Baani-Ek Shooter - 48 books and stories free download online pdf in Gujarati

“બાની”- એક શૂટર - 48

બાની- એક શૂટર

ભાગ : ૪૮



બાની કશા પણ પ્રકારનું આગળ પગલું લે એ પહેલાં જ અને એ જ પળે દરવાજાની અંદર પ્રવેશ થતાં એક અવાજ આવ્યો. જે અવાજ બાનીને ખૂબ જ પ્રિય હતો. બાનીની નજર એ અવાજની દિશા તરફ ગઈ.

"અરે ભલું થાય તારો ખેલ ખતમ કરવાવાળાનું.....!!" સામેથી કોઈ ફિલ્મી ઢબે એન્ટ્રી થતી હોય તેમ મોઢામાં બીડી મૂકતા ન ચલાય તો પણ કડક મિજાજમાં એ ડોહો શંભૂકાકા અક્કડ ચાલમાં આવી પહોંચ્યા.

"વેલ ડન...!! બાની...!!" ટિપેન્દ્રએ સ્મિત સાથે કહ્યું.

બાની આશ્ચર્ય તેમ જ મિશ્ર ભાવોથી જોતી જ રહી ગઈ કે આખરે બન્યું શું??

જે ઈન્સ્પેક્ટર હતો એ પોતાના અસલ રૂપમાં આવ્યો. "સોરી...!! મેડમ...!!" કહીને એ રૂસ્તમ પાસે ભાગ્યો.

"બોસ...!! તમે ઠીક છો??" એ ઈન્સ્પેક્ટરે નીચે ઢળી પડેલા રૂસ્તમને હલાવી દેતાં પૂછ્યું.

રૂસ્તમ ભાનમાં આવ્યો હોય તેમ ઝડપથી ફરસ પર પલાઠી વાળીને બેઠો થયો. થોડી રુક્ષતા દાખવતા કહેવા લાગ્યો, "જોની...!! તને પહેલા જ કહીને રાખેલું. આ નાટક અમસ્તું છે. તારો દિમાગનો સદુપયોગ કરજે. પણ તારું ખાલી દિમાગ ક્યાંથી ચાલવાનું. તું તો ફક્ત માર મારવાનું જાણે...!!"

ટિપેન્દ્ર થોડો હસ્યો. રૂસ્તમનાં નજદીક આવ્યો. જોની અને ટિપેન્દ્રએ હાથ આપી રૂસ્તમને ઉઠાડ્યો.

"ઠીક છે ને રૂસ્તમ તું." કહીને ટિપેન્દ્રએ રૂસ્તમનો ખભો થપથપાવ્યો.

"હા...!! આ જ તો કામ છે." રૂસ્તમે કહ્યું. ટિપેન્દ્રએ ફરી સ્મિત કર્યું.

રૂસ્તમ ઝડપથી ત્યાંથી જતો રહ્યો.

નાટક ભજવાઈને પૂરો થઈ ગયો હોય તેમ જોનીએ ટિપેન્દ્રને સલામ ઠોકી અને એ પણ રૂસ્તમનાં પાછળ ઝડપથી ભાગતો ચાલી ગયો. થોડી જ પળોમાં કેદાર અંદર દાખલ થયો.

બાનીના હાથમાં પિસ્તોલ એવી જ બરકરાર હતી. એ આખું દ્રશ્ય જોતી રહી ગઈ. શંભૂકાકા નજદીક આવ્યા. તે સાથે જ બાનીએ પૂછ્યું, "એ શંભૂ શું છે આ...?!"

"શૂટરનાં હાથમાં પિસ્તોલ જ શોભે. લે તારા હાથમાં પિસ્તોલ તો આવી જ ગઈ ને...!!" શંભૂકાકાએ કહ્યું. તે સાથે જ બાનીએ હાથમાં પકડેલી પિસ્તોલ જોઈ....એને વિચાર્યું...!! મનમાં બબડી, " મારા હાથમાં પિસ્તોલ...!!" ઝડપથી એ પિસ્તોલ એને ફેંકી દેવાની કોશિશ કરી પરંતુ ત્યારે જ ટિપેન્દ્ર શાંતિથી કહેતો આગળ આવ્યો, " ના... બાની...ના...!! પિસ્તોલ તો હવે તારા હાથમાં જ રહેશે. ડરીને એને નીચે ફેંકી દેવાનું વિચારતી પણ નહીં. તું શૂટર છે. પ્રતિશોધ ફક્ત કહેવાથી પૂરો નથી થવાનો. તારામાં જૂનો છુપાયેલો ડર કાઢવાનો ફક્ત નાનકડો પ્રયાસ માટે આ નાટક ભજવવું પડ્યું બાની...!!" ટિપેન્દ્રએ કહ્યું અને શંભૂકાકાને સામે સોફા પર બેસવાનો ઈશારો કર્યો. શંભૂકાકાએ સોફા પર પોતાનું સ્થાન લીધું. કેદારે ટેબલ ફરી એ જ સ્થાને વ્યવસ્થિત ગોઠવી દીધું. ટિપેન્દ્ર પણ સોફા પર જઈ ગોઠવાયો. કેદાર અદબ વાળીને ઊભો જ રહ્યો.

"આવ બાની...!! શાંતિથી બેસીએ. આગળના પ્લાન વિષે થોડી ચર્ચા કરી લઈએ. પંદર દિવસમાં તારા પ્રતિશોધનો અંત આવશે બાની. અમનનું પતન નક્કી બાની...!!" ટિપેન્દ્ર એ હજુ પણ એવી જ સ્થિર થઈને ઊભેલી બાનીને કહ્યું.

"કેદાર...!! બધું પ્લાન પ્રમાણે થઈ રહ્યું છે ને??" બાની જ્યાં સુધી સોફા પર આવી ગોઠવાઈ નહીં ત્યાં સુધી કેદાર સાથે ટિપેન્દ્રએ વાત ચાલુ રાખી.

"હા ટિપેન્દ્ર...!!" કેદારે કહ્યું.

" શંભૂકાકા...!! પ્લાન જ્યાં સુધી સફળ રીતે પાર ના ઉતરે ત્યાં સુધી હવે તમને બસ્તીમાં પણ જવાનું નથી. ધ્યાન રહે તમે આજથી હવે આ ફાર્મહાઉસ પર જ રહેશો. અને બાની ઈવાન આ ફાઈનલ પ્લાનમાં આપણી સાથે જોડાશે." ટિપેન્દ્રએ કહ્યું પરંતુ એની નજર બાનીની પીઠ તરફ હતી. જે હજુ સુધી એમની તરફ વળી ન હતી.

"હમ્મ...!! પ્લાન પંદર દિવસમાં સફળ જરૂર થશે." બાનીએ ટિપેન્દ્ર તરફ વળતા કહ્યું. એના હાથમાં પિસ્તોલ એવી જ હતી. એ ધીમે રહીને સોફા ચેર પર આવીને બેસી ગઈ. એની નજર ક્યાંય લગી એ પિસ્તોલ પર ઠરી રહી. ટિપેન્દ્ર કેદાર અને શંભૂકાકાની નજર બાની પર સ્થિર થઈ. ત્રણેયમાંથી એના બાદ કોઈએ પણ ક્યાંય લગી શબ્દો ઉચ્ચાર્યા નહીં.

ઘણી મિનિટો બાદ આત્મમંથનમાંથી નીકળી બાનીએ ઊંચી નજર કરીને કહ્યું, " ટિપેન્દ્ર પ્લાન સુધી જવા પહેલા મને એક વાર એહાન સાથે મુલાકાત કરવી છે."

"ઠીક છે." ટિપેન્દ્રએ કહ્યું.

પ્લાન વિશેની ચર્ચા બાદ બધા પોતપોતાની કામગીરીમાં જોડાયા.

****

એહાન અને બાનીની મુલાકાત થઈ.

"બાની...!! પ્લાન તહેત જવા પહેલા અમનની જાન લેવા પહેલાં તું એકવાર ફરી વિચારી લે. હું તારી સાથે જ ઊભો છું. પણ તું આ બધું જ કાનૂનનાં હાથમાં સોંપી દે બાની...!! તારી પાસે પુખતો સબૂત છે." એહાને હજું પણ પોતાનો મંતવ્ય છોડ્યો ન હતો.

"એહાન...!! મેં વિચારી ચૂકી છું." બાનીએ ટૂંકો જવાબ આપ્યો.

"બાની હું તારી પડખે જ ઉભો છું. તારી તો જાન જોખમમાં જ છે. મને પણ મારી જાનની પરવા નથી. પણ તારા પાછળનાં મદદનીશોનું તે કદી વિચાર્યું છે?? એમનું શું??" એહાને કહ્યું.

"મેં એના વિશે પણ વિચારેલું જ છે એહાન...!! હું ફક્ત મારી જાન જોખમમાં નાંખીશ."બાનીએ દ્રઢતાથી કહ્યું.

"એહાન....એ બધું પલાન તહેત થઈ રહેશે. પણ વચ્ચે આપણી મુલાકાત થઈ હતી ત્યારે જે મને હકીકત કહી સંભળાવી હતી. એના વિશે મને વધુ જાણકારી જોઈએ એહાન...!!" બાનીએ કહ્યું.

"બાની જે હકીકત હતી એ બધી જ વાત તો મેં કહી દીધી છે." એહાને કહ્યું.

બંનેમાં એ હકીકતને.......!! લઈને ફરી ચર્ચા થઈ...!!

****

પંદર દિવસ બાદ:

“બાની સુટ્ટા બુટ્ટા મારના હૈ?” સળગાવેલી સિગારેટ દેખાડતાં ઈવાને પૂછ્યું.

“અબે કબ કા છોડ દિયા હૈ કાયકો દિમાગકી વાટ લગા રહા હૈ.” ઈવાનને ટોકતા બાનીએ કહ્યું.

“બાની કરી શકશે ને તું...?” બાનીના હાથમાં પિસ્તોલ થમાવતાં ટીપી ઉર્ફ ટિપેન્દ્રએ પૂછ્યું તે સાથે જ આખુ ગ્રૂપ ગંભીર થઈ ગયું.

“જાન એક વાર વિચારી લે.” માસ્ક પહેરેલા આંગતુક એટલે કે એહાને કહ્યું.

એક પછી એક ફ્રેન્ડ સર્કલમાંથી બાનીની કેર સાથે ચિંતા કરતા દોસ્તો બાનીને પૂછપરછ કરી રહ્યાં હતાં. કેદાર હંમેશની જેમ બાનીના આગળ પાછળ રહેતો.

“અબે તું એણે ભ્રમિત કરવાની કોશિશ ના કર. બાની સ્કૂલ લેવેલ પર ચેમ્પિયન શૂટર હતી.” ઈવાને કહ્યું.

“બાની એક વાર આ પિસ્તોલને અજમાવી જો. ટ્રાઈ કરી જો. પછી મેઈન ટાર્ગેટ પૂરો કરજે.” ટીપીએ એના ખભા પર રિલેક્સ કરવા માટે સાંત્વના આપતા કાંડા ઘડિયાળમાં જોતાં કહ્યું.

“એ સૈતાનનાં સીનામાં છયે છ બુલેટ ઘુસાડી ન દઉં. ત્યાં સુધી મારો પ્રતિશોધ શાંત નહીં થાય.” બાનીએ દાંત ભીડતા કહ્યું.

“બાની તું સ્કૂલમાં ચેમ્પિયન હતી એ અલગ વાત છે. તું એક શૂટર ‘હતી’ અને ‘છે’ માં ફરક છે. અત્યારે તને એ જાલિમનાં સીનાને લાલ કરવો હોય તો તને આ પિસ્તોલને અજમાવીને ચેક કરવી પડશે.” ટીપી એક ગુરુની તાલીમ નિભાવી રહ્યો હોય તેમ એને ગાઈડ કરતો કહી રહ્યો હતો.

“નહીં. મને પણ એ જ જોવું છે ટિપેન્દ્ર..!! કે મારા સીનામાં જે આગ ભડકી રહી છે પાછલા આઠ વર્ષથી એ ઠંડી તો પડી નથી ગઈ ને...જે કસમ ખાધી હતી એમાં કેટલી નિષ્ટા છે એ તો જોવા જ પડશે ને..?” બાની ઝઝુમી રહી હતી.

બધા જ ઊભેલા યુવાનો બાનીને જોઈ રહ્યાં હતાં. એ બાની જેના મોઢામાંથી ગાળ સિવાય બીજી વાત નીકળતી જ ન હતી. એ આજે સત્યવચનોનાં લેકચર ઝાળી રહી હતી....!!

“બાની અત્યારે આ લેકચર કામનું નહીં આવે. એક શૂટર નિશાનો માટે પ્રેક્ટિસ કરતો જ હોય છે. હું આ છેલ્લા આઠ વર્ષથી તને સમજાવી રહ્યો છું. તારે પ્રેક્ટિસની જરૂર છે.” ટીપીએ લાસ્ટ વાર સમજાવાનો પ્રયત્ન કર્યો.

“પેનિક થવાની જરૂર નથી સાલાઓ. ડોન્ટ વરી. હું કરી લઈશ.” પોતાનાં ફ્રેન્ડ સર્કલનો ટેન્સભર્યો ચહેરો જોતા બાનીએ કહ્યું.

આઠ વર્ષ પહેલા ‘સરસ્વતી દેવી’ નામના બંગલામાં બાનીના બેડરૂમના બંધ દરવાજે ટીપી ઉર્ફ ટિપેન્દ્ર સાથે સાજીસ રચાઈ હતી આજે એ સાજીસને અંજામ આપવાનો કાલ આવી ગયો હતો. બાની સીધી સાધી છોકરી હતી એમ તો કહી નાં શકાય પણ પોતાનાં જ લાઈફમાં મસ્ત રહેનારી સુટ્ટા મારનારી ગાળ સિવાય આગળ વાત કેવી રીતે કરવી ? જાણે એ જાણતી જ ન હોય..!! એવી જિંદગીથી એ ખુશ હતી.

“કશું પૂછવું છે પ્લાન વિષે?” ટીપીએ બધાને સંભળાય એવી રીતે પૂછ્યું.

“નો..!!” બાની સહિત બધાનો ‘નો’ માં સ્વર સંભળાયો.

“કોઈ શંકા..?” ટીપીએ પૂછ્યું. બધાએ ‘ના’ માં ડોકું ધુણાવ્યું.

“પકડાઈ જશું એના કરતા સરેન્ડર કરી દેવાનું છે. એ યાદ રહે બધાને.” એક અંતિમ સલાહ આપતા ટીપીએ કહ્યું.

“ટીપી હું તને અત્યારે પણ કહું છું. ફ્રેન્ડ્સ હું તમને બધાને કહી રહી છું આ લાસ્ટનો નિર્ણય મને યોગ્ય નથી લાગતો. એ દરીંદાને મારી નાંખવાની કસમ મેં ખાધી હતી. આખુ ચક્રવ્યૂ મારા તરીકેથી ચાલ્યું છે. તમે પોતપોતાની લાઈફમાં સેટ છો. મારા લીધે તમે તમારી આખી લાઈફ બગાડવાના છો..મારા માથે હું બધું લઈ રહી છું ને..!! તમે નાહકમાં ફસડાવા માગો છો. જે બિલકુલ યોગ્ય નથી. બની શકે સરેન્ડર થયા બાદ આપણાને ઉંમર કેદની સજા થાય કે પછી ફાંસીની...!! ના...ના પ્લીઝ હું તમારી સામે ફરી એકવાર રિક્વેસ્ટ કરું છું. હું સરેન્ડર એકલી થઈશ. કામ પતે એટલે તમે ભાગી છુટશો. જો તમે સંડોવાયા એવું સામે આવશે તો પણ તમે નિર્દોષ છે એ હું પુરવાર કરતી જ રહીશ.” પોતાનાં ફ્રેન્ડનો નિષ્પાપ થઈને એટલો સાથ આપવા બદ્દલ સળંગ બાની બોલતી જતી હતી. એણે ખબર જ પડતું ન હતું કે એના એહસાનને કેવી રીતે ચૂકતો કરશે..!!

“અરે કોઈ સેટ નથી. બધા સિંગલ છે તારી જેમ..” હળવો માહોલ કરવા ઈવાને ટાપસી પૂરી. અને બધા ફ્રેન્ડો ધીમેથી ખડખડાટ હસ્યા.

“ઓકે ડન.” એટલું કહીને અચાનક બાનીના આંખમાં આંસુ આવી ગયા.

બાનીને જોઈને બધા જ ફ્રેન્ડોની આંખો પણ ભરાઈ આવી. માહોલ શાંત થઈ ગયો. પરંતુ શાંતિને ભંગ કરતા ટીપીએ કહ્યું, “ઓહ મહાશય, તમને નીકળવું જોઈએ એહાન..!!પ્લાનમાં એક સેકેંડનો પણ વિલંબ ઘાતક સાબિત થઈ શકે..!!”

એક નજર બાની પર નાંખતા એ માસ્કધારી એહાન ત્યાંથી નીકળવા લાગ્યો ત્યાં જ બાનીએ એણે રોક્યો, “ઓય્ય..!! એવી રીતે મને છોડીને જશે..??” એટલું કહીને એ સીધી જ હગ કરતાં લપકી બેસી. એહાને પણ પોતાનો માસ્ક ઉપર કરીને બાનીના હોઠને લપાકથી પોતાનાં હોઠોમાં દબાવી દીધા. બંને ગાઢ ચુંબનમાં સરી પડ્યા કારણકે તેઓ જાણતા હતાં આ મુલાકાત બાદ હવે લાઈફમાં ક્યારે પણ મળી શકાશે નહીં...!! થોડી સેકેન્ડો બાદ બંને છુટા પડ્યા. ત્યાં જ ઈવાને કહ્યું, “ બાની મને પણ થોડું ચખાવને..!!” અને ફરી બધા ફ્રેન્ડો ધીમેથી હસી પડ્યા. એહાને ફરી માસ્ક મોઢા પર ચડાવ્યું અને સીધો ટટ્ટાર થઈને નીકળી ગયો.

“તમે તૈયાર છો ને ?” ઊંડો શ્વાસ લેતા બાનીએ આંખના આંસુઓ લૂછતાં પૂછ્યું.

“હા અમે તૈયાર છે. વિડીઓ કરવા માટે તૈયાર છે ને ઈવાન ?” ટીપીએ પૂછ્યું.

“યેસ..” ઈવાને નાક ફુલાવતા કહ્યું. બાનીએ ફરી ઊંડો શ્વાસ લીધો. થોડી મિનિટો એને આંખ બંધ કરી પછી ખોલી.

“હાય..!! તમે બધા જ મને જાણો છો. હું બાની ઉર્ફ બાની-એક શૂટર ફિલ્મની અભિનેત્રી મિસ પાહી....!! વીડિઓ રેકોર્ડીંગ કરવાનું કારણ એટલું જ કે સમગ્ર વિશ્વને એક પુખતો સબૂત જોઈએ છે. એ કઠણ કાળજાવાળો હિંસક ખુલેઆમ ફરી રહ્યો છે. એ દરીદાનો ખાતમો કરવા આજે હું જઈ રહી છું. હું તમને બધું જ વિગતમાં કહેતી જઈશ.....”

“ઓ.કે.” ઈવાને મુંગામોઢે ઈશારા કરતા અગુંઠો દેખાડતા કહ્યું અને રેકોર્ડીંગ કરવાનું બંધ કર્યું. બાની થોડો આરામ કરવા માટે સોફા ચેર પર બેઠી. પોતાનાં બંને હાથમાં ગ્લવ્ઝ પહેર્યા. ટીપીએ એ પિસ્તોલને સાફ કરીને ફરી આપી. બાની એ પિસ્તોલને કેટલી મિનિટો સુધી પ્યારથી જોતી રહી. એ પિસ્તોલ એ જ હતી જેણે એ હાથમાં લેવા પણ તૈયાર ન હતી.

“ભાગ બાની ભાગ...બાની ભાગ...” ટીપીએ એક્ઝેક્ટ અડધો કલાક બાદ પોતાનાં કાંડા ઘડિયાળમાં જોતા કહ્યું.


(ક્રમશઃ)

(નોંધ: વાંચક મિત્રોને વિનંતી છે કે નોવેલને ફસ્ટ પાર્ટથી વાંચે. તો જ ટૂંકો સાર સમજાશે. આભાર😊)