Illicit relationship books and stories free download online pdf in Gujarati

અવેધ સબંધ

ઓર્ડર.. ઓર્ડર.. ઓર્ડર .. ના અવાજ સાથે કોર્ટ રૂમ મા બેઠેલા લોકો શાંત થઈ જતાં આજ રોજ એક એવા પેચીદા કેસ ની દલીલ બાજી હતી જેથી બંને પક્ષો ના વકીલો પોત પોતાના ક્લાઈન્ટ ને ન્યાય આપવા સજ્જ થઈ ને આવ્યા હતા. કોર્ટ ની કાર્યવાહી શરૂ કરવાની જજશ્રી તરફથી પરવાનગી આપવામાં આવતા ની સાથે આ કેસની અંતિમ દલીલો અને કેસ ના તમામ મુદ્દાઓ ને ધ્યાને લઈ આ સંપૂર્ણ કાર્યવાહી દરમ્યાન કોઈપણ એવો પુરાવો ન મળ્યો કે જેસિકા પર મુકવામાં આવેલ ખૂનના આરોપમાંથી તે મુક્ત થઈ શકે , સામાપક્ષે ની દલીલો એટલી મજબુત હતી કે કોઈ જગ્યાએ શંકા નો લાભ મળી શકે તેમ પણ ન હતું ઉપરાંત આ કેસની આરોપી જેસિકા તો બસ ચૂપચાપ બેઠી જ હતી . તેનું મૌન ને તોડવા માટે વકીલ મેડમ અરૂણા એ ખૂબ કોશિશ કરી પરંતુ જેસિકા ટસની મસ ન થઈ . તેના આવા દૃઢ નિશ્ચયથી તો વકીલ મેડમ અરૂણા ને ખૂબ જ વિચારમય થવાનું એકમાત્ર કારણ એ હતું કે જેસિકા પર નવજાત શિશુનું ખૂન કરીને લાશને વાડામાં દાટી દેવાનો ગંભીર આરોપ હતો . અને વિશ્વાસપાત્ર સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું કે આ કામ જેસિકા એ નહીં પરંતુ તેના દિયર અજયે કરયું હતું જેસિકા ના લગ્નને પાંચ વર્ષ થયા હતા.પરંતુ તેનો પતિ મર્દાનગી ની વ્યાખ્યા થી એકદમ વિપરીત હતો લગ્નબાદ એક વર્ષ સુધી તે જેસિકા સાથે રહ્યો હતો પરંતુ જેસિકાની શારીરિક ઈચ્છાઓ અને લગ્ન જીવન માણવા ની તત્પરતા ને તેનો પતિ હરેશ નપુંસક હોવાને કારણે પોતાની જાત ઉપર ધ્રુન્ના આવી તે ઘર છોડીને જતો રહ્યો હતો .

આ ઘટનાને આજે ચાર વર્ષ થયા હતા.જેસિકા ના પિયર કુટુંબમાં ગરીબ ભાઈ - ભાભી હતા જ્યારે સાસરીયામાં વૃદ્ધ સસરા અને પરણવા લાયક દિયર અજય એમ બે જણ હતા . જ્યારે બંને નણંદના લગ્ન થઈ ગયા હતા . કરણ ગામની શાળામાં શિક્ષક હતો . જેસિકા ના સસરા દિકરો ઘર છોડીને જતો રહ્યો હોવાથી જેસિકા ને સતત મેણા માર્યા કરતા હતા . પરંતુ જેસિકા તેમની વાતો સાંભળીને પણ બે ટંક જમવાનું અને માથે છાપરું મળી રહેતું હોવાથી ભગવાનનો પાડ માનતી હતી કારણ કે તેના પિયરમાં તો બે ટંક અન્ન નો પણ અભાવ હતો. હવે તો જેસિકાનો કેસ પૂરો થઈ ગયો હતો . જજ આખરી ચુકાદો સંભળાવવાના હતા તેના આગલા દિવસે વકીલ મેડમ અરૂણા તેને મળવા જેલ માં આવ્યા હતા

કાલે તારા કેસ નો આખરી ચૂકાદો આવશે , એ સ્ત્રી ભાવે સહજ ભાવુક્તાથી અરુણા મેડમે જેસિકા ને કહેતા જેસિકા એ કહ્યું કે મેડમ “ મને ખબર છે. જેસિકા મે તારો કેસ સગી બહેનના કેસની જેમ લડી છું સાંભળ તને છોડાવવા ના ખૂબ પ્રયત્નો કર્યા છે પરંતુ તારા મૌનધારણ તને હાની કરે તેવી સમસ્યાઓ ઉભી થાય તો નવાઈ નહીં લાગે હું બધું જ જાણું છું . અરે પ્રાણી પણ વાત અને પ્રેમ પારખી શકે છે તો શું તું નથી અનુભવ નથી કરી શકાતી ? મેડમ હું જેલની અંદર રહું કે બહાર મને જરાય કંઇજ ફરક પડતો નથી . જેસિકા ના લાગણી ભરી વાતો થી મેડમ અરૂણા ને લાગ્યું કે તે કંઈક પોતાના વિશે વાત કરશે એટલે તેણે તરત પૂછ્યું , ‘ પણ તને તક્લીફ શું હતી ? સાધારણ દેખાનારી જેસિકાએ એક દ્રષ્ટિ મેડમ અરૂણા પર નાંખીને જણાવ્યું કે મને ખબર છે કે તમને સત્ય જાણવું છે . હું તમને બધુ ક્હીશ . મેડમ કારણ કે મારી પાસે પણ હૃદયની વાત સાંભળનાર કોઈ વ્યક્તિ નથી.પરંતુ અત્યારે નહી આવતી કાલે જજ સાહેબ આખરી ચૂકાદો.આપી દે અને મને સજા થાય પછી હું તમને બધી જ વાત જણાવીશ

તેની વાત સાંભળીને મેડમ અરૂણા અને શ્રીમતી ખન્ના એકદમ અવાક થઈ જેલ બેરેક માંથી ચાલ્યા ગયા હતા ચુકાદાના દિવસે મેડમ અરૂણાને કોર્ટ રૂમ માં જવાની ઈચ્છા ન હતી પરંતુ કોર્ટ અને ન્યાયતંત્ર ની ગરીમા સાચવા માટે જવું જરૂરી લાગ્યું હતું . કોર્ટ રૂમમાં જેસિકાને પણ લાવવામાં આવી હતી.આ સમયે પણ તેનો ચહેરો ભાવશૂન્ય જણાતો હતો . જજસાહેબ જેસિકા ઉપર કલમ ૩૦૨ અંતર્ગત હત્યા અને ૩૧૮ અંતર્ગત બાળકના મૃતદેહને છૂપાવવાના ગુનામાં કસૂરવાર ઠરાવી તેણી ને દસ વર્ષની સખત કેદની સજા ફરમાવી હતી.

વકીલ મેડમ અરૂણા એ જજમેન્ટ ઉપર સહી કરી અને જેસિકા ની સામે જોયા વગર બાર રૂમમાં આવીને બેસી ગયા હતા.અરૂણા મેડમ ને તેના વરિષ્ઠ વકીલ મિત્ર એ સમજાવ્યા કે આવા કેસો માં બહુભાવુક ન થવાય.પરંતુ તે અંદરથી ખૂબ જ દુઃખ ની લાગણી અનુભવતા મેડમ અરૂણા એ મારી તબિયત સારી નથી એમ કહીને ઘર તરફ જવા નિકળી ગયા . ઘેર આવીને તરત જ મેડમ એકાંત રૂમ મા જઈ મનભરી આવતાં રડવા લાગ્યા જ્યારે મેડમ એકકદમ શાંત થઈ થાક ઉતારવા ચા બનાવીને , ચા ની સાથે નાસ્તો કરીને જેસિકા ની સજા માફ થાય તે માટે અપીલ કરવાની સલાહ આપવા જેલ આવતા ની સાથે મેડમે જોયુ તો તે સમયે પણ જેસિકા ગઈકાલનો અધૂરો રહી ગયેલ ગાલીચો જ ભરતી હતી . મેડમ અરૂણાને જોતા તે બોલી , ‘ જુઓ હું આ ગાલીચો ખાસ તમારા માટે બનાવું છું તમે એને
ખરીદશો ને " મેડમ અરૂણાએ તેની સામે જોયું અને અચાનક તેનું મૌન આંખ વડે અશ્રુધારા બનીને વહેવા લાગ્યું . ને મેડમે જેસિકા વળગીને રડવા લાગ્યા. ત્યારબાદ મોઢું ધોઈને પાણી પી ને જેસિકા પણ મેડમ પાસે આવીને બેઠી . “ અને જણાવ્યું કે મારે હવે કોઈ અપીલ કરવી નથી પરંતુ મે ગઈકાલે તમને જે વચન આપ્યું હતું તે આજે હું પૂરું કરીશ

તમને મારી વાત સાંભળીને નક્કી કરજો કે મેં કંઈ ખરાબ કર્યું છે ?

હું નાની હતી ત્યારે મારા માતા - પિતા ગુજરી ગયા હતા . હું
ભાઈ - ભાભી પાસે રહીને મોટી થઈ છું . મને ભણવાનું ગમતું પરંતુ આઠ માં ધોરણ પછી ગામમાં શાળા ન હોવા ને કારણે મેં ભણવાનું પડતું મૂકવું હતું. આઠમા ધોરણ સુધી હું ભણવામાં હંમેશા ફર્સ્ટ આવતી અને શાળા તરફથી મને જે ઈનામ મળતું તે હું ભાભી ને આપી દેતી . મેડમ મે તમને પ્રથમ વખત કોર્ટ મા જોયા તો ગમ્યુ કે કોઈ સ્ત્રી આટલું ભણીને આગળ વધી શકે છે તે જાણી ને વિશેષ આનંદ એટલા માટે થયો હતો કે એક મહિલા બીજી મહિલા ને બહુજ સારી રીતે સમજી શકે છે . મેડમ મારા ભાઈ પાસે તો મારા લગ્ન કરવા જેટલા પૈસા પણ ન હતા. હું જ્યારે ૧૬ વર્ષની હતી ત્યારે સામે થી માગું આવ્યું અને મારા સસરાએ કોઈપણ જાત ની માંગણી કર્યા વગર લગ્ન લેવાનું નક્કી કર્યું હતું તેમને ખબર હતી કે તેમનો દિકરો લગ્નને લાયક નથી પરંતુ ઘર કામ માટે એક સ્ત્રીની જરૂરીયાત હોવાથી તેમણે મારા લગ્ન તેમના દીકરા જોડે કરાવ્યા હતા લગ્નબાદ હું જ્યારે સાસરે આવી ત્યારે તેઓ મારી સાથે બોલતા અચકાતા હતા . પરંતુ તેમની વાત મારી સમજ શકતી થી બહાર હતી આખો દિવસ એકલા હાથે ઘરનું બધું કામ પણ કરીને હું એટલી થાકી જતી કે રાત્રે પથારીમાં પડતા ની સાથે જ તરત જ સુઈ જતી હતી . આમને આમ એક વર્ષ પૂરું થયું અને અચાનક એક દિવસ મારા પતિ ઘર છોડીને ચાલ્યા ગયા . તે દિવસથી ઘરમાં સતત મેણા ટોણા તથા સસરાની ગાળો ખાતા જ દિવસો પૂરા કરતી હતી . મારા દિયર અજય ને પણ હવે પરણવા લાયક છોકરી મળે તેની સસરાને ચીંતા હતી પરંતુ અજય સમજદાર હતો . એટલે હું ત્યાં કામ કરીને બે ટંક જમી દિવસો પૂરા કરતી હતી . ગયા વર્ષે હું બાજુના ગામમાં આવેલો મેળો જોવા ગઈ હતી . ત્યાં અજય તથા તેની શાળાના અન્ય શિક્ષકો પણ મેળા મા આવ્યા હતા . હું બહેનપણીઓ સાથે જબરજસ્તી ચકડોળમાં બેઠી પણ કોણ જાણે કેમ હું ચાલુ ચકડોળે નીચે ફેંકાઈ ગઈ હતી . નીચે અજય અને તેના મિત્રો ઉભા હતા . મને પડતી જોઈને અજય દોડયો અને મને પકડી લીધી હતી . ઘડીકવાર તો મને કંઈ જ સમજાયું નહીં કે મને શું થયું હશે પરંતુ હું જ્યારે અજય ના ખોળામાં સુતી હતી ત્યારે અજય ની પાસે ઉભેલા રમેશ પાણી છાંટતો હતો . જીવનમાં પહેલીવાર મેં કોઈ પુરુષનો સ્પર્શ અનુભવ્યો હતો અને ' મારો પગ કુંડાળામાં પડી ગયો . હું અને અજય મળવા લાગ્યા . અજય મારા અને તેમના ભાઈ વિશે જાણતો હતો ને કહેતો કે , મને ખબર છે તમને કોઈ પ્રકાર નું સુખ મળ્યું નથી અમારી મુલાકાતો અને અંગત જણાતા સબંધો ને લીધે મને ગર્ભ રહી જતા અજય ને આ વાત ની મે જાણ કરતા તે ગભરાયો હતો સમાજમાં તેની પ્રતિષ્ઠા હતી.મેં તેને સમજાવ્યો કે તેની આબરૂ ઉપર કોઈ આંચ નહીં આવે જેમ જેમ દિવસો જવા લાગ્યા તેમ તેમ પાડોશમાં વાતો થવા લાગી . અજય એમ કહેતો કે ભાભીને પેટનો દુખાવો થયો છે તથા ગેસને લીધે પેટ વધ્યું છે પરંતુ સ્ત્રીની નજરથી આ વાત જ્યાં સુધી છુપાય ? ગામના ' લોકોની નજર મારા ઉપર જ રમતી , અને અમારી પ્રત્યેક હિલચાલની જાણ પાડોશીઓ ને હતી. સાતમે મહિને પાણી ભરેલ હેલ ને ઊંચકતા મને પેટમાં દુખવા લાગ્યું . અજયને કંઈ ખબર ન પડી પરંતુ તે ગભરાઈ ગયો . ધીરે ધીરે દુખાવો વધતો ગયો . સસરા મામાને ત્યાં બાજુના ગામે અજય માટે છોકરી જોવા ગયા હતા અને ત્યાં જ રાત્ર રોકાવાના હતા.છેવટે રાતના એક વાગે મે બાળક ને જન્મ આપ્યો હતો ઘરમાં હું અને અજય બે જ હતા . જન્મની સાથે જ બાળક રડ્યું અને ગભરાઈ ગયેલા અજયે તેના મોઢા ઉપર હાથ મૂકયો . અધૂરા મહિને જન્મેલું નબળું આ બાળક અજય ના હાથની ભીશ ને લીધે મરણ પામતા હું જેમ તેમ કરી હું ઊભી થઈ ને, બધું સાફ કરી અને અજય એ વાડામાં ખાડો ખોદીને દાટી દીધેલા બાળક ના ૨ડવાનો અવાજ પાડોશીઓના કાને પહોંચી ગયો હતો . બધાને શક તો હતો એટલે પાડોશીઓ માંથી પોલીસ ફરિયાદ ચંદુલાલે કરી હતી , અજય અને મેં બાળક જમીન મા દાટી દઈ ને મે અજય ને તરત જ તેના મિત્રના ઘરે મોકલી દીધો હતો . સવારે પોલીસ આવતા ની સાથે વાડા ની જમીન ઊંચી - નીચી હોવાના કારણે ત્યાં ખોદતા બાળકની લાશ મળી હતી . મારી પોલીસે ધરપકડ કર્યા બાદ મેડીકલ તપાસ કરાવી અને મને પકડી પાડી હતી . બસ ત્યાર પછીની બધી વાત તો તમને ખબર છે ” ‘ ‘ તે તારા પતિ ને કેમ ઘર છોડી જવા દીધો . " મેડમ ” “ મને ખબર હતી કે તમે મને આ પ્રશ્ન પૂછશો . અરે , ભૂખ્યાને ભોજન મળે તો તે સ્વાભાવિક છે કે તે ભોજન ઉપર તૂટી પડે . અતિશય ખાધા પછી પેટ બગડે તો વાંક ભોજનનો કે ખાનારનો ? એ હકીકતે મારે સારા નરસાનો વિચાર કરવાનો હતો . પરંતુ તે સમયે હું પાગલ થઈ હતી . ઘરની ઈજજત - માન - મર્યાદા બંધુ વિસરીને હું જીવન ની આનંદ ની પળો ની રંગ રેલી નું સ્વરૂપ ક્યારે વાસના એ ધારણ કરી લીધું તેની મને ખબર જ ન રહી . પોલીસે પકડીને જેલમાં બેસાડી ત્યાર પછી મેં ખૂબ વિચાર્યું કે એકવાર બદનામ થઈ ગયા પછી હવે હું કયારેય પણ સમાજ માં માન મેળવી નહીં શકું . મારાથી કોઈનું ભલું તો ન થયું તો ખરાબ શા મારે કરું અજયે આરોપ પોતાના ઉપર લેવાની વાત કરી હતી . પરંતુ મેં અજય ને ના પાડી હતી . કારણ કે તે ઘરનો એકમાત્ર વારસદાર હતો . આમપણ , મારા જીવનનું તો કોઈ મહત્વ નથી મેડમ . તો શા માટે તેની જીંદગી બરબાદ કરવી , ભગવાન કરે તેના લગ્ન થાય તથા વંશવેલો આગળ વધે . વકીલ અરુણા મેડમે તેની વાત સાંભળીને સ્તબ્ધ થઈ ગયા હતા. જે જ્ઞાન પુસ્તકમાં નથી મળતું તેનો અનુભવ તેણે આજે થયો હતો. મનોમન મેડમ અરૂણા એ આ નારીની મમતાને તેણે પ્રણામ કર્યા

અને ગુનેગાર હંમેશા ગુનેગાર પણ નથી હોતો છતાંયે ક્યારેક એવા સંજોગો ઉભા થાય છે કે વિધિ ના વિધાન પણ અટલ વ્યક્તિ નું મનોબળ ભાંગી સકતું નથી.. આ કેસ ને યાદ કરી મેડમ અરૂણા આજપણ નારી જીવન ના આ બલિદાન ને યાદ કરી જેસિકા ને ક્યારે ક્યારેક જેલ મા સખી તરીકે મળવા જતા હોય છે... અને નારી જીવન ના આવા અન્ય કેસો ની ચર્ચા મા પડી જાય છે