યુરોપિયન કન્ટ્રીઝ તરફ...

પેરીસ, લંડન,રોમ, બાર્સેલોના, પ્રાગ, એમ્સ્ટરડમ અને અંતે વેનિસ. વેનિસ જોઇને તો મીરાં એટલી ગાંડીતુર થઇ ગઈ કે, તેનાં ચિત્તની ચિક્કાર પ્રસન્નતાની ચરમસીમા ઓળંગતા, વેનિસની પ્રવાસીઓથી ભરપુર માર્કેટમાં ચીચયારીઓ પાડીને બોલી,

‘લવ યુ જિંદગી.’


એક મહિનાની એક એક પળને મીરાંએ દિલ ફાડીને જીવી હતી. વિશ્વભ્રમણ જેવી રોમાન્સની રખડપટ્ટીની એક એક ક્ષણનો રોમાંચ, તેની નસે નસમાં દોડતો હતો.
બસ, કંઇક ખૂંચતું, ખૂટતું અને ખટકતું હતું તો તે હતું, મધુકરનું અનરોમાન્ટિક કિરદાર.


મધ્ય રાત્રીએ ઇન્ડિયાનાં એરપોર્ટ પર આવ્યાં પછી ઘરે આવતાં આવતાં સવાર થઇ ગઈ.
‘સવારે સાડા દસ વાગ્યે વિરાણી હાઉસ જતાં જતાં બેડમાં પડેલી મીરાંને મધુકરે કહ્યું,
‘મેં તને મેઈલ ફોરવર્ડ કર્યો છે. પી.એ.ની પોસ્ટ માટેના રેક્મન્ડ થયેલા કેન્ડીડેડનાં પ્રોફાઈલનો. જરા સરખી રીતે જોઈને ફર્ધર પ્રોસેસ પણ કરી જ લેજે. ઓ.કે. બાય.’
આટલું બોલીને મધુકર નીકળી ગયા.


આળસ ખંખેરીને બેડ પરથી ઊભી થઈને મીરાં ફ્રેશ થવા ગઈ.

બેડરૂમમાં જ બ્રેકફાસ્ટ લાવવાની સૂચના આપ્યા પછી, લેપટોપ લઈને બેઠી રાઈટીંગ ટેબલ પર.


પહેલાં અગત્યના મેઈલ રીડ કરને રીપ્લાઈ આપવાં લાગી. પછી મધુકરે સેન્ડ કરેલો મેઈલ ઓપન કરતાં કોફીનો મગ હાથમાં લીધો.

કબીર કામદારની પ્રોફાઈલમાં, કબીરનું પીક જોતા જ, કોફીનો મગ પકડેલો હાથ એ જ સ્થિતમાં સ્થગિત થઇ ગયો.
ડીટેઇલમાં જઈને કોન્ટેક્ટ નંબર સર્ચ કરીને કોલ કર્યો.

‘હેલ્લો.’ સામે છેડેથી એક ઘુંટાયેલો દમદાર અવાજ આવ્યો,

‘હેલ્લો, આઈ હોપ કે હું કબીર કામદાર સાથે વાત કરી રહી છું.’ મીરાંએ કહ્યું.
કાનમાં મધ ઘોળાઈ રહ્યું હોય, એવો સ્વર સાંભળીને એક ક્ષણ માટે વિચલિત થઇને બોલ્યો,

‘યસ, પ્લીઝ આપ કોણ?’
‘વિરાણી ઇન્ડસ્ટ્રીઝમાં પી.એ.ની પોસ્ટ માટે આપનું નામ રેક્મ્ન્ડ થયું છે.’
‘યસ, બટ, આપ કોણ બોલો છો? આપનો પરિચય આપશો, પ્લીઝ.’

‘એ પોસ્ટ માટે આપ કોઈ એંગલથી લાયક નથી. આપનું નામ ટોટલી રીજેક્ટ કરવામાં આવે છે. અને વિરાણી ઇન્ડસ્ટ્રીઝ તો શું પણ આ શહેરમાં આપને કોઈપણ જોબ નહીં આપે તેની હું તમને ઓપન ચેલેન્જ આપું છું. તમારી હિંમત કેમ થઇ વિરાણી ઇન્ડસ્ટ્રીઝમાં જોબ માટે એપ્લાઇ કરવાની? આપ આપના, ભવ્ય ભૂતકાળ પર ઢાંકપીછોડો કરીને ક્યાં સુધી સંતાઈ ફરશો? યોર કાઉન્ટ ડાઉન સ્ટાર્ટ નાઉ....મિસ્ટર....


-વધુ આવતાં અંકે.


© વિજય રાવલ

'કહીં આગ ન લગ જાએ ' શિર્ષક હેઠળ આ વાર્તાના તમામ કોપી રાઇટ્સ લેખક પાસે છે.
આ વાર્તાના વિષયવસ્તુ, કથાનક અથવા કોઈ અંશને કોઈપણ ક્ષેત્રમાં
ઉપયોગમાં લેતાં પહેલાં લેખકની લેખિત મંજુરી લેવી અનિવાર્ય છે.
Vijayraval1011@yahoo.com
9825364484