Wafa or Bewafa - 17 books and stories free download online pdf in Gujarati

વફા કે બેવફા - 17




વહેલી સવારના પહોરની વાત જ કંઈક ઔર છે... સવારમાં શાંત અને પ્રફુલ્લિત મન હોય .... એમાં પણ હિલ સ્ટેશન હોય તો વાત જ શું પૂછવી... !! મન અને તન બંને ઝઝૂમવા લાગે...
સવારે ચાર વાગ્યાની આસપાસ ટ્રાવેલ સાપુતારાની એક હોટલ આગળ આવીને થંભી...સાડા પાંચ વાગ્યે ફરી ભેગા થવાનું નક્કી કર્યા બાદ બધાં જ ફ્રેસ થવા માટે જતાં રહ્યાં...

" વાઉ... આરુષિ તું તો યાર હજુય કેટલી બ્યુટીફુલ લાગે છે... લાગતું જ નથી કે તારે એક દિકરો... જોજે કોઈ તને લાઈન ના મારવા લાગે " કુહુ તૈયાર થતી આરુષિને જોઈ બોલી...

" જાને તું હવે... અને ફટાફટ તૈયાર થા... વી આર લેટ... બધાં વેઈટ કરતાં હશે..!! " આરુષિ કાચમાં જોઈને વાળ સરખા કરતાં બોલી...

" ઓકે.. ઓકે... બસ ફાઈવ મિનિટ્સ... આ થોડો ટચ અપ કરી લઉં..." કુહુ

એટલામાં રમાબેન આવ્યા...

" કેટલીકવાર હવે....!!?"

" બસ પાંચ મિનિટ... મમ્મી..." આરુષિ

" આહાનને લઈ જાઉં છું.. તમે બંને જલ્દી આવો... બધાં નીકળી ગયા..." રમાબેન

" હા...." આરુષિ

નક્કી થયેલ સમય પર બધાં જ ફરી ભેગા થઈ ગયા... અને સમયસર સનરાઈઝ પોઇન્ટ પર પહોંચવાનું હોવાથી ઉતાવળે ત્યાંથી નીકળી ગયા..... અને ત્યાં નજીકમાં જ હોવાથી ચાલતા જવાનું નક્કી થયું... ધીમી ઠંડી હવા, ખુશનુમા વાતાવરણ, પક્ષીઓનો કલરવ એવાં આહલાદક વાતાવરણની મજા લેતાં સૌ નાના મોટા ચાલી રહ્યા હતા...

આરુષિ અને કુહુ સૌથી છેલ્લે રહી ગયા હતા...ખાસ ભીડ નહોતી એટલે થોડે દૂર બધાં દેખાતા હોવાથી બંને જણા શાંતિથી ફોટો ક્લિક કરતાં ચાલવા માંડ્યા...

" કેટલું મસ્ત વાતાવરણ છે નહીં..!!? મનને કેટલી શાંતિ લાગે છે.." આરુષિ

" યા... ઈટ વોઝ વન્ટરફુલ ફિલીંગ...." કુહુ


" ફિલીંગ લેવામાં કદાચ કંઈક ભૂલી ગયા લાગો છો...!?
" એક અજાણ્યો અવાજ આવ્યો...

" બીજાની વાતો સાંભળવી બેડ મેનર્સ..." કુહુ બસમાં લેપટોપ અને મોબાઇલમાં જ પડી રહેતા છોકરાને જોઈ બોલી પડી...

" ઓહ...તો તો બીજાની વસ્તુ અડવી એ પણ બેડ મેનર્સ કહેવાય નહીં....!!??" એમ કહીને હાથમાં પકડેલું નાનું પર્સ ખાઈ બાજુ ફેંકવા માટે હાથ લંબાવ્યો...

" હેય... આ મારું છે... તને ક્યાંથી મળ્યું... !!? " એમ કહીને કુહુ લેવા દોડી...

" અહહહ.....બેડ મેનર્સ..... સરખા ઊભા રહીને થૅન્ક યુ તો બોલો મેડમ... પછી મળે... " પેલાં છોકરાએ ટોણો માર્યો...

" અજીબ છોકરો છે....!! હેય... સીધી રીતે આપી દે.. નહીં તો અમે કમ્પ્લેન કરીશું... " આરુષિ થોડી અકળાઇ...

" ઓકે.....એક તો ખોવાઈ જાત... મેં જોયું એટલે લઈ લીધું અને પાછું મને જ બોલવાનું...!!? " એણે ખાઈ તરફ ફરી હાથ લાંબો કર્યો...

" ટેડો માણસ છે... રહેવા દે.. આરુ.. હું થૅન્કસ કહીં દઉં છું..."

થૅન્કસ કહેવાથી એણે પર્સ આપી દીધું... અને કાનમાં હેડફોન ભરાવીને દોડતો નીકળી ગયો... થોડી વારમાં તો દેખાતો પણ બંધ થઇ ગયો...

થોડીવારમાં સનરાઈઝ પોઇન્ટ પહોંચી ગયા.. અને સૂરજે ડુંગરો વચ્ચેથી ડોકિયું બહાર કાઢ્યું...

બધાં ઊભાં રહીને પ્રકૃતિની આ અદભૂત રચનાને માણી રહ્યા હતા... પછી બધાં ફોટો ક્લિક કરવામાં પડી જાય છે... અને ટ્રાવેલ ગાઈડ તરફથી જાહેર કરવામાં આવે છે... જેને જેમ ફરવું હોય એમ ફરી શકે છે... જમવાનું હોટલ પર છે... એક વાગ્યે મળીએ બધાં...


ઠંડુ વાતાવરણ હોવાથી સારી જગ્યા શોધીને આરુષિનું ફૅમિલી બેસે છે...

" મમ્મી, મને તો બહુ ભૂખ લાગી છે... !!" આરુષિ

" મને ખબર જ હતી...તમારે તૈયાર થવામાં નાસ્તો કરવાનું રહી જ જશે... " રમાબેન બેગમાંથી ડબ્બા કાઢતાં બોલ્યા...

" સો સ્વીટ.... મમ્મી...." એમ કહીને ગાલ ખેંચી લે છે...

બધાં નાસ્તો કરે છે...

" અમે તો અહીં જ બેસીશું... તમે ફરી આવો... પછી સાથે હોટલ પર જઈશું..." રમાબેન

" ચાલોને તમે પણ...કંટાળી જશો... " પ્રિયા

" ના બેટા, તારી મમ્મી બરાબર કહે છે... વધારે ચાલીને થાકી જવાય... એવું હશે તો અહીં આજુબાજુ થોડું ફરી લઈશું... તમે બધા જાઓ..." અજેશભાઈ

" ઓકે... ચાલો... જઈશું...!!? " રૉકી

અને બીજા બધા ફરવા જતાં રહે છે... રમાબેન અને અજેશભાઈ ત્યાં જ બેસે છે...

બધાં ત્યાંની કેટલીક ફેમસ જગ્યાઓ પર ફરીને હોટલ પર ભેગા થાય છે... અને જમીને થોડો આરામ કરે છે... અને નાશિક તરફ આગળ વધે છે... અને નાશિકની થોડી જગ્યાઓ ફરીને મોડી રાત્રે મુંબઈ તરફ રવાના થઈ ગયા...

બધાં થાક્યા પાક્યા હતાં એટલે ટ્રાવેલમાં શાંત વાતાવરણ હતું... અને આખરે વહેલી સવારે મુંબઈમાં પહોંચી ગયા...

ભીડભાડવાળા રસ્તાઓ હોવાથી મહાપરાણે બસ આગળ વધી રહી હતી... પણ બધાં આજુબાજુની જગ્યાઓ જોવામાં પડ્યા હતા... એટલે કંટાળાજનક ન લાગ્યું... એટલામાં હોટલ આવી ગઈ... એટલે બધા જ પોતાનો સામાન લઈને અંદર ગયા...

આરુષિ અને કુહુ પણ અંદર આવી રહ્યા હતા...

" અહીંની દુનિયા જ અલગ હોય એવું લાગે છે નહીં...!!? "
આરુષિ

" હા યાર... ચારે તરફ મોટી બિલ્ડિંગ અને હાઈફાઈ બંગલા જ દેખાય... અને મોટા મોટા મોલ્સ જ જોવા મળે.." કુહુ

" ઓ મેડમ..... જોતાં જોતાં તમે પણ હાઈફાઈ થઈ ગયા લાગો છો.. એવું લાગે છે... !!?"

એટલામાં ફરી પાછળથી અવાજ આવ્યો... એ પણ એજ છોકરાનો...


" ઓહ ગોડ.. અગેન.....!!?" કુહુ પાછળ ફરતા બોલી...

" શું વાત છે... !!? અવાજ પણ ઓળખી લીધો... !?"

" લિસન.... હવે અમે કમ્પ્લેન કરીશું... તારા આ બિહેવિયર માટે...બેટર છે... તું અમારાથી દૂર રહે... " આરુષિ

" તો મને પણ કોઈ શોખ નથી ... તમારી બંને પાછળ ફરવાનો... " છોકરો

" અચ્છા... તો હમણાં શું કરે છે..!!? કેવી રીતે વાત કરવી એ શીખીને આવ... પહેલાં..." કુહુ

" ઓહ... સોરી.. સોરી તમે તો ગુડ મેનર્સવાળા છો..!! ભૂલી ગયો... - એમ કહીને ખિસ્સામાંથી કંઈક કાઢીને કુહુનો હાથ ખેંચીને જોરથી થમાવી દીધો...

" ભૂલ થઈ ગઈ...મેડમ... મોબાઇલ બસમાં નીચે પડેલો હતો.. સ્ક્રીન પર ફોટો જોયો એટલે આપવા આવ્યો... ઓકે બાય..." ગુસ્સામાં જતો રહ્યો...

કુહુ ભોંઠી પડી ગઈ... આગળ કંઈ સમજાયું નહીં.. એટલે આરુષિ સામે જોયું...

" પણ એ સરખી રીતે ના આપી શકે...!!? ચાલ... હવે અંદર જઈએ... અને મોકો મળે ત્યારે થૅન્કસ કહીં દે જે... અને હવે મહેરબાની કરીને તારી વસ્તુઓ સાચવ હો... " આરુષિ

" હા... !!!" કુહુ

બંને અંદર ગયા... અને આશરે સાતેક વાગ્યે બધાં ટ્રાવેલમાં મુંબઈ સાઈટસિંગ માટે નીકળી ગયા...
મુંબઈની અવનવી જગ્યાઓને જોતાં બધાં આગળ વધી રહ્યા હતા.. રસ્તાઓ પર તો અસંખ્ય ગાડીઓ... ક્યારેક બે મિનિટનો રસ્તો કાપતા વીસ નીકળી જાય એવો ટ્રાફિક મળે.. તો ક્યારેક ઝડપથી આગળ વધે્.. એમ કરીને... બધી જગ્યાઓ જોઈ નાખી... અને સાંજ પડતાં છેલ્લે બધાં જુહુ બીચ પર આવી બેઠા... ચોમાસાની ઋતુમાં વરસાદનું વાતાવરણ કરી રહ્યો હતો... ઠંડો પવન સુસવાટાભેર વાતો હતો.. એવામાં દરિયાકિનારે સમી સાંજનું વાતાવરણ ખૂબ જ રમણીય હતું... બધાંનો થાક ઉતરી ગયો અને ફ્રેસ થઈ ગયા હોય એવું લાગ્યું... પોતપોતાની રીતે ફરવા માંડ્યા.. કેટલાક નહાવા ગયા... કેટલાક ફોટોસુટમાં પડ્યા હતા... રમાબેન અને અજેશભાઈ... ઉમેશભાઈ અને તેમના પત્ની એ લોકોની તો વાતોની મિટિંગ જામી... પ્રિયા અને રૉકી પણ એમની પળો એન્જોય કરી રહ્યા હતા... કુહુ અને આરુષિ આહાન રેતી પર ઘર બનાવતો હતો એટલે એની નજીકમાં બેઠા...

" આરુ, એક વાત પુછુ...!!? " કુહુ

" હમમ..." આરુષિ શાંત બેસીને દરિયાને નિહાળી રહી હતી...

" આ અયાને આપ્યું હતું...એજ બ્રેસલેટ છે ને... !!? " કુહુ એના હાથ પર જોઈ બોલી...

" હા...!!" ટુંકમાં જ જવાબ આપ્યો...

" હજુ!!? આજ સુધી તો તને કંઈ ના પૂછ્યું... અને કદાચ એવો મોકો પણ ના મળ્યો કે પૂછી શકું... પણ આજ તો મને કહેવું જ પડશે કે... બધું જ બરાબર ચાલતું હતું.. તો તારા અને અયાન વચ્ચે એવું શું થયું...કે તે અચાનક જ અનુજ જોડે લગ્ન કરવાનો નિર્ણય લીધો...!!?" ફ્રેન્ડસમાં કોઈને કહ્યું પણ નહીં.... પ્લીઝ આજ કંઈ બહાનું ના બતાવતી... "


ક્રમશઃ