Wafa or Bewafa - 22 books and stories free download online pdf in Gujarati

વફા કે બેવફા - 22







આરુષિ હતાશ થઈને ત્યાં જ બેસી રહી... મનમાં એ જ વિચારો ઘુમરાયા કર્યા... અયાનનું ધ્યાન જતાં જ એ આરુષિને બોલાવવા માટે બૂમ પાડી...

" ચલને... બધાં ગ્રુપ સેલ્ફી પાડે છે... તારે નથી આવવું...!!? "

પણ આરુષિએ માત્ર ડોકું હલાવી ના પાડી દીધી... એટલે અયાન દોડતો એની પાસે આવ્યો...

" શું થયું... !? શું કહેતા હતા... તારા પપ્પા...?"

" કંઈ નહીં, બસ ક્યારે નીકળો છો એમ..."

એટલામાં રીયા બોલાવવા માટે આવી...
" ચાલો, હવે નીકળવાનું છે... "

બધાં ટ્રાવેલમાં ગોઠવાઈ ગયા.. અને બસ અમદાવાદ તરફ રવાના થઈ...

અયાન તો આરુષિનો હાથ પકડી ઊંઘી ગયો... અને આરુષિ એના ચહેરાને થોડીવાર સુધી નિહાળતી રહી... અને એના ખભા પર માથું ઢાળીને સૂવાનો પ્રયત્ન કર્યો... પણ એનું મન બેચેન હોવાથી એને ઊંઘ આવી નહીં... સતત અવનીએ કીધેલા એ શબ્દો એના કાનમાં ગૂંજી રહ્યા હતા... એટલે બધું વિચારવાનું બંધ કરીને એના પ્રેમના અહેસાસને જ મહેસુસ કરવા લાગી... અને જોતજોતામાં ઊંઘી ગઈ...

વહેલી સવારે ચાર વાગ્યે અયાન આરુષિની લટોને સરખા કરતાં આરુષિને નિર્દોષપણે ઊંઘતા જોઈ રહે છે... એટલામાં આરુષિની આંખ ખુલી જાય છે... એટલે અયાને
" ગુડ મોર્નિંગ" એમ કહીને કપાળ પર ચુંબન કર્યું...

" ગુડ મોર્નિંગ... " આરુષિ પણ સામે ગાલ પર એક ચુંબન આપી દે છે...

" અયાન, આ ત્રણ દિવસ મારા માટે ખૂબ જ મહત્વના અને યાદગાર રહેશે... જેને હું ક્યારેય નહીં ભૂલું... તારા સાથેની એક એક પળ બહું જ રોમાંચક હતી... જાણે આખું જીવન તારા સાથે મન ભરીને જીવી હોય... "

" હા, મારા માટે પણ.... "

એટલામાં ઉતરવાની જગ્યા પણ નજીક આવી જાય છે...
અને બધાં પોતપોતાની વસ્તુઓને સમેટવામાં લાગી જાય છે..
બધાં ધીમે ધીમે ઉતરવા માંડે છે... આરુષિ અને અયાન છેલ્લા હોવાથી છેલ્લે નીકળે છે... દરવાજા પાસે જ આવતા અયાનને
તેના હેડફોન યાદ આવે છે.. એટલે પાછો શોધવા જાય છે... આરુષિ નીચે ઉતરીને તેની અને અયાનની બેગ લઈને ઊભી રહે છે... પણ અયાન હજુ હેડફોન શોધવામાં પડ્યો હતો... એ શોધી રહે એટલામાં તો બધા જ ત્યાંથી નીકળી ગયા...
એટલે આરુષિ પાછી બસમાં ચઢી... અને હેડફોન પણ મળી ગયા...
અને બંને જણા દરવાજા તરફ વધ્યા... પણ આરુષિ એકદમ ઉભી રહી ગઈ...

" ચાલ... શું થયું...!!? "

આરુષિ દોડીને એને ગળે વળગી પડી...

" ઓહો... બહું પ્રેમ આવી ગયો..." અયાન એને કસીને પોતાના બાહોમાં જકડી લીધી...

આરુષિનું મન ના ભરાયું ત્યાં સુધી અયાનને છોડ્યો નહીં... એમજ ગળે વળગી રહી...

અને બંને બસમાંથી નીચે ઉતર્યા... અને પોતપોતાના રસ્તે ચાલવા માંડ્યા...

એ પછી ક્યારેય એ બંનેના રસ્તા ભેગા થયા નહીં....


આરુષિનો નંબર હંમેશા બંધ જ આવતો... અયાને કુહુ જોડે પૂછાવડાવ્યું..તો માત્ર એટલી ખબર મળી કે એનાં મામાના ઘરે ગઈ છે...

થોડા દિવસ પછી ધ્યાનથી જોતાં બેગમાંથી એને આરુષિનો એક લેટર મળ્યો.. જે એણે બસમાં આવતા રાત્રે બેગમાં મૂક્યો હતો...

" અયાન... તારી યાદોને મારા દિલમાં સમેટીને જાઉં છું... મને માફ કરજે... તારા માટેનો પ્રેમ ક્યારેય બદલાશે નહીં... પણ તે રાત્રે અવની જોડે વાત કરીને મને એની તકલીફ સમજાઈ... એણે તો તારા નામનું સિંદુર પણ લગાવી દીધું છે.. પછી એ સિંદુર પર મારો હક કેવી રીતે આવી શકે...એ બહુ જ ઈમોશનલ છે... તે એની સાથે જે અન્યાય કર્યો છે...એની ભરપાઈ તું જરૂરથી કરજે... તને કીધું હોત તો તું ક્યારેય એ વાત માટે તૈયાર ના થાત... એટલે લેટર લખીને જાઉં છું... આઈ હોપ... કે તું આ પરિસ્થિતિને સમજે... અને સાચું કહું તો.. મેં પ્રયત્ન કર્યો પણ હું ચાંદની જેમ કદાચ એ ડાઘને જીલી નહીં શકું... તારી સાથે રહીશ તો એ હંમેશા મને તકલીફ આપતું રહેશે...આપણી યાદોને સહારે હું આગળ વધી રહી છું.. બાય... મિસ યુ ઓલવેઝ..."


અયાને આરુષિને પાછી મેળવવા બહુ જ પ્રયત્ન કર્યા.. પણ બધાં જ નિષ્ફળ... થોડા મહિનાઓમાં તો આરુષિએ મમ્મી પપ્પાની ઈચ્છાથી લગ્ન પણ કરી લીધા... અને વડોદરામાં અનુજ સાથે એક નવા જીવનની શરૂઆત કરી... અનુજ સરળ સ્વભાવનો હતો... સારો એવો બિઝનેસ હતો... એટલે મોટા ભાગનો સમય એમાં બિઝી રહેતો... પણ અયાનની ખોટ એ તો એમ જ રહી... બધું જ બરાબર હતું... પણ એ અન્ડરસ્ટેન્ડિગ નહતું... અને એકબીજામાં ડુબી જવાની ફીલીંગ નહોતી... શરૂઆતમાં બધું ખૂબ જ કપરું લાગ્યું... પણ આહાનના આવવાથી એ ખાલીપો થોડેઅંશે દૂર થયો...
પણ અયાનની યાદોને તે દિલના એક ખૂણે સજાવી રાખી હતી...

આરુષિએ લગ્ન કરી લીધા... એટલે થોડા સમય બાદ અયાન પણ હિંમત હારીને અવની સાથે કરેલ પોતાની ભૂલ સુધારવા લગ્ન કરી લીધા... આમ બંનેની જીંદગી એક ફોર્માલીટી બનીને રહી ગઈ....


* ‌ * * * * * * * * *
આરુષિ વાત કહેતા રડી પડી..." એના વગર જીવવું મુશ્કેલ છે... બટ આઈ કેન...."
કુહુએ તેને આશ્વાસન આપીને શાંત પાડી.... અને ઘણું જ મોડું થયું હોવાથી એ બંને ઊંઘવા માટે જતાં રહ્યાં....

બીજા દિવસે બધાં એસ્સલ વર્લ્ડ પર જાય છે... એસ્સલ વર્લ્ડમાં એક જગ્યા અને સમય ફિક્સ કરીને પાછા ભેગા થવાનું નક્કી કરી ફરવાની છૂટ આપવામાં આવે છે...

આરુષિ ફૅમિલી સાથે બધાં એન્જોય કરે છે... અને એક જગ્યાએ કુહુ છુટી પડી જાય છે...
અને એ ફોન કરી પૂછતાં એ વધારે આગળ આવી ગઈ હોય છે... એટલામાં પેલો છોકરો દેખાતા હાશકારો અનુભવે છે.. અને આરુષિને ચિંતા કરવાની ના પાડે છે...

" હાશ, તું મળી ગયો... નહીંતર એકલી ક્યાં શોધત... બધાને...ફસ્ટ ટાઈમ તને જોઈને ખુશી થઈ...."
કુહુ પેલાં છોકરા જોડે જઈને ઊભી રહી ગઈ...

" ઓહ.... પણ મને ના થઈ.... "

આવો જવાબ સાંભળીને કુહુ નિરાશ થઈને ચાલવા માંડી...

પણ એણે હાથ પકડીને રોકી લીધી...
" જસ્ટ જોકિંગ, મારી સાથે જોઈન થઈ શકે છે..." આઈસ્ક્રીમ...!!?"