There is something! Part 12 books and stories free download online pdf in Gujarati

કંઈક તો છે! ભાગ ૧૮


આખો દિવસ સુહાની રાજને જે વિશ્વાસઘાત કર્યો તેના વિશે વિચારે છે.

સાંજે બધાં ક્લાસમાંથી નીકળે છે. સુહાની પણ બહાર નીકળે છે. ક્લાસમાંથી બહાર નીકળતાં મયુરી રાજનને કહે છે "રાજન મને ખબર નહોતી કે તું મને ચાહે છે."

રાજન મયુરીનો હાથ પકડીને એક ક્લાસમાં લઈ જાય છે.

સુહાની તો રાજન અને મયુરીને જોઈ જ રહે છે.
સુહાનીને લગભગ તો રડવા જેવી થઈ ગઈ.
સુહાની સાંજે ઘરે પહોંચે છે. રાજન જે રીતે મયુરીનો હાથ પકડી મયુરીને લઈ ગયો તે ઘટના સુહાની સામે વારંવાર આવી જતી. સુહાનીએ ડાયરી લીધી અને લખવા લાગી.

એક પતંગિયું કેવી રમત રમી ગયું...
બેઠું એક પુષ્પ પર સુગંધ ચોરી ગયું,
પુષ્પ રડી પડ્યું જ્યારે એનું સઘળું લૂંટાઈ ગયું,
એ જ પતંગિયું જ્યારે
સામે બીજા પુષ્પ પર બેસી ગયું..!!

રાતે જમીને સુહાની બારી બંધ કરવા જતી હતી કે પેલું બાજ પક્ષી આવી રહે છે. સુહાનીના રૂમમાં આવી રાજન માનવીના સ્વરૂપમાં આવી જાય છે.

સુહાની:- "રાજન હવે તારે અહીં આવવાની કોઈ જરૂર નથી સમજ્યો?"

રાજન:- "સુહાની હું તને ચાહું છું."

સુહાની:- "હા તું બધી છોકરીઓને આ જ કહેતો હશે નહીં?"

રાજન:- "સુહાની ત્યાં રોનક અને ચૈતાલી બેઠાં હતાં. એ લોકો સામે મારે બોલવું પડ્યું કે હું મયુરીને ચાહું છું."

સુહાની:- "કેમ બોલવું પડ્યું? રાજન તને કોઈ બહાનું ન મળ્યું અને રોનક અને ચૈતાલી શું કરી લેવાના હતા?"

રાજન:- "જો એ લોકોને ખબર પડી જાય કે આપણે બે એકબીજાને પ્રેમ કરીએ છે તો એ બંન્ને તને નુકસાન પહોંચાડી શકે છે. એટલે જ હું તને હંમેશાંથી કહેતો આવ્યો છું કે આપણી વચ્ચે જે વાત થાય છે તે કોઈને કહેવાની નહીં."

સુહાની:- "રાજન તું અત્યારે અહીંથી જા. મારે થોડીવાર એકલાં રહેવું છે."

રાજન ત્યાંથી જતો રહે છે. રાજન દરરોજ સુહાનીને મળવા આવતો. રાજન સુહાનીને સમજાવતો. સુહાની ચૂપચાપ રાજનની વાત સાંભળતી. સુહાનીને એમ લાગ્યું કે "હશે રાજનની કોઈ મજબૂરી. જે હોય તે પણ હું તો રાજનને ચાહું છું. રાજન વગર રહેવું મારા માટે મુશ્કેલ છે." આમ ને આમ કૉલેજનું એક વર્ષ પૂરું થઈ ગયું.

એક દિવસે સુહાની બાળકોને ભણાવી રહી હતી.

રિયુ:- "ટીચર ટીચર વાર્તા કહો ને!"

સુહાની:- "સારું બોલો તમારે કંઈ વાર્તા સાંભળવી છે?"

પાર્થ:- "ટીચર પેલાં દેવદૂત વાળી વાર્તા."

સુહાની:- "કંઈ દેવદૂત વાળી વાર્તા?"

ધ્રુવ:- "પહેલાં એ દેવદૂત હતો અને પછી શૈતાન બની ગયો."

સુહાની:- "હા પણ એ વાર્તા તો તમે સાંભળી છે."

રિયુ:- "પણ અમારે ફરી સાંભળવી છે."

સુહાની વાર્તા કહેવા લાગે છે.

મીતુ:- "ટીચર દેવદૂત તો હંમેશા બીજાને મદદ કરે ને.!"

સુહાની:- "હા દેવદૂત તો હંમેશા બીજાની મદદ કરે છે."

પાર્થ:- "પણ એ દેવદૂત તો શૈતાન બની ગયો હતો."

ધ્રુવ:- "હા પછી એ શૈતાનને મારવા માટે એક રક્ષક આવશે."

રિયુ:- "તને કેવી રીતે ખબર? સુહાની ટીચરે તો એવું કંઈ કહ્યું જ નથી."

ધ્રુવ:- "મે એક વાર્તા વાંચેલી. એમાં લખ્યું હતું કે ભગવાન આપણી રક્ષા માટે એક રક્ષકને મોકલે છે. અને શૈતાનને મારી નાંખે છે."

સુહાની પણ બાળકોની વાતો સાંભળીને કંઈક વિચારવા લાગી.

રિયુ:- "ટીચર શું વિચારો છો વાર્તા કહો ને!"

સુહાની વાર્તા કહે છે. થોડીવાર પછી બધાં બાળકો જતાં રહે છે. સુહાની ફરી વિચારવા લાગી "જાણે અજાણે આ બાળકોએ કંઈક ઈશારો તો કર્યો. મતલબ ધરતી પર શૈતાન તો છે પણ એને મારવા માટે ઈશ્વર કોઈક વ્યક્તિને જરૂર મોકલશે. હું તો ભૂલી જ ગઈ હતી કે દુનિયામાં નકારાત્મક શક્તિ છે તો હકારાત્મક શક્તિ પણ હોવાની. શૈતાન ધરતી પર છે તો ઈશ્વરનો અંશ પણ ધરતી પર હશે જ. પણ પહેલાં મને આવો વિચાર કેમ ન આવ્યો? ન આવ્યો તો વાંધો નહીં પણ હવે તો ભગવાને ઈશારો કરી દીધો. રાજન શૈતાન છે તો એ શૈતાનની આસપાસ પણ કોઈક દૈવિક શક્તિ ધરાવતો વ્યક્તિ પણ હશે જ. શું ખબર કે કદાચ રોનક જ એ વ્યક્તિ હોય."

સુહાની સવારે દેવિકાને મળે છે અને પોતાના વિચારો દેવિકાને કહે છે.

દેવિકા:- "હા દૈવિક શક્તિ આસપાસ જ હશે. પણ હજી સુધી એ વ્યક્તિ કોણ છે તે તો મને ખબર નથી."

સુહાની:- "શું ખબર કે એ વ્યક્તિ રોનક પણ હોય."

દેવિકા:- "હા બની શકે. કારણ કે રોનક અને રાજન બંન્નેને મેં પહેલી વાર જોયા હતા ત્યારે બંનેની આંખોમાં એક ક્ષણ માટે લાલ રંગની ચમક જોઈ હતી."

સુહાની:- "આપણે રાજનની પાછળ ગયા હતા ને તો આ વખતે રોનકની પાછળ જઈએ."

દેવિકા:- "હા આપણે આજે સાંજે રોનકની પાછળ જઈશું."

રાત્રે દેવિકા અને સુહાની રોનકની પાછળ પાછળ જાય છે. રાતે ધીમો ધીમો વરસાદ આવતો હતો. બંનેએ એક એક છત્રી લઈ લીધી હતી. સુહાનીને ખ્યાલ ન આવે એ રીતે એક પતંગિયું સુહાનીની પીઠ પર હોય છે.

સુહાની:- "દેવિકા આ રોનક તો પેલા સૂમસામ રસ્તે જ જાય છે."

દેવિકા:- "હા કદાચ એ શૈતાનને શોધતો હશે."

સુહાની અને દેવિકા રોનકનો પીછો કરતાં કરતાં જંગલમાં પહોંચે છે. એક વૃક્ષ નીચે ઉભા રહી સુહાની અને દેવિકા રોનક પર નજર રાખે છે.
પણ આ શું? રોનક તો જંગલમાં ચૈતાલીની બાજુમાં પૂજા કરવા બેસી ગયો. એક ઘટાદાર વૃક્ષ નીચે રોનક,ચૈતાલી અને બીજા લોકો પૂજા કરી રહ્યા હતા. સુહાની અને દેવિકાના મનમાં પ્રશ્ન થયો કે "રાજન ક્યાં છે?"

રાતના અંધારામાં સુહાની ઉપર વૃક્ષ પરથી નાનકડું ફળ પડ્યું અને સુહાનીથી હળવી ચીસ નંખાઈ ગઈ. દેવિકાએ તરત જ સુહાનીનુ મોઢું બંધ કરી દીધું.

"મને કંઈક અવાજ આવ્યો. અહીં કોઈક તો છે." એમ કહી ચૈતાલી ઉભી થાય છે.

સુહાની અને દેવિકા ચૈતાલીને આ તરફ આવતાં જોઈ ફટાફટ ત્યાંથી નીકળી જાય છે.

સુહાની:- "આ ચૈતાલી તો બહુ ચાલાક છે."

દેવિકા:- "હા ચૈતાલી કંઈક વધારે જ પડતી ચાલાક છે."

દેવિકા પોતાના ઘર તરફ જતી રહે છે. સુહાની પોતાના ઘરે પહોંચવાની જ હોય છે કે સુહાનીને રાજન મળી જાય છે.

રાજન:- "સુહાની ચાલ મારા ઘરે જઈએ."

સુહાની:- "આટલી રાત્રે તો હું તારી સાથે નહીં આવું."

રાજન:- "કેમ?"

સુહાની:- "બસ એમજ."

રાજન:- "તને એવું લાગે છે કે હું અને તું એકલાં હોઈશું તો ક્યાંક હું તારી સાથે કંઈક કરી ન બેસું."

સુહાની:- "નહીં મને એવું નથી લાગતું."

"તો પછી મારી સાથે આવવામાં શું વાંધો છે?" એમ કહી રાજન સુહાનીને ઉંચકી લે છે.

સુહાની:- "રાજન શું કરે છે?"

રાજન સુહાની ઉંચકી ને ઉડી જાય છે. રાજન અને સુહાની રાજનના ઘરે પહોંચે છે.

રાજન સુહાનીને પોતાના ઘરે લઈ આવે છે. રાજનનું ઘર સુહાનીને રાજમહેલ જેવું લાગ્યું. સુહાની રાજન સાથે હોય ત્યારે સુહાનીને કંઈ અલગ જ અહેસાસ થતો. સુહાની પલંગ પર બેઠી હોય છે. રાજન એક શાલ લઈ આવે છે. બંને એક જ શાલ ઓઢીને વાતો કરે છે. સુહાની તો વાત કરતાં કરતાં રાજનના ખભા પર માથું ઢાળી દે છે. સુહાની એમજ ઊંઘ આવી જાય છે.

સુહાની સવારે આંખો ઉઘાડે છે પોતાના ઘરમાં હોય છે. સુહાની મનોમન કહે છે "રાજન મને અહીં મૂકી ગયો હશે."

સુહાની અને દેવિકા મળે છે.

સુહાની:- "દેવિકા રાજન તો શૈતાનનો અનુયાયી છે જ પણ સાથે સાથે કદાચ રોનક પણ શૈતાન છે. ગઈકાલે કેવો ચૈતાલી સાથે શૈતાનની પૂજા કરતો હતો."

દેવિકા:- "હા રાજન અને રોનક પર વિશ્વાસ કરવા જેવો નથી. તું આ બંનેથી દૂર રહેજે."

સુહાની:- "તું પણ ચૈતાલીથી સંભાળીને રહેજે."

ક્રમશઃ