Smile click books and stories free download online pdf in Gujarati

સ્માઈલ ક્લિક

ફિલ્મ કલાકારો પોતાની જીદંગી કેટલા જલસા થઈ જીવતા હોય છે.દેશ વિદેશ માં પ્રોડ્યુસર ના ખર્ચે ફર્યા કરવાનું અને પોતાની ફી બહુજ તગડી લેતા હોય છે.ઘરેથી પરમિશન માંગવાનો પણ સવાલ પેદા નથી થતો
આપણા નસીબમાં આવી લાઈફ સ્ટાઈલ નથી ...

એશ્વર્યા બોલીતી હતી. નીશા અને તેની ફ્રેન્ડ એશ્વર્યા તાજેતરમાં જ રિલીઝ થયેલી “ યે જવાની હૈ દિવાની ” મુવી જોતાં જોતાં પોતાના મનના તરંગોની વાતો કરતા હતાં .મુવી અને પોપકોર્ન પતવાની સાથે જ વાત પૂરી થઈ ગઈ અને બીજા દિવસના રૂટિનમાં પણ બને ગોઠવાઈ ગયાં હતાં.

બીજા દિવસે નીશા પોતાની ઓફિસમાં કામ કરીને કંટાળે છે ત્યારે ફ્રેશ થવા સોશિયલ મીડિયા પર જઈને હોમ પેજને સ્ટોલ કરવા લાગે છે ... ત્યારે તેનું ધ્યાન પોતાના હોમ પેજની “ શેર યોર પોસ્ટ ઓફ 2014 ” કરીને આવતા પોતે ક્લિક કરેલા એના ભાઈ મિલનના ફોટા પર જાય છે જેની ઉપર નીશા ને અઢળક લાઇક અને કોમેન્ટ મળી ચૂક્યાં હોય છે ....

પોતાના કૉલેજ સમયના એ ફોટોગ્રાફીના શોખને વાગોળતાં નીશા એ પોસ્ટર શેર કરી દે છે અને શોખ પૂરો ન કરી શકવાના અફસોસને ખંખેરી ફરીથી પોતાના કામે લાગી જાય છે .

અઠવાડિયાના પાંચ દિવસ કામના અને બે દિવસ જલસાના , આ એક ક્રમ બની ગયો હતો , એન્ડ પર નીશા કયારેક ફોટો એકિઝબિશનમાં જઈ આવીને પોતાનો શોખ પૂરો કરતી તો ક્યારેક ફ્રી ટાઈમમાં એશ્વર્યા સાથે જોડાઈ જતી

હૈદરાબાદની ABC કંપનીમાં કામના કલાકો સાથે જીવનની બેલેન્સ સીટ ની કમપેરિઝન કરતા નીશા અને એશ્વર્યા એ એક જ કંપનીમાં કામના ચાર વર્ષ ક્યારે પૂરા કરી લીધા તેની ખબર જ ન પડી .

વીક એન્ડ ના દિવસોમાં રાજીખુશીથી નીશાએ ઘણું બધું એક્સપ્લોર કર્યું , ત્યાંની નાઇટલાઇફ , ફ્રેસડે આઉટ અને મુવીઝ , પણ .... નીશા ને હંમેશા કંઈક ખૂંચતું હતું , એનું દિલ કંઈક અલગ કરવા માંગતું હતું . કાશ્મીરથી કન્યાકુમારીના પ્રવાસ 24 વર્ષની વયે ખેડી ચૂકેલી નીશાનો જંગલો ખૂંદવાં,નદીઓ પાર કરવી,પર્વતની ટોચે પહોંચવું , નવી જગ્યાએ જવું , નવા લોકોને મળવું અને આ બધું જ પોતાના કેમેરા માં કેદ કરવાનો શોખ એની હૈદરાબાદની હાઈ પ્રોફાઇલ જોબની લાઇફમાં ક્યાર નોય શ્વાસ છોડી ચૂક્યો હતો અને તેનો નીશાને અણસાર સુદ્ધાં નહતો.ઘણા લાંબા સમય બાદ નીશા રજાઓ લઈને આ વખતે પહેલી વાર એક આખ્ખા અઠવાડિયા માટે રક્ષાબંધન પર બરોડા પાછી આવી હતી અને આ રક્ષાબંધન એના માટે ખાસ બની જશે એની નીશાને કલ્પના પણ નહોતી.ભાઈ મિલન એ નીશાને ગમતો DSLR તેને ગિફ્ટ કર્યો હતો .. !!

ખબર નહિ ફરી આ મોકો મળશે કે નહિ ! આ વિચાર સાથે રજાઓના બાકીના બધા જ દિવસો નીશા , હૈદરાબાદની દુનિયાથી ઘણી દૂર પોતાની મનપસંદ દુનિયામાં મનનાં એ બધા સપનાં દિલના DCLR માં કેપ્ટર કરતી રહી અને પોતાની હૈદરાબાદની હાઇ પ્રોફાઇલ જોબ સાથે કંમપેર કરતી રહી નીશા સાથે આવું પહેલી વખત થયું હતું ... બરોડા ની ટ્રિપ પછી એ પોતાની જોબને એટલો ન્યાય નહોતી આપી શક્તી . ઑફિસના ટેબલ પર પડેલો એનો DSLR જાણે એની ચાડી ખાતો હતો . ફરી પાછું એ જ રૂટિન , 5:2 ના રેશિયોમાં મિશા એના માસિક 6 ડિજિટના પગાર સાથે રમી રહી હતી ,

આવા જ એક દિવસે મિશા પોતાની ઑફિસમાં પોતાના બીજા દિવસના પ્રોજેકટ માટે ડોક્યુમેન્ટ ભેગાં કરી રહી હતી ત્યાં જ એક ઈન્ટરનેશલ કૉલે મિશાના આ 8 થી 6 ની જિંદગી પરથી ફોકસ હટાવી દીધું .

“ મેં આય સ્પીકટુમિસ નીશા ફ્રોમ હૈદરાબાદ ? ”

ના અમેરિકન ઉચ્ચારણ સાથે મિ.જોય નીશાને પૂછી રહ્યો હતો .

ઇન્ટરનેશનલ કોલ મને કોણ કરી શકે ! એવું એકાદ ક્ષણ વિચાર્યા પછી નીશા જવાબ આપે છે , યસ , નીશા ધીસ સાઈડ !!!

તમારો નંબર હૈદરાબાદમાં ફેબ્રુઆરી મહિનામાં થયેલા ફોટો એક્ઝિબિશનની યાદીમાંથી મેળવ્યો છે અને તમારા ફોર્મમાં તમે કમેન્ટ કરી હતી કે યુ લવ ટોકિંગ એન્ડ ટ્રાવેલિગ.અને અમે એક એવા જ ભારતીયની ટેલેન્ટની શોધમાં છીએ જે અમારી US બેઝ આંતરાષ્ટ્રીય ટ્રાવેલ કંપની માટે દુનિયામાં અને ભારતમાં ઓછા પ્રચલિત વિસ્તારોમાં જઈ ડિસેમ્બર મહિનામાં કેલિફોર્નિયામાં થવા જઈ રહેલા અમારા આંતરાષ્ટ્રીય એક્ઝિબિશન માટે ડોક્યુમેન્ટ્રી બનાવી શકે અને જો તમે ... મિ . જો વાત કર્યે જતા હતા અને હજી તો બીજા નીતિનિયમો મિ . જો ને કહેવાની જરૂર પડે તેની પહેલા તો મિશાની આંખો અને સ્માઈલએ 1-1 ઇંચની સાઈઝ વધારીને પોતાના મન ને જવાબ આપી દીધો હતો અને ક્ષણિક પણ વિચાર કર્યા વગર પોતાની ઑફિસની રિવોલવિંગ ચેર જોરથી ફેરવીને શાબ્દિક પ્રત્યુત્તર પણ આપી દીધો “ યસ સર , આઈ એમ ટેકિંગ ધીસ ઓપોર્ચ્યુનિટી ! ”