love trejedy - 31 books and stories free download online pdf in Gujarati

લવ ની ભવાઈ - 31

હવે આગળ ,
દેવ હવે ઘર તરફ આગળ ચાલતો જાય છે ને મનમાં ને મનમાં મુસ્કુરાતો જાય છે આજે તેના ચહેરા પર અલગ જ ખુશી જોવા મળે છે દેવ ઘરે પહોંચી હાથ મોઢું ધોઈને તે જમવા બેસી જાય છે જમીને તરત જ તે શોપ તરફ નીકળી જાય છે ત્યાં તેના મિત્ર સાથે બેસે છે ને થોડું કામ પણ કરે છે રાત્રે તે બધા મિત્ર બહાર નાસ્તો કરવા જાય છે રાત્રે બધા મિત્રો નાસ્તો કરીને પોતપોતાની ઘરે જવા લાગે છે દેવ પણ પોતાના ઘર તરફ રવાના થાય છે દેવ ઘરે પહોંચતા જ નાઈટડ્રેસ પહેરીને સુઈ જાય છે.
બીજા દિવસની સવાર પડતા જ દેવ વહેલો ઉઠીને તૈયાર થવા લાગે છે તૈયાર થઈને તે નાસ્તો કરવા બેસી જાય છે તો બીજી તરફ તેના મમ્મી પણ તેની સાથે જાગીને નાસ્તો બનાવા લાગે છે દેવ ગરમ ગરમ ભાખરી નાસ્તો કરે છે નાસ્તો કરીને તે બેગ લઈને બસ સ્ટોપ તરફ નીકળવા લાગે છે .
બસ સ્ટોપ તરફ ચાલતા ચાલતા તેના બીજા મિત્રો પણ સાથે મળી જાય છે બધા સાથે ચાલીને બસ સ્ટોપ પર પહોંચે છે દેવ અને તેના મિત્રો બસની રાહ જોવા લાગે છે .બસ આવતા જ દેવ અને તેના મિત્ર બસમાં બેસી જાય છે .બસમાં બેસતા જ દેવને ફરી કાલના વિચારો આવવા લાગે છે દેવ હવે પાછળનું બધું ભૂલી પોતાની નવી જિંદગી શરૂ કરવા માંગે છે દેવના વિચારો પણ બસની ગતિની જેમ આગળ વધતા જાય છે દેવ મનમાં ને મનમાં હવે નિશ્ચય કરી લે છે કે તે એક દિવસ આ બધું ભૂલી જશે અને બધું ધ્યાન ભણવામાં આપશે દેવ પોતાના મનને મક્કમ બનાવે છે ત્યાં થોડીવારમાં જ અમરેલીમાં બસ એન્ટર થઈ જાય છે દેવ પોતાના વિચારમાંથી બહાર આવી હકીકતની દુનિયામાં ફરી પ્રવેશ કરે છે .
દેવ અમરેલીમાં એન્ટર થતા જ ભાવેશને કોલ કરે છે અને બસ સ્ટોપ પર આવવા કહે છે દેવ પણ પોતાના વાળ સરખા કરીને ફરી પાછો બારી તરફ જોવા લાગે છે થોડી જ વારમાં બસ સ્ટોપ પર બસ પહોંચી જાય છે દેવ બસમાંથી ઉતરી ભાવેશ જ્યાં ઉભો છે ત્યાં ચાલવા લાગે છે .ભાવેશ પણ દેવને જોતા બાઇક સ્ટાર્ટ કરી દેવ તરફ આગળ વધવા લાગ્યો.ભાવેશ દેવ પાસે આવીને બાઇક ઉભી રાખી દેવ બાઇકમાં બેસી ગયો .દેવ બાઇકમાં બેસતા જ ભાવેશ બાઇકને આઈટીઆઈ તરફ ભગાવી.પાંચ જ મિનિટમાં દેવને ભાવેશ આઇટીઆઈમાં પહોંચી ગયા. ત્યાં બાઈક પાર્ક કરી દેવને ભાવેશ કલાસરૂમ તરફ આગળ વધવા લાગ્યા.ક્લાસમાં પહોંચતા જ દેવને ભાવેશ તેની જગ્યા પર જઇ બેસી ગયા.થોડી જ વારમાં ક્લાસમાં સર આવી ગયા ને લેકચર શરૂ થતાં જ બધા કલાસમાં ધ્યાન આપવા લાગ્યા.ત્રણ કલાક ના લેકચર ક્યારે પૂરો થયો દેવને ખબર પણ ના પડી દેવ ખુદ આટલો બધો એક જ દિવસમાં બદલાય ગયો તે ખુદ પણ જાણતો નથી તેને કાજલની વાતે બદલ્યો કે તેની વાત તેના દિલમાં ઘર કરી ગઈ તે ખબર જ ન પડી દેવને.દેવને ભાવેશ લેકચર પૂરો થતાં જ કેન્ટીન તરફ આગળ વધે છે તો બીજી તરફ સર પણ ત્યાં બેઠા બેઠા પોતાનું કામ પતાવતા હતા રિસેશ સમયમાં દેવને ભાવેશ નાસ્તો કરવા માટે કેન્ટીનમાં બેસી ચા અને નાસ્તાનો ઓર્ડર આપે છે દેવ કે ભાવેશ એકબીજા સામે હજી પણ આજે કાઈ બોલતા નથી.
શુ દેવ કાજલને ભૂલી શકશે? શુ દેવ અને કાજલની ફરી મુલાકાત થશે? શુ દેવ પોતાના કરિયરમાં પૂરતું ધ્યાન આપી શકશે? વધુ જાણવા માટે વાંચતા રહો લવની ભવાઇ.