The string of affection ... the kite of love .. books and stories free download online pdf in Gujarati

સ્નેહ ની દોર...પ્રેમ નો પતંગ..

કોરોના તો બહુ કરી દિવાળી ના ફટાકડા બાદ હવે પતંગ ચગાવા ની મજા પણ બગડશે ...

એ..સ્વીટી યાદ છે તને હું અને તું પહેલીવાર રાજ ની અગાસી પર મકરસંક્રાંતિના મળ્યા હતા યાદ તો છે ને ..

ઠંડીના એ દિવસો માં કોલેજની કેન્ટીનમાં ગરમ ચા અને ભજીયા ની મોજ મિત્રો માણી રહ્યા હતા. મકરસંક્રાંતિના દિવસે કોની અગાશીએ ભેગા થશું તેની ચર્ચાઓ ચાલું હતી.ત્યાં જ રાજુ બોલ્યો મારે ત્યાં બધી તૈયારી થઈ ગઈ છે. બસ તમો બધાં આવી જજે Dj અને જમવા ની વ્યવસ્થા પણ કરેલ છે .
જીતુભાઈ ના સરસ ઉંધીયા ની મજા સરસ જલેબી સાથે માણશું...

બીજા દિવસે બધા મિત્રો રાજુ ની અગાશી પર ભેગા થયા કપીલ,અજય,વીકી, અને ત્યાં સ્વીટી,કાવ્યા,જેસીકા ગર્લ્સ પણ આવી હતી. હવા નું રૂખ સારૂ હોઈ. ચાલો પતંગ ચગાવીએ..

જીનેશ અને સ્વીટી કોલેજ થી જ એક બીજા ને પસંદ કરતા હતા પણ પ્રપોઝ કરવાનો સમય જ સાથ આપતો ન હોવા ના કારણે તેઓ એક બીજાની નજીક આવી શક્યા ન હતા

dj ના ગીતો પર મિત્રો ઝુમી રહ્યા હતા.આકાશ પણ આજે કલર કલર ના પતંગો છવાઈ ગયો હતો.
એ કાપયો ... લપેટ,, લપેટ..
ની બુમો ચાલું હતી.

બપોર નો સમય થયો ધીમે ધીમે બધા અગાસી નીચે આંગળા માં જમવા ઉતરવા લાગ્યા હતા હવે અગાસી પર સ્વીટી અને જીનેશ જ હતા જીનેશ પતંગ અને ફીરકી લઇ સ્વીટી પાસે આવ્યો અને ફીરકી પકડવા રિકવેસ્ટ કરતા સ્વીટી ફીરકી પકડી અને જીનેશ પતંગ ને હવા માં ઉડાવા લાગ્યો એ કાપયો... સ્વીટી એ તાળી આપી... જીનેશ અને સ્વીટી એકબીજા ના નજીક આવતા ગયા ત્યાંજ જીનેશ નો પતંગ કપાઈ ગયો અને દોરથી હાથ માં ચીરો પડી જવાના કારણે લોહી નીકળતા જોઈ તરતજ સ્વીટી એ પોતાના દુપટા થી જીનેશ નો હાથ દબાવી ને લોહી બંધ કરવાની કોશિશ કરતાં બંને ની નજરો જાણે એક બીજા ને પ્રેમ નો ઇકરાર કરી રહી હતી અને બને ના હોઠ એકબીજા ના હોઠ ને મળવા લાગ્યા બને યુવાન દિલ એક બીજા ને મળવા ઉતાવળા થયા હતા.પણ આજુ બાજુ ની અગાસી ઓ પર ના લોકો ધ્યાને આવતા બને ત્યાંજ ઉભા રહી એક મેક ને જોતાજ રહ્યા હતા.
શરમાઈ ને સ્વીટી એ જીનેશ ના હાથ પર થી દુપટ્ટો હટાવી
બીજી તરફ ડગ માંડ્યા ની સાથે જ જાણે Dj પણ આ બંને ના પ્રેમ ની સાક્ષી પુરાવતો હોય તેમ રીમેક્સ ગીત ની શરૂઆત પણ જાણે એવી જ હતી.. નજર ના જામ છલકાવી ને ચાલ્યા ક્યાં તમે.. આ ગીતે સ્વીટી ના જીવન ને સરસ ટર્ન આપી એક નવા રાહબર સાથે જીવન વિતાવવાની
જીજ્ઞાસા ને સ્વરૂપ આપ્યું..

અને આજે આ કપલ આખરે એક મેક થઈ ગયા આજે તે દિવસો ની મીઠીયાદો નો સ્નેહ અને મીઠાસ નજર સમક્ષ તરી આવતા રોમાન્ટિક મૂળ માં આવી જાય છે.

અને બને જણા કોલેજ ના એ દિવસો યાદ કરતાં સ્વીટ ને આપેલ એ પ્રેમ પાત્રો નો ખજાનો ફરીથી વાંચતા વાંચતા જાણે કોલેજ ની લોન માં બેઠા હોય તે રીતે મજા લેતા હતા ત્યારે અચાનક ડોરબેલ વાગતા જુના મિત્રો નું એ ટોળું ઘર માં પર્વેશતાજ આ કોલેજ મિત્રો એ ધામા ચક્રી શરૂ કરતા પાછા એજ કોલેજ ની યાદો તાજી થઈ હતી..
બધા મિત્રો ગાર્ડન રેસ્ટોરેન્ટ માં જમવા જવાનું નક્કી કરી પોતાની ગાડી ઓ સાથે નીકળી પડ્યા હતા અને આકાશ ગુબારા ઓ થી ઝગમગી રહ્યું હતું.

આમ એક વસ્તુ વિચારીએ તો કાયરે પણ કોઈપણ વ્યક્તિ ને પરપોજકરવા માં ઢીલ કરીયે તો પહેલે આપ પહેલે આપ ની પરિસ્થિતી સર્જાય તે પહેલાં તું મને ગમે છે. એવા શબ્દો મન ગમતા જીવન સાથી ને સંગાથે
લઈ આવતા હોય છે..
🕹️હસુ ઠક્કર