Premi pankhida books and stories free download online pdf in Gujarati

પ્રેમીપંખીડા - ભાગ 15

પ્રકરણ 14 માં આપણે જોયું કે માનવીની બેસ્ટ ફ્રેન્ડ રોશની તેને કહે છે કે , તને મન સાથે પ્રેમ થઈ ગયો છે પણ માનવી વાત ટાળી દે છે અને ઘરે આવે છે. હવે આગળ ................
​______________________________________
માનવી ઘરે આવે છે ત્યારે તેના મન માં રોશની ની બધી વાતો જ ચાલ્યાં કરે છે . તેના મન મા એક જ પ્રશ્ન થાય છે કે શું મને સાચે મન સાથે પ્રેમ તો નથી થઈ ગયો ને ? માનવી આખો દિવસ આ બધાં વિચારો જ કરતી હોય છે.
​સાંજ પડતાં મન માનવીને ફોન કરે છે. ​માનવી મન નો ફોન જોઈને ખુશ થઈ જાય છે . માનવી ફોન ઉપાડતાની સાથે જ મન ને બોલવા લાગે છે કે, ​ક્યાં રહી ગયો હતો તું આખો દિવસ? આખા દિવસ ​પછી હમણાં ફોન કરે છે . ખબર નથી પડતી તને? એક ફોન પણ નથી કરી શકતો તું ? આમ માનવી મન ​ને બોલવા લાગે છે.
​મન તેને કહે છે કે, માનવી મારી વાત તો ​સાંભળ. તને તો ખબર છે કે હવે કોલેજનું છેલ્લું વર્ષ ​છે અને પપ્પાનું કાપડનું બિઝનેસ છે . તો હવે તે ઈચ્છે છે કે હું તેમનું આ બિઝનેસ સંભાળું. એમના કામ માટે ​જ હું બહાર ગયેલો હતો.
માનવી કહે છે કે સારું. કાલે તો કોલેજ આવીશ ને??
​મન કહે છે કે હા કાલે તો આવીશ જ ​ને કોલેજ.
માનવી અને મન આમ વાત કરીને ફોન મૂકે છે . બંનેને એક -બીજાની સાથે વાત કરી ખૂબ જ આનંદ આવે છે . માનવી વિચારી ખુશ થાય છે કે કાલે ​તો મન સાથે રૂબરૂ મુલાકાત થશે.
​બીજા દિવસે સવારે મન કોલેજમાં આવે છે. માનવી પણ કોલેજ આવે છે અને આજે માનવી દરરોજ કરતાં વધારે જ ખુશ હોય છે . તે આવીને સૌથી ​પહેલા જ મનને મળે છે અને તેની સાથે વાત કરે છે.
​આમ કરતાં કરતાં બંનેના કોલેજના ત્રીજા વર્ષમાં ત્રણ મહિના પસાર થઇ જાય છે. બંને દરરોજ ​મળતાં, વાતો કરતાં ને ભણતાં હતાં.
એકદિવસ કોલેજમાં પ્રોફેસર વિધિ મેડમ ​એ અનાઉન્સમેન્ટ કરી કે , આપડી કોલેજ માં શિક્ષક​દિન ની ઉજવણી કરવાની છે. તેમા શિક્ષક બનવાનો અવસર છેલ્લા વર્ષના સ્ટુડન્ટ્સ ને આપવામાં આવ્યો છે . તમે બધાં છેલ્લા વર્ષમાં છો તો તમારા માથી જેને​પણ શિક્ષક બનવું હોય તે મને પોતાનું નામ નોધાવી દે.
​ઘણા સ્ટુડન્ટ્સ નામ નોંધાવે છે . માનવી પણ ​નામ નોંધાવે છે . મન આમા નામ નોંધાવતો નથી . મન ​નામ ક્યાંથી નોંધાવે ? તેને તો તેની માનવી ને મેડમના​ વેશમાં જોવી હતી અને એની જ મજા લેવી હતી તેથી તે નામ નોંધાવતો નથી.
​માનવી કોલેજ પછી મનને પૂછે છે કે,તે શિક્ષક દિન માટે તારું નામ કેમ ન લખાવ્યું??
​મન કહે છે કે હું તો એ દિવસે કોલેજમાં આવવાનો જ નથી તો નામ લખાઈને શું કરું ? એટલા માટે મેં નામ ન લખાયું.
​આ સાંભળીને માનવી મનને કહે છે કે, કેમ નહીં આવે? તું નહી આવે તો હું તારી સાથે વાત નહીં કરું.
મન કહે છે કે માનવી ખાલી મજાક કરતો હતો. હું આવીશ પણ મને કંઈ સાહેબ બનવા રસ નથી , તેથી મેં નામ ન લખાવ્યું . પણ તું તો મેડમ બનવાની છે તો મારે આવવું જ પડશે ને .
​આ સાંભળીને માનવી ખુશ થઈ જાય છે, અને કહે છે હા એમ . તારે આવવું જ પડશે.
​મન કહે છે હા જરૂર આવીશ હજી તો પરમદિવસે શિક્ષક દિનની ઉજવણી છે. તું તારી તૈયારી કરી લે . બંને વાતો કરીને ઘરે જાય છે.
​માનવી ઘરે આવીને એ જ વિચારે છે કે પરમદિવસે શિક્ષક દિનની ઉજવણી માટે તે કયા રંગની સાડી પહેરે અને એવું શું કરે જેથી તે મનને સુંદર લાગે . માનવીને મન સાથે પ્રેમ થઈ ગયો હતો . પરંતુ તે આ વાતને સ્વીકારવા તૈયાર ન હતી . તે મન ઉપર હક જમાવતી હતીઅને તે દિવસે દિવસે મનના નજીક જતી હતી . એ વાતની માનવીને પણ ખબર ન હતી.
બીજી બાજુ મન તો માનવીને પહેલી નજર થી પ્રેમ કરતો હતો એટલે એ તો રાહ જોતો હતો કે માનવી ને તેની સાથે પ્રેમ ક્યારે થાય પણ એ પણ તે વાત થી અજાણ હતો કે માનવીને પણ તેની સાથે પ્રેમ થઈ ગયો છે.

માનવી તેની મમ્મી પાસે જાય છે અને કહે, છે કે મમ્મી મારે પરમ દિવસે કોલેજમાં શિક્ષક દિનની ઉજવણી છે અને મેં તેમાં ભાગ લીધો છે. મારે પરમ દિવસ માટે સાડી પહેરવાની છે, તો તું જ કે ને હું કઈ સાડી પહેરું? તારી પાસે તો બહુ બધી સાડીઓ છે . તો મારા ઉપર શોભે એવી સાડી મને કાઢી આપ ને જેથી હું પરમ દિવસે પહેરી શકું .

માનવીની મમ્મી કહ્યું કે કબાટમાં બહુ બધી સાડી પડી છે. તને જે ગમે એ લઈ લે અને પહેલી જા.

માનવી કહે છે કે એ બધી મને ખબર ન પડે. તું મને સારી કાઢી આપ ને જે મારા ઉપર ખૂબ જ સુંદર લાગે.

માનવી ની મમ્મી કહે છે કે, સારુ હું તને સાડી કાઢી આપું છું.

માનવી કહે છે હા જલ્દી કાઢી આપ હું પહેરી ને પણ જોવું ને એ મારા પર કેવી લાગે છે.

માનવી ની મમ્મી માનવી માટે સરસ પિંક કલરની સાડી આપે છે. તે માનવીને કહે છે કે આ સાડી અને આ કલર તારા ઉપર ખૂબ જ સારું લાગશે. તેથી તુ આ પહેરી જજે.

માનવી કહે છે કે ઉભી રે હું પહેરીને આવું અને તું મને કહેજે કે મારા ઉપર કેવી લાગે છે.

માનવીની મમ્મી કહે છે કે, તારી ઉપર સારી જ લાગશે ટ્રાય કરવાની જરૂર નથી.

માનવી તો માનતી જ નથી. તેને મન માટે તૈયાર થવાનું હતું તેથી તે એની મમ્મીને કહે છે કે પાંચ મિનિટ . હું પહેરીને જોવું કે કેવી લાગે છે એમ કહ્યું ને માનવી સાડી પહેરવા જાય છે, અને સાડી પહેરીને આવે છે. માનવી તેની મમ્મી ને પૂછે છે કે જો હું આ સાડીમાં કેવી લાગુ છું??

માનવીની મમ્મી કહે છે કે, તું ખૂબ જ સુંદર લાગે છે. હવે આ મૂકી દે અને રૂમમાં જઈને આરામ કર.

માનવી હા કહી રૂમમાં જાય છે. તે ઉતાવળા મને શિક્ષક દિન ની રાહ જોવા લાગે છે.

માનવી રૂમમાં જઈને મનને ફોન કરે છે.

મન માનવીની કહે છે કે અત્યારે ફોન કર્યો, કંઈ કામ હતું કે શું??

માનવી કહે છે કે કેમ ન કરાય અત્યારે??

મન કહે છે કે કેમ નહીં. તમે જ્યારે ઇચ્છા હોય ત્યારે તું મને ફોન કરી શકે છે . એમ કહીને બંને હસે છે.

માનવી કહે છે કે તને ખબર છે ને કે પરમ દિવસે શિક્ષક દિનની ઉજવણી છે અને હું પણ તેમાં ટીચર બની છું.

મન કહે છે કે હા મને ખબર છે. તો થઈ ગઈ બધી તૈયારી- ઓ ??

માનવી કહે છે કે હા થઈ ગઈ ને તૈયારીઓ! હું સાડી પહેરવાની છું.

મન કહે છે અચ્છા ! કયા રંગની સાડી પહેરીશ તું ??
માનવી કહે છે કે હાલ નહીં કહું . પરમ દિવસે જોઈ લેજે .

મન કહે છે કે સારુ,અને બંને ફોન મૂકે છે.

મન માનવીને સાડીમાં જોવા માટે ખૂબ જ ઉત્સુક હતો અને માનવી સાડી પહેરીને મન સમક્ષ જવા માટે ઉત્સુક હતી .હવે આ બંનેનો આ શિક્ષક દિન કેવો જશે એ આપણે ભાગ 16માં જોઈશું.

આભાર

Dhanvanti jumani (Dhanni)