Baani-Ek Shooter - 52 books and stories free download online pdf in Gujarati

“બાની”- એક શૂટર - 52

બાની- એક શૂટર

ભાગ : ૫૨


"બાની....!!" ટિપેન્દ્ર ફરી ચિલાવ્યો. પછી એકાએક એ શાંત પડી ગયો. એને બાનીના ખબા પર સાંત્વના આપતા હાથ મૂકતા ગજબ સંયતથી સમજાવતાં કહ્યું, "બાની.....!! તું જ્યાં સુધી પહોંચી છે અને હજુ તો મંજિલ ઘણી દૂર છે તારે તો તારા પ્રતિશોધ સુધી પહોંચવું છે....!! આવા સંજોગોમાં કોઈપણ કઠણ કાળજાવાળો આદમી પણ ડગમગી જાય. પણ તું બાની છો બાની...!! બાની-એક શૂટર મારી ફિલ્મની બાહોશ દમદાર કેરેકટર નિભાવનાર બાની હકીકતનાં જીવનમાં પણ એવી જ જોશ અને હોશથી ટકી રહેશે તો નક્કી તારા પ્રતિશોધ સુધી પહોંચી જઈશ."

ટિપેન્દ્રની વાતોથી બાની થોડી શાંત થઈ.

"બાની અહીંયા સુધી પહોંચતા તું હજી એકવાર પણ વિચલીત થઈ નથી. તો આજે મનને કમજોર કરી કેમ રહી છે?? બાની શાંત મને તારા દિમાગથી વિચાર...!! કે.કે રાઠોડને મારી કેમ નાંખવામાં આવ્યો? કોણ હશે એ ચાલાક આદમી?? જ્યાં સુધી આપણે આપણું દિમાગ તેમ જ જે સબુતો હાથ લાગ્યા હતાં એના પરથી ફક્ત અનુમાનનાં તારણે આપણે પહેલા અમનને બાનમાં લઈને દબાણ આપી હકીકત ઓકાવાની કોશિશ કરી તો એ પણ એક જ વાત પર અડગ છે કે એને મીરા જાસ્મિનનું ખૂન નથી કર્યું. એના બાદ આપણે કે.કે રાઠોડનું મોઢું ખોલવાનો પ્રયત્ન કરી જોયો પરંતુ એનું પણ પહેલા જ મૌત નીપજ્યું. આ એક મોટું ષડ્યંત્ર છે બાની...!! આપણે જ હિંમત હારીને એકમેક પર શંકા કરી અંદરોઅંદર લડીને મરી જઈશું તો હકીકત સુધી કેવી રીતે પહોંચશું??" ટિપેન્દ્ર એક એક વાત શાંતિથી બાનીને સમજાવી રહ્યો હતો અને બાની શાંતિથી સાંભળી રહી હતી.

"બાની.... તારે અંત સુધી ધૈર્ય રાખવું પડશે. અંતના નજદીક પહોંચી જવું અને તારું આવું ડગમગવું....!! બાની એક શૂટરને શોભે નહીં...!! તારા પ્રતિશોધને યાદ રાખ બાની....!! તારા પ્રતિશોધને યાદ રાખ.... મનથી હારી જવાની જરૂર નથી!!" ટિપેન્દ્રએ બાનીને જોશ આપતાં કહ્યું.

બાની અચાનક ટિપેન્દ્રને વળગી પડી અને છૂટી પડતા કહ્યું, "હું થાકી નથી ટીપી.....!! આગ એવી જ મારા સીનામાં ભભૂકી રહી છે. પણ હું મારા પ્રતિશોધને લઈને ઝઝૂમી રહી છું. આનો અંત ક્યારે આવશે ટિપેન્દ્ર ક્યારે આવશે?"

"વિરેનસિંગ અને અમન....!! આ જ બંને આપણાને અંત સુધી પહોંચાડશે બાની...!!" ટિપેન્દ્રએ કહ્યું.

"પણ ટીપી....!! મને એક જ વાત ખાઈ રહી છે અને તને પણ એ જ વાત ખટકી રહી હશે...!! હું જ બાની છું એટલે કે રાઠોડ સુધી એ ખબર કેવી રીતે પહોંચી કે હું અભિનેત્રી પાહી એ જ બાની છું?? આપણા સાગીરતોને હું અને તું સારી રીતે ઓળખીએ છે. તેઓ પૈસા ખાતર પોતાની ઈમાનદારી વેંચી ખાનારા નથી...!! તો આ વાતને બહાર કેવી રીતે પાડી હશે??" બાનીએ પૂછ્યું.

"બાની...!! જે થઈ ગયું એ થઈ ગયું. હા આપણે કોઈ લાઈવ વિડિઓ પણ શેર નથી કર્યો. આપણા મગજ પર ભાર દઈને વિચારીશું તો કદાચ આનો હલ નીકળશે. હવે આપણી પાસે એટલો સમય પણ નથી રહ્યો બાની...!! કેમ કે દુશ્મન આપણાથી બે કદમ આગળ છે એટલે જ હવે આપણાને સાવચેતીથી પગલાં લેવા પડશે." ટિપેન્દ્રએ કહ્યું.

"ટિપેન્દ્ર પણ આ પાહી જ બાની છે આ વાતને બહાર પાડનાર શખ્સનો પત્તો તો લાવવો જ પડશે. નહીં તો આપણી દરેક ચાલકીને દુશ્મન આસાનીથી માત આપતાં રહેશે. એની ખબર તો કાઢવી જ પડશે....!!" બાનીએ કહ્યું.

"હમ્મ...!!" ટિપેન્દ્રએ કહ્યું. "અમન અને વિરેનસિંગ જલ્દીથી મોઢું ખોલે તો એટલી જ સહેલાઈથી દુશ્મન સુધી પહોંચી શકાશે.

ત્યાં જ દરવાજાનો ખટખટાવાનો અવાજ આવ્યો. ટિપેન્દ્રએ બંધ દરવાજો ખોલ્યો, "બોલ જોની...!!"

"કેદારે ખબર મોકલી છે....!! વિરેનસિંગ મોઢું ખોલી રહ્યો છે." જોની બોલીને જતો રહ્યો.

આ સાંભળીને બાની ઝડપથી બહાર નીકળી અડ્ડા પર બાનમાં રખાયેલો વિરેનસિંગ પાસે પહોંચી.

****

"બોલો વિરેનસિંગ...!!" બાનીએ કડક મિજાજમાં કહ્યું.

"ઓ મેડમ...!! તમે તમારી જિંદગીની ફિકર કરો...!! તમારી જાન જોખમમાં છે. તમારા આજુબાજુ દુશ્મનનો ઘેરો થઈ ચૂકેલ છે." વિરેનસિંગ એટલું બોલીને પાગલની જેમ હસ્યો.

"વિરેનસિંગ....!! એ દુશ્મનોને ઘેરો નાંખવા દે. પણ અત્યારે તું એક જ વિચાર કર. આ અડ્ડો મારો છે. અહીં હું તારી દુશ્મન છું એ જ યાદ કર. હું જબાનની પાક્કી છું. તમારા જેવા સાગીરતોની હું જાન ન લઉં જો તમે સાચું ઓક્યા તો જ ફક્ત...!! મારો મકસદ માસ્ટર માઈન્ડ સુધી પહોંચવાનો છે. મીરા જાસ્મિનનું ખૂન કરનાર એ ખૂનીનો પત્તો લગાડવો જ મારી કામના છે...!! સચ્ચાઈથી જાણ કરશો તો અહીંથી આઝાદી, નહીં તો અહીં જ આ જ જગ્યે સડીને મરવાની ઈચ્છા રાખજો." બાનીએ સમજાવાનો પ્રયત્ન કર્યો.

"કેદાર...!!" કહીને બાનીએ ઈશારો કર્યો.

કેદારે જોનીને ઈશારો કર્યો. થોડી જ મિનીટમાં જોની બે શખ્સને પકડીને લાવ્યો.

"આ જુઓ વિરેનસિંગ... તું ઓળખે જ છે આ બંનેને!! આ મોનું....!! આ મૂરલી...!! કેવા તગડા થયેલા છે જો મારા અડ્ડા પર રહીને...!! આ બંનેને નાની અમથી ઈજા પણ નથી. હું જબાન આપી ચૂકી છું...!! જે પણ મારો દુશ્મનનો સાગીરત મારી સમક્ષ સચ્ચાઈ ઓકશે એમને મારો પ્રતિશોધ પૂરો થતાં જ સહીસલામત છોડી દેવામાં આવશે. કેમ કે મને નિર્દોષ પ્યાદાને ઉડાવવા નથી." બાનીએ સરળતાથી કહ્યું.

જોની, તરત જ મૂરલી અને મોનુ બંનેને લઈને ત્યાંથી જતો રહ્યો.

"વિરેનસિંગ.....!! તું વિચારી લે...!!" બાનીએ કહ્યું.

વિરેનસિંગ થોડી સેંકેન્ડ માટે વિચારમાં પડ્યો. પછી અચાનક પાગલની જેમ હસ્યો. ખૂબ હસ્યો. હસતાં હસતાં જ એને કહેવા માંડ્યું, " ઓ બાની મેડમ....!! સચ્ચાઈ સચ્ચાઈ કરો છો. પણ શું તમે સચ્ચાઈ પચાવી શકશો??"

"વિરેનસિંગ....!! સચ્ચાઈ જણાવો...!!" બાનીએ ઊંચા સાદમાં કહ્યું.

"તમારો યાર એહાન....!!" કહીને વિરેનસિંગ ખૂબ હસ્યો.

"વિરેનસિંગ....!!" બાની બરાડી.

"તો સાંભળો બાની મેડમ....!!" વિરેનસિંગે કહેવા માંડ્યું. સચ્ચાઈ જાણી કેદારના કાન અને દિમાગ ચાલતાં બંધ થઈ ગયા હોય તેવું એ મહેસૂસ કરવા લાગ્યો.

જેમ જેમ વિરેનસિંગ કહેતો ગયો તેમ તેમ બાનીની ચહેરાની દશા વિચિત્ર બનતી ગઈ.

હસતાં હસતાં જ વિરેનસિંગે માસ્ટરમાઈન્ટ વિષે જાણ કરી.

સચ્ચાઈ સાચે જ બાની માટે પચાવવી અઘરી હતી....!!

****

"બાની....!! તું પાગલ થઈ ગઈ છે...!!" એહાને રાડ પાડી.

અડ્ડા પર ઉપસ્થિત ઈવાન, ટિપેન્દ્ર અને કેદાર ખુરશી સાથે બાંધેલો એહાનને ચૂપચાપ જોઈ રહ્યાં હતાં.

"હા પાગલ થઈ ગઈ છું. તારા પર ભરોસો કર્યો એ જ સૌથી મોટી મારી પાગલ કહી શકાય એવી ભૂલ હતી....!!" બાની ગુસ્સાથી ભભૂકી રહી હતી.

"બાની મને બાનમાં કેમ લેવામાં આવ્યો છે!??" એહાન ચિલ્લાવી ઉઠ્યો.

એહાનની ચીખ સાથે જ બાનીએ તરત જ એહાનનાં મસ્તિષ્ક પર પિસ્તોલ મૂકી.

"પ્રતિશોધ એહાન... પ્રતિશોધ.....!!" બાનીનો સ્વર તરડાયો. તે સાથે જ એની ડાબી આંખમાં એક આંસુની ધાર ઝડપથી વહી ગઈ.

"બાની.....!!"એહાનનો અવાજ ફાટ્યો. એ ખુરશીથી છૂટવા મંથી રહ્યો હતો.

"તું એવું કરી જ કેવી રીતે શકે....!!" બાની જાણે પોતાના પર જ ગુસ્સો કરી રહી હોય તેમ એ પાગલ બનતી જતી હતી. એનાં સ્વરપેટીમાંથી જેમ તેમ તરડાઈ ગયેલો અવાજ નીકળી રહ્યો હતો.


(ક્રમશઃ)

(નોંધ: વાંચક મિત્રોને વિનંતી છે કે નોવેલને ફસ્ટ પાર્ટથી વાંચે. તો જ ટૂંકો સાર સમજાશે. આભાર😊)