Wafa or Bewafa - 12 books and stories free download online pdf in Gujarati

વફા કે બેવફા - 12

ઘરના અને સ્કૂલની ક્લોઝ ફ્રેન્ડસ બધા કેક સાથે ઊભા હોય છે..
આરુષિની ખુશીનો પાર રહેતો નથી...
"આરુ , જલ્દી કેક કાપને... ક્યારનો વેઈટ કરીએ છીએ તારો..કેક જોઈને હવે ભૂખ લાગે છે..‌"
આરુષિની સ્કુલની ક્લોઝ ફ્રેન્ડસમાંથી કાજલ બોલે છે.
આરુષિ કેક કાપે છે.. અને બધા ખૂબ જ એન્જોય કરે છે..
બધા જવા માટે નીકળે છે.
"થૅન્ક યુ સો મચ ઓલ ઓફ યુ... મારો ડે સ્પેશિયલ બનાવવા માટે..."આરુ
"અરે આરુ ફ્રેન્ડસમાં કદી થૅન્કસ હોય...ચલ બાય.. ." ઉર્વશી
"ઓકે બાય ગાઈઝ... ગુડ નાઈટ..."

આરુષિ ફ્રેસ થઈ સૂવા માટે રૂમમાં જાય છે.
અને અયાનનો ફોન આવે છે...
"ફરમાઈએ જનાબ..... આપકી સેવા મેં હાજિર હૈ..." આરુષિ
"ઓહોહો...બસ ઇસ દિલ મેં હી રહેના... ઔર કુછ સેવા નહીં ચાહિએ.. કહો તો તુમ્હારી સેવા કર દુ..."
અને બંને હસી પડે છે...
"અયાન... આ બર્થડે મારા માટે બેસ્ટ બર્થડે હતો.. બીકોઝ ઓફ યુ.... યોર સરપ્રાઈઝ ઈઝ ઓસમ.... તારા સાથેની મીઠી યાદો હંમેશા મારી સાથે રહેશે.."
"અરે ગાંડી.. હજુ એક સરપ્રાઈઝ તો બાકી જ છે..." અયાન
"ઓહ ગોડ આજે તો આટલી બધી સરપ્રાઈઝમાં વધારે ખુશીના માર્યા પાગલ ના થઈ જાઉં..."આરુષિ
" હા..હા.. હા.. તું છે જ પાગલ.." અયાન
"અયાન...... " આરુષિ
"અચ્છા, સાંભળ તો ખરી સરપ્રાઈઝ શું છે..!? " અયાન
"હા બોલ." આરુષિ
"હું અમદાવાદ આવવાનો છું. મેઘા ( અયાનની નાની બહેન ) સાથે.. બંને ત્યાં સ્ટડી કરીશું. ન્યુ ટર્મથી જોઈન્ટ કરીશું..
બે મહિના પછી.." અયાન
"સાચું.....‌.‌ અયાન..... આઈ એમ સો હેપી......... તું મારી આટલી નજીક આવી જઈશ રહેવા માટે.. સો એક્સાઇટેડ.... હવે તો બે મહિના પણ બે વર્ષ જેવા લાગશે." આરુષિ
"હા એ તો છે...ચલ હવે સૂઈ જા... તું સપના જો અને મને પણ જોવા દે." અયાન
" કોના સપના જોવા છે તારે... હે...." આરુષિ
"છે એક સમવન સ્પે .... તારે શું કામ છે.."
"હા તો બાય... એ જે હોય એની સાથે જ વાત કરજે ઓકે.‌ મારે નથી કરવી.."
"અરે અરે.... ખોટું લાગી ગયું..... તારી જ વાત કરતો હોઉંને બીજાની થોડી હોય.. ગાંડી જ છે સાવ." અયાન
"હમમ .. સારું સારું..ચલ ગુડ નાઈટ..લવ યુ." આરુષિ
"લવ યુ માય જાન.. ગુડ નાઈટ."

બે મહિના પછી... અયાન અમદાવાદ આવી જાય છે..દેવાંશ (ફ્રેન્ડ અને રીલેટીવ) નરોડામાં રહેવા માટે ફ્લેટનું સેટીંગ કરી આપે છે.

"ફાઈનલી તું આવી ગયો... એમને." સવારમાં ફોન પર આરુષિ કહે છે.
"હા.. તારી પાસે આવી ગયો... ખુશ ને.." અયાન
"હા... બહુ જ.." આરુષિ
"હમમ..‌‌આજે‌ તો બધું સામાન સેટ કરવાનું છે.. થોડુ ઘણું લાવવાનુ પણ છે.પછી વાત કરીએ.." અયાન
"હું આવું હેલ્પ માટે? કંઈ વાંધો ના હોય તો.." આરુષિ
"ઓકે આવ.. એડ્રેસ સેન્ટ કરી દઉ છું મેસેજમાં ઓકે"
અયાન
"હાં. મારે થોડું કામ છે. પુરું કરીને આવું.અને જમવાનું બનાવી લાવું?" આરુષિ
"ના. દેવાંશ લાવવાનો છે."અયાન
" ઓકે.. "

"ઓહો ... મારા ફ્યુચર હસબન્ડ તમને તો કચરો વાળતા પણ આવડે છે એમ..." આરુ અયાનના ફ્લેટ પર પહોંચે છે. દરવાજો ખુલ્લો હોવાથી જોઈ જાય છે...
"યા મારી ફ્યુચર વાઈફ આવી ગઈ છે હવે જોઉં એને પણ કેવું આવડે છે..." અયાન
"ઓહ બસ.. હા તારા કરતાં તો સારું આવડે છે.. મેઘા ક્યાં છે??" આરુષિ
"એ સ્કૂલ માટે જરૂરી સામાન લેવા ગઈ છે." અયાન
" ઓકે, બોલ શું કરવાનું છે? " આરુષિ
" સાફ કરીને સામાન ગોઠવવાનું છે..." અયાન
મજાક મસ્તી કરતાં બંને જણા સાફ સફાઈમાં લાગી જાય છે. અને સામાન ગોઠવી દે છે... ત્યાં જ ફર્શ થોડી ભીની હોવાથી ‌આરુષિનો પગ લપસી જતાં અયાન તેને પકડી ‌લે છે. અને બંને એકબીજામાં ખોવાઈ જાય છે.બે મિનિટ પછી અયાન આરુષિને ખિજાવતા બોલી પડે છે.
"અરે વાહ આરુ... તને તો મસ્ત હિન્દી સીરિયલ વાળા સ્ટંટ આવડે છેને."
આરુષિ ખિજાયને અયાનને મારતાં બોલે છે.
" જાને... મેં કંઈ જાતે નથી લપસી ગઈ. હું એવી લાગું છું તને.
એક તો પડીને વાગ્યુ હોત તો... એ નથી વિચારતો.."
" ના ના તું એવી નથી.... હા... હા.. હા.." અયાન
"તું હસે છે. મારા પર... જા હું તો જાઉં છું મારા ઘરે..." આરુષિ ગુસ્સે થઈ જાય છે.
" અરે અરે ‌પણ મજાક કરું છું.. તને બચાવી પણ મેં જ ને.." અયાન
"ના મારે નથી વાત કરવી.. હું તો ડ્રામા કરું છું ને.." આરુષિ
"અરે મેરી જાન... તારી સાથે મજાક ના કરુ તો કોની સાથે કરું..આફ્ટર.ઓલ તું મારી છે...."અયાન
આરુષિનો ગુસ્સો પીગળી જાય છે.
" હા.. હો ....હું પણ તારી.. અને હક પણ તારા..- એમ કહી હગ કરી લે છે...
અને બોલે છે.." અયાન.. બસ...આ પ્રેમનો અહેસાસ હંમેશા મારી સાથે રહે... તું કંઈ પણ પરિસ્થિતિમાં રહે. પણ મને હંમેશા સાથે રાખજે.. તારા વગર જીવવું.. એ જીવ વગરના પૂતળા બરાબર હશે.."
" બસ આરુ... આટલું બધું ના વિચાર.. તું મને ના પાડે છે અને પોતે વિચારે છે.. હું તો બસ આ પળને તારા અહેસાસ સાથે જીવી લેવા માંગું છું.. "
બંને એકબીજાના અહેસાસમાં ઓતપ્રોત થઈ જાય છે.
એટલામાં ડોર બેલ વાગે છે..
"દેવાંશ હશે... " એમ કહી અયાન ખોલવા માટે જાય છે..
ખોલે છે તો મેઘા અને દેવાંશ ઊભા હોય છે..
"તમે બંને ક્યાં ભેગા થઈ ગયા...!? " અયાન
દેવાંશ ઘરમાં આવતા કહે છે..
" નીચે મેઘા મળી ગઈ.. મને.. અરે વાહ... તે આટલી વારમાં ઘર સાફ કરી દીધું... સુપરમેન કહેવાય હો...!! -
એટલામાં આરુષિ પર નજર પડે છે.. બોલે છે,

" અચ્છા... સુપરવુમેન પણ છે... એટલે......."

બધાં હસી પડે છે...
"તો પછી ભાઈ સુપરમેન બની જ જાય ને.... " મેઘા
"હા, ઉડાવો ઉડાવો...." અયાન
"તું પતંગ છે ઉડાડીએ...!? ચલો હવે જમી લઉએ... નહીં તો ઠંડું થઈ જશે...."

બધાં જમી લે છે... થોડીવાર આરામ કરવા બેસે છે..
"અયાન.. સામાન લેવા ક્યારે જવાનું છે..?" આરુષિ
" સાંજે જઈએ.. હમણાં થાકી ગયા.. પછી તને ડ્રોપ કરી દઇશ.."અયાન
" ઓકે.. "

સાંજે બંને જણા બાઈક પર શોપિંગ માટે નીકળી પડ્યા.. કરિયાણું અને વાપરવા માટે, શાકભાજી વગેરે જેવું જરૂરી સામાન લઈ લે છે.. અને આરુષિને ઘર પાસે ડ્રોપ કરવા જાય છે.
"એડમિશન થઈ ગયું તમારે? " આરુષિ
" મેઘાને થઈ ગયું. મારે કાલે થઈ જશે કમ્પ્લેટ .." અયાન
"ઓકે.. મળીશું.... બાય.." આરુષિ
"હા. ચલ બાય... ટેક કેર." અયાન
અને અયાન ઘરે આવી જાય છે.

થોડા દિવસો પછી બંનેની કૉલેજ ચાલુ થઈ જાય છે. બંને જણા કૉલેજ ટાઈમ પછી અવારનવાર મળતા
રહેતા.. ક્યારેક બહાર ફરવા જતાં.. તો ક્યારેક અયાનનાં ફ્લેટ પર જ બધાં નાસ્તા પાણી કરતાં...ગપ્પા મારતાં.... મેઘાને પણ હવે આરુષિ સાથે ફાવી જાય છે.. કંઈ કામ હોય તો આરુષિ ને સાથે લઇ જતી..એમના માટે કંઈક સારો નાસ્તો બનાવીને લઈ જતી.. દેવાંશ તો ફ્રી ટાઈમમાં અયાન પાસે જ હોય.. કોઈ વાર દેવાંશની ગર્લ ફ્રેન્ડ પણ ત્યાં આવી જતી... બધાં ભેગાં મળીને ખૂબ એન્જોય કરતા....

બંને ખુબ જ ખુશ હોય છે.. એકબીજાની સાથે... બંને એકબીજા સિવાય બીજા કોઈ વિશે વિચારતા પણ નહીં.. બધી રાત તો એમની વાતોમાં જ જતી... દિવસ દરમિયાન પણ મેસેજ ચેટીંગ ચાલુ જ હોય.. દિવસ પણ એકબીજાને ગુડ મોર્નિંગ વિસથી જ થાય.. અને ગુડ નાઈટ પણ......

આમ સમય પસાર થતો જાય છે.. પણ આરુષિ માં થોડોઘણો બદલાવ જોવા મળે છે..
હવે તો આરુષિને પણ કૉલેજમાં ફ્રેન્ડ સર્કલ બની જાય છે..એમા પણ જાન્વી અને રીયા બેસ્ટ ફ્રેન્ડ બની જાય છે.. ત્રણેય કૉલેજ પછી શોપિંગમાં ફરવા જતાં રહેતા.. અને ત્રણેય સરખી વસ્તુઓ લેતાં અને કૉલેજમાં સાથે પહેરતા.. બધા આ ત્રણેયની ફ્રેન્ડશીપની ખબર હતી.
તો અમુક વાર તો કૉલેજ પછી ફ્રેન્ડસ સાથે કૅન્ટીનમાં બેસી જતી.... કલાકો ગપ્પા મારતાં...ક્યારેક અયાન ફોન પર ફોન કરતો... બેગમાં રીંગ વાગીને બંધ થઈ જાય.‌‌ અને પછી વાત થાય ત્યારે અયાન ઘણીવાર ગુસ્સે થતો..
"આરુ તું પહેલાં તો મારા માટે કેટલો ટાઈમ આપતી હતી.. અને હવે તો મારા મિસ કૉલ્સ પણ જોતી નથી.. મારા માટે ફિલીંગ્સ ઓછી થઈ ગઈ છે.."
આરુષિ પ્રેમથી સમજાવીને મનાવી લેતી..
"એવું નથી.. કે તું પહેલાં હતો એજ છે મારા માટે....એજ ફિલીંગ્સ છે... તારા વગર ના રહી શકું... હા એ વાત તો સાચી કે તને ટાઈમ ઓછો આપું છું.. પણ ફ્રેન્ડસને પણ થોડો સમય આપી શકું ને.. "
"હા ! હું તને ના નથી પાડતો.. મારે પણ ફ્રેન્ડસ છે.. હું સમજું છું..બટ... ફોન કૉલ્સ રીસિવ કર... તો મને થોડી શાંતિ થાય." અયાન
"ઓકે... ઓકે ... માય ડીયર...‌ " આરુષિ

આવું તો ઘણીવાર થતું... બંનેનો પ્રેમ તો એ જ હતો... પણ વચ્ચે ઘણી બધી વસ્તુઓએ જગ્યા લઇ લીધી હતી... તો પણ ઝઘડો થતાં બંને એકબીજાને મનાવી લેતાં... આમ પણ ઝઘડો એતો પ્રેમની એક નિશાની છે..‌ઝઘડીને પાછો પ્રેમ લુટાવવાની મજા જ અલગ છે.. ફરી વધુ ઊભરાઈને આવે છે..
સમય જતાં અયાન પણ આરુષિના ફ્રેન્ડસ સાથે સેટ થઇ જાય છે.હવે તો અયાનને ઝઘડો થાય તો ‌જાન્વી‌ અને રીયા પણ આરુષિને મનાવવા હેલ્પ કરતાં...
એક દિવસવસ પણ વાત કર્યા વગર બંનેને ચાલતું નહીં... આરુષિને કંઈ પણ મુશ્કેલી હોય હંમેશા એની પડખે રહેતો....

પણ એક દિવસ આરુષિના ફોન પર એક નંબર આવે છે.. એ નંબર હોય છે.. એક કોલેજ ફ્રેન્ડ નિકીતાનો..
અને એની વાતથી પગ તળેથી જમીન સરકી ગઈ હોય એમ આરુષિ‌‌ બેસી પડે છે..


જોઈશું શું વાત હશે આગળના ભાગમાં....‌