Lady Hostel .. books and stories free download online pdf in Gujarati

લેડી હોસ્ટેલ..

રાત્રી ના સમયે રોનક નિત્યક્રમ મુજબ પોતાની એક્ટિવા લઈને તે ઘર તરફ જઈ રહ્યો હતો ત્યારે અચાનક તેની નજર દૂર અંધકારમાં ઊભેલી એક છોકરી પર પડતાં તે પોતાની એક્ટિવા પાછી વાળી ને છોકરી તરફ વળે છે એ યુવાન છોકરી ના ખુલાવાળ સાથે તેનું સરસ યોવન , અપ્સરાઓ ને પણ શરમાવે તેવી આ રૂપવંતી, જણાતી કોલેજીયન છોકરી ને જોતા ની સાથે જ રોનક આશ્ચર્યચકિત થઈ ગયેલ

હલો... યંગ લેડી રાત્રી ના સમયે તમને અત્યારે અહીંયા થી રીક્ષા પણ નહીં મળે , હું કંઈ તમારી મદદ કરી શકું ? , No Thanks હું નજીક માં જ રહું છું મારા મિત્ર આવે છે હું એમની રાહ જોઈ ઉભી છું. આપ જઈ શકો છો રોનક પોતાની એક્ટિવા લઈને ઘર તરફ આવતાં આવતાં તેના માઈન્ડ માં એક વિચાર સતત ભમી રહ્યો હતો કે કોલેજના ગેઈટ પાસે ઉભેલી એ છોકરી કોણ હશે તેવા વિચારે રોનક ને વિચારમય બનાવી દિધો હતો.

બીજા દિવસે રોનક મોડી રાત્રે ઘર તરફ જઈ રહ્યો હોતો ત્યારે એ છોકરી પર
નજર પડતાં છોકરી એ રોનકે ને બોલાવી ને કહયું કે મને જરૂરી કામ હોઈ સિવિલ હોસ્પિટલ જવું છે તમે મને ત્યાં મુકી શકશો ..
હોસ્પિટલનું નામ સાંભળી ને તરત જ રોનકે તેણી ને હા પડતાં ની સાથે તેઓ બંને હોસ્પિટલ તરફ જતાં હોય છે ત્યારે રસ્તામાં રોનકે પૂછુંયું કોણ બીમાર છે ? કંઈ કામકાજ હોયતો કહો, ત્યાં ના ડોક્ટર્સ મારા પરીચય માં છે, છોકરી કંઈ પણ બોલ્યા વગર ચૂપચાપ બેઠી હતી.... અચાનક રસ્તા પર
સ્પીડ બ્રેકર આવતાં ની સાથે પાછળ બેઠેલી છોકરી ને ઝટકો લાગતાં , અપ્સરા જેવી લાગતી આ છોકરી રોનકે પાછળ થી પકડી લે છે.. અપ્સરા જેવી આ રૂપસુંદરી ના સ્પર્શ થી રોમાંચિત નો આભાસ હેન્ડસમ અને દેખાવડો યુવાન રોનક પ્રથમ વખત સ્ત્રી ના સ્પર્શ ની અનુભૂતિ કરી રહયો હતો...

હોસ્પિટલ માં પ્રવેશતાં ની સાથે જ, તે છોકરી એક્ટિવા પર થી ઉતરી ને તરત જ જતી રહે છે.... રોનક પણ ઘેર પાછો આવી જાય છે પરંતુ રોનક
આખી રાત એ છોકરી ના સ્પર્શ ને મહેસુસ કરતાં ની સાથે તે રંગીન સપનાઓમાં ખોવાઈ જાય છે...

આજે રોનક તેના મિત્રો જોડે વાતો માં જામી પડે છે રોનક ના ઘરે કોઈ ન હોતાં તે મિત્રો સાથે હાઇવે હોટલ પર જમી ને રાત્રી ના દોઢ વાગે ઘર તરફ જઈ રહયો હતો ત્યાંજ અચાનક બચાવ બચાવ ના અવાજો તેના કાને પડે છે.. કોલેજ ના ગેઈટ તરફથી અવાજ આવતો જોઈ તે ઝડપ ભેર તે દિશા માં રોનકે પોતાની એક્ટિવા વાળતાં જોયું તો ત્યાં એજ છોકરી ના શરીરે કપડા પણ ફાટેલા હતા અને તે ખુબ જ ગભરાયેલી બેઠી હતી...

આ જોતાં ની સાથે રોનકે પૂછ્યું શું થયું , તમને આ સમય પરજ કેમ બહાર નીકળો છો જમાનો ખરાબ છે , તમને ખબર નથી રોનક ના આ હૃદય સ્પર્શી અવાજ સાથે તરત જ તે છોકરી રોનક ને ભેટી પડે છે.. રોનક
અરે ક્યાં જવું છે તમારે..??

છોકરી હું હોસ્ટેલ માં રહું છું..
રોનક અહીં ક્યાં ગર્લ્સ હોસ્ટેલ છે.??
ચાલો તમને મૂકી આવું..

છોકરી ના ત્યાં મને ત્યાં ડર લાગે છે હું તમારી સાથે ચાલી શકું... એકાંત રાત્રી હોઈ રોનકે છોકરી ની સ્નેહ લાગણી જોઈ ને તેણી ને ઘેર લઈ આવે છે
છોકરી ના ફાટેલા કપડાં માં તેનું યૌવન નજરે ચડતાં રોનકે પોતાનો નાઈટ સૂટ તે છોકરી ને આપી ને કહયું
તમો અહીંયા આરામ કરો
હું બહાર લીવિંગ રૂમ માં સુઈ જઈશ...

બેડરૂમ ની બહાર જતા રોનક ને તે છોકરી હાથ પકડી રોકી લે છે.. રાત્રી નું આ એકાંતપણું મંદ મંદ વહેતાં પવને એક બીજા ને એક મેપ થતાં રોકી શકતાં ન હતા, આલિંગન ના સુરો ને એક બીજા ના શરીર પર આંગળીઓ ના ટેરવે મસ્તી અને મોજ ના આ સમુદ્રે એક બીજા ને પોતાની તરફ આકર્ષિત કરી રહ્યું હતું ભરતી અને ઓટ ના સથવારે રાત્રી જાણે ઇન્દ્ર રૂપી રોનક ને અપ્સરા નું રસપાન કરાવતી હોય તે રીતે ક્યારે આ રાત્રી નું મધુર રસપાન સવાર માં પલ્ટી ગયું તેનું ધ્યાન પણ રોનક ને ન રહયું...

સવાર પડતાં ની સાથે રોનક ની આંખ ખુલતાં જ ઘર માં કોઈ જ દેખાતું ન હોઈ અને એ અપ્સરા નું નામ પણ પૂછવાનું રહી ગયેલ, રાત ની એ મદહોંશ મહેફિલે ને કારણે રોનક ને આજે શરીરે અશક્તિ નો અહેસાસ અનુભવી રહ્યો હતો...

આજે રાત્રે એ છોકરી મળશે એવું વિચારી ને રોનક કોલેજ ના ગેટ પાસે જાય છે.રાત્રી ના અંધકાર મા એ છોકરી ને જોઇ તેની પાસે જઈ ને રોનકે પુછ્યું , તમે ક્યારે ઓચિંતા ઘેર થી ચાલ્યા ગયા હતા..??
અરે.. હા.. હું તો તમારૂં નામ પણ નથી જાણતો, તમારૂં નામ જણાવશો...મારું નામ
નિકિતા છે હું અહીંયા હોસ્ટેલ માં રહું છું..

મને સિવિલ હોસ્પિટલ જવું છે..તમો મને ત્યાં મુકી દેશો

રોનકે કોઈ પણ પ્રશ્ન કર્યા વગર પોતાની એક્ટિવા ને હોસ્પિટલ ના રસ્તા તરફ વાળી.. આ દરમિયાન
આખા રસ્તે નિકીતા એક પણ શબ્દ
બોલ્યા વગર ચૂપચાપ બેસી રહી... હોસ્પિટલ ના ગેઈટ પર નિકીતા ઉતરી ને અંદર જતી જોઈને તે દરમ્યાન
રોનક ને વિચાર આવે છે ચાલ ને જોવું તો ખરો નિકીતા આટલી મોડી રાત્રે કયા દર્દી ને મળવા જતી હશે રોનકે હોસ્પિટલ માં તેની પાછળ જવાનું વિચારે છે..ધીમે ધીમે તે નિકીતા નો પીછો કરે છે...

તેણી ને પોસ્ટમોર્ટમ રૂમ તરફ જતી જોઈ
રોનક ને એવું લાગ્યું કે કદાચ કોઈ નો એક્સિડન્ટ થયો હશે એટલે તે ચૂપ ચાપ ટેનસનમાં જતી હશે..

ત્ત્યાંથી થોડે દુર આવેલ ડેથ બોડી રૂમ તરફ નિકીતા એકલી જતી હતી, નિકીતાને ડેથ બોડી રૂમ નો દરવાજો ખોલી અંદર જતી જોઈ ને રોનક ના પગ ધ્રુજવા લાગે છે. અને તે ડેથ રૂમ તરફ આગળ જઈ રહ્યો હતો , ત્યાંજ પાછળ થી અવાજ આવે છે...

કોનું કામ છે..??

રોનકે ડરી ડરીને પાછળ જોતા... તેને એક

વોડબોય દેખાય છે..

રોનકે ડરતા અવાજે વોર્ડ બોય ને પુછ્યું કે અહીં અંદર એક છોકરી ગઈ છે..

વોડબોય ભાઈ અહીં તો ડેથ બોડી ઓ છે..કોઈ લાવારીસ છોકરી નથી..
રોનક ના ભાઈ મે મારી સગી આંખે જોયું છે તે અંદર જ છે..

વોડબોય ચાલો તમે સાથે આપણે જોઈ લઈએ રોનક પણ એ રૂમ માં જાય છે અંદર કોઈજ નથી હોતું અનેક ડેથ બોડીઓ જોઈ રોનક ડરી જાય છે.. અને
તે હોસ્પિટલ ની બહાર આવે છે..
આજુ બાજુ કોઈ જ ન હતું તે ડરતાં ડરતાં તે પોતાની એક્ટિવા ચાલુ કરી. રોનક ઘર તરફ જવા રવાનો થાય છે .પવન ના કારણે રોનક નું આખુંય શરીર કાપતું હતું . કોલેજ ના ગેઈટ પાસે પહોંચતા નિકીતા ના વિચારો માં તે એક્ટિવા પર નો કાબુ ગુમાવી દેતા એક્ટિવા પરથી રોનક પડી જાય છે.અને તે કોમા માં જતો રહે છે..

રસ્તા ની વચોવચ લોહી થી લથપથ પડેલ રોનક પર એક કાર ચાલક ની નજર પડતાં 108 ને બોલાવી રોનક ને હોસ્પિટલ માં પહોંચાડવામાં આવે છે..

સવારે ભાન આવવાની સાથે જ રોનક પોતાને હોસ્પિટલ દાખલ હોવાના અહેસાસ સાથે આંખ ખોલતા જ બાજુ માં તેના મિત્ર ચંદ્રેશ અને પિતાજી અરવિંદકુમાર ને ઉભેલા જોય છે.

ચંદ્રેશે રોનક ના પિતાજી ને ઘરે જવાનું કહયું. હું અહીંયા છું આપ ઘેર આરામ કરો કાકા ...

રોનક ના પિતાજી ઘેર જવા માટે નિકળતાં ની સાથે રોનકે બધી જ વાત વિસ્તાર પૂર્વક ચંદ્રેશ ને કરે છે.

આ વાત ને સાંભળતાની સાથે ત્યાંજ બાજુ માં બેઠેલા દાદા નજીક આવે છે.અને એ કોલેજ ના ગેટ ની અંદર વર્ષો પહેલા એક લડી હોસ્ટેલ હતું અને છોકરીઓ અહીં રહેતી...
હું ત્યાં ચોકીદાર હતો..

આ લેડી હોસ્ટેલ માં નિકિતા નામ ની એક છોકરી એ આત્મહત્યા કરી હતી..

ત્યાર બાદ થોડા દિવસ માં જ આ હોસ્ટેલ બંધ થઈ ગયેલ...

તેનું પોસ્ટમોટર્મ સિવિલ હોસ્પીટલ માં કરવામાં આવ્યું હતું નિકીતા આત્મહત્યા કરી શકે તેવું સ્વીકારવા તેના પરીવાર ના લોકો માનવા જ તૈયાર નોતા જેનાં કારણે ડેથ બોડી ઘણાં દિવસો સુધી અહીં ના ડેથરૂમ માં પડી રહી હતી , ડેથ બોડી ની હાલત જોઈ નિકીતા ના પરીવારજનો એ ગભરાતાં ગભરાતાં નિકીતા ની લાશ ને સ્વીકારી હતી..

ચોકીદાર દાદા ની આ વાત સાંભળતાની સાથે જ ચંદ્રેશ અને રોનક એક બીજા ની સામે જોતાજ રહી ગયા... અને એ નિકીતા નો કોયડો ન ઉકેલાય તેવી એક દાસ્તાન બની રહી ગઈ , અને આજ પણ જાણે એ નિકીતા અન્ય કોઈ રોનક ની રાહ જોઈ ને કોલેજ ના ગેઈટ પાસે ઊભી હોય તેવા અહેસાસો પસાર થતાં કોલેજીયન યુવાનો ને થાય છે.... હલ્લો.. હલ્લો એ.. યંગસ્ટર...Yes.. You...You..You are Help me... Please Lift me..