મન : સંબંધ મિત્રતા નો - 41 in Gujarati Novel Episodes by Siddhi Mistry books and stories Free | મન : સંબંધ મિત્રતા નો - 41

મન : સંબંધ મિત્રતા નો - 41
નિયા ને શું બોલવું એ સમજ માં નઈ આવતું હતું. એના માઈન્ડ માં બોવ બધા સવાલ ચાલતા હતા અને એને પણ ખબર નઈ હતી કે એ વિચારે છે એ સાચું વિચારે છે કે પછી કંઇ વધારે પડતું જ વિચારે છે. નિશાંત નિયા નાં રૂમ માં pubg રમતો હતો. અને નિયા અને આદિત્ય આગળ નાં રૂમ માં બેઠા હતા. 

"નિયા કહી શકે છે ને યાર તું મને " આદિત્ય બોલ્યો.

"હમ " 

"તો બોલ " આદિ એ કીધું. 

"જો મને ખબર નથી કે હું સાચું વિચારું છું કે ખોટું. પણ મને હવે આ સહન નઈ થતું. હવે મારા થી ચૂપ નઈ રેહવાતું " નિયા એ બોલવાનું સ્ટાર્ટ કર્યું. 

"તો બોલી દે ચૂપ નાં રહીશ "

"મા... માનિક છે ને એ કંઇ વધારે પડતું જ.." આગળ થી નિયા થી કંઇ બોલાયું જ નથી. 

"શું કર્યું એને પાછું?" આદિ એ પૂછ્યું.

"જૂથ બોલે છે અને ગુસ્સો કરે છે. મે એની ગર્લફ્રેન્ડ નથી કે એ કેહ એમ કરું " નિયા બોલતી હતી પણ એની આંખ ભરાઈ આવી. 

થોડી વાર સુધી કોઈ કંઈ નાં બોલ્યું પછી આદિ એ કીધું.
"હું છું તારી સાથે "

"આ તો કોપી કરેલી લાઈન છે ને આદિ?" નિયા એ પૂછ્યું.

"મતલબ" આદિ ને સમજ માં પડતા એને પૂછ્યું.

"બધા લોકો આજ લાઈન બોલે છે. ખોટી પ્રોમિસ આપે છે. પછી તોડી નાખે છે. " 

"બધા સરખા નથી હોતા નિયા " 

"હા પણ બધા અમુક વસ્તુ તો સરખી જ કરે છે. મને એવું લાગે છે કે મારી લાઈફ ની સૌથી મોટી ભૂલ મન ની મિત્રતા લાગે છે " નિયા બોલી. 

"નિયા મને સમજ નથી પડતી કંઇ સમજાય એવું બોલ ને યાર " 

"ઓકે જો ખોટું લાગે તો પેહલે થી જ સોરી કહી દેવ છું " નિયા બોલી.

"એમાં સોરી નાં કહીશ. ચાલ બોલ હવે. " 

"વાત તારા ભાઈ ની છે તારા બેસ્ટ ફ્રેન્ડ ની. હા તું એમ કહેશે તારો બેસ્ટ ફ્રેન્ડ નથી ? હા હતો પણ હવે હું નથી માનતી. કેમકે મને જૂથ બોલે એ લોકો પસંદ નથી. " નિયા બોલી.

"માનિક એ પાછું કંઇ કર્યું ?" આદિ ને લાગ્યું માનિક ની જ વાત કરે છે એટલે એને પૂછ્યું. 

"કંઇ નઈ બોવ બધું કર્યું છે."

"વૉટ " 

"વૉટ નઈ હા. મને અમુક વસ્તુ નાં પ્રૂફ નઈ મળ્યા પણ જેટલાં ખબર છે એટલું કહું છું. મને ખબર છે તને સાચું નઈ લાગે. " નિયા બોલી. 

" તો બોલ "

"માનિક વાત વાત માં મારા પર ગુસ્સો કરે છે. તે લાઈવ માં તો સિગનેચર ડે  નાં દિવસે જોયો હતો. પણ એના થી વધારે ગુસ્સો કરે છે." નિયા બોલી.

"પણ એને તો તને પ્રોમિશ આપી હતી ને કે હવે એ ગુસ્સો નઈ કરે "

"હા પણ ખાલી નામ ની. જાન્યુઆરી માં જ્યાર થી હું તારી સાથે આવેલી એ દિવસ પછી એક દિવસ એવો નથી ગયો કે એને મારી સાથે શાંતિ થી વાત કરી હોય. જ્યારે હોય ત્યારે કંઇ નું કંઇ લઈ ને બેસી રેહ છે. "

"પણ ઉત્તરાયણ પછી આપડે મૂવી જોવા ગયા હતા ત્યારે એ બધું સોલ્વ થઈ ગયું હતું ને ?" આદિ એ પૂછ્યું.

"હા લાગતું તો એવું જ હતું. પણ જે મને બીક હતી એજ થયું. " 

"શેની?" 

"દોસ્તી તૂટવાની " નિયા બોલી.

"ક્યાં તોડી છે નિયા દોસ્તી ?"

"હા મને ખબર છે તે નઈ તોડી પણ મન માં તો માનિક, આદિ અને નિયા હતા ને તો હવે એ હતા એવું થઈ ગયું છે.  દોસ્તી જ્યાં સુધી દોસ્તી રહે ત્યાં સુધી સારું છે પણ અમુક વાર મને આજ દોસ્તી બોજ જેવી લાગે છે હવે. " નિયા એ કહ્યું.

"હા એ દિવસ પછી પેહલા જેવું તો નથી રહ્યું એ તો મને પણ ખબર છે. "

"આદિ, માનિક તમારી સામે મારી જોડે બોલે છે એ એકદમ એનો અલગ ચહેરો હોય છે અને જ્યારે તમે નાં હોવ ત્યારે એને ચહેરો અલગ હોય છે. " નિયા બોલી.

"સાચે ?" આદિ એ પૂછ્યું.

"હા, તમને તો એવું લાગતું હસે કે એ સારો એવો ફ્રેન્ડ છે મારો પણ એ ફ્રેન્ડ થી વધારે બતાવવા માંગે છે. " 

"એવું તો અમને પણ લાગે છે કે એ તારી વાત લઈ ને કંઇ વધારે જ હસ્તક્ષેપ કરે છે" આદિ બોલ્યો. 


નિયા હસવા 😂😂 લાગી આ સંભાળી ને. 

"અરે હસે છે શું તું સાચે કેવ છું. " આદિ બોલ્યો. 

"એને એવું લાગે છે હું એની ગર્લફ્રેન્ડ છું. " નિયા બોલી.

"ઓહ congratulations 🎉 પાર્ટી " આદિ બોલ્યો. 

"તું પણ એની સાથે જ છે. હુહ  " નિયા 😏😏આદિ ને ઇગનોર કરતા બોલી.

"હા હા... " આદિ હસવા લાગ્યો.

"મને તારી જોડે વાત કરવી છે. 
તું ક્યાં ગઈ હતી?
તે મને કીધું કેમ નઈ? ક્યાં જવાની ?
શું કરે છે? ફોન ક્યાં હતો?
ફોન વ્યસ્ત કેમ આવતો હતો? 
બર્થડે પર તારી 1st વિશ ની રાહ જોઇશ.
તારી સાથે વાત કર્યા વગર નથી ગમતું ? 
હું બીજા સાથે વાત કરું એ એને નથી ગમતું પણ મારી સામે એવું કહે છે એવું કંઇ નથી.  
આવા બોવ બધા સવાલ જ્યારે થાય ને ત્યારે આપડા ને દોસ્તી બોજ જેવી લાગે છે. " નિયા બોલી. 


"હા એ તો સાચું જ કહ્યું તે " આદિ બોલ્યો. 

"હા હું સાચું કહું છું એટલે જ ખરાબ છું તમારા થી" નિયા બોલી.

"તું કંઇ ખરાબ નથી. જે લોકો સાચું સંભાળી નથી શકતા એ ખરાબ છે " આદિ નિયા ને સમજાવતાં બોલ્યો.

"તને યાદ છે ડિસેમ્બર માં માનિક કોઈ અદિતિ સાથે વાત કરતો હતો. " નિયા એ પૂછ્યું.

"હા એવું કંઇક કીધું તો હતું એને. પણ એનું શું?" આદિ એ પૂછ્યું. 

"હા તો એ વાત કરતો હતો અદિતિ સાથે. પછી એક વાર એને મને એવું કીધું કે આ એકાઉન્ટ મનન, આદિ, તેજસ , નિશાંત એની ફેંક આઇડી છે એ લોકો મસ્તી કરતા હોય એવું લાગે છે મને " 

"અમે એને કેમ મેસેજ કરીએ એ પણ એને. " આદિ બોલ્યો.

"એ તો મને પણ ખબર છે. એને મને એવું કીધું મનન માં ફોન માં આ આઇડી ઓપન છે તો મે એને એવું કીધું કે એ છોકરો આવું નાં જ કરી શકે. ત્યારે માનિક એ મને એવું કીધું કે તને મનન પર વધારે વિશ્વાસ છે મારા કરતાં. અને પછી બે ત્રણ દિવસ પછી એવું કીધું એને મને કે ફેંક આઇડી હતું. એ લોકો નું નઈ હતું.  " 

આદિ હસવા લાગ્યો. અને નિયા પણ. 😆😆 😁

"મને એ નઈ ખબર પડતી કે એને અઠવાડિયું વાત કરી અને પછી એ અદિતિ એ મેસેજ નાં કર્યો તો એને કેટલા મેસેજ કર્યો. અઠવાડિયા માં આટલું બધું attechment કેમનું થાય. " આદિ બોલ્યો.

"One સાઈડ લવ હતો આ" નિયા આંખ 😉 મારતા બોલી.

"ઓહ અચ્છા " 

"હા. પણ તે એક વસ્તુ નોટિસ કરી. એ જેટલી પણ છોકરી સાથે વાત કરે છે ત્યારે એ છોકરી સારી લાગે છે અને જ્યારે એ છોકરી અમુક કારણો થી વાત કરવાનું બંધ કરી દે ત્યારે એ ખરાબ લાગે છે. " નિયા બોલી.

"નાં એવું તો કંઇ ખ્યાલ નથી મને "

"ક્યાંથી હોય. મિશા સાથે વ્યસ્ત હોય તું. તને ત્યાં થી ટાઈમ મલે ત્યારે તું કંઇ વિચારે ને " નિયા બોલી. 😛

"એને યાદ કરવી જરૂરી છે." આદિ બોલ્યો.

"હા તો એક્સ ભાભી ને યાદ તો રાખવા પડે ને " નિયા બોલી. 

" હા બોવ સારું " આદિ બોલ્યો.

"મને તો હવે કોઈ નાં પર વિશ્વાસ નથી રહ્યો. બધા ખાલી બતાવવા માટે દોસ્તી કરે છે બસ ખાલી ટાઇમપાસ " 

"નિયા હું એવું નથી માનતો " આદિ એ કહ્યું.

"મે માનિક ને એક કાર્ડ આપ્યું હતું આપડે 3rd સેમ માં હતા ત્યારે. મને એના પિક જોઈતા હતા ત્યારે તો એને એવું કીધું કે મમ્મી એ કઈ મૂકી દીધું છે. પણ મને એ સાચું નઈ લાગતું હતું પણ મે એને પૂછ્યું નહિ. એને રિયાન ને કહ્યું હતું નિયા નું કાર્ડ એની પેલી ફ્રેન્ડ છે ને વિધિ એ લઈ. "

"એટલે એ કાર્ડ વિધિ પાસે છે?" આદિ એ પૂછ્યું.

"હા એને રિયાન ને એવું કીધું. અને મને એવું કીધું છે કે એ મમ્મી એ કંઇ મૂકી દીધું છે " નિયા બોલી. 

"તને શું લાગે છે નિયા ?" આદિ એ પૂછ્યું.

"વિધિ પાસે હસે. પણ મારે એને કંઇ કહેવું નથી. ખોટા ઝગડા થાય પછી એટલે. " નિયા બોલી.

"પણ એ ખોટું બોલે છે એનું ?" આદિ એ પૂછ્યું.

"એ તો બહાર આવી જસે થોડા ટાઈમ માં "નિયા બોલી.

"શું પ્લાન છે નિયા?" આદિ એ પૂછ્યું.

"એ નાં કેહવાય. " 

"ઓકે " આદિ બોલ્યો.

" કેટલા અજીબ છે ને લોકો નહિ? જો એમનું ખોટું આપડે સંભાળી એ તો આપડે સારા અને જો એમને સાચું કહી દઈએ તો આપડે ખરાબ. " નિયા બોલી.

"આવું જ દુનિયા માં છે  નિયા શું કરવા નાં આપડે. " 

"હા એ બી છે. માનિક હું જે કરું છું એ જ વસ્તુ કરવાની ટ્રાય કરે છે. ક્લાસ માં મારી બાજુ જોયા કરતો હતો તો મેં એને એવું કીધું કે તું આ બધું બંધ કરી દેજે તો એ મારા પર ગુસ્સે થઈ ગયો. " 

"એતો અમે લોકો એ પણ નોટિસ કર્યું છે કે એ તારી સામે જ જોતો હોય છે. " આદિ બોલ્યો.

ત્યાં નિશાંત આવ્યો. 
"કોણ જોવે છે તારી સામે ?" 

"માનિક " આદિ બોલ્યો.

"એ હા. નિયા તારું અને એનું કઈક છે ને ? સાચું બોલજે. " નિશાંત બોલ્યો. 

"તું જ બોલવામાં બાકી હતો " નિયા બોલી. 

"નિશાંત એવું કંઇ નથી " આદિ બોલ્યો.

"અચ્છા મને એવું લાગ્યું એટલે પૂછ્યું મે " નિશાંત બોલ્યો.

"હા તમને માનિક જે બતાવ્યું છે એ જ ખબર છે. પાછળ શું ચાલે છે એ તો મને જ ખબર છે " નિયા બોલી. 

"આ શું બોલે છે આદિ ?" નિશાંત ને કંઇ સમજ નાં પાડતા એને આદિ ને પૂછ્યું.

"માનિક જૂથ બોલે છે અમુક. અને નિયા ને બોવ જૂથ બોલ્યો છે એ એવું નિયા કહે છે. અને પેલી અદિતિ હતી ને એની સાથે વાત કરતો એ " આદિ બોલ્યો.

"હા પેલી ફેક આઇડી ?" નિશાંત બોલ્યો. 

"હા તો માનિક ને એવું લાગતું હતું કે એ આઇડી મનન એ બનાવી છે કે તું, હું, મનન અને તેજસ એની સાથે મસ્તી કરીએ છે. " આદિ બોલ્યો. 

"ઓહ આવું કોણ કરે " નિશાંત બોલ્યો.

"માનિક" નિયા હસતા હસતા બોલી. 

પછી એ ત્રણ જણ વાત કરતા હતા ને ત્યારે નિશાંત આદિત્ય ને મિશા નાં નામ થી હેરાન કરતો હતો. 

ત્યારે નિયા બોલી,

"નિશાંત મને ખબર છે આપડે પોલો ફોરેસ્ટ ગયા હતા ત્યારે પેલી છોકરી ને તું ઘુરી ઘૂરી ને જોતો હતો. " 

"જાને અવે એવું કંઇ નથી " નિશાંત બોલ્યો.

"એક મિનિટ" નિયા એના ફોન માં કોઈ ફોટો સર્ચ કરતા બોલી.

પાંચ મિનિટ પછી એને ફોટો આદિત્ય અને નિશાંત ને બતાવ્યો.

"નીશું આ શું છે?" આદિ બોલ્યો.

"નિયા યાર આવું નાં કરાય. હું એને ખાલી જોતો જ હતો. " નિશાંત બોલ્યો.

"હા તો મે ક્યાં કંઇ બીજું કીધું. " નિયા બોલી. 

આમ એ લોકો એ 2 વાગ્યા સુધી મસ્તી કરી અને પછી સૂઈ ગયા. 


બીજે દિવસે સવારે,


નિયા તો ઊઠી ને કામ પતાવી ને ટીવી જોતી હતી. આદિ કોઈ ની સાથે ફોન પર વાત કરતો હતો અને નિશાંત હજી સૂતો હતો. 

"ગુડ મોર્નિંગ નિયા " આદિ બોલ્યો.

"ગુડ મોર્નિંગ " 

"કેમ જલ્દી ઊઠી ગઈ આજે " આદિ એ પૂછ્યું. 

"નીંદ નઈ આવતી હતી એટલે " 

"થોડું તો સાચું બોલ તારી આંખ રડી હોય એવું લાગે છે" 

"નાં એવું કંઇ નથી " કહી ને નિયા રસોડાં માં જતી રહી. 

નિશાંત ઉઠ્યો પછી એ લોકો એ ચા નાસ્તો કર્યો અને વાત કરતા હતા. ત્યારે નિશાંત બોલ્યો,
"નિયા તારું ઘર મસ્ત છે. ફોટો શૂટ કરવાની મઝા આવી જાય. " 

"ઓહ " આદિ બોલ્યો. 

"નિયા એક વાત પૂછું?" નિશાંત બોલ્યો.

"હા બોલ ને " નિયા એ કહ્યું.

"આ રિયાન છે એ જ જીજુ છે ને ?" નિશાંત એ પૂછ્યું.

આદિ આ સાંભળી ને હસવા 😁😁 લાગ્યો.
શું માનિક નિયા ને જૂઠું બોલતો હસે?
નિયા અને માનિક દોસ્ત રહેશે કે નહિ?
રિયાન જીજુ હસે? 
આદિત્ય અને નિયા ની દોસ્તી કેવી હસે?


🔹 તમને શું લાગે છે નિયા માનિક ની સચ્ચાઈ બધાં ની સામે લાવશે ? 
તમારો જવાબ કૉમેન્ટ માં જણાવો 🔹


Rate & Review

Jkm

Jkm 8 months ago

Vivek Patel

Vivek Patel 8 months ago

Mast che ha

Hardas

Hardas 8 months ago